-
અયૂબ ૧:૬-૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ હવે એક દિવસે, સાચા ઈશ્વરના દીકરાઓ*+ યહોવા* આગળ હાજર થયા.+ શેતાન*+ પણ તેઓ સાથે આવ્યો.+
૭ યહોવાએ શેતાનને પૂછ્યું: “તું ક્યાં જઈને આવ્યો?” શેતાને યહોવાને કહ્યું: “હું પૃથ્વી પર આમતેમ ફરીને આવ્યો છું.”+ ૮ યહોવાએ શેતાનને કહ્યું: “શું તેં મારા સેવક અયૂબને જોયો? આખી પૃથ્વી પર તેના જેવો બીજો કોઈ નથી. તે નેક અને પ્રમાણિક* છે.+ તે ઈશ્વરનો ડર રાખે છે અને દુષ્ટતાથી દૂર રહે છે.”
-