૮ મનાશ્શાના બાકીના અડધા કુળ સાથે રૂબેનીઓએ અને ગાદીઓએ યર્દનની પૂર્વ તરફ મૂસાએ આપેલો વારસો લીધો. યહોવાના સેવક મૂસાએ તેઓને આપેલો વારસો આ છે:+ ૯ આર્નોનની ખીણને+ કિનારે આવેલા અરોએરથી+ લઈને ખીણની વચ્ચે આવેલું શહેર અને છેક દીબોન સુધી ફેલાયેલો મેદબાનો આખો સપાટ વિસ્તાર;