વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt ગીતશાસ્ત્ર ૧:૧-૧૫૦:૬
  • ગીતશાસ્ત્ર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ગીતશાસ્ત્ર
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર

ગીતશાસ્ત્ર

પહેલું પુસ્તક

(ગીતશાસ્ત્ર ૧-૪૧)

૧ ધન્ય છે એ માણસને, જે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી,

પાપીઓના માર્ગમાં પગ મૂકતો નથી+

અને મશ્કરી કરનારાઓ સાથે બેસતો નથી.+

 ૨ તે યહોવાના* નિયમશાસ્ત્રથી ઘણો ખુશ થાય છે,+

તે રાત-દિવસ નિયમશાસ્ત્ર વાંચીને મનન કરે છે.*+

 ૩ એ માણસ ઝરણાં પાસે રોપાયેલા ઝાડ જેવો થશે,

જે ૠતુ પ્રમાણે ફળ આપે છે,

જેનાં પાંદડાં કદી કરમાતાં નથી.

તે દરેક કામમાં સફળ થશે.+

 ૪ પણ દુષ્ટો એવા નથી,

તેઓ તો પવનથી ઊડતાં ફોતરાં જેવા છે.

 ૫ ન્યાયના સમયે દુષ્ટો સજાથી છટકી નહિ શકે,+

નેક લોકોમાં પાપીઓ નહિ જડે.+

 ૬ નેક લોકોનો માર્ગ યહોવા સ્વીકારે છે,+

પણ દુષ્ટોના માર્ગનું નામનિશાન નહિ રહે.+

૨ બધા દેશો કેમ ખળભળી ઊઠ્યા છે

અને લોકો કેમ નકામી વાતો પર બડબડાટ* કરે છે?+

 ૨ યહોવા અને તેમના અભિષિક્ત*+ વિરુદ્ધ

પૃથ્વીના રાજાઓ ઊભા થયા છે

અને શાસકો એક થઈને કાવતરું ઘડે છે.+

 ૩ તેઓ કહે છે: “તેઓએ પહેરાવેલી બેડીઓ આપણે તોડી નાખીએ,

તેઓએ બાંધેલાં દોરડાં કાપી નાખીએ!”

 ૪ સ્વર્ગમાં બિરાજનાર ઈશ્વર તેઓ પર હસશે,

યહોવા તેઓની મજાક ઉડાવશે.

 ૫ તે ગુસ્સે ભરાઈને તેઓ સાથે વાત કરશે,

ધગધગતા કોપથી તેઓને થથરાવી દેશે

 ૬ અને કહેશે: “મારા પવિત્ર પર્વત સિયોન*+ પર

મેં પોતે મારા રાજાને રાજ્યાસન પર બેસાડ્યો છે.”+

 ૭ હું યહોવાનું ફરમાન જાહેર કરીશ.

તેમણે મને કહ્યું છે: “તું મારો દીકરો છે+

અને આજથી હું તારો પિતા છું.+

 ૮ માંગ, માંગ, હું તને બધા દેશો વારસામાં આપી દઈશ,

આખી ધરતી તારા હાથમાં સોંપી દઈશ.+

 ૯ તું લોઢાના રાજદંડથી તેઓના ટુકડે-ટુકડા કરી નાખીશ,+

માટીના વાસણની જેમ તેઓનો ભાંગીને ભૂકો કરી નાખીશ.”+

૧૦ હે રાજાઓ, સમજદારીથી વર્તો,

હે પૃથ્વીના ન્યાયાધીશો, ઠપકો સ્વીકારો.*

૧૧ યહોવાનો ડર રાખો અને તેમને ભજો,

રાજીખુશીથી તેમનો આદર કરો.

૧૨ દીકરાને માન આપો,*+ નહિ તો ઈશ્વર* રોષે ભરાશે,

જીવનના માર્ગમાંથી તમારો વિનાશ થશે,+

કેમ કે ઈશ્વરનો ગુસ્સો ભડકી ઊઠતા વાર નહિ લાગે.

ધન્ય છે એ લોકોને, જેઓ તેમનામાં આશરો લે છે.

દાઉદનું ગીત. તે પોતાના દીકરા આબ્શાલોમથી નાસતો હતો, એ વખતનું ગીત.+

૩ હે યહોવા, મારા દુશ્મનો કેમ આટલા બધા છે?+

મારી વિરુદ્ધ થનારા કેમ આટલા બધા છે?+

 ૨ મારા વિશે ઘણા કહે છે:

“ભગવાન તેને નહિ બચાવે.”+ (સેલાહ)*

 ૩ પણ હે યહોવા, તમે મારી ફરતે ઢાલ છો,+

મારું ગૌરવ છો,+ મારું માથું ઊંચું કરનાર છો.+

 ૪ હું યહોવાને મોટેથી પોકારીશ,

તે પવિત્ર પર્વત+ પરથી જવાબ આપશે. (સેલાહ)

 ૫ હું ઊંઘી જઈશ, નિરાંતે સૂઈ જઈશ.

હું સહીસલામત પાછો ઊઠીશ,

કેમ કે યહોવા હરઘડી મારી સાથે છે.+

 ૬ મને ચારે બાજુથી હજારોએ ઘેરી લીધો છે,

તોપણ હું ડરતો નથી.+

 ૭ હે યહોવા, ઊઠો! હે મારા ભગવાન, મને બચાવો!+

તમે મારા બધા દુશ્મનોનાં જડબાં પર મારશો

અને દુષ્ટોના દાંત તોડી નાખશો.+

 ૮ હે યહોવા, તમે જ ઉદ્ધાર કરનાર છો.+

તમારા લોકો પર તમારો આશીર્વાદ છે. (સેલાહ)

સંગીત સંચાલક* માટે સૂચન: તારવાળાં વાજિંત્રો સાથે ગાવું. દાઉદનું ગીત.

૪ હે મારા ખરા ઈશ્વર,+ મારી વિનંતીનો જવાબ આપજો.

મારી આફતોમાંથી બચવાનો માર્ગ કાઢજો.

મારા પર રહેમનજર રાખજો, મારી પ્રાર્થના સાંભળજો.

 ૨ હે લોકો, તમે ક્યાં સુધી મારું નામ બદનામ કરશો?

ક્યાં સુધી નકામી વાતોને વળગી રહેશો ને જૂઠાણું ચલાવી લેશો? (સેલાહ)

 ૩ યાદ રાખો, યહોવા પોતાના વફાદારને ખાસ કૃપા બતાવે છે,*

હું પોકારું ત્યારે યહોવા જરૂર સાંભળશે.

 ૪ ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો.+

પથારીમાં હોવ ત્યારે વિચાર કરો અને મનને શાંત પાડો. (સેલાહ)

 ૫ નેક દિલથી બલિદાનો ચઢાવો

અને યહોવામાં ભરોસો રાખો.+

 ૬ ઘણા કહે છે: “કોણ અમારા માટે સારા દિવસો લાવશે?”

હે યહોવા, તમારા મુખનું તેજ અમારા પર ઝળહળવા દો.+

 ૭ મબલક પાક અને નવા દ્રાક્ષદારૂથી જે ખુશી મળે છે,

એનાથી વધારે ખુશી તમે મારા દિલમાં રેડી છે.

 ૮ હું ઊંઘી જઈશ, નિરાંતે સૂઈ જઈશ,+

કેમ કે હે યહોવા, ફક્ત તમે જ મને સલામત રાખો છો.+

સંગીત સંચાલક માટે સૂચન: નહીલોથ* સાથે ગાવું. દાઉદનું ગીત.

૫ હે યહોવા, મારી વાણી સાંભળો,+

મારા નિસાસાને ધ્યાન દો.

 ૨ હે મારા રાજા, મારા ભગવાન, હું તમને આજીજી કરું છું,

મારી તરફ જુઓ, હું મદદની ભીખ માંગું છું.

 ૩ હે યહોવા, સવારે તમે મારો સાદ સાંભળશો,+

હું રોજ સવારે તમારી આગળ હૈયું ઠાલવીશ+ અને આતુર મનથી રાહ જોઈશ.

 ૪ તમે એવા ઈશ્વર નથી કે બૂરાઈથી રાજી થાઓ,+

ખરાબ માણસને તમે જરાય ચલાવી લેતા નથી.+

 ૫ કોઈ ઘમંડી તમારી આગળ ઊભો રહી શકતો નથી.

દુષ્ટ કામો કરનારા સર્વને તમે ધિક્કારો છો.+

 ૬ જૂઠું બોલનારાઓને તમે ખતમ કરી નાખશો.+

હિંસક અને કપટી લોકોથી* યહોવાને સખત નફરત છે.+

 ૭ પણ તમારા મહાન પ્રેમને*+ લીધે હું તમારા મંદિરમાં આવીશ,+

હું આદરભાવથી તમારા પવિત્ર મંદિર* આગળ માથું નમાવીશ.+

 ૮ હે યહોવા, મારા દુશ્મનો ટાંપીને બેઠા છે, મને સાચા માર્ગે દોરો.

તમારા માર્ગે ચાલવા મદદ કરો કે મને ઠોકર ન લાગે.+

 ૯ તેઓની કોઈ વાતનો ભરોસો ન કરાય.

તેઓનું મન મેલું છે.

તેઓનું મોં ખુલ્લી કબર જેવું છે.

તેઓની જીભ મીઠું મીઠું બોલે છે.+

૧૦ પણ ભગવાન તેઓને ગુનેગાર ઠરાવશે.

તેઓએ ખોદેલા ખાડામાં તેઓ પોતે જ પડશે.+

તેઓનાં ઘણાં પાપને લીધે તેઓને હાંકી કાઢો,

કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બળવો પોકાર્યો છે.

૧૧ તમારામાં આશરો લેનારાઓ હરખાશે.+

તેઓ હરઘડી ખુશીથી જયજયકાર કરશે.

તમે તેઓનું રક્ષણ કરશો,

તમારા નામને ચાહનારા આનંદ મનાવશે.

૧૨ હે યહોવા, તમે સર્વ નેક લોકોને આશીર્વાદ આપશો.

તમે કૃપાની મોટી ઢાલથી તેઓનું રક્ષણ કરશો.+

સંગીત સંચાલક માટે સૂચન: શમીનીથની* ધૂન પર તારવાળાં વાજિંત્રો સાથે ગાવું. દાઉદનું ગીત.

૬ હે યહોવા, ગુસ્સે થઈને મને ઠપકો ન આપતા,

ક્રોધે ભરાઈને મને સજા ન કરતા.+

 ૨ હે યહોવા, કૃપા* કરો, કેમ કે હું કમજોર થઈ ગયો છું.

હે યહોવા, મને સાજો કરો,+ કેમ કે મારાં હાડકાં થરથર કાંપે છે.

 ૩ હા, હું હેરાન-પરેશાન છું,+

હે યહોવા, આ બધું ક્યાં સુધી?+

 ૪ હે યહોવા, પાછા ફરો અને મને છોડાવો.+

તમારા અતૂટ પ્રેમને* લીધે મને બચાવો.+

 ૫ ગુજરી ગયેલા તમને યાદ કરી શકતા નથી.

કબરમાં* કોણ તમારો જયજયકાર કરશે?+

 ૬ નિસાસા નાખી નાખીને હું તો થાકી ગયો છું.+

આખી રાત રડી રડીને મેં પથારી ભીંજવી નાખી છે.

મારો પલંગ આંસુઓમાં ડૂબી ગયો છે.+

 ૭ શોક કરી કરીને મારી આંખ કમજોર થઈ ગઈ છે+

અને બધા દુશ્મનોને લીધે નજર ઝાંખી પડી ગઈ છે.

 ૮ ઓ દુરાચારીઓ, મારી આગળથી દૂર થાઓ,

કેમ કે યહોવા જરૂર મારો વિલાપ સાંભળશે.+

 ૯ યહોવા મારી અરજ સાંભળીને કૃપા કરશે,+

યહોવા મારી પ્રાર્થના સ્વીકારશે.

૧૦ મારા સર્વ દુશ્મનો લજવાશે અને નિરાશ થશે,

તેઓ અચાનક બદનામ થશે અને નાસી છૂટશે.+

દાઉદનું વિલાપગીત.* એમાં તેણે બિન્યામીન કુળના કૂશના શબ્દો વિશે યહોવા આગળ ગાયું.

૭ હે યહોવા મારા ભગવાન, મેં તમારામાં આશરો લીધો છે.+

બધા જુલમીઓથી મને બચાવો, મને છોડાવો.+

 ૨ નહિ તો તેઓ સિંહની જેમ મને ચીરીને ફાડી નાખશે,+

તેઓ મને ખેંચી જશે, મને બચાવનાર કોઈ નહિ હોય.

 ૩ હે યહોવા મારા ઈશ્વર, જો મારો કોઈ વાંક હોય,

જો મેં કોઈ અન્યાય કર્યો હોય,

 ૪ જો મારું ભલું કરનારનું મેં કંઈ બગાડ્યું હોય,+

અથવા જો મેં કોઈ કારણ વગર દુશ્મનને લૂંટ્યો હોય,*

 ૫ તો ભલે દુશ્મન મારો પીછો કરીને મને પકડી લે,

મને ભોંયભેગો કરીને કચડી નાખે

અને મારી આબરૂ ધૂળમાં મેળવી દે. (સેલાહ)

 ૬ હે યહોવા, ક્રોધે ભરાઈને ઊઠો,

મારા દુશ્મનોના રોષ સામે ઊભા થાઓ,+

મારા માટે જાગો અને અદ્દલ ઇન્સાફ માટે હુકમ કરો.+

 ૭ બધા દેશો તમારી આસપાસ ભેગા થાઓ,

તમે ઊંચા આસન પરથી તેઓ વિરુદ્ધ પગલાં ભરો.

 ૮ યહોવા લોકોને ફેંસલો સંભળાવશે.+

હે યહોવા, મારી સચ્ચાઈ પ્રમાણે,

મારી ઈમાનદારી* પ્રમાણે મારો ન્યાય કરો.+

 ૯ કૃપા કરીને દુષ્ટોનાં કામોનો અંત લાવો.

પણ સચ્ચાઈથી ચાલનારાઓને સલામત રાખો,+

કેમ કે તમે ખરા ઈશ્વર છો,+ તમે દિલ+ અને લાગણીઓ પારખો છો.*+

૧૦ ઈશ્વર મારી ઢાલ છે,+ નેક દિલ લોકોને તે બચાવે છે.+

૧૧ ઈશ્વર ખરા ન્યાયાધીશ છે,+

ઈશ્વર દરરોજ પોતાના ન્યાયચુકાદા સંભળાવે છે.

૧૨ કોઈ પસ્તાવો ન કરે+ તો, ઈશ્વર પોતાની તલવાર તેજ કરે છે,+

તે પોતાનું ધનુષ્ય તાણીને તૈયાર રાખે છે.+

૧૩ તે પોતાનાં ખતરનાક હથિયાર ગોઠવે છે,

તે પોતાનાં સળગતાં તીર તૈયાર રાખે છે.+

૧૪ એ વ્યક્તિને જુઓ, જેની કૂખમાં દુષ્ટતા પાંગરી રહી છે,

તે મુસીબતોનો ગર્ભ ધરે છે ને જૂઠાણાંને જન્મ આપે છે.+

૧૫ તે ખાડો ખોદે છે, એને ઊંડો ને ઊંડો બનાવે છે.

પણ તેણે ખોદેલા ખાડામાં તે પોતે જ પડે છે.+

૧૬ તેણે ઊભી કરેલી આફતો તેને જ માથે આવી પડશે,+

તેણે કરેલી હિંસાનો તે પોતે જ શિકાર બનશે.

૧૭ યહોવાના ન્યાયને લીધે હું તેમની સ્તુતિ કરીશ,+

સર્વોચ્ચ ઈશ્વર+ યહોવાના નામનો હું જયજયકાર કરીશ.*+

ગિત્તીથ* વિશે સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૮ હે યહોવા અમારા પ્રભુ, આખી ધરતી પર તમારું નામ કેટલું મહાન છે!

તમે તમારું ગૌરવ આકાશો કરતાં પણ વધારે ઊંચું કર્યું છે!*+

 ૨ તમારા દુશ્મનોને લીધે,

તમે બાળકો અને ધાવણાઓનાં મોઢે+ તમારી શક્તિ દેખાડી આપી છે.

દુશ્મન અને વેરીનાં મોં પર તમે તાળાં મારી દીધાં છે.

 ૩ જ્યારે હું તમારું આકાશ, તમારી આંગળીઓની કરામત જોઉં છું,

તમે બનાવેલા ચાંદ-તારા જોઉં છું,+

 ૪ ત્યારે મને થાય છે કે મનુષ્ય કોણ કે તમે તેને યાદ રાખો

અને માણસનો દીકરો કોણ કે તમે તેની સંભાળ રાખો.+

 ૫ તમે તેને દૂતો* કરતાં થોડું ઊતરતું સ્થાન આપ્યું.

તેને ગૌરવ અને માન-મહિમાનો તાજ પહેરાવ્યો.

 ૬ તમે તમારા હાથનાં કામો પર તેને અધિકાર આપ્યો,+

બધું જ તમે તેના પગ નીચે મૂકી દીધું:

 ૭ બધાં ઢોરઢાંક અને ઘેટાં-બકરાં,

જંગલી જાનવરો,+

 ૮ આકાશનાં પક્ષીઓ, દરિયાની માછલીઓ,

દરિયાના વહેણમાં તરનારાં બધાં તેને સોંપ્યાં.

 ૯ હે યહોવા અમારા પ્રભુ, આખી ધરતી પર તમારું નામ કેટલું મહાન છે!

મુથ-લાબ્બેન* વિશે સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

א [આલેફ]

૯ હે યહોવા, હું મારા પૂરા દિલથી તમારી સ્તુતિ કરીશ.

હું તમારાં બધાં અજાયબ કામો વિશે જણાવીશ.+

 ૨ હું તમારા લીધે આનંદ કરીશ અને હરખાઈશ.

હે સર્વોચ્ચ ઈશ્વર, હું તમારા નામના ગુણગાન ગાઈશ.*+

ב [બેથ]

 ૩ મારા દુશ્મનો પાછા હટે ત્યારે,+

તમારી આગળ તેઓ ઠોકર ખાઈને પડશે અને નાશ પામશે.

 ૪ કારણ, તમે મારો મુકદ્દમો લડીને મારો બચાવ કરો છો,

તમે ન્યાયાસન પર બેસીને સચ્ચાઈથી ઇન્સાફ કરો છો.+

ג [ગિમેલ]

 ૫ તમે પ્રજાઓને ધમકાવો છો,+ દુષ્ટોનો વિનાશ કરો છો

અને સદાને માટે તેઓનું નામનિશાન મિટાવી દો છો.

 ૬ દુશ્મનોનો કાયમ માટે નાશ થયો છે,

તમે તેઓનાં શહેરો જડમૂળથી ઉખેડી નાખ્યાં છે.

તેઓની બધી યાદો ભૂંસાઈ જશે.+

ה [હે]

 ૭ પણ યહોવા હંમેશ માટે રાજગાદીએ બેઠા છે.+

ન્યાય આપવા તેમણે પોતાનું રાજ્યાસન કાયમ કર્યું છે.+

 ૮ પૃથ્વી પર રહેનારાઓનો તે સચ્ચાઈથી* ન્યાય કરશે.+

પ્રજાઓનો તે અદ્દલ ઇન્સાફ કરશે.+

ו [વાવ]

 ૯ જુલમ સહેનારાઓ માટે યહોવા સલામત આશરો* બનશે,+

આફતના સમયે તે મજબૂત કિલ્લો બનશે.+

૧૦ તમારું નામ જાણનારા તમારા પર ભરોસો રાખશે.+

હે યહોવા, જેઓ તમને ભજે છે તેઓને તમે કદી નહિ તરછોડો.+

ז [ઝાયિન]

૧૧ યહોવાનાં ગીતો ગાઓ, તે સિયોનમાં રહે છે.

લોકોમાં તેમનાં કામો જાહેર કરો.+

૧૨ તે દીન-દુખિયાઓને યાદ રાખે છે, તેઓના લોહીનો બદલો લે છે.+

લાચાર લોકોનો પોકાર તે કદી ભૂલશે નહિ.+

ח [હેથ]

૧૩ હે યહોવા, દયા કરો. જુઓ, નફરત કરનારા મારા પર કેવો અત્યાચાર કરે છે!

તમે મને મોતના મોંમાંથી છોડાવ્યો,+

૧૪ જેથી હું સિયોનની દીકરીના દરવાજે+ તમારાં કામોની વાહ વાહ કરું

અને તમે કરેલા ઉદ્ધારનાં કામોનો આનંદ માણું.+

ט [ટેથ]

૧૫ પ્રજાઓએ ખાડો ખોદ્યો અને પોતે જ એમાં પડી,

તેઓએ જાળ બિછાવી અને તેઓનો જ પગ એમાં ફસાઈ ગયો.+

૧૬ ન્યાયચુકાદા જાહેર કરીને યહોવાએ પોતાની ઓળખ આપી છે.+

દુષ્ટ લોકોને પોતાના હાથનાં કર્યાં હૈયે વાગ્યાં છે.+

હિગ્ગાયોન.* (સેલાહ)

י [યોદ]

૧૭ બધા દુષ્ટો કબરમાં* જશે,

ઈશ્વરને ભૂલી જનારી બધી પ્રજાઓ ત્યાં જ જશે.

૧૮ પણ ગરીબો કાયમ માટે ભુલાઈ જશે નહિ.+

નમ્ર લોકોની આશાનો દીવો કદી હોલવાઈ જશે નહિ.+

כ [કાફ]

૧૯ હે યહોવા, ઊઠો! માણસને જીતવા ન દો.

તમારી આગળ બધી પ્રજાઓનો ન્યાય કરવામાં આવે.+

૨૦ હે યહોવા, તેઓમાં ભય ફેલાવી દો,+

જેથી પ્રજાઓને ભાન થાય કે તેઓ તો ફક્ત મામૂલી માણસો છે. (સેલાહ)

ל [લામેદ]

૧૦ હે યહોવા, તમે કેમ દૂર ઊભા છો?

સંકટના સમયે તમે કેમ છુપાઈ જાઓ છો?+

 ૨ દુષ્ટ માણસ ઘમંડથી ફુલાઈને નિરાધારનો પીછો કરે છે,+

પણ તે પોતાના જ છળ-કપટમાં ફસાઈ જશે.+

 ૩ દુષ્ટ માણસ ખોટી ઇચ્છાઓ વિશે બડાઈ મારે છે+

અને તે લોભી માણસ પર કૃપા બતાવે છે.*

נ [નૂન]

તે યહોવાનું ઘોર અપમાન કરે છે.

 ૪ ઘમંડને લીધે દુષ્ટને ઈશ્વરની કંઈ પડી નથી.

તે વિચારે છે, “ભગવાન છે જ નહિ.”+

 ૫ તેના બધા માર્ગો આબાદ થાય છે,+

એટલે તમારા ન્યાયચુકાદાની તેને સમજણ પડતી નથી.+

તે પોતાના બધા દુશ્મનોની હાંસી ઉડાવે છે.*

 ૬ તે પોતાના મનમાં કહે છે:

“કોઈ મારો વાળ પણ વાંકો નહિ કરી શકે.

હું પેઢી દર પેઢી ક્યારેય આફત નહિ જોઉં.”+

פ [પે]

 ૭ તેનું મોં શ્રાપ, જૂઠાણાં અને ધમકીઓથી ભરેલું છે,+

તેની જીભ આફત અને નુકસાનની વાતો કરે છે.+

 ૮ તે હુમલો કરવા ગામો નજીક સંતાઈ રહે છે,

નિર્દોષનો જીવ લેવા પોતાની જગ્યાએથી બહાર નીકળે છે.+

ע [આયિન]

તેની નજર શિકારની શોધમાં જ હોય છે.+

 ૯ ગુફામાં* છુપાયેલા સિંહની જેમ, તે લપાઈને બેસે છે.+

લાચાર પર તરાપ મારવા તે લાગ શોધે છે.

લાચારને જાળમાં ફસાવીને તે પકડી પાડે છે.+

૧૦ તે શિકારને કચડી નાખે છે, ભોંયભેગો કરી દે છે.

લાચાર તેના મજબૂત પંજામાં સપડાઈ જાય છે.

૧૧ દુષ્ટ મનોમન વિચારે છે: “ભગવાન ભૂલી ગયો છે,+

તેણે મોં ફેરવી લીધું છે,

તેને કંઈ પડી નથી.”+

ק [કોફ]

૧૨ હે યહોવા, ઊઠો!+ હે ઈશ્વર, કંઈક કરો.+

દુખિયારા લોકોને ભૂલશો નહિ.+

૧૩ દુષ્ટ શા માટે ઈશ્વરનો તિરસ્કાર કરે છે?

તે વિચારે છે: “ભગવાન મારી પાસે કોઈ હિસાબ માંગશે નહિ.”

ר [રેશ]

૧૪ પણ તમે મુશ્કેલીઓ અને તકલીફો જુઓ છો,

તમે ધ્યાન આપો છો અને પગલાં ભરો છો.+

શિકાર બનેલા તમારી તરફ ફરે છે,+

અનાથને* તમે સહાય કરો છો.+

ש [શીન]

૧૫ તમે દુષ્ટ અને ખરાબ માણસના હાથ તોડી નાખો.+

તેનાં ખરાબ કામોની એવી સજા આપો કે

એ શોધો તોપણ ન જડે.

૧૬ યહોવા સદાને માટે રાજા છે.+

દુષ્ટ પ્રજાઓ પૃથ્વી પરથી નાશ પામી છે.+

ת [તાવ]

૧૭ પણ હે યહોવા, તમે નમ્ર જનોની અરજોને કાન ધરશો.+

તમે તેઓનાં મન મક્કમ કરશો+ અને તેઓનું સાંભળશો.+

૧૮ તમે અનાથો અને કચડાઈ ગયેલાઓને ન્યાય આપશો,+

જેથી પૃથ્વીનો કોઈ માણસ તેઓને ક્યારેય ડરાવે નહિ.+

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૧૧ મેં યહોવામાં આશરો લીધો છે.+

તો પછી તમે મને કેમ કહો છો કે,

“પક્ષીની જેમ તારા પર્વત પર ઊડી જા!

