૧૭ અહીથોફેલે આબ્શાલોમને કહ્યું: “મહેરબાની કરીને મને ૧૨,૦૦૦ માણસો પસંદ કરવા દો, જેથી આજે રાતે હું દાઉદનો પીછો કરું. ૨ તે થાકેલો અને કમજોર હશે ત્યારે,+ હું તેના પર અચાનક હુમલો કરીશ. તે ગભરાઈ જશે અને તેની સાથેના લોકો નાસી છૂટશે. હું ફક્ત રાજાને મારી નાખીશ.+