૭ જે માણસ યહોવા પર ભરોસો રાખે છે,
જે યહોવા પર આધાર રાખે છે,
તે માણસને આશીર્વાદ મળે.+
૮ તે નદી પાસે રોપાયેલા ઝાડ જેવો થશે,
જેનાં મૂળ વહેતા પાણી સુધી ફેલાય છે.
તેના પર સખત તાપની કંઈ અસર નહિ થાય,
તેનાં પાંદડાં હંમેશાં લીલાંછમ રહેશે.+
દુકાળના વર્ષમાં પણ તેને કંઈ ચિંતા નહિ થાય,
તે કાયમ ફળ આપતો રહેશે.