૧૧ મેં મારા હાથે કરેલાં કામો પર વિચાર કર્યો. મેં સખત મહેનતથી જે કંઈ મેળવ્યું હતું એના પર પણ વિચાર કર્યો.+ મને ખ્યાલ આવ્યો કે એ બધું જ નકામું છે, હવામાં બાચકા ભરવા જેવું છે.+ પૃથ્વી પર એવું કંઈ નથી, જેનાથી ખરેખર લાભ થાય.+
૨૭ જે ખોરાક નાશ પામે છે એના માટે તમે મહેનત ન કરો. પણ જે ખોરાક નાશ પામતો નથી અને હંમેશ માટેનું જીવન આપે છે,+ એના માટે મહેનત કરો. માણસનો દીકરો એ ખોરાક તમને આપશે. તેના પર તો પિતાએ, ખુદ ઈશ્વરે પોતાની મંજૂરીની મહોર મારી છે.”+