 ૨ જુઓ, દુષ્ટો ધનુષ્યની કમાન ખેંચે છે,

તેઓ તીરથી નિશાન તાકે છે,

જેથી તેઓ અંધકારમાં છુપાઈને નેક દિલ લોકો પર હુમલો કરે.

 ૩ જો ઇન્સાફના પાયા જ તોડી પાડવામાં આવ્યા હોય,

તો સાચા માર્ગે ચાલનાર શું કરી શકે?”

 ૪ યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે.+

યહોવાની રાજગાદી સ્વર્ગમાં છે.+

તેમની આંખો બધું જુએ છે, તેમની તેજ* નજર માણસોના દીકરાઓની પરખ કરે છે.+

 ૫ યહોવા નેક માણસની અને દુષ્ટ માણસની પરખ કરે છે.+

હિંસા ચાહનારને તે નફરત કરે છે.+

 ૬ દુષ્ટો પર તે ફાંદાઓનો* વરસાદ વરસાવશે.

આગ, ગંધક+ અને લૂ તેઓના પ્યાલાનો હિસ્સો બનશે.

 ૭ યહોવા ન્યાયી છે.+ તેમને નેક કામો પસંદ છે.+

ખરાં દિલના લોકો તેમનું મુખ જોશે.*+

સંગીત સંચાલક માટે સૂચન: શમીનીથની* ધૂન પર ગાવું. દાઉદનું ગીત.

૧૨ હે યહોવા, મને બચાવો, કારણ કે એકેય વફાદાર માણસ બચ્યો નથી.

દુનિયામાંથી વિશ્વાસુ લોકો ખતમ થઈ ગયા છે.

 ૨ લોકો એકબીજા સાથે જૂઠું બોલે છે.

તેઓના હોઠ ખુશામત કરે છે,* તેઓનું હૈયું કપટથી ભરેલું છે.+

 ૩ યહોવા ખુશામત કરનારા હોઠો સીવી દેશે

અને બડાઈ હાંકનારી જીભ કાપી નાખશે.+

 ૪ તેઓ કહે છે: “અમારી જીભથી અમે જીતી જઈશું.

અમારા હોઠથી અમે ફાવે એમ બોલીશું,

અમને પૂછવાવાળું કોણ?”+

 ૫ યહોવા કહે છે: “દુખિયારા પર થતો જુલમ જોઈને,

નિરાધારના નિસાસા સાંભળીને,+

હું પગલાં ભરવા ઊભો થઈશ.

નફરત કરનારાઓથી હું તેઓને બચાવીશ.”

 ૬ યહોવાની વાણી શુદ્ધ છે.+

એ વાણી માટીની ભઠ્ઠીમાં* સાત વાર શુદ્ધ થયેલી ચાંદી જેવી છે.

 ૭ હે યહોવા, તમે તેઓનું રક્ષણ કરશો.+

તમે એ દરેકને આ પેઢીથી કાયમ માટે સલામત રાખશો.

 ૮ માણસોના દીકરાઓમાં દુષ્ટ કામોની વાહ વાહ થાય છે,

એટલે દુષ્ટ માણસ કોઈ રોકટોક વગર ફરતો રહે છે.+

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૧૩ હે યહોવા, તમે ક્યાં સુધી મને ભૂલી જશો? શું કાયમ માટે?

તમે ક્યાં સુધી તમારું મોં મારાથી ફેરવી લેશો?+

 ૨ હું ક્યાં સુધી ચિંતાનાં વાદળોથી ઘેરાયેલો રહીશ?

હું દરરોજ દિલમાં વેદનાનો ભાર લઈને ક્યાં સુધી ફરીશ?

ક્યાં સુધી મારો વેરી મારા પર વિજય મેળવશે?+

 ૩ હે યહોવા મારા ઈશ્વર, મારી તરફ જુઓ અને જવાબ આપો.

મારી આંખોને રોશની આપો, જેથી હું મોતની નીંદરમાં સરી ન પડું.

 ૪ નહિતર મારો વેરી કહેશે, “મેં તેને હરાવી દીધો!”

મારી પડતી પર મારા વિરોધીઓને ખુશી મનાવવા ન દો.+

 ૫ મને તમારા અતૂટ પ્રેમ* પર પૂરો ભરોસો છે.+

મારું દિલ તમે કરેલાં ઉદ્ધારનાં કામોમાં આનંદ કરશે.+

 ૬ હું તો યહોવાનાં ગીતો ગાઈશ, કારણ કે તેમણે મારા પર ઘણા આશીર્વાદો વરસાવ્યા છે.*+

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૧૪ મૂર્ખ પોતાના મનમાં વિચારે છે:

“યહોવા છે જ નહિ.”+

એવા લોકોનાં કામો ખરાબ અને નીચ છે.

સારાં કામો કરનાર કોઈ જ નથી.+

 ૨ પણ યહોવા સ્વર્ગમાંથી નીચે મનુષ્યોને જુએ છે કે

શું કોઈનામાં સમજણ છે, શું કોઈ યહોવાને ભજે છે.+

 ૩ સાચા રસ્તેથી તેઓ બધા ભટકી ગયા છે.+

તેઓ એકસરખા છે, બધા જ ભ્રષ્ટ છે.

સારાં કામો કરનાર કોઈ જ નથી,

અરે, એક પણ નથી.

 ૪ શું એક પણ ગુનેગારમાં અક્કલ નથી?

તેઓ રોટલી ખાતા હોય એમ મારા લોકોનો કોળિયો કરી જાય છે.

તેઓ યહોવાને પોકારતા નથી.

 ૫ ભારે આતંક તેઓ પર છવાઈ જશે,+

કેમ કે યહોવા નેક લોકોની પેઢી સાથે છે.

 ૬ ઓ ગુનેગારો, તમે નિરાધારની યોજનાઓ પર પાણી ફેરવી દો છો.

પણ યહોવા તેનો આશરો છે.+

 ૭ ઇઝરાયેલનો ઉદ્ધાર સિયોનમાંથી આવે તો કેવું સારું!+

યહોવા ગુલામીમાં ગયેલા લોકોને પાછા લાવે ત્યારે,

યાકૂબ ખુશી મનાવે અને ઇઝરાયેલ આનંદ કરે.

દાઉદનું ગીત.

૧૫ હે યહોવા, તમારા મંડપમાં કોણ મહેમાન બની શકે?

તમારા પવિત્ર પર્વત પર કોણ રહી શકે?+

 ૨ એવો માણસ જે નિર્દોષ રીતે ચાલે છે,+

જે ખરું હોય એ જ કરે છે,+

પોતાના દિલમાં પણ સાચું બોલે છે.+

 ૩ તે પોતાની જીભે નિંદા કરતો નથી,+

પોતાના પડોશીનું કંઈ જ બૂરું કરતો નથી+

અને પોતાના દોસ્તોને બદનામ કરતો* નથી.+

 ૪ નીચ માણસોથી તે દૂર રહે છે,+

પણ યહોવાનો ડર રાખનારાઓને માન આપે છે.

તે વચન આપીને ફરી જતો નથી, પછી ભલેને પોતાનું નુકસાન થાય.+

 ૫ તે પોતાના પૈસા વ્યાજે* આપતો નથી+

અને નિર્દોષને દોષિત ઠરાવવા લાંચ લેતો નથી.+

આવો માણસ હંમેશાં અડગ રહેશે.+

દાઉદનું મિખ્તામ.*

૧૬ હે ભગવાન, મારું રક્ષણ કરો, કેમ કે મેં તમારામાં આશરો લીધો છે.+

 ૨ મેં યહોવાને કહ્યું છે: “હે યહોવા, મારી ભલાઈ કરનાર તમે જ છો.

 ૩ પૃથ્વીના પવિત્ર અને ગૌરવશાળી લોકો

મને ઘણી ખુશી આપે છે.”+

 ૪ બીજા દેવોને માનનારા પોતાનાં દુઃખ વધારે છે.+

હું તેઓના દેવોને કદીયે લોહીનાં અર્પણો નહિ ચઢાવું,

મારા હોઠો પર કદી તેઓનાં નામ નહિ આવે.+

 ૫ યહોવા જ મારો હિસ્સો, મારો ભાગ,+ મારો પ્યાલો છે.+

તમે મારો વારસો સલામત રાખો છો.

 ૬ મનગમતી જગ્યાઓ મને માપી આપવામાં આવી છે,

હા, મારા વારસાનો મને અનેરો સંતોષ છે.+

 ૭ હું મારા સલાહકાર યહોવાની આરાધના કરીશ.+

મારા અંતરના વિચારો* રાતે પણ મારામાં સુધારો કરે છે.+

 ૮ હું યહોવાને કાયમ મારી નજર સામે રાખું છું.+

તે મારા જમણે હાથે હોવાથી હું હંમેશાં અડગ રહીશ.+

 ૯ એ માટે મારું મન હરખાય છે, મારું રોમેરોમ ખુશીથી ઝૂમી ઊઠે છે.

હું એકદમ સલામત રહું છું.

૧૦ કેમ કે તમે મને કબરમાં* ત્યજી નહિ દો.+

તમારા વફાદાર સેવકને તમે ખાડામાં રહેવા* નહિ દો.+

૧૧ તમે મને જીવનનો માર્ગ બતાવો છો.+

તમારી આગળ બસ આનંદ જ આનંદ છે.+

તમારા જમણા હાથે કાયમ સુખ જ સુખ છે.

દાઉદની પ્રાર્થના.

૧૭ હે યહોવા, ન્યાય માટેની મારી અરજ સાંભળો.

મદદ માટેના મારા પોકારને ધ્યાન આપો.

ખરા દિલથી કરેલી મારી પ્રાર્થનાને કાન ધરો.+

 ૨ મારા પક્ષે તમે સાચો ફેંસલો કરો,+

તમારી આંખો જે ખરું છે એ જુએ.

 ૩ તમે મારા દિલની પરખ કરી છે, રાતે મારી તપાસ કરી છે.+

તમે મને શુદ્ધ કર્યો છે,+

તમે જોશો કે મેં કોઈ કાવતરું ઘડ્યું નથી,

મારા મોઢે કોઈ ગુનો થયો નથી.

 ૪ માણસો ભલે ગમે એ કરે,

પણ હું તમારું કહેવું માનીને લુટારાના માર્ગોમાં ચાલતો નથી.+

 ૫ મારાં પગલાં તમારા માર્ગમાં જ રહે,

જેથી મારા પગ ઠોકર ન ખાય.+

 ૬ હે ઈશ્વર, હું તમને વિનંતી કરું છું, કારણ કે તમે જવાબ આપશો.+

મારી તરફ કાન ધરો.* મારી વાત સાંભળો.+

 ૭ હે તારણહાર, તમારા વિરોધીઓથી ભાગીને

જેઓ તમારા જમણા હાથે આશરો લે છે,

તેઓને તમે મહાન કામો કરીને અતૂટ પ્રેમ* બતાવો.+

 ૮ તમારી આંખની કીકીની જેમ મને સાચવો,+

તમારી પાંખોની છાયામાં મને સંતાડી દો.+

 ૯ દુષ્ટોના હુમલાથી મારું રક્ષણ કરો,

મને ઘેરી લેતા દુશ્મનોથી બચાવો.+

૧૦ તેઓની લાગણી મરી પરવારી છે.

તેઓ ઘમંડથી ફુલાઈને મોટી મોટી વાતો કરે છે.

૧૧ તેઓએ અમને ઘેરી લીધા છે.+

અમને બરબાદ કરવા* તેઓ લાગ તાકીને બેઠા છે.

૧૨ તે સિંહની જેમ શિકારને ફાડી ખાવા તલપે છે,

યુવાન સિંહની જેમ તે હુમલો કરવા છુપાઈને બેઠો છે.

૧૩ હે યહોવા, ઊઠો! તેની સામે થઈને+ તેને હરાવી દો.

તમારી તલવાર ઉઠાવીને દુષ્ટથી મને બચાવો.

૧૪ હે યહોવા, મને તમારા હાથે બચાવો,

આ દુનિયાના માણસોથી બચાવો, જેઓ હમણાંના જીવનમાં ગળાડૂબ છે,+

જેઓને તમે સારી સારી ચીજવસ્તુઓનો ભંડાર આપ્યો છે,+

જેઓ પોતાના ઘણા દીકરાઓ માટે વારસો મૂકતા જાય છે.

૧૫ પણ હું તો સાચા માર્ગે ચાલીને તમારા મુખના દર્શન કરીશ.

તમારી આગળ જાગીને* હું સંતોષ પામીશ.+

સંગીત સંચાલક માટે સૂચન. યહોવાના સેવક દાઉદનું ગીત. યહોવાએ દાઉદને બધા દુશ્મનોના અને શાઉલના હાથમાંથી છોડાવ્યો, એ દિવસે દાઉદે યહોવા માટે આ ગીત ગાયું હતું. તેણે કહ્યું:+

૧૮ હે યહોવા, હું તમને ખૂબ પ્રેમ કરું છું. તમે મારું બળ છો.+

 ૨ યહોવા મારો ખડક, મારો કિલ્લો અને મારો બચાવનાર છે.+

ઈશ્વર મારો ખડક છે,+ તેમનામાં હું આશરો લઉં છું,

તે મારી ઢાલ, મારા શક્તિશાળી તારણહાર* અને મારો સલામત આશરો* છે.+

 ૩ યહોવાની સ્તુતિ થાઓ! હું તેમને પોકાર કરીશ

અને તે મને દુશ્મનોથી બચાવશે.+

 ૪ મોતનાં બંધનોએ મને ઘેરી લીધો.+

પૂરની જેમ ધસી આવીને બદમાશોએ મને ડરાવ્યો.+

 ૫ કબરનાં* બંધનોએ મને બાંધી દીધો.

મારી સામે મોતની જાળ ફેલાઈ ગઈ.+

 ૬ સંકટ સમયે મેં યહોવાને હાંક મારી,

મારા ઈશ્વરને હું મદદ માટે પોકારતો રહ્યો.

તેમણે મંદિરમાંથી મારો સાદ સાંભળ્યો+

અને મારી અરજ તેમના કાને પડી.+

 ૭ પછી પૃથ્વી હાલવા લાગી અને કાંપવા લાગી,+

પર્વતોના પાયા હાલી ઊઠ્યા અને ધ્રૂજી ગયા,

કેમ કે ઈશ્વર કોપાયમાન થયા હતા.+

 ૮ તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળ્યો,

તેમના મોંમાંથી ભસ્મ કરનાર અગ્‍નિ પ્રગટ્યો+

અને તેમની પાસેથી ધગધગતા અંગારા વરસ્યા.

 ૯ આકાશ નમાવીને તે ઊતરી આવ્યા,+

તેમના પગ નીચે ગાઢ અંધકાર હતો.+

૧૦ કરૂબ* પર સવારી કરીને તે ઊડતાં ઊડતાં આવ્યા,+

દૂતની* પાંખો પર બેસીને તે ઝડપથી નીચે આવ્યા.+

૧૧ તેમણે કાળાં કાળાં વાદળોથી,+

હા, ગાઢ અંધકારથી પોતાને લપેટી દીધા.+

૧૨ તેમની આગળ રહેલા તેજથી

કરા અને અંગારા નીકળ્યા, વાદળોની આરપાર થઈને વરસ્યા.

૧૩ યહોવા સ્વર્ગમાંથી ગર્જના કરવા લાગ્યા.+

કરા અને અંગારાથી

સર્વોચ્ચ ઈશ્વરે પોતાની ત્રાડ સંભળાવી.+

૧૪ તેમણે બાણ ચલાવીને શત્રુઓને વિખેરી નાખ્યા,+

વીજળીના ચમકારાથી તેઓને ગૂંચવી નાખ્યા.+

૧૫ હે યહોવા, તમારી ધમકીથી,

તમારા નાકમાંથી નીકળતા સુસવાટાથી,+

નદીઓનાં તળિયાં દેખાયાં,+ અરે પૃથ્વીના પાયા નજરે પડ્યા.

૧૬ તેમણે ઉપરથી હાથ લંબાવીને મને પકડી લીધો,

મને ઊંડા પાણીમાંથી બહાર ખેંચી કાઢ્યો.+

૧૭ તેમણે તાકતવર દુશ્મનથી મને બચાવ્યો,+

મને ધિક્કારતા બળવાન વેરીઓથી ઉગાર્યો.+

૧૮ સંકટમાં તેઓએ મારા પર હુમલો કર્યો,+

પણ યહોવાએ મને સાથ આપ્યો.

૧૯ તે મને સલામત જગ્યાએ લઈ આવ્યા,

તેમણે મને બચાવ્યો, કેમ કે તે મારાથી ખુશ હતા.+

૨૦ સાચા માર્ગે ચાલવાને લીધે યહોવા મને ઇનામ આપે છે,+

મારા શુદ્ધ* હાથોને લીધે તે મને બદલો આપે છે.+

૨૧ હું હંમેશાં યહોવાને માર્ગે ચાલ્યો છું,

મેં મારા ઈશ્વરને ત્યજી દેવાનું પાપ કર્યું નથી.

૨૨ તેમના બધા કાયદા-કાનૂન મારી નજર સામે છે,

હું તેમના આદેશોથી મુખ ફેરવીશ નહિ.

૨૩ હું તેમની આગળ પવિત્ર રહીશ,+

હું પાપ કરવાથી દૂર રહીશ.+

૨૪ યહોવા મારી ભલાઈને ધ્યાનમાં લે,

મારા હાથનાં નિર્દોષ કામોને ધ્યાનમાં લે+ અને બદલો આપે.+

૨૫ વફાદાર વ્યક્તિ સાથે તમે વફાદારીથી વર્તો છો,+

સચ્ચાઈથી ચાલનાર સાથે તમે સચ્ચાઈથી વર્તો છો.+

૨૬ ભલા માણસ સાથે તમે ભલાઈથી વર્તો છો,+

પણ આડા માણસ સાથે તમે ચતુરાઈથી વર્તો છો.+

૨૭ નમ્ર લોકોને* તમે બચાવો છો,+

પણ ગર્વિષ્ઠોને નીચા પાડો છો.+

૨૮ હે યહોવા, તમે મારો દીવો પ્રગટાવો છો.

મારા ઈશ્વર મારો અંધકાર દૂર કરીને પ્રકાશ આપે છે.+

૨૯ તમારી શક્તિથી હું લુટારાઓની સામે થઈ શકું છું.+

ઈશ્વરની શક્તિથી હું દીવાલ ઓળંગી શકું છું.+

૩૦ સાચા ઈશ્વરનો* માર્ગ સંપૂર્ણ છે+

અને યહોવાનાં વચનો શુદ્ધ છે.+

તેમનામાં આશરો લેનાર દરેક માટે તે ઢાલ છે.+

૩૧ યહોવા સિવાય બીજો ઈશ્વર કોણ?+

આપણા ઈશ્વર સિવાય બીજો ખડક કોણ?+

૩૨ સાચા ઈશ્વર મારી હિંમત વધારે છે,+

તે મારા માર્ગો સંપૂર્ણ કરશે.+

૩૩ તે મારા પગ હરણના પગ જેવા કરે છે,

તે મને ઊંચી જગ્યાઓએ ઊભો રાખે છે.+

૩૪ તે મારા હાથને યુદ્ધકળા શીખવે છે,

મારા હાથ તાંબાનું ધનુષ્ય વાળી શકે છે.

૩૫ તમે મને તારણની ઢાલ આપો છો,+

તમારો જમણો હાથ મને ટકાવી રાખે છે

અને તમારી નમ્રતા મને મહાન બનાવે છે.+

૩૬ મારાં પગલાં માટે તમે રસ્તો પહોળો કર્યો છે,

મારા પગ લપસી જશે નહિ.+

૩૭ હું મારા દુશ્મનોનો પીછો કરીને તેઓને પકડી પાડીશ,

તેઓનો સફાયો કર્યા વગર હું પાછો ફરીશ નહિ.

૩૮ તેઓ મારા પગની ધૂળ ચાટશે.

હું તેઓને એવા કચડી નાખીશ કે પાછા ઊઠી નહિ શકે.+

૩૯ તમે મને યુદ્ધ કરવાનું બળ આપશો,

તમે મારા વેરીઓને ધૂળ ચાટતા કરી દેશો.+

૪૦ તમે મારા દુશ્મનોને પીછેહઠ કરાવશો,

જેઓ મને ધિક્કારે છે તેઓનો હું અંત લાવીશ.+

૪૧ તેઓ મદદ માટે પોકારે છે, પણ બચાવનાર કોઈ નથી.

તેઓ યહોવાને કરગરે છે, પણ તે જવાબ આપતા નથી.

૪૨ હું તેઓને ખાંડીને પવનમાં ઊડતી ધૂળ જેવા કરી નાખીશ,

હું તેઓને રસ્તાના કાદવની જેમ ફેંકી દઈશ.

૪૩ મારી સામે આંગળી ચીંધનાર લોકોથી તમે મને બચાવશો,+

તમે મને બીજી પ્રજાઓનો આગેવાન બનાવશો,+

અજાણ્યા લોકો મારી સેવા કરશે.+

૪૪ મારા વિશે સાંભળતા જ તેઓ મારો પડ્યો બોલ ઝીલશે.

પરદેશીઓ ડરતાં ડરતાં મારી આગળ આવશે.+

૪૫ પરદેશીઓ હિંમત હારી જશે,

તેઓ ધ્રૂજતાં ધ્રૂજતાં પોતાના કિલ્લાઓમાંથી નીકળી આવશે.

૪૬ યહોવા જીવતા-જાગતા ઈશ્વર છે! મારા ખડકની સ્તુતિ થાઓ!+

મારા ઉદ્ધારના ઈશ્વરનો મહિમા થાઓ.+

૪૭ સાચા ઈશ્વર મારા માટે વેર વાળે છે,+

તે લોકોને મારે તાબે કરે છે.

૪૮ ગુસ્સે ભરાયેલા મારા દુશ્મનોથી તે મને છોડાવે છે.

મારા પર હુમલો કરનારાઓથી તમે મને ઊંચો કરો છો,+

હિંસક માણસથી તમે મને બચાવો છો.

૪૯ હે યહોવા, એ માટે હું બધી પ્રજાઓ આગળ તમને મહિમા આપીશ,+

હું તમારા નામનો જયજયકાર કરીશ.*+

૫૦ તે પોતાના પસંદ કરેલા રાજાના ઉદ્ધાર માટે મહાન કામો કરે છે,*+

તે હંમેશાં પોતાના અભિષિક્ત પર,+

દાઉદ અને તેના વંશજ પર અતૂટ પ્રેમ બતાવે છે.+

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૧૯ આકાશો ઈશ્વરનું ગૌરવ જાહેર કરે છે.+

ગગન* તેમના હાથનાં કામો જણાવે છે.+

 ૨ દિવસ પછી દિવસ તેઓની વાણી ગુંજતી રહે છે,

રાત પછી રાત તેઓ જ્ઞાન પ્રગટ કરે છે.

 ૩ ન તો તેઓની વાણી સંભળાય,

ન કોઈ શબ્દ, ન કોઈ બોલ.

 ૪ તોપણ તેઓનો સાદ આખી ધરતી પર ગુંજે છે,*

તેઓનો સંદેશ પૃથ્વીના ખૂણે ખૂણે પહોંચે છે.+

તેમણે આકાશમાં સૂર્ય માટે તંબુ તાણ્યો છે.

 ૫ સૂર્ય વરરાજાની જેમ પોતાના ઓરડામાંથી સજીધજીને નીકળે છે.

તે દોડવીરની જેમ પોતાની દોડમાં આનંદ માણે છે.

 ૬ તે આકાશના એક છેડાથી નીકળે છે

અને ગોળ ફરીને બીજા છેડા સુધી જાય છે.+

તેની ગરમીથી બધાને ફાયદો થાય છે.

 ૭ યહોવાનો નિયમ સંપૂર્ણ છે,+ એ તાજગી આપે છે.+

યહોવાનાં સૂચનો ભરોસાપાત્ર છે,+ એ નાદાનને* બુદ્ધિમાન બનાવે છે.+

 ૮ યહોવાના આદેશો સાચા છે, એ અંતરમાં આનંદ છલકાવે છે.+

યહોવાની આજ્ઞાઓ શુદ્ધ છે, એ નયનોમાં જ્યોતિ ઝળકાવે છે.+

 ૯ યહોવાનો ડર+ નિર્મળ છે, એ કાયમ ટકે છે.

યહોવાના ન્યાયચુકાદાઓ ખરા છે, એમાં જરાય ભેળસેળ નથી.+

૧૦ તેઓ સોના કરતાં,

હા, એકદમ ચોખ્ખા* સોના કરતાં પણ વધારે મનપસંદ છે.+

તેઓ મધ કરતાં, હા, મધપૂડામાંથી ટપકતા મધ કરતાં પણ વધારે મીઠા છે.+

૧૧ તેઓથી તમારા ભક્તને ચેતવણી મળે છે.+

તેઓને પાળવાથી મોટું ઇનામ મળે છે.+

૧૨ પોતાની ભૂલોને કોણ પારખી શકે?+

અજાણતાં કરેલાં પાપથી મને નિર્દોષ ઠરાવો.

૧૩ અભિમાની બનીને ખોટાં કામો કરવાથી તમારા ભક્તને રોકજો.+

તેઓને મારા પર રાજ કરવા દેશો નહિ,+

જેથી હું ઘોર પાપ* કરવાથી બચી જાઉં+

અને બેદાગ રહું.

