-
પુનર્નિયમ ૧:૨૬-૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૬ પણ તમે ત્યાં જવાની ના પાડી અને તમારા ઈશ્વર યહોવાની આજ્ઞા વિરુદ્ધ જઈને બંડ પોકાર્યું.+ ૨૭ તમે તમારા તંબુઓમાં કચકચ કરવા લાગ્યા, ‘યહોવા આપણને ધિક્કારે છે, એટલે જ તે આપણને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા છે, જેથી અમોરીઓના હાથમાં સોંપીને આપણો નાશ કરે. ૨૮ બાપ રે! આપણે કેવા દેશમાં જઈ રહ્યા છીએ? આપણા ભાઈઓની વાતો સાંભળીને આપણી હિંમત તૂટી ગઈ છે,+ તેઓ કહે છે, “ત્યાંના લોકો આપણાથી પણ વધારે બળવાન અને કદાવર છે. તેઓનાં શહેરો ખૂબ મોટાં છે અને શહેરનો કોટ ગગનચુંબી છે.+ અમે ત્યાં અનાકીઓના*+ દીકરાઓને પણ જોયા.”’
-