-
દાનિયેલ ૫:૨૨, ૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ “પણ રાજા બેલ્શાસ્સાર, તેમના દીકરા,* આ બધું જાણવા છતાં તમે પોતાને નમ્ર કર્યા નથી. ૨૩ તમે સ્વર્ગના પ્રભુ વિરુદ્ધ પોતાને ઊંચા કર્યા છે.+ તમે તેમના મંદિરનાં વાસણો અહીં મંગાવ્યાં છે.+ તમે, તમારા પ્રધાનો, તમારી ઉપપત્નીઓ અને તમારી બીજી પત્નીઓએ એમાં દ્રાક્ષદારૂ પીધો છે. તમે સોના-ચાંદીના દેવોની અને તાંબાના, લોખંડના, લાકડાના અને પથ્થરના દેવોની સ્તુતિ કરી છે. એ દેવો તો કંઈ જોઈ શકતા નથી કે સાંભળી શકતા નથી કે કંઈ જાણતા નથી.+ પણ જે ઈશ્વરના હાથમાં તમારું જીવન+ અને તમારાં કામો છે, એ ઈશ્વરને તમે મહિમા આપ્યો નહિ.
-