૧૪ હે યહોવા, મારા ખડક,+ મારા છોડાવનાર,+

મારા મોંના શબ્દો અને મારા દિલના વિચારો તમને ખુશી આપે.+

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૨૦ સંકટના દિવસે યહોવા તમને* જવાબ આપે,

યાકૂબના ઈશ્વરનું નામ તમારું રક્ષણ કરે.+

 ૨ પવિત્ર સ્થાનમાંથી* તે તમને સહાય મોકલે,+

સિયોનમાંથી તે તમને ટકાવી રાખે.+

 ૩ તમારાં બધાં ભેટ-અર્પણો તે યાદ રાખે,

તમે ચઢાવેલું અગ્‍નિ-અર્પણ* તે રાજીખુશીથી સ્વીકારે. (સેલાહ)

 ૪ તમારા દિલની તમન્‍ના તે પૂરી કરે,+

તમારા બધા ઇરાદાઓ તે પાર પાડે.

 ૫ ઉદ્ધારનાં તમારાં કામો વિશે અમે આનંદથી પોકારીશું.+

અમે ઈશ્વરના નામનો ઝંડો લહેરાવીશું.+

યહોવા તમારી બધી વિનંતીઓ પૂરી કરે.

 ૬ હવે હું જાણું છું કે યહોવા પોતાના અભિષિક્તને બચાવે છે.+

તે પોતાના પવિત્ર સ્વર્ગમાંથી તેને જવાબ આપે છે,

તે પોતાના શક્તિશાળી જમણા હાથથી તેનો ઉદ્ધાર કરે છે.*+

 ૭ અમુક લોકો રથો પર ભરોસો રાખે છે, તો અમુક લોકો ઘોડાઓ પર,+

પણ અમે તો મદદ માટે અમારા ઈશ્વર યહોવાના નામે પોકારીએ છીએ.+

 ૮ તેઓ ઠોકર ખાઈને પડી ગયા છે,

પણ અમે પાછા ઊઠીને અડગ ઊભા છીએ.+

 ૯ હે યહોવા, રાજાનો ઉદ્ધાર કરો!+

અમે મદદ માટે પોકારીશું એ દિવસે ઈશ્વર* જરૂર જવાબ આપશે.+

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૨૧ હે યહોવા, તમારી તાકાતને લીધે રાજા ઘણો ખુશ થાય છે.+

તમે કરેલાં ઉદ્ધારનાં કામોને લીધે તે કેટલો બધો આનંદ કરે છે!+

 ૨ તમે તેના દિલની તમન્‍ના પૂરી કરી છે,+

તમે તેના મોંની દરેક અરજ મંજૂર કરી છે. (સેલાહ)

 ૩ તમે ભરપૂર આશીર્વાદો સાથે તેને મળો છો.

તમે તેના માથે ચોખ્ખા* સોનાનો મુગટ પહેરાવો છો.+

 ૪ તેણે તમારી પાસે જીવન માંગ્યું છે

અને તમે તેને લાંબું જીવન, હા, સદાને માટેનું જીવન આપ્યું છે.+

 ૫ ઉદ્ધારનાં તમારાં કામોથી તેને ઘણો મહિમા મળે છે.+

તમે તેને પુષ્કળ માન અને જાહોજલાલી આપો છો.

 ૬ તમે તેના પર કાયમ માટે આશીર્વાદો વરસાવો છો.+

તમે તેની સાથે હોવાથી* તેની ખુશીનો કોઈ પાર નથી.+

 ૭ રાજાને યહોવા પર ભરોસો છે.+

સર્વોચ્ચ ઈશ્વરના અતૂટ પ્રેમને* લીધે તેને ક્યારેય ડગાવી શકાશે નહિ.+

 ૮ તમારો હાથ તમારા બધા દુશ્મનોને શોધી કાઢશે.

તમારો જમણો હાથ તમને નફરત કરનારાઓને પકડી પાડશે.

 ૯ તમે નક્કી કરેલા સમયે આવીને ધગધગતી ભઠ્ઠીમાં તેઓનો નાશ કરશો.

યહોવા પોતાના કોપમાં તેઓને ગળી જશે, આગમાં ભસ્મ કરી નાખશે.+

૧૦ ધરતી પરથી તેઓના વંશજોનો* તમે વિનાશ કરશો,

મનુષ્યોમાંથી તેઓનાં સંતાનોને મિટાવી દેશો.

૧૧ તેઓનો ઇરાદો તમારું બૂરું કરવાનો હતો.+

પણ તેઓએ ઘડેલાં કાવતરાં સફળ થશે નહિ.+

૧૨ તમે તમારું ધનુષ્ય તેઓ તરફ* તાકીને,

તેઓને પીછેહઠ કરવા મજબૂર કરશો.+

૧૩ હે યહોવા, ઊઠો, તમારી તાકાતનો પરચો દેખાડો.

તમારી શક્તિનો અમે જયજયકાર કરીશું.*

સંગીત સંચાલક માટે સૂચન: “પરોઢના હરણ”* પ્રમાણે ગાવું. દાઉદનું ગીત.

૨૨ હે મારા ઈશ્વર, હે મારા ઈશ્વર, તમે મને કેમ છોડી દીધો છે?+

તમે મારો બચાવ કેમ કરતા નથી?

મારી વેદનાનો પોકાર કેમ સાંભળતા નથી?+

 ૨ હે મારા ઈશ્વર, હું દિવસે પોકારતો રહું છું, પણ તમે જવાબ આપતા નથી.+

રાતે પણ મારા જીવને કંઈ ચેન પડતું નથી.

 ૩ તમે તો પવિત્ર છો,+

ઇઝરાયેલના લોકો તમારી સ્તુતિ કરે છે.

 ૪ તમારા પર અમારા બાપદાદાઓએ ભરોસો મૂક્યો,+

તમારા પર આધાર રાખ્યો અને તમે તેઓને છોડાવ્યા પણ ખરા.+

 ૫ તેઓએ તમને પોકાર કર્યો અને તેઓનો બચાવ થયો,

તમારા પર ભરોસો રાખ્યો અને તેઓની આશા ફળી.*+

 ૬ પણ હું તો માણસ નહિ, બસ એક કીડો છું,

લોકો મારું અપમાન કરીને મને તુચ્છ ગણે છે.+

 ૭ મને જોનારા બધા મારી મશ્કરી કરે છે.+

તેઓ મોં મચકોડે છે અને માથું હલાવતા નફરતથી કહે છે:+

 ૮ “તે તો યહોવાના ભરોસે જીવે છે ને! ભલેને તે છોડાવતા!

તે તેમની આંખનો તારો છે ને, તો ભલેને તે બચાવતા!”+

 ૯ તમે જ મને માના ગર્ભમાંથી બહાર લાવ્યા,+

તમે જ મને માના ખોળામાં સલામત રાખ્યો.

૧૦ જન્મથી જ હું તમારા ભરોસે મુકાયેલો છું

હું માની કૂખમાં હતો ત્યારથી જ તમે મારા ઈશ્વર છો.

૧૧ મારાથી દૂર ન રહેશો, મારા પર આફત આવવાની છે.+

તમારા સિવાય મદદ કરનાર બીજું કોણ છે?+

૧૨ ઘણા દુશ્મનોએ મને ઘેરી લીધો છે,+

તેઓ બાશાનના શક્તિશાળી આખલા જેવા છે.+

૧૩ શિકારને ફાડી ખાતા ગાજનાર સિંહની જેમ,+

તેઓ પોતાનું મોં ફાડીને મારી સામે ટાંપીને બેઠા છે.+

૧૪ વહી ગયેલા પાણીની જેમ મારી શક્તિ ચાલી ગઈ છે.

મારાં હાડકાં સાંધામાંથી ઢીલાં પડી ગયાં છે.

મારું દિલ અંદર ને અંદર

મીણની જેમ પીગળી રહ્યું છે.+

૧૫ મારી શક્તિ સુકાઈને ઠીકરા જેવી થઈ ગઈ છે.+

મારી જીભ તાળવે ચોંટી ગઈ છે.+

તમે મને મોતની ખાઈમાં ધકેલો છો.+

૧૬ કૂતરાઓની જેમ દુશ્મનોએ મને ઘેરી લીધો છે.+

દુષ્ટોની ટોળકીની જેમ તેઓ મને ફરી વળ્યા છે.+

સિંહની જેમ તેઓ મારા હાથ-પગ પર હુમલો કરે છે.+

૧૭ મારું એકેએક હાડકું હું ગણી શકું છું.+

તેઓ મને ટગર-ટગર જોયા કરે છે.

૧૮ તેઓ મારાં કપડાં અંદરોઅંદર વહેંચી લે છે.

તેઓ મારાં કપડાં માટે ચિઠ્ઠીઓ* નાખે છે.+

૧૯ પણ હે યહોવા, તમે મારાથી દૂર ન રહેશો.+

તમે મારું બળ છો; મને મદદ કરવા ઉતાવળે આવો.+

૨૦ મને તલવારથી બચાવો,

મારો કીમતી જીવ કૂતરાઓના પંજામાંથી છોડાવો.+

૨૧ સિંહના મોંમાંથી અને જંગલી સાંઢનાં શિંગડાંથી મને બચાવો.

મને જવાબ આપો ને બચાવી લો.+

૨૨ હું મારા ભાઈઓમાં તમારું નામ જાહેર કરીશ.+

મંડળમાં* હું તમારો જયજયકાર કરીશ.+

૨૩ યહોવાનો ડર રાખનારાઓ, તેમની સ્તુતિ કરો!

યાકૂબના સર્વ વંશજો, તેમને મહિમા આપો!+

ઇઝરાયેલના સર્વ વંશજો, તેમની આરાધના કરો!

૨૪ જુલમ સહેનારનો ઈશ્વરે તિરસ્કાર કર્યો નથી, તેનો ધિક્કાર પણ કર્યો નથી.+

દુખિયારાથી તેમણે મોં ફેરવી લીધું નથી,+

મદદ માટેનો તેનો પોકાર તેમણે સાંભળ્યો છે.+

૨૫ મોટા મંડળમાં હું તમારી સ્તુતિ કરીશ.+

તમારો ડર રાખનારાઓ આગળ મારી માનતાઓ પૂરી કરીશ.

૨૬ નમ્ર લોકો ખાશે અને ધરાશે.+

યહોવાનું માર્ગદર્શન શોધનારાઓ તેમનો જયજયકાર કરશે.+

તેઓ* હંમેશ માટે જીવનનો આનંદ માણે.

૨૭ ધરતીને ખૂણે ખૂણે લોકો યહોવાને યાદ કરશે અને તેમની તરફ ફરશે.

બધી પ્રજાઓનાં કુટુંબો તેમની આગળ નમન કરશે.+

૨૮ કારણ, રાજ કરવાનો અધિકાર તો યહોવાનો જ છે.+

તે બધી પ્રજાઓ પર શાસન ચલાવે છે.

૨૯ પૃથ્વીના બધા ધનવાનો ખાશે અને ભક્તિ કરવા નમન કરશે.

ધૂળમાં મળી જનારા બધા તેમની આગળ ઘૂંટણિયે પડશે.

તેઓમાંથી કોઈ પોતાનું જીવન બચાવી શકતું નથી.

૩૦ તેઓના વંશજો તેમની ભક્તિ કરશે.

આવનાર પેઢીને યહોવા વિશે જણાવવામાં આવશે.

૩૧ તેઓ આવીને તેમનાં ન્યાયી કામો વિશે જણાવશે.

તેમણે કરેલાં કામો વિશે તેઓ આવનાર પેઢીને જણાવશે.

દાઉદનું ગીત.

૨૩ યહોવા મારા પાળક છે.+

મને કશાની ખોટ પડશે નહિ.+

 ૨ તે મને લીલાંછમ ઘાસમાં સુવડાવે છે.

તે મને ઝરણાં* પાસે આરામ કરવા લઈ જાય છે.+

 ૩ તે મને તાજગી આપે છે.+

પોતાના નામને લીધે તે મને ખરા માર્ગે દોરે છે.+

 ૪ ભલે હું ઘોર અંધારી ખીણમાં ચાલું,+

તોપણ મને કશાનો ડર નથી,+

કેમ કે તમે મારી સાથે છો.+

તમારી છડી અને તમારી લાકડી મને હિંમત* આપે છે.

 ૫ દુશ્મનો સામે તમે મારા માટે મિજબાની ગોઠવો છો.+

તમે મારા માથા પર તેલ ચોળીને તાજગી આપો છો.+

તમે મારો પ્યાલો છલોછલ ભરી દો છો.+

 ૬ તમારી ભલાઈ અને તમારો અતૂટ પ્રેમ* જીવનભર મારી સાથે રહેશે.+

હું સદાને માટે યહોવાના મંદિરમાં રહીશ.+

દાઉદનું ગીત.

૨૪ પૃથ્વી અને એમાંનું બધું જ યહોવાનું છે.+

ધરતી અને એના પર રહેનારા તેમના છે.

 ૨ તેમણે સમુદ્રો પર પૃથ્વીનો મજબૂત પાયો નાખ્યો છે+

અને નદીઓ પર એને સ્થિર કરી છે.

 ૩ યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે?+

તેમના પવિત્ર સ્થાનમાં કોણ ઊભો રહી શકશે?

 ૪ ફક્ત એ જ જેના હાથ શુદ્ધ છે અને જેનું દિલ સાફ છે,+

જેણે મારા* જૂઠા સમ ખાધા નથી,

જેણે જૂઠા સોગંદ લીધા નથી.+

 ૫ તે યહોવાના આશીર્વાદો મેળવશે,+

ઉદ્ધાર કરનાર ઈશ્વર તેને નેક ઠરાવશે.+

 ૬ હે યાકૂબના ઈશ્વર, આ પેઢી તમારું માર્ગદર્શન શોધે છે,

તેઓ તમારી કૃપા* શોધે છે. (સેલાહ)

 ૭ ઓ દરવાજાઓ, ઊંચા થાઓ,+

ઓ જૂના પ્રવેશદ્વારો, ઊઘડી જાઓ,*

જેથી ગૌરવવાન રાજાધિરાજ અંદર આવે!+

 ૮ આ ગૌરવવાન રાજાધિરાજ કોણ છે?

યહોવા, જે બળવાન અને શૂરવીર છે,+

યહોવા, જે બહાદુર યોદ્ધા છે.+

 ૯ ઓ દરવાજાઓ, ઊંચા થાઓ,+

ઓ જૂના પ્રવેશદ્વારો, ઊઘડી જાઓ,

જેથી ગૌરવવાન રાજાધિરાજ અંદર આવે!

૧૦ આ ગૌરવવાન રાજાધિરાજ કોણ છે?

એ ગૌરવવાન રાજાધિરાજ તો સૈન્યોના ઈશ્વર યહોવા* છે!+ (સેલાહ)

દાઉદનું ગીત.

א [આલેફ]

૨૫ હે યહોવા, હું મારું હૈયું તમારી આગળ ઠાલવું છું.

ב [બેથ]

 ૨ હે ભગવાન, મને તમારા પર ભરોસો છે.+

મારી લાજ રાખજો,+

મારી તકલીફો જોઈને દુશ્મનો ખુશી મનાવે એવું ન થવા દેતા.+

ג [ગિમેલ]

 ૩ તમારા પર આશા રાખનારાઓએ કદીયે શરમાવું નહિ પડે,+

પણ દગાખોરોએ શરમાવું પડશે.+

ד [દાલેથ]

 ૪ હે યહોવા, મને તમારો માર્ગ બતાવો,+

મને તમારા રસ્તે ચાલવાનું શીખવો.+

ה [હે]

 ૫ મને સતને પંથે ચલાવો અને શીખવો,+

કેમ કે તમે મારો ઉદ્ધાર કરનાર ઈશ્વર છો.

ו [વાવ]

હું આખો દિવસ તમારા પર આશા રાખું છું.

ז [ઝાયિન]

 ૬ હે યહોવા, તમારી દયા અને તમારો અતૂટ પ્રેમ*+ યાદ કરો,

જે તમે હંમેશાં બતાવ્યાં છે.*+

ח [હેથ]

 ૭ હે યહોવા, મારી યુવાનીનાં પાપ અને ભૂલો તમે યાદ ન રાખો.

પણ તમારા અતૂટ પ્રેમ+

અને તમારી ભલાઈને+ લીધે મને યાદ રાખો.

ט [ટેથ]

 ૮ યહોવા ભલા અને સાચા છે.+

એટલે તે પાપીઓને ખરા માર્ગે ચાલતા શીખવે છે.+

י [યોદ]

 ૯ જે ખરું છે એ* કરવા તે નમ્ર લોકોને દોરશે,+

તે નમ્ર લોકોને પોતાનો માર્ગ શીખવશે.+

כ [કાફ]

૧૦ જેઓ યહોવાનો કરાર*+ અને તેમના નિયમો+ પાળે છે,

તેઓને તે અતૂટ પ્રેમ બતાવે છે અને વફાદાર રહે છે.

ל [લામેદ]

૧૧ ખરું કે મેં ઘોર અપરાધ કર્યો છે,

તોપણ હે યહોવા, તમારા નામને લીધે+ મને માફ કરો.

מ [મેમ]

૧૨ યહોવાનો ડર રાખનાર કોણ છે?+

ઈશ્વર તેને શીખવશે કે તેણે કયો માર્ગ પસંદ કરવો.+

נ [નૂન]

૧૩ તે સુખચેનથી જીવશે,+

તેના વંશજો પૃથ્વીનો વારસો મેળવશે.+

ס [સામેખ]

૧૪ જેઓ યહોવાનો ડર રાખે છે, તેઓ જ તેમના પાકા મિત્રો બને છે.+

તે તેઓને પોતાનો કરાર શીખવશે.+

ע [આયિન]

૧૫ મારી નજર હંમેશાં યહોવા તરફ રહે છે,+

કેમ કે તે મારા પગ જાળમાંથી છોડાવશે.+

פ [પે]

૧૬ મારી તરફ ફરો અને મને કૃપા બતાવો,

કારણ કે હું એકલો અને લાચાર છું.

צ [સાદે]

૧૭ મારા દિલની વેદના વધતી ને વધતી જાય છે,+

એ પીડામાંથી મને ઉગારો.

ר [રેશ]

૧૮ મારાં દુઃખ-દર્દ ધ્યાનમાં લો+

અને મારાં બધાં પાપ માફ કરો.+

૧૯ જુઓ, મારા દુશ્મનોનો રાફડો ફાટ્યો છે,

તેઓ મને સખત નફરત કરે છે.

ש [શીન]

૨૦ મારા જીવનની રક્ષા કરો અને મને બચાવો.+

મારી લાજ રાખો, કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું.

ת [તાવ]

૨૧ મારી ઈમાનદારી* અને સચ્ચાઈ મને સલામત રાખો,+

કેમ કે મારી આશા તમારા પર છે.+

૨૨ હે ભગવાન, ઇઝરાયેલને બધી આફતોમાંથી છોડાવો.

દાઉદનું ગીત.

૨૬ હે યહોવા, મારો ન્યાય કરો, કેમ કે હું નિર્દોષ* રીતે ચાલું છું.+

યહોવા પર મારો ભરોસો અડગ છે.+

 ૨ હે યહોવા, મને ચકાસો અને મારી કસોટી કરો.

મારા અંતરના વિચારો* અને મારું દિલ શુદ્ધ કરો.+

 ૩ તમારો અતૂટ પ્રેમ* હંમેશાં મારી નજર આગળ છે,

હું તમારા સતના પંથે ચાલું છું.+

 ૪ હું કપટી માણસોની દોસ્તી રાખતો નથી+

અને ઢોંગી માણસો સાથે હળતો-મળતો નથી.*

 ૫ ખરાબ માણસોની સંગત હું ધિક્કારું છું+

અને દુષ્ટ માણસથી તો હું દૂર જ રહું છું.+

 ૬ હે યહોવા, હું નિર્દોષ છું એ સાબિત કરવા મારા હાથ ધોઈશ

અને તમારી વેદીની* આસપાસ ફરીશ,

 ૭ જેથી હું મોટેથી તમારી આભાર-સ્તુતિ કરું+

અને તમારાં બધાં મહાન કામો જાહેર કરું.

 ૮ હે યહોવા, તમે રહો છો એ મંદિર મને ખૂબ પ્રિય છે,+

જેના પર તમારું ગૌરવ છવાયેલું રહે છે.+

 ૯ પાપીઓ સાથે મારો પણ નાશ ન કરતા,+

ખૂની માણસો સાથે મને પણ મિટાવી ન દેતા.

૧૦ તેઓના હાથ શરમજનક કામો કરતા રહે છે

અને તેઓનો જમણો હાથ લાંચથી ભરેલો છે.

૧૧ પણ મેં નક્કી કર્યું છે કે હું નિર્દોષ* રીતે ચાલીશ,

મને છોડાવી લો અને કૃપા બતાવો.

૧૨ હું સલામત જગ્યાએ ઊભો છું,+

ભક્તોના ટોળામાં હું યહોવાનો જયજયકાર કરીશ.+

દાઉદનું ગીત.

૨૭ યહોવા મારું અજવાળું+ અને મારો ઉદ્ધાર છે,

તો પછી મને કોનો ડર?+

યહોવા મારા જીવનનો કિલ્લો છે,+

તો પછી મને કોનો ભય?

 ૨ જ્યારે દુષ્ટ માણસોએ મને ખતમ કરવા હુમલો કર્યો,+

ત્યારે મારા વેરીઓ અને મારા શત્રુઓ પોતે જ ઠોકર ખાઈને પડ્યા.

 ૩ મારી વિરુદ્ધ ભલે આખું લશ્કર છાવણી નાખે,

તોપણ મારું દિલ ગભરાશે નહિ.+

મારી વિરુદ્ધ ભલે યુદ્ધ ફાટી નીકળે,

તોપણ મારો ભરોસો અડગ રહેશે.

 ૪ યહોવાને મારી એક વિનંતી છે,

મારી એક તમન્‍ના છે કે,

જિંદગીના બધા દિવસો હું યહોવાના મંદિરમાં રહું;+

હું યહોવાની ભલાઈ પર મનન કરું

અને આદરભાવથી* તેમનું મંદિર જોયા કરું.+

 ૫ સંકટના દિવસે તે મને પોતાના તંબુમાં સંતાડી દેશે.+

તે મને તેમના મંડપમાં છુપાવી દેશે.+

તે મને ઊંચા ખડક પર લઈ જશે.+

 ૬ મને ઘેરી વળેલા દુશ્મનો પર મારી જીત થાય છે.

હું ખુશીનો પોકાર કરતાં કરતાં તેમના મંડપમાં બલિદાનો ચઢાવીશ.

હું ગીતો ગાતાં ગાતાં યહોવાની સ્તુતિ કરીશ.*

 ૭ હે યહોવા, મારો પોકાર સાંભળજો,+

મારા પર રહેમ કરજો, મને જવાબ આપજો.+

 ૮ મારું દિલ તમારી આજ્ઞા યાદ કરે છે:

“મારી કૃપા* શોધ.”

હે યહોવા, હું તમારી કૃપા શોધીશ.+

 ૯ મારાથી તમારું મુખ ફેરવી ન લેતા,+

ગુસ્સે ભરાઈને તમારા ભક્તને કાઢી ન મૂકતા.

તમે જ મને સહાય કરનાર છો.+

હે મારા ઉદ્ધારના ઈશ્વર, મારો ત્યાગ ન કરતા, મને છોડી ન દેતા.

૧૦ ભલે મારાં માતા-પિતા મારો ત્યાગ કરે,+

પણ યહોવા મારી સંભાળ રાખશે.+

૧૧ હે યહોવા, મને તમારો માર્ગ શીખવો,+

સાચા* માર્ગે દોરીને દુશ્મનોથી મારું રક્ષણ કરો.

૧૨ મને મારા વેરીઓના હાથમાં સોંપી ન દો,+

કેમ કે મારી વિરુદ્ધ જૂઠા સાક્ષીઓ ઊભા થયા છે+

અને તેઓ મારઝૂડ કરવાની ધમકી આપે છે.

૧૩ હું મારા જીવનમાં યહોવાની ભલાઈ જોઈશ,

એવી શ્રદ્ધા મારામાં ન હોત તો હું ક્યાં હોત?*+

૧૪ યહોવામાં આશા રાખો.+

હિંમત રાખો અને મન મક્કમ કરો.+

હા, યહોવામાં આશા રાખો.

દાઉદનું ગીત.

૨૮ હે યહોવા, મારા ખડક,+ હું તમને પોકારતો રહીશ.

તમે કાન બંધ ન કરશો.

જો તમે ચૂપ રહેશો,

તો મારી દશા કબરમાં ઊતરી જનારા જેવી થશે.+

 ૨ તમારા મંદિરના પરમ પવિત્ર સ્થાન* તરફ જ્યારે હું મારા હાથ ફેલાવું+

અને મદદનો પોકાર કરું, ત્યારે મારી અરજો સાંભળજો.

 ૩ દુષ્ટ લોકો સાથે મને સજા ન કરો. તેઓ બીજાઓને નુકસાન કરે છે.+

તેઓ પોતાના સાથીઓ સાથે મીઠી મીઠી વાતો કરે છે, પણ તેઓનું મન મેલું છે.+

 ૪ તેઓની બૂરાઈ પ્રમાણે,

હા, તેઓનાં કાર્યો પ્રમાણે ફળ આપો.+

તેઓની કરણી પ્રમાણે

તેઓના હાથનાં કામોનો બદલો વાળી આપો.+

 ૫ તેઓને યહોવાનાં કામોની,

તેમના હાથનાં કામોની કંઈ પડી નથી.+

ઈશ્વર તેઓને તોડી પાડશે અને ફરી ઊભા કરશે નહિ.

 ૬ યહોવાની સ્તુતિ થાઓ,

કેમ કે તેમણે મદદ માટેનો મારો પોકાર સાંભળ્યો છે.

 ૭ યહોવા મારું બળ,+ મારી ઢાલ છે.+

મારું દિલ તેમના પર ભરોસો રાખે છે.+

મને તેમની મદદ મળી છે, મારું દિલ હરખાય છે.

એટલે હું મારા ગીતથી તેમનો જયજયકાર કરીશ.

