૩૨ ઓ પૃથ્વીનાં રાજ્યો, ઈશ્વરનાં ગીતો ગાઓ,+
યહોવાની સ્તુતિનાં ગીતો ગાઓ. (સેલાહ)
૩૩ તે યુગોના યુગોથી રચાયેલા સૌથી ઊંચા આકાશ પર સવારી કરે છે.+
તે પોતાના શક્તિશાળી અવાજથી ગર્જના કરે છે.
૩૪ કબૂલ કરો કે ઈશ્વર શક્તિશાળી છે.+
તે ઇઝરાયેલના રાજાધિરાજ છે.
તેમનું બળ આકાશોમાં ફેલાયેલું છે.