૧૧ “હવે મારા દીકરા, યહોવા તારી સાથે હોય. તારા વિશે તેમણે જે કહ્યું છે, એ પ્રમાણે યહોવા તારા ઈશ્વરનું મંદિર બાંધવામાં તું સફળ થા.+૧૨ યહોવા તને ઇઝરાયેલ પર અધિકાર આપે ત્યારે, તે તને બુદ્ધિ અને સમજણ આપે,+ જેથી તું તારા ઈશ્વર યહોવાના નિયમો પાળે.+
૧૯ મારા દીકરા સુલેમાનને એવું દિલ આપજો કે તે પૂરા દિલથી+ તમારી ભક્તિ કરે. તે તમારી આજ્ઞાઓ, તમારાં સૂચનો અને તમારા કાયદા-કાનૂન પાળે.+ તે આ બધું કરે અને મંદિર* બાંધે, જેના માટે મેં તૈયારીઓ કરી છે.”+
૫ યહોવા કહે છે, “જુઓ! એવા દિવસો આવી રહ્યા છે, જ્યારે હું દાઉદના વંશમાંથી એક નેક અંકુર* ઊભો કરીશ.+ તે રાજા તરીકે રાજ કરશે+ અને સમજણથી વર્તશે. તે અદ્દલ ઇન્સાફ કરશે અને સચ્ચાઈથી રાજ કરશે.+