 ૮ યહોવા પોતાના લોકોની તાકાત છે.

તે મજબૂત કિલ્લો છે, તે પોતાના અભિષિક્તનો ઉદ્ધાર કરે છે.+

 ૯ તમારા લોકોને બચાવો અને તમારી પ્રજાને આશીર્વાદ આપો.+

તેઓની સંભાળ રાખો અને તેઓને કાયમ તમારી ગોદમાં ઊંચકી રાખો.+

દાઉદનું ગીત.

૨૯ હે શૂરવીરોના દીકરાઓ, યહોવાની સ્તુતિ કરો,

તેમનાં મહિમા અને બળ માટે યહોવાની સ્તુતિ કરો.+

 ૨ યહોવાના નામને શોભે એવો મહિમા તેમને આપો.

પવિત્ર શણગાર સજીને* યહોવાને નમન* કરો.

 ૩ યહોવાનો અવાજ વાદળો* પર સંભળાય છે.

ગૌરવશાળી ઈશ્વર ગર્જના કરે છે.+

યહોવા કાળાં કાળાં વાદળો ઉપર છે.+

 ૪ યહોવાનો અવાજ શક્તિશાળી છે.+

યહોવાનો અવાજ પ્રભાવશાળી છે.

 ૫ યહોવાનો અવાજ દેવદારનાં ઝાડને ચીરી નાખે છે.

હા, યહોવા લબાનોનના દેવદારના ટુકડે-ટુકડા કરી નાખે છે.+

 ૬ તે લબાનોનને* વાછરડાની જેમ

અને સિરયોનને*+ જંગલી સાંઢની જેમ કુદાવે છે.

 ૭ યહોવા બોલે છે અને આગની જ્વાળાઓ ભડકી ઊઠે છે.+

 ૮ યહોવાનો અવાજ વેરાન પ્રદેશને ધ્રુજાવે છે,+

હા, યહોવા કાદેશના વેરાન પ્રદેશને+ કંપાવે છે.

 ૯ યહોવાના અવાજથી હરણીઓ કાંપી ઊઠીને બચ્ચાંને જન્મ આપી દે છે

અને જંગલો ઉજ્જડ થઈ જાય છે.+

તેમના મંદિરમાં બધા કહે છે: “ઈશ્વરનો મહિમા થાઓ!”

૧૦ યહોવા પૂરના પાણી* પર બિરાજે છે.+

યહોવા કાયમ માટે રાજાધિરાજ તરીકે સિંહાસન પર બેસે છે.+

૧૧ યહોવા પોતાના લોકોને બળ આપશે.+

યહોવા પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.+

ઘરના ઉદ્‍ઘાટન* વખતનું દાઉદનું ગીત.

૩૦ હે યહોવા, હું તમને મોટા મનાવીશ, કેમ કે તમે મને બચાવી લીધો છે.

તમે દુશ્મનોને મારા પર ખુશ થવા દીધા નથી.+

 ૨ હે યહોવા મારા ઈશ્વર, મેં તમને મદદનો પોકાર કર્યો અને તમે મને સાજો કર્યો.+

 ૩ હે યહોવા, તમે મને કબરમાંથી* બહાર ખેંચી લાવ્યા છો.+

તમે મને જીવતો રાખ્યો છે. તમે મને કબરમાં* ઊતરી જતા બચાવ્યો છે.+

 ૪ હે યહોવાના વફાદાર ભક્તો, તેમની સ્તુતિનાં ગીત ગાઓ,*+

તેમના પવિત્ર નામનો+ જયજયકાર કરો;

 ૫ કેમ કે તેમનો કોપ પળ બે પળનો છે,+

પણ તેમની કૃપા જીવનભર રહે છે.+

સાંજે ભલે રુદન આવે, પણ સવાર આનંદનો પોકાર લાવે છે.+

 ૬ જ્યારે હું સુખી હતો, ત્યારે મેં કહ્યું હતું:

“કોઈ મારો વાળ પણ વાંકો નહિ કરી શકે.”

 ૭ હે યહોવા, તમારી કૃપા મારા પર હતી ત્યારે, તમે મને પર્વત જેવો અડગ બનાવ્યો.+

પણ તમે મુખ ફેરવી લીધું ત્યારે, મારા હાંજા ગગડી ગયા.+

 ૮ હે યહોવા, હું તમને પોકારતો રહ્યો.+

હું યહોવાની કૃપા મેળવવા કાલાવાલા કરતો રહ્યો.

 ૯ મારા મરણથી શું ફાયદો? હું કબરમાં* જાઉં, એનાથી શું લાભ?+

શું ધૂળ તમારી સ્તુતિ કરી શકે?+ શું માટી તમારી વફાદારી વિશે જણાવી શકે?+

૧૦ હે યહોવા, સાંભળો અને મારા પર કૃપા કરો.+

હે યહોવા, મને મદદ કરો.+

૧૧ તમે મારા વિલાપને ખુશીમાં* બદલી નાખ્યો છે,

તમે મારા શોકનાં વસ્ત્રો* ઉતારીને આનંદનાં વસ્ત્રો પહેરાવ્યાં છે,

૧૨ જેથી હું તમારો જયજયકાર કરું અને ચૂપ બેસી ન રહું.

હે યહોવા મારા ઈશ્વર, હું સદાને માટે તમારી આરાધના કરીશ.

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૩૧ હે યહોવા, મેં તમારામાં આશરો લીધો છે.+

મારે શરમાવું પડે એવું ક્યારેય થવા ન દેતા.+

મને બચાવો, કેમ કે તમે સચ્ચાઈ ચાહનારા છો.+

 ૨ મારી તરફ તમારો કાન ધરો.*

મને બચાવવા ઉતાવળે આવો.+

મારો મજબૂત ગઢ બનો,

મને બચાવવા કિલ્લો બનો.+

 ૩ તમે મારો ખડક, મારો કિલ્લો છો.+

તમારા નામને લીધે,+ તમે જરૂર મને માર્ગ બતાવશો અને એના પર દોરશો.+

 ૪ દુશ્મનોએ છૂપી રીતે બિછાવેલી જાળમાંથી તમે જરૂર મને બહાર કાઢશો,+

કેમ કે તમે મારો ગઢ છો.+

 ૫ મારું જીવન હું તમારા હાથમાં સોંપું છું.+

હે યહોવા, સત્યના ઈશ્વર,*+ તમે મને છોડાવ્યો છે.

 ૬ નકામી અને વ્યર્થ મૂર્તિઓને પૂજતા લોકોને હું ધિક્કારું છું.

પણ હું તો યહોવા પર ભરોસો રાખું છું.

 ૭ હું તમારા અતૂટ પ્રેમને* લીધે ઘણી ખુશી મનાવીશ,

કેમ કે તમે મારી વેદના જોઈ છે.+

તમે મારાં દુઃખો જોયાં છે.

 ૮ તમે મને દુશ્મનના હાથમાં સોંપી દીધો નથી,

પણ સલામત જગ્યાએ ઊભો રાખ્યો છે.

 ૯ હે યહોવા, મારા પર રહેમ કરો, કારણ કે હું તકલીફમાં છું.

વેદનાને લીધે મારી આંખો ઝાંખી થઈ છે,+ મારું આખું શરીર કમજોર થયું છે.+

૧૦ મારું જીવન આંસુઓમાં વહી ગયું છે,+

મારાં વર્ષો નિસાસામાં વીતી ગયાં છે.+

મારી ભૂલને લીધે શક્તિ હણાઈ ગઈ છે.

મારાં હાડકાં નબળાં પડતાં જાય છે.+

૧૧ મારા બધા વેરીઓ, ખાસ કરીને આસપાસના લોકો

મારી મજાક-મશ્કરી કરે છે.+

મારા ઓળખીતાઓ મારાથી ડરે છે.

મને બહાર જોતા જ તેઓ બીજી બાજુ સરકી જાય છે.+

૧૨ તેઓનાં દિલમાં* મારા માટે કોઈ જગ્યા નથી,

હું મરણ પામ્યો હોઉં એમ, તેઓ મને ભૂલી ગયા છે.

હું એક ફૂટેલા માટલા જેવો છું.

૧૩ મેં ઘણી અફવાઓ સાંભળી છે.

મારા પર ભય છવાઈ જાય છે.+

તેઓ સંપીને મારી સામે ભેગા થાય છે

અને મને ખતમ કરી નાખવાનું કાવતરું ઘડે છે.+

૧૪ પણ હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું.+

હું જાહેર કરું છું: “તમે જ મારા ભગવાન છો!”+

૧૫ મારું જીવન તમારા હાથમાં છે.

મારા દુશ્મનો અને જુલમ કરનારાઓના હાથમાંથી મને બચાવો.+

૧૬ તમારા મુખનું તેજ* આ સેવક પર ઝળહળવા દો.+

તમારા અતૂટ પ્રેમને લીધે મને બચાવો.

૧૭ હે યહોવા, હું તમને વિનંતી કરું છું, મારી લાજ ન જાય.+

પણ દુષ્ટો લજવાય,+

તેઓને કબરમાં* ઉતારીને ચૂપ કરી દેવામાં આવે.+

૧૮ જૂઠું બોલનારા લોકો મૂંગા બને,+

જેઓ નેક માણસ વિરુદ્ધ અભિમાન અને નફરતથી બડાઈ મારે છે.

૧૯ તમારી ભલાઈનો કોઈ પાર નથી!+

તમારો ડર રાખનારાઓ માટે તમે એ સંઘરી રાખો છો.+

તમારામાં આશરો લેનારા પર, બધાના દેખતાં તમે ભલાઈ વરસાવો છો.+

૨૦ તમે તેઓને લોકોનાં કાવતરાંથી બચાવવા,

તમારી છત્રછાયામાં રક્ષણ આપશો.+

તમે તેઓને ઝઘડાખોરોથી છોડાવવા,

તમારા આશ્રયમાં છુપાવી રાખશો.+

૨૧ યહોવાનો જયજયકાર થાઓ,

લશ્કરથી ઘેરાયેલા શહેરમાં+ તેમણે અદ્‍ભુત રીતે મારા પર અતૂટ પ્રેમ બતાવ્યો છે.+

૨૨ હું ગભરાઈને બોલી ઊઠ્યો હતો:

“તમારી આગળથી હવે મારો નાશ થઈ જશે.”+

પણ મેં મદદ માટે પોકાર કર્યો અને તમે મારી વિનંતી સાંભળી.+

૨૩ યહોવાના બધા વફાદાર ભક્તો, તેમને પ્રેમ કરો!+

યહોવા વિશ્વાસુ ભક્તોની રક્ષા કરે છે,+

પણ ઘમંડ કરનાર દરેકને તે આકરી સજા ફટકારે છે.+

૨૪ યહોવાની રાહ જોનારા બધા ભક્તો, હિંમત રાખો!+

તમારું મન મક્કમ કરો!+

દાઉદનું ગીત. માસ્કીલ.*

૩૨ સુખી છે એ માણસ, જેનો અપરાધ માફ થયો છે, જેનું પાપ ભૂંસી નાખવામાં* આવ્યું છે.+

 ૨ સુખી છે એ માણસ, જેને યહોવા દોષિત ગણતા નથી,+

જેનામાં કોઈ કપટ નથી.

 ૩ મારા પાપ વિશે હું ચૂપ રહ્યો ત્યારે, આખો દિવસ કણસી કણસીને મારાં હાડકાં ઓગળી ગયાં.+

 ૪ રાત-દિવસ તમારો હાથ* મારા પર ભારે હતો.+

ભરઉનાળામાં પાણીની વરાળ થાય તેમ મારી શક્તિ ચાલી ગઈ. (સેલાહ)

 ૫ આખરે મેં તમારી આગળ મારા પાપની કબૂલાત કરી.

મેં મારી ભૂલ છુપાવી નહિ.+

મેં કહ્યું: “હું યહોવા આગળ મારા અપરાધો કબૂલ કરીશ.”+

તમે મારી ભૂલો અને મારાં પાપ માફ કર્યાં.+ (સેલાહ)

 ૬ તમારી પાસે આવવાનો માર્ગ હજુ ખુલ્લો છે ત્યારે,+

દરેક વફાદાર ભક્ત તમને પ્રાર્થના કરશે.+

પછી ભલે મુશ્કેલીઓનું પૂર ધસી આવે, તોપણ તેને જરાય આંચ નહિ આવે.

 ૭ તમે મારા માટે સંતાવાની જગ્યા છો.

તમે મને આફતોમાંથી ઉગારી લેશો.+

તમે મારી આસપાસ ઉદ્ધારનાં ગીતો ગવડાવશો.+ (સેલાહ)

 ૮ તમે કહ્યું: “હું તને સમજણ આપીશ અને તારે જે માર્ગે ચાલવું જોઈએ એ શીખવીશ.+

હું તારા પર નજર રાખીને તને સલાહ આપીશ.+

 ૯ ઘોડા કે ખચ્ચર જેવો ન થા, જેઓમાં અક્કલ નથી.+

તેઓના જુસ્સાને લગામ કે દોરડાથી કાબૂમાં લાવવો પડે છે,

તો જ તેઓ તારા વશમાં થાય છે.”

૧૦ દુષ્ટ માણસ પર ઘણી મુસીબતો આવે છે,

પણ યહોવા પર ભરોસો રાખનાર તેમના અતૂટ પ્રેમની છાયામાં રહે છે.+

૧૧ હે નેક જનો, યહોવાને લીધે આનંદ કરો અને ખુશી મનાવો.

હે સાચા દિલના લોકો, તમે બધા ખુશીથી જયજયકાર કરો.

૩૩ હે નેક લોકો, યહોવાને લીધે આનંદથી પોકારો.+

સચ્ચાઈથી ચાલનારા લોકો તેમની સ્તુતિ કરે એ સારું છે.

 ૨ વીણા વગાડીને યહોવાનો આભાર માનો,

દસ તારવાળા વાજિંત્ર સાથે તેમની સ્તુતિનાં ગીતો ગાઓ.*

 ૩ તેમના માટે નવું ગીત ગાઓ.+

આનંદનો પોકાર કરતાં કરતાં પૂરા દિલથી વાજિંત્ર વગાડો.

 ૪ યહોવાના શબ્દો સાચા છે,+

તે જે કંઈ કરે છે એ ભરોસાપાત્ર છે.

 ૫ તે સચ્ચાઈ અને ન્યાય ચાહે છે.+

પૃથ્વી યહોવાના અતૂટ પ્રેમથી ભરપૂર છે.+

 ૬ યહોવા બોલ્યા અને આકાશોની રચના થઈ,+

તેમના મુખના શ્વાસથી એમાંનું બધું* ઉત્પન્‍ન થયું.

 ૭ બંધ બાંધ્યો હોય એમ તેમણે દરિયાનું પાણી રોકી રાખ્યું છે.+

ઊછળતાં મોજાઓને તેમણે કોઠારોમાં ભરી રાખ્યા છે.

 ૮ આખી પૃથ્વી યહોવાનો ડર રાખે.+

ધરતીના બધા લોકો તેમની આરાધના કરે.

 ૯ તે બોલ્યા અને સૃષ્ટિનું સર્જન થયું,+

તેમણે હુકમ કર્યો અને એ બધું કાયમ થયું.+

૧૦ યહોવાએ દેશોના ઇરાદા ઊંધા વાળ્યા છે.+

તેમણે લોકોની યોજનાઓ પર પાણી ફેરવી દીધું છે.+

૧૧ યહોવાના નિર્ણયો સદા ટકી રહે છે.+

તેમના મનના વિચારો પેઢી દર પેઢી રહે છે.

૧૨ ધન્ય છે એ પ્રજાને જેના ઈશ્વર યહોવા છે!+

એ પ્રજાને તેમણે પોતાની અમાનત બનાવી છે.+

૧૩ યહોવા સ્વર્ગમાંથી નીચે જુએ છે.

તેમની નજર બધા મનુષ્યો પર છે.+

૧૪ તે પોતાના રહેઠાણમાંથી પૃથ્વીના રહેવાસીઓને ધ્યાનથી નિહાળે છે.

૧૫ સર્વ દિલોને ઘડનાર તે જ છે.

લોકોનાં કામોની પરખ કરનાર તે છે.+

૧૬ કોઈ રાજા મોટા લશ્કરને લીધે બચી જતો નથી.+

કોઈ શૂરવીર પુષ્કળ તાકાતના જોરે બચતો નથી.+

૧૭ જીતવા* માટે ઘોડા પર આશા રાખવી નકામી છે.+

તેનું મહાબળ કોઈને ઉગારી શકતું નથી.

૧૮ યાદ રાખો, જેઓ યહોવાનો ડર રાખે છે

અને તેમના અતૂટ પ્રેમની રાહ જુએ છે,

તેઓ પર તેમની રહેમનજર છે.+

૧૯ તે તેઓને મોતના પંજામાંથી છોડાવે છે

અને દુકાળના સમયે તેઓને જીવતા રાખે છે.+

૨૦ આપણે યહોવાની રાહ જોઈએ છીએ.

તે આપણને સહાય કરનાર અને આપણી ઢાલ છે.+

૨૧ આપણું દિલ તેમનામાં આનંદ કરે છે,

કેમ કે આપણને તેમના પવિત્ર નામ પર ભરોસો છે.+

૨૨ હે યહોવા, તમારો અતૂટ પ્રેમ અમારા પર રહે,+

અમે તમારી રાહ જોઈએ છીએ.+

દાઉદનું ગીત. દાઉદે અબીમેલેખ સામે ગાંડા હોવાનો ઢોંગ કર્યો હતો.+ તેણે દાઉદને ત્યાંથી કાઢી મૂક્યો અને દાઉદ નીકળી ગયો, એ વખતનું ગીત.

א [આલેફ]

૩૪ હું સર્વ સમયે યહોવાની સ્તુતિ કરીશ.

મારા હોઠ નિરંતર તેમની સ્તુતિ કરશે.

ב [બેથ]

 ૨ હું યહોવાને લીધે ગર્વ કરીશ,+

નમ્ર લોકો એ સાંભળશે અને હરખાશે.

ג [ગિમેલ]

 ૩ મારી સાથે યહોવાનો મહિમા ગાઓ.+

ચાલો, ભેગા મળીને તેમનું નામ મોટું મનાવીએ.

ד [દાલેથ]

 ૪ મેં યહોવાને વિનંતી કરી અને તેમણે મને જવાબ આપ્યો.+

તેમણે મારો બધો ડર દૂર કર્યો.+

ה [હે]

 ૫ તેમની તરફ જોનારાઓનાં મોં ચમકી ઊઠ્યાં,

તેઓએ કદી શરમાવું નહિ પડે.

ז [ઝાયિન]

 ૬ આ લાચાર માણસે* પોકાર કર્યો અને યહોવાએ સાંભળ્યું.

તેમણે તેને બધી મુસીબતોથી છોડાવ્યો.+

ח [હેથ]

 ૭ યહોવાનો ડર રાખતા લોકોની આસપાસ તેમનો દૂત છાવણી નાખે છે+

અને તે તેઓને બચાવે છે.+

ט [ટેથ]

 ૮ અનુભવ કરો* અને જુઓ કે યહોવા કેટલા સારા છે!+

ધન્ય છે એ માણસને, જે તેમનામાં આશરો લે છે.

י [યોદ]

 ૯ યહોવાના સર્વ પવિત્ર લોકો, તેમનો ડર રાખો.

તેમનો ડર રાખનારાઓને કશાની ખોટ પડતી નથી.+

כ [કાફ]

૧૦ કોઈક વાર યુવાન સિંહે પણ ભૂખ વેઠવી પડે છે,

જ્યારે કે યહોવાને ભજનારાઓને સારી વસ્તુઓની તંગી પડશે નહિ.+

ל [લામેદ]

૧૧ આવો મારા દીકરાઓ, મારું સાંભળો.

હું તમને યહોવાનો ડર રાખતા શીખવીશ.+

מ [મેમ]

૧૨ તમારામાંથી કોણ હર્યુંભર્યું જીવન ચાહે છે?

કોણ સારા દિવસો જોવા માંગે છે?+

נ [નૂન]

૧૩ તો પછી, તમારી જીભને બૂરાઈથી+

અને તમારા હોઠને છળ-કપટથી દૂર રાખો.+

ס [સામેખ]

૧૪ ખરાબ કામોથી પાછા ફરો અને ભલું કરો.+

હળી-મળીને રહો અને શાંતિ રાખવા મહેનત કરો.+

ע [આયિન]

૧૫ યહોવાની નજર નેક લોકો પર છે,+

મદદ માટેનો તેઓનો પોકાર તે કાને ધરે છે.+

פ [પે]

૧૬ પણ યહોવા ખરાબ કામો કરનારાઓની વિરુદ્ધ છે,

તે પૃથ્વી પરથી તેઓનું નામનિશાન મિટાવી દેશે.+

צ [સાદે]

૧૭ નેક લોકોએ પોકાર કર્યો અને યહોવાએ સાંભળ્યું.+

તેમણે તેઓને બધી આફતોમાંથી બચાવ્યા.+

ק [કોફ]

૧૮ દુઃખી લોકોના પડખે યહોવા છે.+

કચડાયેલા* મનના લોકોને તે બચાવે છે.+

ר [રેશ]

૧૯ સાચા માર્ગે ચાલનારે ઘણાં દુઃખો* સહેવાં પડે છે,+

પણ યહોવા તેને બધાં દુઃખોમાંથી છોડાવે છે.+

ש [શીન]

૨૦ તે તેનાં બધાં હાડકાં સલામત રાખે છે,

એમાંનું એકેય ભાંગવામાં આવ્યું નથી.+

ת [તાવ]

૨૧ મુસીબતો દુષ્ટને મોતના મોંમાં ધકેલી દેશે.

નેક જનને ધિક્કારનારા દોષિત ઠરશે.

૨૨ યહોવા પોતાના ભક્તોનું જીવન બચાવે* છે.

જે કોઈ તેમનામાં આશરો લે છે તે દોષિત ઠરશે નહિ.+

દાઉદનું ગીત.

૩૫ હે યહોવા, મારા વિરોધીઓ સામે મુકદ્દમો લડો,+

જેઓ મારી સામે લડે છે તેઓ સામે લડો.+

 ૨ તમારી નાની ઢાલ* અને મોટી ઢાલ ઉપાડો+

અને મારું રક્ષણ કરવા ઊભા થાઓ.+

 ૩ મારો પીછો કરનારા+ સામે તમારો ભાલો અને તમારી કુહાડી ઉગામો,

મને કહો કે, “હું તારો ઉદ્ધાર કરનાર છું.”+

 ૪ મારો જીવ લેવા તરસતા લોકો લજવાઓ અને શરમાઓ.+

મારો નાશ કરવાનું કાવતરું ઘડનારાઓ બદનામ થઈને પીછેહઠ કરો.

 ૫ તેઓ પવનમાં ઊડતાં ફોતરાં જેવા થાય.

યહોવાનો દૂત તેઓને નસાડી મૂકે.+

 ૬ તેઓનો માર્ગ અંધકારમય અને લપસણો થાય

અને યહોવાનો દૂત તેઓની પાછળ પડે.

 ૭ મેં તેઓનું કંઈ બગાડ્યું નથી છતાં મને ફસાવવા જાળ બિછાવી,

કોઈ કારણ વગર તેઓએ મારા માટે ખાડો ખોદ્યો.

 ૮ તેઓ પર અચાનક આફત આવી પડે,

પોતે બિછાવેલી જાળમાં તેઓ પોતે ફસાય,

તેઓએ ખોદેલા ખાડામાં તેઓ પોતે જ પડે અને નાશ પામે.+

 ૯ પણ હું યહોવાને લીધે આનંદ કરીશ,

તેમણે કરેલાં ઉદ્ધારનાં કામોને લીધે હું ખુશી મનાવીશ.

૧૦ મારું અંતર પોકારી ઊઠશે:

“હે યહોવા, તમારા જેવું બીજું કોણ?

તમે નિરાધારને બળવાનના હાથમાંથી છોડાવો છો,+

લાચાર અને ગરીબને તમે લુટારાઓના પંજામાંથી બચાવો છો.”+

૧૧ મારી વિરુદ્ધ કાવાદાવા કરીને સાક્ષીઓ ઊભા થાય છે,+

મને ખબર નથી એ વિશે મારા પર આરોપ મૂકે છે.

૧૨ તેઓ મારી ભલાઈનો બદલો બૂરાઈથી વાળે છે.+

તેઓના લીધે હું શોકમાં ડૂબી ગયો છું.

૧૩ તેઓ બીમાર હતા ત્યારે મેં કંતાન પહેર્યું,

મેં ઉપવાસ કરીને દુઃખ સહન કર્યું.

જ્યારે મારી પ્રાર્થનાનો જવાબ ન મળ્યો,

૧૪ ત્યારે હું શોક મનાવતા ફર્યો, જાણે મારા દોસ્ત કે ભાઈનું મોત થયું હોય.

કોઈ પોતાની મા માટે વિલાપ કરતું હોય એમ હું શોકથી નમી ગયો.

૧૫ જ્યારે મારી પડતી થઈ, ત્યારે તેઓએ ભેગા થઈને ખુશી મનાવી.

મારા પર છૂપી રીતે હુમલો કરવા તેઓ એક થયા.

ચૂપ રહેવાને બદલે તેઓએ કડવાં વેણથી મને વીંધી નાખ્યો.

૧૬ દુષ્ટો મારી હાંસી ઉડાવે છે,*

તેઓ મારી સામે પોતાના દાંત કચકચાવે છે.+

૧૭ હે યહોવા, તમે ક્યાં સુધી બધું જોયા કરશો?+

તેઓના હુમલાથી મને બચાવો,+

યુવાન સિંહોથી મારું અનમોલ જીવન* ઉગારો.+

૧૮ મોટા મંડળમાં હું તમારો આભાર માનીશ,+

લોકોનાં ટોળાંમાં હું તમારો જયજયકાર કરીશ.

૧૯ જેઓ વિના કારણે દુશ્મનો બની બેઠા છે, તેઓને મારા પર ખુશી મનાવવા ન દેતા.

