૧૧ “‘પણ આખલાનું ચામડું, એનું માંસ, એનું માથું, એના પગ, એનાં આંતરડાં અને એનું છાણ,+ ૧૨ એટલે કે આખલાના બાકી રહેલા ભાગોને યાજક છાવણીની બહાર સાફ જગ્યાએ લઈ જાય, જ્યાં રાખ ફેંકી દેવામાં આવે છે. એ જગ્યાએ યાજક એને લાકડાં પર અગ્નિથી બાળે.+ જ્યાં રાખ ફેંકવામાં આવે છે, ત્યાં જ એને બાળવામાં આવે.