-
ઉત્પત્તિ ૪૫:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ ત્યાં હું તમને ખોરાક પૂરો પાડતો રહીશ, કેમ કે દુકાળના હજી પાંચ વર્ષ બાકી છે.+ નહિતર, તમે અને તમારા ઘરના બધા ભૂખે મરશો અને તમારું બધું ખતમ થઈ જશે.”’
-
-
ઉત્પત્તિ ૪૭:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ સમય જતાં દુકાળે ભયાનક રૂપ લીધું. આખા ઇજિપ્ત અને કનાનમાં અનાજ ખૂટી ગયું. એ બંને દેશના લોકો દુકાળને લીધે હેરાન-પરેશાન થઈ ગયા.+
-
-
ઉત્પત્તિ ૪૭:૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ જો અમે મરી જઈએ અને અમારી જમીન ઉજ્જડ થઈ જાય, તો તમને શો ફાયદો? અમને અને અમારી જમીનને ખરીદી લો અને એના બદલામાં ખોરાક આપો. અમે રાજાના દાસ બનીશું અને અમારી જમીન તેમને આપી દઈશું. બસ અમને અનાજ આપો, જેથી અમે મરી ન જઈએ અને અમારી જમીન ઉજ્જડ ન થઈ જાય.”
-