જેઓ વિના કારણે મને નફરત કરે છે,+ તેઓને મારી મશ્કરી કરવા ન દેતા.*+

૨૦ તેઓ શાંતિ ફેલાવતી વાતો કરતા નથી,

પણ દેશના શાંતિચાહકો વિરુદ્ધ ચાલાકીથી કાવતરાં રચે છે.+

૨૧ તેઓ ગળું ફાડીને મારા પર આરોપ મૂકે છે

અને કહે છે: “અરે વાહ! અમે સગી આંખે જોઈ લીધું.”

૨૨ હે યહોવા, તમે એ બધું જોયું છે. તમે ચૂપ રહેશો નહિ.+

હે યહોવા, મારાથી દૂર રહેશો નહિ.+

૨૩ જાગો, ઊઠો, મારો બચાવ કરો.

હે મારા ઈશ્વર યહોવા, મારા પક્ષે મુકદ્દમો લડો.

૨૪ હે યહોવા મારા ઈશ્વર, તમારાં ખરાં* ધોરણો પ્રમાણે મારો ન્યાય કરો,+

દુશ્મનોને મારી મજાક ઉડાવવાનો મોકો ન આપો.

૨૫ તેઓ કદી એમ ન વિચારે કે, “વાહ, અમે ધાર્યું હતું એ જ થયું!”

તેઓ કદી એમ ન કહે કે, “અમે તેને ભરખી ગયા છીએ.”+

૨૬ મારા પર આવેલી આફતો જોઈને જેઓ તાળીઓ પાડે છે,

તેઓ બધા શરમાઓ અને લજવાઓ.

જેઓ પોતાને મારાથી ચઢિયાતા ગણે છે, તેઓ શરમાઓ અને બદનામ થાઓ.

૨૭ પણ જેઓ મારી સચ્ચાઈને લીધે હરખાય છે, તેઓ ખુશીનો પોકાર કરે.

તેઓ વારંવાર કહે:

“યહોવા મોટા મનાઓ. તે પોતાના ભક્તોની શાંતિ જોઈને હરખાય છે.”+

૨૮ મારી જીભ તમારો સાચો માર્ગ જણાવશે+

અને આખો દિવસ તમારો જયજયકાર કરશે.+

સંગીત સંચાલક માટે સૂચન. યહોવાના સેવક દાઉદનું ગીત.

૩૬ દુષ્ટના અંતરમાં રહેલું પાપ તેને લલચાવે છે.

તેને ભગવાનનો જરાય ડર નથી.+

 ૨ તે પોતાની જ વાહ વાહ કરતા ધરાતો નથી,

એટલે પોતાની ભૂલ તેની નજરે ચઢતી નથી અને તે એને ધિક્કારતો નથી.+

 ૩ તેની વાણી ઝેર જેવી કડવી અને છેતરામણી છે.

તેની બુદ્ધિ બહેર મારી ગઈ છે અને તે કંઈ પણ ભલું કરતો નથી.

 ૪ પથારીમાં પડ્યો પડ્યો તે કાવતરાં ઘડે છે.

તે ખોટા રવાડે ચડી ગયો છે,

ખરાબ કામોને તે ધિક્કારતો નથી.

 ૫ હે યહોવા, તમારો અતૂટ પ્રેમ* આસમાને પહોંચે છે,+

તમારી વફાદારી ગગન ચૂમે છે.

 ૬ તમારી સચ્ચાઈ અડગ અને ઊંચા પર્વતો* જેવી છે.+

તમારા ન્યાયચુકાદા વિશાળ અને ઊંડા સાગર જેવા છે.+

હે યહોવા, તમે મનુષ્યો અને પ્રાણીઓની સંભાળ રાખો છો.*+

 ૭ હે ભગવાન, તમારો અતૂટ પ્રેમ કેટલો અનમોલ છે!+

તમારી પાંખોની છાયામાં મનુષ્યો આશરો લે છે.+

 ૮ તમારા ઘરની જાહોજલાલીમાંથી તેઓ ધરાઈને ખાય છે.+

તમારા સુખની નદીમાંથી તમે તેઓની તરસ છિપાવો છો.+

 ૯ તમે જીવનનો ઝરો છો.+

તમારી ઝળહળતી રોશનીમાંથી અમને પ્રકાશ મળે છે.+

૧૦ તમને ઓળખતા લોકોને અતૂટ પ્રેમ બતાવતા રહો.+

સાચા દિલના લોકોને સચ્ચાઈ બતાવતા રહો.+

૧૧ એવું થવા ન દેતા કે અભિમાનીના પગ મને કચડી નાખે

અથવા દુષ્ટના હાથ મને હડસેલી મૂકે.

૧૨ જુઓ, ખોટાં કામો કરનારા કેવા નીચે પડ્યા!

તેઓ એવા પછડાયા કે પાછા ઊઠી ન શકે.+

દાઉદનું ગીત.

א [આલેફ]

૩૭ દુષ્ટ માણસોને લીધે ગુસ્સાથી તપી ન જા,

અથવા ખોટાં કામો કરનારાની અદેખાઈ ન કર.+

 ૨ તેઓ ઘાસની જેમ જલદી જ સુકાઈ જશે+

અને કૂણાં કૂણાં ઘાસની જેમ કરમાઈ જશે.

ב [બેથ]

 ૩ યહોવા પર ભરોસો રાખ અને ભલું કર,+

પૃથ્વી પર* રહે અને વિશ્વાસુ બન.+

 ૪ યહોવાને લીધે પુષ્કળ આનંદ કર

અને તે તારા દિલની તમન્‍ના પૂરી કરશે.

ג [ગિમેલ]

 ૫ તારા માર્ગો યહોવાને સોંપ,+

તેમના પર આધાર રાખ અને તે તારા માટે પગલાં ભરશે.+

 ૬ તે તારી સચ્ચાઈને સવારના અજવાળાની જેમ

અને તારા ન્યાયને બપોરના સૂરજની જેમ ચમકાવશે.

ד [દાલેથ]

 ૭ યહોવા આગળ શાંત રહે,+

તેમના પર આશા* રાખ અને તેમની રાહ જો.

એવા માણસને લીધે ક્રોધે ભરાઈશ નહિ,

જે પોતાનાં કાવતરાંમાં સફળ થાય છે.+

ה [હે]

 ૮ ગુસ્સો પડતો મૂક અને ક્રોધ છોડી દે.+

ચિડાઈશ નહિ, કોઈ દુષ્ટ કામ કરીશ નહિ.*

 ૯ દુષ્ટ લોકોનું નામનિશાન રહેશે નહિ,+

પણ યહોવા પર આશા* રાખનારાઓ પૃથ્વીનો વારસો મેળવશે.+

ו [વાવ]

૧૦ થોડા જ સમયમાં દુષ્ટોનો વિનાશ થઈ જશે,+

તું તેઓને શોધશે

પણ તેઓ જડશે નહિ.+

૧૧ નમ્ર લોકોને પૃથ્વીનો વારસો મળશે,+

તેઓ સુખ-શાંતિથી જીવશે ને અનેરો આનંદ માણશે.+

ז [ઝાયિન]

૧૨ દુષ્ટ માણસ સચ્ચાઈથી ચાલનાર સામે કાવાદાવા ઘડે છે.+

દુષ્ટ તેની સામે દાંત પીસે છે.

૧૩ પણ યહોવા તે દુષ્ટની હાંસી ઉડાવશે,

કેમ કે ઈશ્વર જાણે છે કે તેના અંતનો દિવસ જરૂર આવશે.+

ח [હેથ]

૧૪ લાચાર અને ગરીબોનો વિનાશ કરવા,

સાચા માર્ગે ચાલનારાની કતલ કરવા,

દુષ્ટોએ તલવારો તાણી છે અને પોતાનાં ધનુષ્ય ખેંચ્યાં છે.

૧૫ પણ તેઓની તલવારો તેઓનું જ દિલ વીંધી નાખશે.+

તેઓનાં ધનુષ્યોના ટુકડે-ટુકડા કરી નાખવામાં આવશે.

ט [ટેથ]

૧૬ દુષ્ટો પાસે અઢળક હોય એના કરતાં,

નેક લોકો પાસે થોડું હોય એ વધારે સારું છે.+

૧૭ દુષ્ટ લોકોના હાથ ભાંગી નાખવામાં આવશે,

પણ નેક લોકોને યહોવા સાથ આપશે.

י [યોદ]

૧૮ નિર્દોષ લોકો પર જે વીતે છે એ યહોવા જાણે છે,

તેઓનો વારસો કાયમ ટકશે.+

૧૯ આફતના સમયે તેઓએ શરમાવું નહિ પડે.

દુકાળમાં પણ તેઓ પાસે અઢળક હશે.

כ [કાફ]

૨૦ પણ દુષ્ટોનો વિનાશ થશે.+

યહોવાના દુશ્મનો લીલાં ઘાસની જેમ સુકાઈ જશે.

તેઓ ધુમાડાની જેમ ગાયબ થઈ જશે.

ל [લામેદ]

૨૧ દુષ્ટ માણસ ઉછીનું લે છે અને ભરપાઈ કરતો નથી,

પણ નેક માણસ ઉદાર છે* અને ખુલ્લા હાથે આપે છે.+

૨૨ જેના પર ભગવાનનો આશીર્વાદ છે, તે પૃથ્વીનો વારસો મેળવશે.

પણ જેના પર ભગવાનનો શ્રાપ છે, તેનો વિનાશ થશે.+

מ [મેમ]

૨૩ જે માણસના માર્ગથી યહોવાને ખુશી મળે છે,+

તેનાં પગલાં તે સ્થિર કરે છે.*+

૨૪ ભલે તે પડી જાય, પણ તે પછડાશે નહિ,+

કારણ કે યહોવા તેનો હાથ પકડીને* તેને ઊભો કરશે.+

נ [નૂન]

૨૫ એક સમયે હું યુવાન હતો ને હવે ઘરડો થયો છું.

પણ મેં એવું જોયું નથી કે સચ્ચાઈથી* ચાલનારને ઈશ્વરે ત્યજી દીધો હોય,+

કે પછી તેનાં બાળકો ભીખ માંગતા હોય.+

૨૬ તે માણસ હંમેશાં ઉદાર દિલથી ઉછીનું આપે છે,+

તેનાં બાળકો ચોક્કસ આશીર્વાદો મેળવશે.

ס [સામેખ]

૨૭ ખરાબ કામોથી પાછો ફર અને ભલું કર,+

આમ તું કાયમ જીવશે.

૨૮ યહોવાને ઇન્સાફ પસંદ છે,

તે કદીયે વફાદાર ભક્તોનો સાથ છોડશે નહિ.+

ע [આયિન]

તેઓનું હંમેશાં રક્ષણ કરવામાં આવશે,+

પણ દુષ્ટના વંશજોનું નામનિશાન મિટાવી દેવાશે.+

૨૯ સચ્ચાઈથી ચાલનારા ધરતીના વારસ થશે+

અને એમાં તેઓ સદા જીવશે.+

פ [પે]

૩૦ નેક માણસના મોંમાંથી જ્ઞાનની વાતો નીકળે છે,*

તેની જીભ ન્યાયની વાતો કરે છે.+

૩૧ તેના ઈશ્વરનો નિયમ તેના દિલમાં છે.+

તેનાં પગલાં ડગમગશે નહિ.+

צ [સાદે]

૩૨ સાચા માર્ગે ચાલનાર પર દુષ્ટની નજર છે,

દુષ્ટ તેને મારી નાખવાનો લાગ શોધે છે.

૩૩ પણ યહોવા તેને દુષ્ટના હાથમાં પડવા દેશે નહિ,+

અથવા તેનો ન્યાય કરે ત્યારે દોષિત ગણશે નહિ.+

ק [કોફ]

૩૪ યહોવા પર આશા રાખ અને તેમના માર્ગે ચાલ.

તે તને ઊંચો કરશે અને તું ધરતીનો વારસો મેળવશે.

દુષ્ટોનો વિનાશ થશે+ ત્યારે, તું પોતે એ જોશે.+

ר [રેશ]

૩૫ મેં નિર્દય અને દુષ્ટ માણસને જોયો છે,

જે પોતાના વતનની માટીમાં ઘટાદાર ઝાડની જેમ ફેલાતો જાય છે.+

૩૬ પણ અચાનક તે ગુજરી ગયો અને કાયમ માટે જતો રહ્યો.+

હું શોધતો રહી ગયો અને તેનો કોઈ પત્તો લાગ્યો નહિ.+

ש [શીન]

૩૭ નિર્દોષ માણસની નોંધ લે,

સચ્ચાઈથી ચાલનાર+ પર ધ્યાન આપ,

કેમ કે એ માણસ ભાવિમાં સુખ-શાંતિથી જીવશે.+

૩૮ પણ બધા પાપીઓનો નાશ થશે.

દુષ્ટોનું ભાવિ ટૂંકાવી દેવામાં આવશે.+

ת [તાવ]

૩૯ યહોવા નેક લોકોનો ઉદ્ધાર કરે છે.+

આફતના સમયે તે તેઓનો મજબૂત કિલ્લો છે.+

૪૦ યહોવા તેઓને સહાય કરશે અને બચાવી લેશે.+

તે તેઓને દુષ્ટના હાથમાંથી છોડાવશે અને બચાવશે,

કેમ કે તેઓએ ઈશ્વરમાં આશરો લીધો છે.+

દાઉદનું ગીત. યાદ કરાવવા માટે.

૩૮ હે યહોવા, તમે ગુસ્સે ભરાઈને મને ઠપકો આપશો નહિ,

ક્રોધે ભરાઈને મને સજા કરશો નહિ.+

 ૨ તમારાં તીરોએ મને વીંધી નાખ્યો છે,

તમારા હાથે મને મસળી નાખ્યો છે.+

 ૩ તમારા કોપને લીધે મારું આખું શરીર બીમાર થઈ ગયું છે.

મારા પાપને લીધે મારાં હાડકાંમાં જરાય શાંતિ નથી.+

 ૪ મારાં પાપ વધીને માથે ચઢી ગયાં છે.+

એનો ભારે બોજ સહેવો મારા માટે મુશ્કેલ છે.

 ૫ મારી મૂર્ખાઈને લીધે

મારા જખમ પાકીને ગંધાઈ ઊઠ્યા છે.

 ૬ હું બહુ દુઃખી છું અને ભારે નિરાશામાં ડૂબી ગયો છું,

આખો દિવસ ઉદાસ થઈને ફર્યા કરું છું.

 ૭ મારામાં આગ ભડકે બળે છે.

મારા શરીરનું એકેય અંગ સાજું નથી.+

 ૮ મને સખત આઘાત લાગ્યો છે અને હું સાવ કચડાઈ ગયો છું.

વેદનાને લીધે મારું દિલ મોટેથી વિલાપ કરે છે.

 ૯ હે યહોવા, મારી બધી ઇચ્છાઓ તમે જાણો છો.

મારા નિસાસાથી તમે અજાણ નથી.

૧૦ મારા ધબકારા વધી ગયા છે, મારી શક્તિ જતી રહી છે,

મારી આંખોની રોશની ઝાંખી પડી ગઈ છે.+

૧૧ મારી બીમારીને લીધે મિત્રો અને સાથીદારો મને ટાળે છે,

સગાં-વહાલાં મારાથી દૂર ભાગે છે.

૧૨ મારો જીવ લેવા ચાહનારાઓ ફાંદા ગોઠવે છે.

જેઓ મારું નુકસાન કરવા ચાહે છે, તેઓ મારા વિનાશની વાતો કરે છે,+

તેઓ આખો દિવસ કાવતરાં ઘડે છે.

૧૩ પણ જાણે બહેરો હોઉં તેમ હું કંઈ નહિ સાંભળું,+

જાણે મૂંગો હોઉં તેમ કંઈ નહિ બોલું.+

૧૪ હું એવા માણસ જેવો બની ગયો છું, જે સાંભળી શકતો નથી,

જેનું મોં પોતાના બચાવમાં કંઈ કહી શકતું નથી.

૧૫ હે યહોવા, મેં તમારી રાહ જોઈ,+

હે મારા ઈશ્વર યહોવા, તમે મને જવાબ આપ્યો.+

૧૬ મેં કહ્યું: “દુશ્મનો મારા પર ખુશી ન મનાવે,

અથવા જો મારો પગ લપસે, તો તેઓ ઘમંડથી ફુલાઈ ન જાય.”

૧૭ હું ઢળી પડવાની તૈયારીમાં હતો,

પીડાને લીધે સતત કણસતો હતો.+

૧૮ હું મારા પાપને લીધે બેચેન હતો+

અને મેં મારા અપરાધની કબૂલાત કરી.+

૧૯ પણ મારા વેરીઓ જંપતા નથી અને તેઓ બળવાન છે,*

કારણ વગર મને નફરત કરનારાઓનો રાફડો ફાટી નીકળ્યો છે.

૨૦ તેઓએ મારી ભલાઈનો બદલો બૂરાઈથી વાળ્યો.

હું ભલું કરતો રહ્યો એટલે તેઓએ મારો વિરોધ કર્યો.

૨૧ હે યહોવા, મને તરછોડી દેશો નહિ.

હે ઈશ્વર, મારાથી દૂર રહેશો નહિ.+

૨૨ હે યહોવા, મારો ઉદ્ધાર કરનાર,+

મને મદદ કરવા દોડી આવો.

સંગીત સંચાલક માટે સૂચન: યદૂથૂન*+ પ્રમાણે ગાવું. દાઉદનું ગીત.

૩૯ મેં કહ્યું: “મારી જીભ પાપ ન કરે+ એ માટે,

હું ડગલે ને પગલે સાવચેત રહીશ.

કોઈ દુષ્ટ હાજર હોય ત્યારે

હું મારા મોં પર લગામ* રાખીશ.”+

 ૨ હું મૂંગો રહ્યો, હું ચૂપ રહ્યો.+

અરે, કંઈ સારું હોય એ વિશે પણ ન બોલ્યો.

પણ મારી પીડા વધતી ને વધતી ગઈ.

 ૩ મારા અંતરમાં આગ સળગતી હતી.

હું વિચારતો ગયો* તેમ આગ બળતી હતી.

હું બોલી ઊઠ્યો:

 ૪ “હે યહોવા, મને જણાવો કે મારો અંત ક્યારે આવશે,

મારા દિવસો કેટલા હશે,+

જેથી મને ખબર પડે કે મારું જીવન કેટલું ટૂંકું છે.

 ૫ સાચે જ, તમે મને થોડા દિવસો આપ્યા છે.+

તમારી આગળ મારું આયુષ્ય કંઈ જ નથી.+

ભલે દરેક માણસને લાગે કે પોતે સલામત છે, પણ હકીકતમાં તો તેનું જીવન પળ બે પળનું છે.+ (સેલાહ)

 ૬ ખરેખર, દરેક માણસ હાલતાં-ચાલતાં પડછાયા જેવો છે,

તે આમતેમ નકામી દોડાદોડ* કરે છે.

તે ધનદોલતનો ઢગલો કરે છે, પણ જાણતો નથી કે એને કોણ વાપરશે.+

 ૭ હે યહોવા, તો પછી હું શાની આશા રાખું?

ફક્ત તમે જ મારી આશા છો.

 ૮ મારાં બધાં પાપમાંથી મને છોડાવો.+

કોઈ મૂર્ખ મારી હાંસી ઉડાવે એવું ન થવા દો.

 ૯ હું એકદમ ચૂપ રહ્યો.

મેં મારું મોં ખોલ્યું નહિ,+

કારણ કે તમારા તરફથી એ થયું હતું.+

૧૦ તમે મોકલેલી આફત મારાથી દૂર લઈ જાઓ.

તમારા હાથનો માર ખાઈને હું અધમૂઓ થઈ ગયો છું.

૧૧ તમે માણસને તેના અપરાધની સજા કરીને સુધારો છો.+

જેમ જીવડું કપડાંને ખાઈ જાય, તેમ માણસે સંઘરેલી ચીજવસ્તુઓનો તમે વિનાશ કરો છો.

સાચે જ, દરેક માણસનું જીવન ફક્ત પળ બે પળનું છે.+ (સેલાહ)

૧૨ હે યહોવા, મારી પ્રાર્થનાને કાન ધરો,

મદદ માટેનો મારો પોકાર સાંભળો.+

મારાં આંસુ જોઈને મોં ન ફેરવો,

કેમ કે તમારી આગળ હું એક પરદેશી છું.+

મારા બધા બાપદાદાઓની જેમ, હું એક મુસાફર છું.+

૧૩ હું ગુજરી જાઉં એ પહેલાં,

મારા પરથી તમારી કઠોર નજર હટાવો, જેથી હું ફરીથી આનંદ કરું.”

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૪૦ મેં યહોવા પર પૂરા દિલથી આશા રાખી,*

તેમણે પોતાનો કાન ધર્યો* અને મદદનો મારો પોકાર સાંભળ્યો.+

 ૨ તે મને વિનાશક* ખાડામાંથી,

ચીકણા કાદવમાંથી બહાર કાઢી લાવ્યા.

તે મને ખડક પર ઊંચે લઈ ગયા.

તેમણે મારાં પગલાં સ્થિર કર્યાં.

 ૩ પછી તેમણે મારા મુખ પર નવું ગીત રમતું કર્યું,+

એટલે કે આપણા ઈશ્વર માટેનું સ્તુતિગીત.

એ બધું જોઈને ઘણાને નવાઈ લાગશે

અને તેઓ યહોવા પર ભરોસો મૂકશે.

 ૪ ધન્ય છે એ માણસને, જે યહોવા પર ભરોસો રાખે છે

અને બંડખોર કે જૂઠા લોકો પર આધાર રાખતો નથી.

 ૫ હે યહોવા અમારા ભગવાન,

અમારા માટે તમે કરેલાં મહાન કામો

અને તમારા વિચારો કેટલાં બધાં છે!+

તમારી તોલે આવે એવું કોઈ નથી.+

એ બધાં જણાવવા બેસું તો

એ ગણ્યાં ગણાય નહિ એટલાં છે!+

 ૬ તમે બલિદાન અને અર્પણની ઝંખના રાખી નહિ,*+

પણ તમે મારા કાન ઉઘાડ્યા, જેથી હું સાંભળું.+

તમે અગ્‍નિ-અર્પણો અને પાપ-અર્પણો* માંગ્યાં નહિ.+

 ૭ પછી મેં કહ્યું: “જુઓ, હું આવ્યો છું.

વીંટામાં* મારા વિશે લખવામાં આવ્યું છે.+

 ૮ હે મારા ઈશ્વર, તમારી ઇચ્છા પૂરી કરવામાં જ મારી ખુશી છે.+

તમારો નિયમ મારા દિલમાં છે.+

 ૯ હું મોટા મંડળમાં સાચા માર્ગની ખુશખબર જાહેર કરું છું.+

હે યહોવા, તમે સારી રીતે જાણો છો કે,

હું મારા હોઠ ભીડી રાખતો નથી.+

૧૦ તમારી સચ્ચાઈ હું મારા દિલમાં સંતાડી રાખતો નથી.

તમારી વફાદારી વિશે અને તમે કરેલા ઉદ્ધાર વિશે હું જાહેર કરું છું.

તમારો અતૂટ પ્રેમ અને તમારું સત્ય હું મોટા મંડળથી છુપાવતો નથી.”+

૧૧ હે યહોવા, તમારી દયા મારાથી પાછી ન રાખશો.

તમારો અતૂટ પ્રેમ અને તમારું સત્ય મારું સતત રક્ષણ કરો.+

૧૨ મને ઘેરી વળેલી તકલીફોનો કોઈ પાર નથી.+

મને અપરાધોની માયાજાળમાંથી નીકળવાનો કોઈ માર્ગ જડતો નથી.+

એ મારા માથાના વાળથી પણ અનેક ગણા વધારે છે,

હું હિંમત હારી બેઠો છું.

૧૩ હે યહોવા, કૃપા કરીને મને બચાવવા તૈયાર રહો.+

હે યહોવા, મને મદદ કરવા દોડી આવો.+

૧૪ જેઓ મારો જીવ લેવા ચાહે છે,

તેઓ બધા શરમાઓ અને લજવાઓ.

જેઓ મારી મુસીબત જોઈને ખુશ થાય છે,

તેઓ બદનામ થઈને પાછા હટો.

૧૫ જેઓ મને કહે છે કે “તે એ જ લાગનો છે!”

તેઓ પોતાનાં કરતૂતોને લીધે આઘાત પામો.

૧૬ પણ તમારું માર્ગદર્શન શોધનારાઓ+

તમારા પર ગર્વ કરો અને આનંદ મનાવો.+

ઉદ્ધારનાં તમારાં કામોને ચાહનારા હંમેશાં કહો:

“યહોવા મોટા મનાઓ.”+

૧૭ હે યહોવા, મારા પર ધ્યાન આપો.

હું તો લાચાર અને ગરીબ છું.

હે મારા ભગવાન, મોડું ન કરો.+

તમે જ મારા મદદગાર છો, મને બચાવનાર છો.+

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૪૧ ધન્ય છે એ માણસને, જે લાચારની સંભાળ રાખે છે.+

યહોવા એ માણસને મુસીબતના દિવસે બચાવશે.

 ૨ યહોવા તેની રક્ષા કરશે અને તેને જીવતો રાખશે.

ધરતી પર તે સુખી ગણાશે.+

તમે તેને દુશ્મનોની ચાલાકીમાં કદીયે ફસાવા નહિ દો.+

 ૩ બીમારીના બિછાનામાં પણ યહોવા તેનો સાથ નિભાવશે.+

તમે બીમારીમાં તેની સંભાળ રાખશો.

 ૪ મેં કહ્યું: “હે યહોવા, મારા પર કૃપા કરો.+

મને સાજો કરો,+ કેમ કે મેં તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.”+

 ૫ પણ વેરીઓ મારા વિશે ખરાબ બોલતા કહે છે:

“તે ક્યારે મરશે અને ક્યારે તેનું નામ ભૂંસાઈ જશે?”

