૪૨ “તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી શકતો નથી! તે ઇઝરાયેલનો રાજા છે.+ તે હમણાં વધસ્તંભ પરથી નીચે આવે તો અમે તેના પર શ્રદ્ધા મૂકીએ. ૪૩ તેણે ઈશ્વરમાં ભરોસો મૂક્યો છે. જો ઈશ્વર તેને ચાહતા હોય તો તેને બચાવે,+ કેમ કે તે કહેતો હતો, ‘હું ઈશ્વરનો દીકરો છું.’”+