૨ “ઇઝરાયેલીઓ સાથે વાત કરીને તેઓને કહે: ‘જો તમારામાંથી કોઈ માણસ યહોવાને પ્રાણીઓનું અર્પણ ચઢાવે, તો એ ઢોરઢાંક કે ઘેટાં-બકરાંમાંથી હોય.+
૩ “‘જો તે પોતાનાં ઢોરઢાંકમાંથી અગ્નિ-અર્પણ ચઢાવે, તો એ ખોડખાંપણ વગરનો આખલો હોય.+ તે એને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ રાજીખુશીથી+ યહોવાને અર્પી દે.