 ૬ તેઓમાંથી કોઈ મને મળવા આવે ત્યારે ઢોંગ કરીને જૂઠું બોલે છે.*

મને બદનામ કરવા કંઈ ને કંઈ શોધી કાઢે છે

અને બહાર જઈને જગજાહેર કરે છે.

 ૭ મને નફરત કરનારા બધા અંદરોઅંદર ગુસપુસ કરે છે.

તેઓ આમ કહીને કાવતરું ઘડે છે:

 ૮ “તેના પર મોટી આફત આવી પડી છે.

હવે તે પડ્યો એ પડ્યો, પાછો ઊભો થવાનો નથી.”+

 ૯ અરે, જે માણસ મારો જિગરી દોસ્ત હતો, જેના પર મને પૂરો ભરોસો હતો+

અને જે મારી સાથે બેસીને રોટલી ખાતો હતો, તેણે જ મારી સામે લાત ઉગામી છે.*+

૧૦ પણ હે યહોવા, તમે મારા પર કૃપા કરો અને મને ઊભો કરો,

જેથી હું તેઓ પાસેથી બદલો લઈ શકું.

૧૧ જ્યારે શત્રુ મારી સામે વિજયનો હર્ષનાદ નહિ કરી શકે,+

ત્યારે હું જાણીશ કે તમે મારાથી રાજી છો.

૧૨ મારી વફાદારીને* લીધે તમે મને ટકાવી રાખો છો.+

તમે મને સદાને માટે તમારી આગળ રાખશો.+

૧૩ યુગોના યુગો સુધી,

ઇઝરાયેલના ઈશ્વર યહોવાના ગુણગાન ગાવામાં આવે.+

આમેન* અને આમેન.

બીજું પુસ્તક

(ગીતશાસ્ત્ર ૪૨-૭૨)

સંગીત સંચાલક માટે સૂચન. કોરાહના દીકરાઓનું ગીત.+ માસ્કીલ.*

૪૨ જેમ હરણ પાણીનાં ઝરણાં માટે તરસે છે,

તેમ હે ઈશ્વર, હું તમારા માટે તરસું છું.

 ૨ હું ઈશ્વર માટે, હા, જીવતા ઈશ્વર માટે તલપું છું.+

હું ક્યારે ઈશ્વરના દર્શન કરી શકીશ?+

 ૩ હું રાત-દિવસ આંસુ પીને પેટ ભરું છું.

આખો દિવસ લોકો મને મહેણાં મારે છે: “ક્યાં છે તારો ભગવાન?”+

 ૪ હું આ બધું યાદ કરતાં કરતાં મારું દિલ ઠાલવું છું:

એક સમય એવો હતો જ્યારે હું લોકોના ટોળા સાથે ચાલતો;

લોકો ખુશી મનાવતા અને આભાર-સ્તુતિ ગાતાં ગાતાં તહેવાર ઊજવતા.+

હું આગળ આગળ ચાલીને પૂરા ભક્તિભાવથી*

તેઓને ઈશ્વરના મંદિરે દોરી જતો.

 ૫ હું કેમ નિરાશ છું?+

મારા મનમાં કેમ ઊથલ-પાથલ મચી છે?

ઈશ્વરની રાહ જો,+

હું હજુ પણ તેમની સ્તુતિ કરીશ, કેમ કે તે મારા મહાન તારણહાર છે.+

 ૬ હે મારા ઈશ્વર, હું નિરાશ છું.+

એટલા માટે જ હું તમને

યર્દનના વિસ્તારમાંથી, હેર્મોનનાં શિખરો પરથી,

મિઝાર પર્વત* પરથી યાદ કરું છું.+

 ૭ તમારા પાણીના ધોધનો અવાજ સાંભળીને

ઊંડા પાણીને ઊંડા પાણી બોલાવે છે.

તમારાં ઊછળતાં મોજાં મારા પર ફરી વળ્યાં છે.+

 ૮ દિવસે યહોવા પોતાનો અતૂટ પ્રેમ મારા પર વરસાવશે,

રાતે તેમનું ગીત મારે હોઠે રમશે,

જીવનદાતા ઈશ્વરને મારી પ્રાર્થના જશે.+

 ૯ હું મારા ભગવાનને, મારા ખડકને કહીશ:

“તું મને કેમ વીસરી ગયો છે?+

મારા વેરીના જુલમને લીધે મારે કેમ ઉદાસ થઈને ફરવું પડે છે?”+

૧૦ મારો જીવ લેવા માંગતા* દુશ્મનો મને ટોણાં મારે છે.

આખો દિવસ તેઓ મને મહેણાં મારે છે: “ક્યાં છે તારો ભગવાન?”+

૧૧ હું કેમ નિરાશ છું?

મારા મનમાં કેમ ઊથલ-પાથલ મચી છે?

ઈશ્વરની રાહ જો,+

હું હજુ પણ તેમની સ્તુતિ કરીશ, કેમ કે તે મારા મહાન તારણહાર અને મારા ઈશ્વર છે.+

૪૩ હે ભગવાન, મારો ન્યાય કરો,+

બેવફા પ્રજા સામે મારો મુકદ્દમો લડો.+

કપટી અને જૂઠા માણસથી મને બચાવો.

 ૨ તમે મારા ઈશ્વર, મારો કિલ્લો છો.+

તમે મને કેમ દૂર હડસેલી દીધો છે?

મારા વેરીના જુલમને લીધે મારે કેમ ઉદાસ થઈને ફરવું પડે છે?+

 ૩ તમારો પ્રકાશ અને તમારું સત્ય મોકલો.+

તેઓ મને માર્ગદર્શન આપે.+

તેઓ મને તમારા પવિત્ર પર્વત પર અને ભવ્ય મંડપમાં*+ દોરી જાય.

 ૪ પછી હું ઈશ્વરની વેદી પાસે આવીશ,+

હા, મારા ઈશ્વર પાસે આવીશ, જેમનામાં મને અપાર ખુશી મળે છે.

હે ઈશ્વર, મારા ભગવાન, હું વીણા વગાડીને તમારો જયજયકાર કરીશ.+

 ૫ હું કેમ નિરાશ છું?

મારા મનમાં કેમ ઊથલ-પાથલ મચી છે?

ઈશ્વરની રાહ જો,+

હું હજુ પણ તેમની સ્તુતિ કરીશ, કેમ કે તે મારા મહાન તારણહાર અને મારા ઈશ્વર છે.+

સંગીત સંચાલક માટે સૂચન. કોરાહના દીકરાઓનું ગીત.+ માસ્કીલ.*

૪૪ હે ઈશ્વર, લાંબા સમય પહેલાં,

અમારા બાપદાદાઓના દિવસોમાં તમે જે કામો કર્યાં હતાં,

એની વાતો તેઓએ અમને કહી છે,+

એ અમે પોતાના કાને સાંભળી છે.

 ૨ તમારા હાથે તમે બીજી પ્રજાઓને હાંકી કાઢી+

અને ત્યાં અમારા બાપદાદાઓને ઠરીઠામ કર્યા.+

તમે પ્રજાઓને કચડી નાખી અને તેઓને હાંકી કાઢી.+

 ૩ અમારા બાપદાદાઓએ તલવારોથી દેશ કબજે કર્યો ન હતો,+

કે પછી પોતાનાં બાવડાંના જોરે જીત મેળવી ન હતી.+

એ તો તમારા જમણા હાથ, તમારી શક્તિ+ અને તમારી કૃપાને* લીધે થયું,

કારણ કે તમે અમારા બાપદાદાઓ પર પ્રેમ રાખતા હતા.+

 ૪ હે ઈશ્વર, તમે મારા રાજા છો.+

યાકૂબને પૂરેપૂરી જીત* અપાવો.*

 ૫ તમારી શક્તિથી અમે દુશ્મનોને તગેડી મૂકીશું.+

અમારી વિરુદ્ધ માથું ઊંચકનારાને તમારા નામે ભોંયભેગા કરીશું.+

 ૬ હું મારા ધનુષ્ય પર ભરોસો રાખતો નથી,

મારી તલવાર મને બચાવી શકતી નથી.+

 ૭ તમે જ અમને શત્રુઓથી બચાવ્યા છે,+

અમને નફરત કરનારાઓને તમે જ શરમમાં નાખ્યા છે.

 ૮ અમે આખો દિવસ ઈશ્વરની આરાધના કરીશું,

અમે કાયમ તમારા નામની આભાર-સ્તુતિ કરીશું. (સેલાહ)

 ૯ પણ હવે તમે અમને ત્યજી દીધા છે અને શરમમાં નાખ્યા છે,

તમે અમારાં સૈન્યો સાથે આવતા નથી.

૧૦ વેરીઓ આગળ તમે અમને પીછેહઠ કરાવો છો,+

નફરત કરનારાઓ મન ફાવે એમ અમને લૂંટી લે છે.

૧૧ તમે અમને દુશ્મનોને હવાલે કર્યા છે, જેથી અમને ઘેટાંની જેમ મારી નાખવામાં આવે.

તમે અમને બીજી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યા છે.+

૧૨ તમારા લોકોને તમે કોડીના ભાવે વેચી દીધા છે.+

તેઓના વેચાણથી તમને કંઈ નફો થતો નથી.

૧૩ અમારા પડોશીઓમાં તમે અમને બદનામ થવા દીધા છે,

આસપાસના લોકો અમારી હાંસી ઉડાવે છે અને મશ્કરી કરે છે.

૧૪ પ્રજાઓમાં તમે અમારું અપમાન થવા દીધું છે,*+

લોકો માથું ધુણાવીને અમારી મજાક ઉડાવે છે.

૧૫ આખો દિવસ મારે બદનામી સહેવી પડે છે,

શરમનો માર્યો હું મોં બતાવી શકતો નથી,

૧૬ કેમ કે અમારા દુશ્મનો બદલો વાળે છે,

મહેણાં મારે છે અને અપમાન કરે છે.

૧૭ અમારા પર આ બધું આવી પડ્યું હોવા છતાં, અમે તમને ભૂલી ગયા નથી

અને તમારો કરાર તોડ્યો નથી.+

૧૮ અમારું દિલ ભટકી ગયું નથી,

અમારાં પગલાં તમારા માર્ગમાંથી ફંટાઈ ગયાં નથી.

૧૯ પણ તમે અમને હારવા અને શિયાળનો કોળિયો બનવા છોડી દીધા છે.

તમે અમને ગાઢ અંધકારથી ઢાંકી દીધા છે.

૨૦ જો અમે અમારા ઈશ્વરનું નામ ભૂલી ગયા હોત,

અથવા પારકા દેવ આગળ હાથ ફેલાવ્યા હોત,

૨૧ તો શું ઈશ્વરને એની જાણ ન થાત?

દિલનું એકેય રહસ્ય તેમનાથી છૂપું નથી.+

૨૨ તમારા લીધે અમને રોજ મોતને ઘાટ ઉતારવામાં આવે છે.

કતલ થવાનાં ઘેટાં જેવા અમે ગણાઈએ છીએ.+

૨૩ હે યહોવા, જાગો. તમે કેમ ઊંઘી ગયા છો?+

ઊભા થાઓ! અમને હંમેશ માટે તરછોડી દેશો નહિ.+

૨૪ તમે કેમ મોં ફેરવી લો છો?

અમારાં દુઃખ-દર્દ, અમારા પર થતા જુલમ કેમ ભૂલી જાઓ છો?

૨૫ અમને ધૂળભેગા કરવામાં આવ્યા છે,

જમીન પર ઊંધા મોઢે પાડી નાખવામાં આવ્યા છે.+

૨૬ અમને સહાય કરવા ઊભા થાઓ!+

તમારા અતૂટ પ્રેમને લીધે અમને બચાવો.*+

સંગીત સંચાલક માટે સૂચન: “ફૂલો”* ગીતના સૂર પ્રમાણે ગાવું. કોરાહના દીકરાઓનું ગીત.+ માસ્કીલ.* પ્રેમગીત.

૪૫ મારું દિલ ખુશખબરથી ઝૂમી ઊઠ્યું છે.

મારું ગીત એક રાજા વિશે છે.+

મારી જીભ સૌથી સારા લેખકની*+ કલમ+ જેવી થાય.

 ૨ મનુષ્યોમાં તું સૌથી વધારે દેખાવડો છે.

તારા હોઠે માયાળુ શબ્દો વહે છે.+

એટલે ઈશ્વર તારા પર હંમેશાં આશીર્વાદ વરસાવશે.+

 ૩ હે શૂરવીર રાજા,+ તારી તલવાર કમરે બાંધ,+

તારાં ગૌરવ અને પ્રતાપ પહેરી લે.+

 ૪ મહિમાવંત બનીને વિજય હાંસલ કર.+

તારા ઘોડા પર સવારી કર, નમ્ર લોકો માટે લડ, સત્ય અને ન્યાય માટે લડ.+

તારો જમણો હાથ અદ્‍ભુત કામો કરશે.

 ૫ તારાં બાણ તેજ છે; એ તારા દુશ્મનોના હૃદયની આરપાર ઊતરી જાય છે.+

લોકો તારી આગળ ઢળી પડે છે.+

 ૬ ઈશ્વર તને સદાને માટે રાજ્યનો અધિકાર આપે છે,*+

તારો રાજદંડ તો ઇન્સાફનો* રાજદંડ છે.+

 ૭ તું સચ્ચાઈને ચાહે છે+ અને દુષ્ટતાને ધિક્કારે છે,+

એટલે જ ઈશ્વરે, હા તારા ઈશ્વરે તેલથી તારો અભિષેક કર્યો+ અને તારા સાથીઓ કરતાં તને વધારે આનંદ આપ્યો.+

 ૮ તારાં કપડાં બોળ,* અગર* અને દાલચીનીની* સુગંધથી મહેકે છે.

હાથીદાંતના મહેલમાં તારવાળાં વાજિંત્રોનું મધુર સંગીત તને આનંદ આપે છે.

 ૯ તારા રાજદરબારની સ્ત્રીઓમાં રાજકુમારીઓ છે.

તારા જમણા હાથે ઓફીરના* સોનાથી+ શણગારેલી રાણી છે.

૧૦ મારી દીકરી સાંભળ, કાન દઈને સાંભળ અને ધ્યાન આપ.

તારા લોકોને અને તારા પિતાના ઘરને ભૂલી જા.

૧૧ તારી સુંદરતા રાજાનું મન મોહી લેશે.

તે તારા માલિક છે

માટે તેમને નમન કર.

૧૨ તૂરની દીકરી ભેટ-સોગાદ લઈને આવશે,

મોટા મોટા ધનવાનો તારી કૃપા મેળવવા આવશે.

૧૩ મહેલમાં રાજકુમારી રૂપ રૂપનો અંબાર છે,

તેનાં કપડાં સોનાના તારથી વણેલાં છે.

૧૪ ભરત ભરેલાં કપડાંમાં* તૈયાર થયેલી રાજકુમારીને રાજા આગળ લાવવામાં આવશે,

તેની પાછળ પાછળ ચાલતી કુંવારી સખીઓને પણ રાજા* આગળ લાવવામાં આવશે.

૧૫ ખુશી મનાવતા અને આનંદ કરતા તેઓને લાવવામાં આવશે,

તેઓ રાજાના મહેલમાં આવશે.

૧૬ તારા બાપદાદાઓની જગ્યાએ તારા દીકરાઓ આવશે.

તું તેઓને આખી પૃથ્વી પર આગેવાનો ઠરાવશે.+

૧૭ હું પેઢી દર પેઢી તારું નામ જણાવતો રહીશ.+

એટલે સદાને માટે લોકો તારી સ્તુતિ કરતા રહેશે.

કોરાહના દીકરાઓનું ગીત.+ સંગીત સંચાલક માટે સૂચન: અલામોથના* રાગ પ્રમાણે ગાવું.

૪૬ ભગવાન આપણો આશરો અને આપણી શક્તિ છે,+

આફતના સમયે મદદ કરવા તે સદા તૈયાર છે.+

 ૨ એટલે આપણે જરાય નહિ ડરીએ, ભલેને પૃથ્વી ડગમગે

કે પછી પર્વતો દરિયાનાં ઊંડાણોમાં ગબડી પડે;+

 ૩ ભલેને દરિયો ગર્જના કરે અને એના પર ફીણ ફરી વળે+

કે પછી દરિયાના તોફાનથી પર્વતો ડોલી ઊઠે. (સેલાહ)

 ૪ એક નદી છે, જેનાં ઝરણાઓથી ઈશ્વરનું શહેર ઝૂમી ઊઠે છે,+

એ શહેર તો સર્વોચ્ચ ઈશ્વરનો ભવ્ય પવિત્ર મંડપ છે.

 ૫ એ શહેરમાં ઈશ્વર છે.+ એ શહેરને ક્યારેય ઊથલાવી નહિ શકાય.

એને મદદ કરવા ઈશ્વર વહેલી સવારે આવશે.+

 ૬ પ્રજાઓમાં ઊથલ-પાથલ મચી ગઈ, રાજ્યો ઊથલાવી નાખવામાં આવ્યાં.

ઈશ્વરે પોતાનો અવાજ ઊંચો કર્યો અને પૃથ્વી પીગળી ગઈ.+

 ૭ સૈન્યોના ઈશ્વર યહોવા આપણી સાથે છે,+

યાકૂબના ઈશ્વર આપણો સલામત આશરો* છે. (સેલાહ)

 ૮ આવો અને યહોવાનાં કાર્યો પોતાની નજરે નિહાળો,

તેમણે પૃથ્વી પર કેવાં કેવાં મહાન કામો કર્યાં છે!

 ૯ તે આખી પૃથ્વી પરથી બધાં યુદ્ધોનો અંત લાવે છે.+

તે ધનુષ્ય તોડી નાખે છે અને ભાલાના ચૂરેચૂરા કરી નાખે છે.

તે યુદ્ધના રથોને* બાળીને ભસ્મ કરી નાખે છે.

૧૦ તે કહે છે: “શરણે થઈ જાઓ અને જાણો કે હું જ ઈશ્વર છું.

પ્રજાઓમાં હું મોટો મનાઈશ,+

ધરતી પર મારો જયજયકાર થશે.”+

૧૧ સૈન્યોના ઈશ્વર યહોવા આપણી સાથે છે,+

યાકૂબના ઈશ્વર આપણો સલામત આશરો છે.+ (સેલાહ)

સંગીત સંચાલક માટે સૂચન. કોરાહના દીકરાઓનું ગીત.+

૪૭ હે બધા લોકો, તાળીઓ પાડો,

હર્ષનાદ સાથે ઈશ્વરનો જયજયકાર કરો,

 ૨ કેમ કે સર્વોચ્ચ ઈશ્વર યહોવા અદ્‍ભુત* છે.+

તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે.+

 ૩ તે લોકોને આપણા તાબે કરે છે.

તે દેશોને આપણા પગ નીચે લાવે છે.+

 ૪ તે આપણા માટે વારસો પસંદ કરે છે,+

જે વારસા પર તેમના વહાલા યાકૂબને ખૂબ ગર્વ છે.+ (સેલાહ)

 ૫ લોકોના પોકાર વચ્ચે ઈશ્વર રાજગાદીએ બેઠા.

રણશિંગડાના* અવાજ સાથે યહોવા ગાદીએ બેઠા.

 ૬ સ્તુતિ કરો,* ઈશ્વરની સ્તુતિ કરો.

સ્તુતિ કરો, આપણા રાજાની સ્તુતિ કરો,

 ૭ કારણ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે,+

સ્તુતિ કરો અને સમજદારી બતાવો.

 ૮ ઈશ્વર બધી પ્રજાઓના રાજા બન્યા છે.+

ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજે છે.

 ૯ ઇબ્રાહિમના ઈશ્વરના લોકો સાથે જોડાવા

પ્રજાઓના આગેવાનો ભેગા થયા છે,

કેમ કે પૃથ્વીના શાસકો* ઈશ્વરના હાથમાં છે.

તેમને ખૂબ મોટા મનાવવામાં આવ્યા છે.+

કોરાહના દીકરાઓનું ગીત.+

૪૮ આપણા ઈશ્વરના શહેરમાં, તેમના પવિત્ર પર્વત પર

યહોવા જ મહાન છે અને સૌથી વધારે સ્તુતિને યોગ્ય છે.

 ૨ દૂર ઉત્તરે આવેલો સિયોન પર્વત

મહાન રાજાનું શહેર છે.+

ઊંચાઈ પર વસેલું એ શહેર ખૂબ સુંદર છે. એ આખી પૃથ્વીને આનંદ આપે છે.+

 ૩ એ શહેરના મજબૂત મિનારાઓમાં

ઈશ્વરે જાહેર કર્યું છે કે પોતે સલામત આશરો* છે.+

 ૪ જુઓ, રાજાઓ ભેગા થયા છે,

તેઓ એકસાથે ચઢી આવ્યા છે.

 ૫ પણ શહેરને જોઈને તેઓ દંગ રહી ગયા.

તેઓ ગભરાઈ ગયા અને ડરના માર્યા નાસી છૂટ્યા.

 ૬ તેઓ ભયથી થરથર કાંપવા લાગ્યા,

બાળકને જન્મ આપતી સ્ત્રીના જેવી તેઓને પીડા થઈ.

 ૭ પૂર્વથી વંટોળ લાવીને તમે તાર્શીશનાં વહાણો તોડી પાડ્યાં.

 ૮ અમે જે સાંભળ્યું હતું એ હવે નજરોનજર જોયું છે.

ઈશ્વરના શહેરમાં, સૈન્યોના ઈશ્વર યહોવાના શહેરમાં એ જોયું છે.

ઈશ્વર એ શહેરનું કાયમ માટે રક્ષણ કરશે.+ (સેલાહ)

 ૯ હે ઈશ્વર, અમે તમારા મંદિરમાં

તમારા અતૂટ પ્રેમ પર મનન કરીએ છીએ.+

૧૦ હે ઈશ્વર, તમારા નામની જેમ તમારી સ્તુતિ પણ

પૃથ્વીના છેડાઓ સુધી ગુંજે છે.+

તમારો જમણો હાથ સચ્ચાઈથી ભરેલો છે.+

૧૧ તમારા ન્યાયચુકાદાઓને લીધે,

સિયોન પર્વત+ આનંદ કરો

અને યહૂદાનાં નગરો* ખુશી મનાવો.+

૧૨ સિયોન ફરતે કૂચ કરો, એની ચારે બાજુ પ્રદક્ષિણા કરો.

એના મિનારાઓની ગણતરી કરો.+

૧૩ એની અડીખમ દીવાલોનો વિચાર કરો,+

એના મજબૂત મિનારાઓ પર ધ્યાન આપો,

જેથી આવનાર પેઢીઓને તમે એ વિશે જણાવી શકો.

૧૪ આ ઈશ્વર સદાને માટે આપણા ઈશ્વર છે.+

તે સદાને માટે* આપણને દોરશે.+

સંગીત સંચાલક માટે સૂચન. કોરાહના દીકરાઓનું ગીત.+

૪૯ હે સર્વ લોકો, સાંભળો!

પૃથ્વીના સર્વ રહેવાસીઓ, કાન ધરો.

 ૨ નાના અને મોટા,

અમીર અને ગરીબ, સર્વ સાંભળો.

 ૩ મારા મોંમાંથી બુદ્ધિની વાતો નીકળશે,

મારા દિલના વિચારો+ સમજણથી ભરપૂર હશે.

 ૪ હું કહેવતનો વિચાર કરીશ,

હું વીણા વગાડતાં વગાડતાં ઉખાણાનો અર્થ સમજાવીશ.

 ૫ મુશ્કેલ સમયમાં હું શા માટે ડરું?+

જેઓ મને પાડી નાખવા ચાહે છે, તેઓની દુષ્ટતાથી ઘેરાઈ જાઉં તોપણ હું શા માટે ડરું?

 ૬ જેઓ પોતાની ધનદોલત પર ભરોસો રાખે છે+

અને જેઓ પોતાની અમીરી વિશે બડાઈ હાંકે છે,+

 ૭ તેઓમાંથી કોઈ પોતાના ભાઈને છોડાવી શકતો નથી

અથવા તેને છોડાવવા ઈશ્વરને કિંમત* ચૂકવી શકતો નથી.+

 ૮ (માનવ જીવન છોડાવવાની કિંમત એટલી બધી છે

કે એ તેઓના ગજા બહારની વાત છે.)

 ૯ પોતાનો ભાઈ હંમેશાં જીવે અને કબરમાં* ન જાય,

એ માટે તેઓ કંઈ કરી શકતા નથી.+

૧૦ તેઓ જુએ છે કે બુદ્ધિમાનો પણ મરણ પામે છે,

મૂર્ખ અને અક્કલ વગરના પણ ધૂળમાં મળી જાય છે.+

તેઓએ પોતાની ધનદોલત બીજાઓ માટે મૂકી જવી પડે છે.+

૧૧ તેઓ ઇચ્છે છે કે તેઓનાં ઘરો સદા ટકે

અને તેઓનાં રહેઠાણો પેઢી દર પેઢી રહે.

તેઓ પોતાની મિલકત પર પોતાનું નામ રાખે છે.

૧૨ માણસ ભલે માન-સન્માન મેળવે, પણ તે હંમેશ માટે જીવતો નથી.+

તે ધૂળમાં મળી જનારાં જાનવરો જેવો જ છે.+

૧૩ મૂર્ખ લોકો એ જ માર્ગે જાય છે,+

તેઓની પાછળ ચાલનારાના અને તેઓની ડંફાસથી ખુશ થનારાના પણ એવા જ હાલ થાય છે. (સેલાહ)

૧૪ ઘેટાંને કતલ કરવા લઈ જવાય છે તેમ, તેઓને કબરમાં* લઈ જવાશે,

મરણ તેઓને ત્યાં દોરી જશે.

