૨૬ “પછી મેં કદેમોથના વેરાન પ્રદેશથી+ સંદેશવાહકો મોકલીને હેશ્બોનના રાજા સીહોનને શાંતિનો આ સંદેશો મોકલ્યો:+ ૨૭ ‘મને તમારા દેશમાંથી જવા દો. હું મુખ્ય રસ્તા ઉપર જ ચાલીશ અને જમણે કે ડાબે વળીશ નહિ.+ ૨૮ હું તમારી પાસેથી જે કંઈ ખોરાક કે પાણી લઈશ, એની કિંમત ચૂકવીશ. ફક્ત મને પગપાળા તમારા વિસ્તારમાંથી જવા દો.