સવાર થશે ત્યારે નેક લોકો તેઓ પર રાજ કરશે.+

તેઓનું નામનિશાન રહેશે નહિ.+

મહેલને બદલે કબર*+ તેઓનું ઘર થશે.+

૧૫ પણ ઈશ્વર મને કબરના* બંધનમાંથી છોડાવશે,+

ઈશ્વર મારો હાથ પકડી રાખશે. (સેલાહ)

૧૬ માણસ જ્યારે ધનવાન બને

અને તેના ઘરની જાહોજલાલી વધે ત્યારે ગભરાઈશ નહિ,

૧૭ કેમ કે તે મરણ પામે ત્યારે, પોતાની સાથે કશું લઈ જઈ શકતો નથી.+

તેની જાહોજલાલી તેની સાથે જશે નહિ.+

૧૮ આખું જીવન તે પોતાની વાહ વાહ કરે છે.+

(કોઈ ધનવાન થાય ત્યારે લોકો તેના વખાણ કરે છે.)+

૧૯ પણ આખરે તે પોતાના બાપદાદાઓ સાથે ધૂળમાં મળી જાય છે.

તેઓ કદી પ્રકાશ જોશે નહિ.

૨૦ માણસ ભલે માન-સન્માન મેળવે,+ પણ તેનામાં આવી સમજણ ન હોય તો,

તે ધૂળમાં મળી જનારાં જાનવરો જેવો જ છે.

આસાફનું ગીત.+

૫૦ સર્વશક્તિમાન ઈશ્વર યહોવા*+ બોલ્યા છે.

પૂર્વથી પશ્ચિમ સુધી,*

પૃથ્વીના બધા લોકોને તે આવવાનો હુકમ કરે છે.

 ૨ સોળે કળાએ ખીલી ઊઠેલા સિયોન શહેરમાંથી+ ઈશ્વરનો પ્રકાશ ફેલાય છે.

 ૩ આપણા ઈશ્વર આવશે અને તે ચૂપ રહેશે નહિ.+

તેમની આગળ ભસ્મ કરનાર અગ્‍નિ છે,+

તેમની ફરતે ભારે તોફાન ઘેરાયેલું છે.+

 ૪ તે પોતાના લોકોનો ન્યાય કરવા+

આકાશ અને પૃથ્વીને બોલાવે છે+ અને કહે છે:

 ૫ “મારા વફાદાર ભક્તોને ભેગા કરો,

જેઓએ બલિદાનને આધારે મારી સાથે કરાર કર્યો છે.”+

 ૬ આકાશો ઈશ્વરની સચ્ચાઈ જાહેર કરે છે,

કેમ કે ખુદ ઈશ્વર ન્યાયાધીશ છે.+ (સેલાહ)

 ૭ “હે મારા લોકો, હું કહું એ સાંભળો.

હે ઇઝરાયેલના લોકો, હું તમારી વિરુદ્ધ સાક્ષી આપીશ.+

હું ઈશ્વર છું, હા, તમારો ઈશ્વર છું.+

 ૮ હું તમારાં બલિદાનોને લીધે ઠપકો આપતો નથી,

અથવા અગ્‍નિ-અર્પણોને લીધે પણ નહિ, જે તમે સતત મારી આગળ ચઢાવો છો.+

 ૯ મને ન તો તમારા ઘરનો આખલો* જોઈએ,

ન તો તમારા વાડાઓના બકરા.+

૧૦ જંગલનું દરેક પ્રાણી મારું છે,+

બધા પહાડો પરનાં જાનવરો પણ મારાં છે.

૧૧ હું પર્વતોના દરેક પક્ષીને જાણું છું,+

વનવગડાનાં અગણિત પ્રાણીઓ મારાં છે.

૧૨ હું ભૂખ્યો થયો હોઉં, તોપણ તમને કહીશ નહિ,

કેમ કે ધરતી અને એમાંનું બધું જ મારું છે.+

૧૩ શું મારે આખલાઓના માંસની જરૂર છે?

શું મારે બકરાઓના લોહીની જરૂર છે?+

૧૪ ઈશ્વરને આભાર-સ્તુતિનું બલિદાન ચઢાવો,+

સર્વોચ્ચ ઈશ્વર આગળ લીધેલી માનતાઓ પૂરી કરો.+

૧૫ આફતના સમયે મને પોકારજો,+

હું તમને બચાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો.”+

૧૬ પણ ઈશ્વર દુષ્ટને કહેશે:

“મારા કાનૂનો જણાવવાનો+

કે મારા કરાર વિશે બોલવાનો+ તને શો હક છે?

૧૭ તેં મારી શિસ્ત* ગણકારી નથી,

તેં વારંવાર મારી સલાહથી પીઠ ફેરવી છે.+

૧૮ તું ચોરને જુએ છે ત્યારે, તેને મંજૂરી આપે છે,*+

તું વ્યભિચારીઓની સંગત રાખે છે.

૧૯ તું તારા મોંથી ખરાબ વાતો ફેલાવે છે,

તારી જીભે કપટી વાતો રમે છે.+

૨૦ તું બેઠો બેઠો પોતાના સગા ભાઈની નિંદા કરે છે.+

તું પોતાની માના દીકરાને બદનામ કરે છે.*

૨૧ તેં એ બધું કર્યું ત્યારે હું ચૂપ રહ્યો

અને તેં ધારી લીધું કે હું પણ તારા જેવો છું.

પણ હવે હું તને પાઠ ભણાવીશ

અને તારી વિરુદ્ધ મુકદ્દમો લડીશ.+

૨૨ ઈશ્વરને ભૂલી જનારાઓ,+ આનો વિચાર કરો,

નહિ તો હું તમારા ટુકડે-ટુકડા કરી નાખીશ અને તમને બચાવનાર કોઈ નહિ હોય.

૨૩ જે કોઈ આભાર-સ્તુતિનું બલિદાન ચઢાવે છે,

તે મને મહિમા આપે છે;+

જે કોઈ ખરા માર્ગે ચાલે છે, તેનો હું ઉદ્ધાર કરીશ.”+

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદે બાથ-શેબા+ સાથે વ્યભિચાર કર્યો, ત્યાર બાદ નાથાન પ્રબોધક* દાઉદને મળવા આવ્યો, એ વખતનું દાઉદનું ગીત.

૫૧ હે ભગવાન, તમારા અતૂટ પ્રેમને* લીધે મારા પર કૃપા બતાવો.+

તમારી અપાર દયાને લીધે મારાં પાપ ભૂંસી નાખો.+

 ૨ મારા અપરાધો પૂરેપૂરા ધોઈ નાખો+

અને મારાં પાપથી મને શુદ્ધ કરો.+

 ૩ હું મારી ભૂલો સારી રીતે જાણું છું

અને મારું પાપ મારી નજર આગળથી ખસતું નથી.*+

 ૪ મેં તમારી વિરુદ્ધ, હા, સૌથી વધારે તો તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.+

મેં તમારી નજરમાં એકદમ ખરાબ કામ કર્યું છે.+

એટલે તમે બોલો છો એમાં તમે સાચા* છો

અને તમારો ન્યાય સાચો છે.+

 ૫ જુઓ, હું તો જન્મથી જ પાપી છું,

મારી માતાએ ગર્ભ ધારણ કર્યો ત્યારથી મારામાં પાપ વસે છે.+

 ૬ જુઓ, તમે સાચા દિલના માણસથી ખુશ થાઓ છો.+

મારા મનને બુદ્ધિશાળી બનતા શીખવો.

 ૭ મારાં પાપમાંથી મને શુદ્ધ કરો,* જેથી હું પવિત્ર થાઉં;+

મને નવડાવો, જેથી હું હિમથી પણ સફેદ થાઉં.+

 ૮ મને ખુશી અને હર્ષનો પોકાર સાંભળવા દો,

જેથી તમે ભાંગેલાં હાડકાં સાજાં થાય.*+

 ૯ મારાં પાપ પરથી તમારી નજર હટાવી લો+

અને મારી બધી ભૂલો મિટાવી દો.*+

૧૦ હે ભગવાન, મને શુદ્ધ હૃદય આપો,+

મને નવું, અડગ મન આપો.+

૧૧ તમારી આગળથી મને કાઢી ન મૂકો

અને મારા પરથી તમારી પવિત્ર શક્તિ* લઈ ન લો.

૧૨ તમે મને બચાવીને જે ખુશી આપી હતી, એવી ખુશી પાછી આપો.+

એવી પ્રેરણા આપો કે હું તમારી આજ્ઞાઓ પાળવા સદા તૈયાર રહું.

૧૩ હું ગુનેગારોને તમારા માર્ગો વિશે શીખવીશ,+

જેથી પાપીઓ તમારી પાસે પાછા આવે.

૧૪ હે ઈશ્વર, મારો ઉદ્ધાર કરનાર ઈશ્વર,+ મને ખૂનના દોષથી બચાવી લો.+

એટલે મારી જીભ તમારા ન્યાયના માર્ગ વિશે ખુશીથી ગાશે.+

૧૫ હે યહોવા, મારા હોઠ ઉઘાડો,

જેથી મારું મોં તમારો જયજયકાર કરે.+

૧૬ તમને બલિદાન નથી જોઈતું, નહિ તો મેં એ આપ્યું હોત.+

તમને અગ્‍નિ-અર્પણથી ખુશી થતી નથી.+

૧૭ કચડાયેલું મન એવું બલિદાન છે, જે ઈશ્વરને ગમે છે.

હે ઈશ્વર, દુઃખી અને કચડાયેલા મનને તમે તરછોડી દેશો નહિ.+

૧૮ કૃપા કરીને સિયોનનું ભલું કરો.

યરૂશાલેમની દીવાલો બાંધો.

૧૯ પછી અગ્‍નિ-અર્પણો અને આખેઆખાં અર્પણોથી,

નેક લોકોનાં બલિદાનોથી તમે રાજી થશો.

પછી તમારી વેદી પર આખલા ચઢાવવામાં આવશે.+

સંગીત સંચાલક માટે સૂચન. માસ્કીલ.* અદોમી દોએગે શાઉલ પાસે આવીને ચાડી કરી કે દાઉદ અહીમેલેખના ઘરે આવ્યો હતો, એ વખતનું દાઉદનું ગીત.+

૫૨ ઓ જુલમી, તું તારાં દુષ્ટ કામોની બડાઈ કેમ હાંકે છે?+

ઈશ્વરનો અતૂટ પ્રેમ હંમેશાં ટકે છે.+

 ૨ તારી જીભ ધારદાર અસ્ત્રા જેવી છે.+

એ બસ કાવતરાં ઘડે છે અને કપટી કામો કરે છે.+

 ૩ તને ભલાઈને બદલે બૂરાઈ

અને સાચું બોલવા કરતાં જૂઠું બોલવું વધારે ગમે છે. (સેલાહ)

 ૪ અરે કપટી જીભ,

નુકસાન કરનાર દરેક શબ્દ તને પસંદ છે!

 ૫ એટલે ઈશ્વર કાયમ માટે તારું નામનિશાન મિટાવી દેશે.+

તે તને પકડીને તારા તંબુમાંથી ખેંચી કાઢશે.+

તે જીવતા લોકોની ભૂમિમાંથી તારાં મૂળિયાં ઉખેડી નાખશે.+ (સેલાહ)

 ૬ નેક લોકો એ જોશે અને ગભરાશે,+

તેઓ દુષ્ટની હાંસી ઉડાવીને કહેશે:+

 ૭ “આ માણસને જુઓ, જેણે ઈશ્વરમાં આશરો લીધો નથી!+

તેણે પોતાની ધનદોલતમાં ભરોસો મૂક્યો+

અને પોતાના કાવાદાવા પર આધાર રાખ્યો.”

 ૮ પણ હું તો ઈશ્વરના મંદિરના ઘટાદાર જૈતૂનના ઝાડ જેવો થઈશ.

મારો ભરોસો ઈશ્વરના અતૂટ પ્રેમમાં સદાને માટે રહેશે.+

 ૯ હે ઈશ્વર, તમે જે કર્યું છે એ માટે હું હંમેશાં તમારી સ્તુતિ કરીશ.+

તમારા વફાદાર ભક્તો આગળ

હું તમારા નામ પર આશા રાખીશ,+ કેમ કે એ સારું છે.

સંગીત સંચાલક માટે સૂચન. માહલાથના* રાગ પ્રમાણે ગાવું. માસ્કીલ.* દાઉદનું ગીત.

૫૩ મૂર્ખ પોતાના મનમાં વિચારે છે:

“યહોવા છે જ નહિ.”+

એવા લોકોનાં કામો દુષ્ટ, ખરાબ અને નીચ છે.

સારાં કામો કરનાર કોઈ જ નથી.+

 ૨ પણ ઈશ્વર સ્વર્ગમાંથી નીચે મનુષ્યોને જુએ છે કે+

શું કોઈનામાં સમજણ છે, શું કોઈ યહોવાને ભજે છે.+

 ૩ સાચા રસ્તેથી તેઓ બધા ભટકી ગયા છે.

તેઓ એકસરખા છે, બધા જ ભ્રષ્ટ છે.

સારાં કામો કરનાર કોઈ જ નથી,

અરે, એક પણ નથી.+

 ૪ શું એક પણ ગુનેગારમાં અક્કલ નથી?

તેઓ રોટલી ખાતા હોય એમ મારા લોકોનો કોળિયો કરી જાય છે.

તેઓ યહોવાને પોકારતા નથી.+

 ૫ અગાઉ તેઓએ કદી અનુભવ કર્યો ન હોય,

એવો ભારે આતંક તેઓ પર છવાઈ જશે.*

તમારા પર હુમલો કરનારાઓનાં હાડકાં ઈશ્વર વિખેરી નાખશે.

તમે તેઓને શરમમાં નાખશો, કેમ કે યહોવાએ તેઓનો ત્યાગ કર્યો છે.

 ૬ ઇઝરાયેલનો ઉદ્ધાર સિયોનમાંથી આવે તો કેવું સારું!+

યહોવા ગુલામીમાં ગયેલા લોકોને પાછા લાવે ત્યારે,

યાકૂબ ખુશી મનાવે અને ઇઝરાયેલ આનંદ કરે.

સંગીત સંચાલક માટે સૂચન: તારવાળાં વાજિંત્રો સાથે ગાવું. માસ્કીલ.* ઝીફીઓએ શાઉલ પાસે આવીને કહ્યું કે, “દાઉદ અમારી નજીક સંતાયો છે,” એ વખતનું દાઉદનું ગીત.+

૫૪ હે ભગવાન, તમારા નામને લીધે મારો બચાવ કરો,+

તમારી શક્તિથી મારું રક્ષણ કરો.*+

 ૨ હે ભગવાન, મારી પ્રાર્થના સાંભળો.+

મારા મોંના શબ્દો પર ધ્યાન આપો.

 ૩ પારકાઓ મારી સામે ઊભા થયા છે,

જુલમીઓ મારો જીવ લેવા મથે છે.+

તેઓને ઈશ્વરની કંઈ પડી નથી.+ (સેલાહ)

 ૪ જુઓ, ઈશ્વર મને મદદ કરનાર છે.+

મને ટેકો આપનારાઓ સાથે યહોવા છે.

 ૫ તે મારા વેરીઓને તેઓનાં દુષ્ટ કામોનો બદલો આપશે.+

તમારી વફાદારીને લીધે તેઓનો વિનાશ કરો.+

 ૬ હું રાજીખુશીથી તમને બલિદાન ચઢાવીશ.+

હે યહોવા, હું તમારા નામના ગુણગાન ગાઈશ, કેમ કે એ સારું છે.+

 ૭ તમે દરેક મુસીબતમાંથી મને બચાવો છો.+

હું નજરોનજર મારા દુશ્મનોની પડતી જોઈશ.+

સંગીત સંચાલક માટે સૂચન: તારવાળાં વાજિંત્રો સાથે ગાવું. માસ્કીલ.* દાઉદનું ગીત.

૫૫ હે ભગવાન, મારી પ્રાર્થના સાંભળો,+

દયા માટેની મારી અરજ સાંભળીને આંખ આડા કાન ન કરો.*+

 ૨ મને ધ્યાન આપો અને જવાબ આપો.+

હું ચિંતાઓમાં ડૂબી ગયો છું+

અને હેરાન-પરેશાન થઈ ગયો છું,

 ૩ કારણ કે દુશ્મનો મને ધમકી આપે છે

અને દુષ્ટો મારા પર જુલમ ગુજારે છે.

તેઓ મારા પર ઉપરા-છાપરી તકલીફો લાવે છે,

તેઓ ક્રોધે ભરાય છે અને મને નફરત કરે છે.+

 ૪ ચિંતાને લીધે મારું દિલ ફફડે છે,+

મારા પર મોતનો ભય છવાઈ ગયો છે.+

 ૫ ડરના લીધે હું ધ્રૂજી ઊઠું છું

અને મને સખત કંપારી છૂટે છે.

 ૬ મને વિચાર આવે છે, “કાશ, મારી પાસે કબૂતર જેવી પાંખો હોત,

તો હું દૂર ઊડીને કોઈ સલામત જગ્યાએ ગયો હોત.

 ૭ હું દૂર નાસી ગયો હોત+

અને મેં વેરાન પ્રદેશમાં વિસામો લીધો હોત.+ (સેલાહ)

 ૮ મેં આંધી અને તોફાનથી દૂર,

કોઈ સલામત જગ્યાએ ઉતાવળે જઈને આશરો લીધો હોત.”

 ૯ હે યહોવા, તેઓને ગૂંચવણમાં નાખો, તેઓની બાજી પલટી નાખો,+

કારણ કે મેં શહેરમાં હિંસા અને લડાઈ જોઈ છે.

૧૦ રાત-દિવસ તેઓ* શહેરની દીવાલો પર આંટાફેરા મારે છે.

એ શહેરમાં ફક્ત દુષ્ટતા અને મુશ્કેલીઓ છે.+

૧૧ એમાં આફત જ આફત છે.

એના ચોકમાંથી જુલમ અને ઠગાઈ દૂર થતાં જ નથી.+

૧૨ જો કોઈ દુશ્મને મને મહેણાં માર્યાં હોત,+

તો હું એ સહન કરી લેત.

જો કોઈ વેરી મારી સામે થયો હોત,

તો હું તેનાથી સંતાઈ ગયો હોત.

૧૩ પણ એવું કરનાર તો તું છે, મારી બરાબરીનો માણસ,+

મારો પોતાનો ભાઈબંધ, જેને હું સારી રીતે ઓળખું છું.+

૧૪ અમે દોસ્તીનો આનંદ માણતા હતા,

ટોળાઓ સાથે અમે ઈશ્વરના મંદિરે જતાં હતાં.

૧૫ મારા દુશ્મનોનો વિનાશ થાય,+

તેઓ જીવતેજીવ કબરમાં* ઊતરી જાય,

કેમ કે તેઓનાં ઘરમાં અને દિલમાં દુષ્ટતા ખદબદે છે.

૧૬ પણ હું યહોવાને પોકાર કરીશ,

તે મને બચાવશે.+

૧૭ સવારથી સાંજ સુધી મને વેદના થાય છે અને હું કરગરું છું,*+

ભગવાન મારા કાલાવાલા સાંભળે છે.+

૧૮ મારી સામે ઘણા લડનારા ઊભા થયા છે,+

પણ ભગવાન મને તેઓથી બચાવશે* અને શાંતિ આપશે.

૧૯ ઈશ્વર યુગોના યુગોથી રાજગાદીએ બેઠા છે,+

તે મારું સાંભળશે અને તેઓને જવાબ આપશે.+ (સેલાહ)

જેઓ સુધરવા માંગતા નથી,

તેઓને ઈશ્વરનો ડર નથી.+

૨૦ તેણે* પોતાના જ દોસ્તો પર હુમલો કર્યો+

અને પોતાનો કરાર તોડી નાખ્યો.+

૨૧ તેના શબ્દો માખણથી મુલાયમ છે,+

પણ તેના દિલમાં ઝેર ભરેલું છે.

તેના શબ્દો તેલથી લીસા છે,

પણ એ ધારદાર તલવારો જેવા છે.+

૨૨ તારો બોજો યહોવા પર નાખ,+

તે તને નિભાવી રાખશે.+

સાચા માર્ગે ચાલનારને તે ક્યારેય પડવા નહિ દે.+

૨૩ હે ભગવાન, દુષ્ટોને તમે ઊંડા ખાડામાં નાખી દેશો.+

ખૂની અને કપટી માણસો પોતાની અડધી જિંદગી પણ નહિ જોઈ શકે.+

પણ હું તો તમારા પર ભરોસો રાખીશ.

સંગીત સંચાલક માટે સૂચન: “દૂર રહેતા શાંત કબૂતર” ગીતના સૂર પ્રમાણે ગાવું. દાઉદનું ગીત. મિખ્તામ.* પલિસ્તીઓએ દાઉદને ગાથમાં પકડ્યો એ વખતનું ગીત.+

૫૬ હે ભગવાન, મારા પર કૃપા કર, કેમ કે મામૂલી માણસો મારા પર હુમલો કરે છે.*

આખો દિવસ તેઓ મારી સાથે લડે છે અને મારા પર જુલમ ગુજારે છે.

 ૨ મારા વેરીઓ આખો દિવસ મને ફાડી ખાવા દોડે છે.

ઘણા લોકો ઘમંડી થઈને મારી વિરુદ્ધ લડે છે.

 ૩ મને ડર લાગે ત્યારે+ હું તારા પર ભરોસો રાખું છું.+

 ૪ ઈશ્વરના વચનને લીધે હું તેની સ્તુતિ કરું છું,

તેના પર મને પૂરો ભરોસો છે. હું કોઈથી ડરતો નથી.

મામૂલી માણસ મને શું કરી શકવાનો?+

 ૫ આખો દિવસ તેઓ મારા માટે નડતરો ઊભી કરે છે,

બસ મારું નુકસાન કરવાનું વિચારતા હોય છે.+

 ૬ હુમલો કરવા તેઓ લાગ તાકીને બેસે છે.

મારો જીવ લેવા,

તેઓ મારા પર ચાંપતી નજર રાખે છે.+

 ૭ તેઓની દુષ્ટતાને લીધે તેઓનો ત્યાગ કર.

હે ઈશ્વર, ક્રોધે ભરાઈને એ લોકોને સજા કર.+

 ૮ હું કેટલું ભટક્યો છું, એ તારી જાણ બહાર નથી.+

મારાં આંસુ તારી મશકમાં ભરી લે.+

શું એ બધું તારા પુસ્તકમાં નોંધેલું નથી?+

 ૯ હું મદદનો પોકાર કરીશ એ દિવસે મારા વેરીઓ પીછેહઠ કરશે.+

મને પૂરો વિશ્વાસ છે કે ઈશ્વર મારી સાથે છે.+

૧૦ ઈશ્વરના વચનને લીધે હું તેની સ્તુતિ કરું છું,

યહોવાના વચનને લીધે હું તેની સ્તુતિ કરું છું,

૧૧ તેના પર મને પૂરો ભરોસો છે. હું કોઈથી ડરતો નથી.+

મામૂલી માણસ મને શું કરી શકવાનો?+

૧૨ હે ભગવાન, તારી આગળ લીધેલી માનતાઓ હું પૂરી કરીશ.+

હું તારી આભાર-સ્તુતિ કરીશ.+

૧૩ તેં મને મોતના મોંમાંથી ઉગાર્યો છે.+

મારા પગને ઠોકર ખાતા બચાવ્યા છે,+

જેથી હું જીવતો રહું અને ઈશ્વરની ભક્તિ કરી શકું.+

સંગીત સંચાલક માટે સૂચન: “મારો નાશ ન થવા દો” ગીતના સૂર પ્રમાણે ગાવું. દાઉદનું ગીત. મિખ્તામ.* શાઉલ પાસેથી નાસીને દાઉદ ગુફામાં રહેવા લાગ્યો એ વખતનું ગીત.+

૫૭ હે ભગવાન, મારા પર કૃપા કર, મારા પર કૃપા કર,

કેમ કે મેં તારામાં આશરો લીધો છે.+

આફતો ટળી જાય ત્યાં સુધી હું તારી પાંખોની છાયામાં શરણ લઈશ.+

 ૨ હું સર્વોચ્ચ ઈશ્વરને પોકારું છું,

સાચા ઈશ્વરને વિનંતી કરું છું, જે મારી મુશ્કેલીઓનો અંત લાવે છે.

 ૩ ઈશ્વર સ્વર્ગમાંથી મદદ મોકલીને મને બચાવશે.+

જે મને ફાડી ખાવા માંગે છે, તેને તે મૂંઝવી નાખશે. (સેલાહ)

ઈશ્વર અતૂટ પ્રેમ અને વફાદારી બતાવશે.+

 ૪ હું સિંહોથી ઘેરાયેલો છું.+

મારે એવા લોકો વચ્ચે સૂવું પડે છે, જેઓ મને ગળી જવા માંગે છે.

તેઓના દાંત ભાલા અને તીર જેવા છે,

તેઓની જીભ ધારદાર તલવાર જેવી છે.+

 ૫ હે ઈશ્વર, સ્વર્ગમાં તને મોટો મનાવવામાં આવે,

આખી પૃથ્વી પર તારો મહિમા થાય.+

 ૬ તેઓએ મારા પગ માટે જાળ પાથરી છે.+

હું ચિંતાઓના બોજથી નમી ગયો છું.+

તેઓએ મારા માર્ગમાં ખાડો ખોદ્યો છે,

પણ તેઓ પોતે જ એમાં પડી ગયા છે.+ (સેલાહ)

 ૭ મારું મન મક્કમ છે,

હે ઈશ્વર, મારું મન મક્કમ છે.+

હું ગીતો ગાઈશ અને સંગીત વગાડીશ.

 ૮ હે મારા અંતર, જાગ.

હે તારવાળા વાજિંત્ર અને વીણા, જાગો.

હું પ્રભાતને જગાડીશ.+

 ૯ હે યહોવા, હું લોકોમાં તારો જયજયકાર કરીશ.+

હું પ્રજાઓમાં તારી સ્તુતિ ગાઈશ.*+

૧૦ તારો અતૂટ પ્રેમ મહાન છે, એ આસમાન જેટલો ઊંચો છે,+

તારી વફાદારી ગગન ચૂમે છે.

૧૧ હે ઈશ્વર, સ્વર્ગમાં તને મોટો મનાવવામાં આવે,

આખી પૃથ્વી પર તારો મહિમા થાય.+

સંગીત સંચાલક માટે સૂચન: “મારો નાશ ન થવા દો” ગીતના સૂર પ્રમાણે ગાવું. દાઉદનું ગીત. મિખ્તામ.*

૫૮ હે માણસો, તમે ચૂપ રહીને સચ્ચાઈ વિશે કઈ રીતે બોલી શકો?+

શું તમે અદ્દલ ઇન્સાફ કરી શકો?+

 ૨ ના, તમારા મનમાં તો બૂરાઈના વિચારો જ રમે છે.+

તમારા હાથ લોકો પર અત્યાચાર કરે છે.+

 ૩ દુષ્ટ માણસ તો જન્મથી જ ખોટા માર્ગે જાય છે.

તેઓ વંઠી ગયા છે અને જન્મે ત્યારથી જ જૂઠું બોલે છે.

 ૪ તેઓની વાણી સાપના ઝેર જેવી છે.+

તેઓ નાગની જેમ બહેરા બની જાય છે અને કંઈ સાંભળતા નથી.

 ૫ ભલે મદારી ગમે એટલી ચાલાકીથી મંત્રો ફૂંકે,

નાગ તેનો અવાજ સાંભળતો નથી.

 ૬ હે ઈશ્વર, તેઓની બત્રીસી તોડી નાખો!

હે યહોવા, આ સિંહોનાં જડબાં ભાંગી નાખો!

 ૭ તેઓ વહી ગયેલા પાણીની જેમ ગાયબ થઈ જાય.

ઈશ્વર પોતાનું ધનુષ્ય વાળે અને પોતાનાં બાણથી તેઓને પાડી નાખે.

 ૮ તેઓ ગોકળગાય જેવા થાય, જે ચાલતી ચાલતી પીગળતી જાય છે અને આખરે નાશ પામે છે,

તેઓ કૂખમાં જ મરી ગયેલા બાળક જેવા થાય, જે કદીયે સૂર્ય જોતું નથી.

 ૯ તમારાં હાંડલાંને બળતાં ઝાડી-ઝાંખરાંની ગરમી લાગે એ પહેલાં,

ઈશ્વર એને વંટોળિયાની જેમ ઉડાડી લઈ જશે, ભલે તેઓ લીલાં હોય કે સૂકાં.+

૧૦ ઈશ્વરને બદલો વાળતા જોઈને નેક માણસ ખુશ થશે,+

તેના પગ દુષ્ટના લોહીથી લથપથ થઈ જશે.+

૧૧ પછી માણસો કહેશે: “સાચા માર્ગે ચાલનારને જરૂર ઇનામ મળે છે.+

ઈશ્વર ચોક્કસ છે, જે દુનિયાનો ન્યાય કરે છે.”+

સંગીત સંચાલક માટે સૂચન: “મારો નાશ ન થવા દો” ગીતના સૂર પ્રમાણે ગાવું. દાઉદનું ગીત. મિખ્તામ.* દાઉદના ઘર પર ચોકી રાખીને તેને મારી નાખવા શાઉલે માણસો મોકલ્યા, એ વખતનું ગીત.+

૫૯ હે મારા ભગવાન, દુશ્મનોથી મને બચાવો.+

જેઓ મારી સામે થાય છે તેઓથી મારું રક્ષણ કરો.+

 ૨ જેઓ દુષ્ટતાથી વર્તે છે તેઓથી મને છોડાવો,

હિંસક* માણસોથી મને બચાવો.

 ૩ હે યહોવા, જુઓ, તેઓ મારો જીવ લેવા ટાંપીને બેઠા છે.+

બળવાન માણસો મારા પર હુમલો કરે છે.

પણ મેં કોઈ ગુનો કર્યો નથી, કોઈ પાપ કર્યું નથી.+

 ૪ મેં કંઈ ખોટું કર્યું નથી, છતાં તેઓ ઝડપથી હુમલો કરવા તૈયાર થઈ જાય છે.

મારો પોકાર સાંભળીને ઊઠો અને જુઓ.

 ૫ હે સૈન્યોના ઈશ્વર યહોવા, તમે તો ઇઝરાયેલના ઈશ્વર છો.+

જાગો અને બધી પ્રજાઓ પાસેથી હિસાબ લો.

દગો કરનાર દુષ્ટ માણસને જરાય દયા ન બતાવો.+ (સેલાહ)

 ૬ તેઓ દરેક સાંજે પાછા આવે છે.+

તેઓ કૂતરાઓની જેમ ઘૂરકે* છે+ અને શહેરમાં આંટાફેરા મારે છે.+

 ૭ જુઓ, તેઓના મોંમાંથી કેવી વાણી નીકળે છે!

તેઓના હોઠ તલવારો જેવા છે.+

તેઓ કહે છે: “કોણ સાંભળવાનું છે?”+

 ૮ પણ હે યહોવા, તમે તેઓ પર હસશો.+

તમે બધી પ્રજાઓની મજાક ઉડાવશો.+

 ૯ હે ભગવાન, તમે મારું બળ છો, હું તમારી રાહ જોઈશ,+

કેમ કે તમે મારો સલામત આશરો* છો.+

૧૦ ઈશ્વર મારા પર અતૂટ પ્રેમ રાખે છે, તે મને સહાય કરશે.+

ઈશ્વરની કૃપાથી હું મારા દુશ્મનો પર જીત મેળવીશ.+

૧૧ મારા લોકો બોધપાઠ લે એ માટે

દુશ્મનોને મારી ન નાખશો, તેઓને ભટકવા દો.

હે યહોવા, અમારી ઢાલ, તમારા પરાક્રમથી તેઓની પડતી લાવો.+

૧૨ તેઓ શ્રાપ આપે છે અને કપટથી બોલે છે.

તેઓના મોંના પાપને લીધે અને હોઠોની વાણીને લીધે,

તેઓને પોતાના અભિમાનમાં સપડાઈ જવા દો.+

૧૩ તમારા કોપમાં તેઓને ભસ્મ કરી નાખો.+

તેઓને મિટાવી દો, જેથી તેઓનું નામનિશાન ન રહે.

તેઓને ખબર પડે કે યાકૂબ પર અને પૃથ્વીના છેડાઓ સુધી ઈશ્વર રાજ કરે છે.+ (સેલાહ)

૧૪ ભલે તેઓ સાંજે પાછા આવે,

ભલે તેઓ કૂતરાઓની જેમ ઘૂરકે* અને શહેરમાં આંટાફેરા મારે,+

૧૫ ભલે તેઓ ખોરાક માટે અહીંતહીં ભટકે,+

પણ તેઓને ધરાવા ન દો અથવા રહેવાની જગ્યા ન આપો.

૧૬ હું તો તમારી શક્તિના ગુણગાન ગાઈશ.+

હું સવારે તમારા અતૂટ પ્રેમ વિશે ઉમંગથી જણાવીશ,

કેમ કે તમે મારો સલામત આશરો છો.+

તમે એવી જગ્યા છો, જેમાં હું આફતના સમયે નાસી જાઉં છું.+

૧૭ હે ભગવાન, તમે મારું બળ છો, હું તમારી સ્તુતિ ગાઈશ,*+

કેમ કે મારા પર અતૂટ પ્રેમ રાખનાર ઈશ્વર મારો સલામત આશરો છે.+

સંગીત સંચાલક માટે સૂચન: “યાદ અપાવતું ફૂલ”* ગીતના સૂર પ્રમાણે ગાવું. મિખ્તામ.* દાઉદનું ગીત. શીખવવા માટે. દાઉદે અરામ-નાહરાઇમ અને અરામ-સોબાહ સામે લડાઈ કરી અને યોઆબે પાછા ફરતી વખતે ૧૨,૦૦૦ અદોમીઓને મીઠાની ખીણમાં મારી નાખ્યા, એ વખતનું ગીત.+

૬૦ હે ઈશ્વર, તેં અમને તરછોડી દીધા છે, અમારાં સૈન્યોને વેરવિખેર કરી નાખ્યાં છે.+

તું અમારા પર કોપાયમાન થયો છે, પણ હવે અમને ફરીથી કૃપા બતાવ.

 ૨ તેં ધરતીને કંપાવી, એને ચીરી નાખી.

હવે એની તિરાડો પૂર, કેમ કે એ તૂટી પડવાની અણીએ છે.

 ૩ તેં તારા લોકોને મુશ્કેલીઓ સહેવા દીધી.

તેં અમને એવો દ્રાક્ષદારૂ પિવડાવ્યો કે અમે લથડિયાં ખાઈએ.+

 ૪ તારો ડર રાખનારાઓને નિશાની આપ,*

જેથી તેઓ ધનુષ્યના વારથી બચીને નાસી છૂટે. (સેલાહ)

 ૫ તારા વહાલા લોકોનો ઉદ્ધાર થાય એ માટે

અમને તારા જમણા હાથથી બચાવ અને અમને જવાબ આપ.+

 ૬ પવિત્ર* ઈશ્વર બોલ્યો છે:

“હું ખુશીથી મારા લોકોને શખેમ વારસામાં આપીશ,+

સુક્કોથનો નીચાણ પ્રદેશ* પણ આપીશ.+

 ૭ ગિલયાદ મારું છે અને મનાશ્શા પણ મારું છે,+

એફ્રાઈમ મારા માથાનો ટોપ* છે,

યહૂદા મારો રાજદંડ છે.+

 ૮ મોઆબ મારા હાથ-પગ ધોવાનું વાસણ છે.+

અદોમ પર હું મારું ચંપલ ફેંકીશ.+

પલિસ્તને જીતીને હું ખુશી મનાવીશ.”+

 ૯ ઘેરાયેલા* શહેર પાસે મને કોણ લઈ જશે?

અદોમ સુધી મને કોણ દોરી જશે?+

૧૦ હે ઈશ્વર, તું અમને જીત અપાવીશ,

પણ હમણાં તો તેં અમને ત્યજી દીધા છે.

હે અમારા ઈશ્વર, તું અમારાં સૈન્યો સાથે પણ આવતો નથી.+

૧૧ અમને મુશ્કેલીઓમાં સહાય કર,

મનુષ્યો ઉદ્ધાર કરે એવી આશા ઠગારી છે.+

૧૨ ઈશ્વર અમને શક્તિ આપશે,+

તે અમારા દુશ્મનોને કચડી નાખશે.+

સંગીત સંચાલક માટે સૂચન: તારવાળાં વાજિંત્રો સાથે ગાવું. દાઉદનું ગીત.

૬૧ હે ઈશ્વર, મદદ માટેનો મારો પોકાર સાંભળો.

મારી પ્રાર્થના પર ધ્યાન આપો.+

 ૨ મારું દિલ પરેશાન* હોય ત્યારે,+

હું પૃથ્વીના છેડાઓથી તમને સાદ દઈશ.

તમે મને ઊંચા ખડક પર દોરી જજો.+

 ૩ તમે મારો આશરો છો,

તમે મજબૂત કિલ્લો છો અને દુશ્મનોથી મારી રક્ષા કરો છો.+

 ૪ હું તમારા મંડપમાં કાયમ માટે મહેમાન બનીશ.+

હું તમારી પાંખોની છાયામાં આશરો લઈશ.+ (સેલાહ)

 ૫ હે ભગવાન, તમે મારી માનતાઓ સાંભળી છે.

તમે મને એ વારસો આપ્યો છે, જે તમારા નામનો ભય રાખનારાઓને મળે છે.+

 ૬ તમે રાજાને લાંબી ઉંમર આપશો.+

તે પેઢીઓની પેઢીઓ જીવશે.

 ૭ ઈશ્વરની આગળ તે સદાને માટે રાજગાદીએ બેસશે.+

તમારો અતૂટ પ્રેમ અને તમારી વફાદારી રાજાનું રક્ષણ કરો.+

 ૮ હું દરરોજ મારી માનતાઓ પૂરી કરીશ+

અને તમારા નામનો હંમેશ માટે જયજયકાર કરીશ.*+

સંગીત સંચાલક માટે સૂચન: યદૂથૂન* પ્રમાણે ગાવું. દાઉદનું ગીત.

૬૨ હું ધીરજ રાખીને ઈશ્વરની રાહ જોઈશ.

તે મારો ઉદ્ધાર કરે છે.+

 ૨ તે જ મારો ખડક અને મારો ઉદ્ધાર છે, તે મારો સલામત આશરો* છે.+

કોઈ મને કદીયે ડગાવી નહિ શકે.+

 ૩ એક માણસને મારી નાખવા તમે ક્યાં સુધી તેના પર હુમલો કરશો?+

તમે બધા એક નમી ગયેલી દીવાલ, પથ્થરની જોખમી દીવાલ જેવા છો, જે તૂટી પડવાની તૈયારીમાં છે.*

 ૪ તેઓ ભેગા મળીને તેને ઊંચી પદવીથી* ઊથલાવી પાડવા કાવતરું ઘડે છે.

તેઓને જૂઠું બોલવામાં અનેરી ખુશી મળે છે.

તેઓ મોંથી તો આશીર્વાદ આપે છે, પણ મનમાં ને મનમાં શ્રાપ આપે છે.+ (સેલાહ)

 ૫ હું ધીરજ રાખીને ઈશ્વરની રાહ જોઈશ,+

કારણ કે તે જ મારી આશા છે.+

 ૬ તે જ મારો ખડક અને મારો ઉદ્ધાર છે, તે મારો સલામત આશરો છે.

કોઈ મને કદીયે ડગાવી નહિ શકે.+

 ૭ મારો ઉદ્ધાર અને મારા ગૌરવનો આધાર ઈશ્વર છે.

ઈશ્વર મારો મજબૂત ખડક, મારો આશરો છે.+

 ૮ હે લોકો, તેમના પર હંમેશાં ભરોસો રાખો.

તેમની આગળ તમારું હૈયું ઠાલવો.+

ઈશ્વર આપણો આશરો છે.+ (સેલાહ)

 ૯ માણસના દીકરાઓ એક ફૂંક સમાન છે.

મનુષ્યના દીકરાઓ પર ભરોસો રાખવો નકામો છે.+

એ બધાને ત્રાજવામાં તોળવામાં આવે તો, તેઓ હવાથી પણ હલકા છે.+

૧૦ જોરજુલમથી પડાવેલા પૈસા પર ભરોસો ન રાખો,

લૂંટફાટ પર ખોટી આશા ન રાખો.

જો તમારી ધનદોલત વધે તો એના પર ચિત્ત ન લગાડો.+

૧૧ મેં બે વાર સાંભળ્યું છે કે ઈશ્વરે આવું કહ્યું હતું:

શક્તિ ઈશ્વરની જ છે.+

૧૨ હે યહોવા, અતૂટ પ્રેમ પણ તમારો જ છે,+

કેમ કે તમે દરેકને તેનાં કામ પ્રમાણે બદલો વાળી આપો છો.+

દાઉદનું ગીત. દાઉદ યહૂદાના વેરાન પ્રદેશમાં હતો, એ વખતનું ગીત.+

૬૩ હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો. હું તમને શોધ્યા કરું છું.+

હું તમારા માટે તડપું છું.+

તમારી તરસને લીધે હું બેભાન થયો છું.

હું સૂકી વેરાન જમીન પર છું, જ્યાં પાણીનું ટીપુંય નથી.+

 ૨ મેં તમને પવિત્ર જગ્યાએ જોયા,

મેં તમારી શક્તિ અને તમારું ગૌરવ જોયાં.+

 ૩ મારા જીવન કરતાં તમારો અતૂટ પ્રેમ વધારે અનમોલ છે,+

મારા હોઠ તમારો મહિમા ગાશે.+

 ૪ હું જીવનભર તમારી આરાધના કરીશ.

હું હાથ ફેલાવીને તમારા નામે પ્રાર્થના કરીશ.

 ૫ ઉત્તમ અને મનપસંદ હિસ્સો મેળવીને મને સંતોષ થયો છે.

એટલે મારી જીભ ગીતો ગાશે અને મારું મોં તમારી સ્તુતિ કરશે.+

 ૬ પથારીમાં હું તમને યાદ કરું છું,

મધરાતે હું તમારા વિશે મનન કરું છું.+

 ૭ મને સહાય કરનાર તમે છો,+

હું તમારી પાંખોની છાયામાં ખુશીથી પોકાર કરીશ.+

 ૮ હું તમને વળગી રહું છું.

તમારા જમણા હાથે મને પકડી રાખ્યો છે.+

 ૯ જેઓ મારો જીવ લેવા માંગે છે,

તેઓ પૃથ્વીના ઊંડાણમાં સરી જશે.

૧૦ તેઓ તલવારની ધારથી માર્યા જશે

અને શિયાળ તેઓનો શિકાર કરશે.

૧૧ પણ રાજા તો ઈશ્વરને લીધે હર્ષનાદ કરશે.

ઈશ્વરના સમ લેનાર દરેક જણ તેમનો મહિમા ગાશે,

કેમ કે જૂઠું બોલનારનું મોં બંધ કરી દેવાશે.

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૬૪ હે ભગવાન, હું આજીજી કરું છું, મારું સાંભળો.+

ખૂંખાર દુશ્મનોથી મારો જીવ બચાવો.

 ૨ દુષ્ટ માણસોનાં છૂપાં કાવતરાંથી

અને દુરાચારીઓના ટોળાથી મારું રક્ષણ કરો.+

 ૩ તેઓ પોતાની જીભને તલવાર જેવી તેજ કરે છે.

તેઓ પોતાના કઠોર શબ્દો બાણની જેમ તાકે છે,

 ૪ જેથી તેઓ છુપાઈને નિર્દોષ પર હુમલો કરે.

તેઓ ડર્યા વગર, અચાનક તેને બાણ મારે છે.

 ૫ તેઓ પોતાના દુષ્ટ ઇરાદાઓમાં રચ્યાપચ્યા રહે છે.*

તેઓ પોતાના ફાંદાઓ છુપાવવાની ચર્ચા કરે છે.

તેઓ કહે છે: “એ ફાંદાઓની કોને ખબર પડવાની છે?”+

 ૬ તેઓ દુષ્ટ કામો કરવા નવી નવી તરકીબો શોધે છે.

તેઓ છૂપી રીતે કપટી યોજનાઓ ઘડે છે.+

તેઓના મનમાં શું ચાલે છે, એ જાણવું અશક્ય છે.

 ૭ પણ ઈશ્વર તેઓને બાણ મારશે+

અને તેઓ તરત એનાથી ઘાયલ થશે.

 ૮ તેઓની જ જીભ તેઓનો વિનાશ લાવશે.+

તેઓને જોનારાઓ તિરસ્કારથી માથું ધુણાવશે.

 ૯ બધા માણસો ગભરાશે,

તેઓ ઈશ્વરનાં કામો જાહેર કરશે

અને તેમનાં કાર્યોની તેઓને સમજણ પડશે.+

૧૦ નેક જનો યહોવાને લીધે આનંદ કરશે અને તેમનામાં આશરો લેશે.+

સાચા દિલના બધા લોકો તેમનો મહિમા ગાશે.

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૬૫ હે ઈશ્વર, સિયોનમાં સ્તુતિના બોલ તમારી રાહ જુએ છે.+

તમારી આગળ લીધેલી માનતાઓ અમે પૂરી કરીશું.+

 ૨ હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે દરેક પ્રકારના લોકો આવશે.+

 ૩ મારા અપરાધોના ભારથી હું દબાઈ ગયો છું.+

પણ તમે અમારાં પાપ ઢાંકી દો છો.+

 ૪ સુખી છે એ માણસ, જેને તમે પસંદ કરો છો અને તમારી નજીક લાવો છો,

જેથી તે તમારાં આંગણાઓમાં* રહે.+

તમારા ઘરમાં, તમારા પવિત્ર મંદિરમાં+ મળતા આશીર્વાદોથી

અમે સંતોષ મેળવીશું.+

 ૫ હે ઈશ્વર, અમારા તારણહાર,

તમે સચ્ચાઈનાં અદ્‍ભુત કામોથી અમને જવાબ આપશો.+

આખી પૃથ્વીના અને

દરિયા પારના લોકોનો આધાર તમે જ છો.+

 ૬ તમારા બળથી તમે પર્વતોને અડગ ઊભા રાખ્યા છે.

તમે શક્તિશાળી છો.+

 ૭ તમે તોફાની સમુદ્રોને, એનાં ઊછળતાં મોજાઓને

અને પ્રજાઓમાં થતી ઊથલ-પાથલને શાંત પાડો છો.+

 ૮ દૂર દૂર રહેતા લોકો તમારાં પરાક્રમો* જોઈને દંગ રહી જશે,+

જેના લીધે પૂર્વથી પશ્ચિમ સુધીના* લોકો આનંદ મનાવશે.

 ૯ તમે પૃથ્વીની સંભાળ લો છો.

તમે એને મબલક પાક આપો છો, એને રસાળ બનાવો છો.+

તમારી* પાસેથી વહેતું ઝરણું પાણીથી ભરપૂર છે.

તમે ધરતીને એ રીતે બનાવી છે,

જેથી લોકોને અનાજ મળી રહે.+

૧૦ તમે એના ચાસને પાણીથી તરબોળ કરો છો, એની ખેડેલી જમીનને* સપાટ કરો છો.

વરસાદનાં ઝાપટાંથી એને નરમ કરો છો, એના અંકુરને આશીર્વાદ આપો છો.+

૧૧ તમે વર્ષને તમારી ભલાઈનો મુગટ પહેરાવો છો.

તમારા માર્ગો આશીર્વાદોથી ભરપૂર છે.+

૧૨ વેરાન પ્રદેશમાં લીલાંછમ ઘાસ પરથી ઝાકળ ટપકે છે+

અને ડુંગરો પર ખુશી છવાયેલી છે.+

૧૩ લીલાંછમ મેદાનો ઘેટાં-બકરાંથી ઢંકાઈ ગયાં છે,

નીચાણ પ્રદેશમાં અનાજની ચાદર પથરાયેલી છે.+

તેઓ હર્ષનાદ કરે છે, હા, તેઓ ગીતો ગાય છે.+

સંગીત સંચાલક માટે સૂચન. ગીત.

૬૬ આખી ધરતીના લોકો, ઈશ્વરને આનંદથી પોકારી ઊઠો.+

 ૨ તેમના ગૌરવશાળી નામનો જયજયકાર કરો.*

તેમને મહિમા આપો અને તેમની સ્તુતિ ગાઓ.+

 ૩ ઈશ્વરને કહો, “તમારાં કામો કેવાં મહાન છે!+

તમારી પુષ્કળ તાકાતને લીધે,

દુશ્મનો તમારા ભયથી થરથર કાંપશે.+

 ૪ આખી પૃથ્વીના લોકો તમારી આગળ નમન કરશે.+

તેઓ તમારા ગુણગાન ગાશે,

તેઓ તમારા નામની સ્તુતિ કરશે.”+ (સેલાહ)

 ૫ આવો અને ઈશ્વરનાં કામો નિહાળો.

મનુષ્યો માટે તેમણે કરેલાં કામો કેવાં જોરદાર છે!+

 ૬ તેમણે દરિયાને સૂકી ભૂમિમાં ફેરવી નાખ્યો.+

તેમના લોકોએ ચાલીને નદી પાર કરી.+

તેમનાં પરાક્રમોને લીધે અમે ત્યાં ખુશી મનાવી.+

 ૭ તે પોતાની તાકાતથી સદાને માટે રાજ કરે છે.+

તેમની આંખો પ્રજાઓ પર નજર રાખે છે.+

જેઓ હઠીલા છે તેઓ માથું ઊંચું ન કરે.+ (સેલાહ)

 ૮ હે લોકો, અમારા ઈશ્વરની સ્તુતિ કરો,+

તેમની સ્તુતિ દૂર દૂર સુધી ગુંજે.

 ૯ તે અમને જીવતા રાખે છે.+

તે અમારા પગને ઠોકર ખાવા દેતા નથી.+

૧૦ હે ઈશ્વર, તમે અમારી ચકાસણી કરી છે.+

ચાંદી શુદ્ધ કરવામાં આવે તેમ, તમે અમને શુદ્ધ કર્યા છે.

૧૧ તમે અમને શિકારીની જાળમાં પકડી લીધા છે.

તમે કચડી નાખતો બોજ અમારા પર નાખ્યો છે.

૧૨ તમે મામૂલી માણસોને અમારા પર જીતવા દીધા.

અમે આગમાંથી અને પાણીમાંથી પસાર થયા,

પછી તમે અમને રાહત આપતી જગ્યાએ લાવ્યા.

૧૩ હું આખેઆખાં અગ્‍નિ-અર્પણો લઈને તમારા મંદિરમાં આવીશ.+

હું તમારી આગળ મારી માનતાઓ પૂરી કરીશ,+

૧૪ જેનું મેં વચન આપ્યું હતું+

અને જેના વિશે હું મારી મુસીબતમાં બોલ્યો હતો.

૧૫ હું તમને તાજાં-માજાં પ્રાણીઓનાં અગ્‍નિ-અર્પણો ચઢાવીશ,

ઘેટાનાં બલિદાનો આગમાં ચઢાવીશ.*

બકરાઓ સાથે આખલાઓનું અર્પણ કરીશ. (સેલાહ)

૧૬ ઈશ્વરનો ડર રાખનારાઓ, તમે બધા આવો અને સાંભળો.

ઈશ્વરે મારા માટે જે કર્યું છે એ હું તમને જણાવું.+

૧૭ મારા મુખે તેમને પોકાર કર્યો

અને મારી જીભે તેમની સ્તુતિ કરી.

૧૮ જો મેં મારા મનમાં ખોટું કરવાનો ઇરાદો રાખ્યો હોત,

તો યહોવાએ મારી અરજો સાંભળી ન હોત.+

૧૯ પણ ઈશ્વરે મારું સાંભળ્યું,+

તેમણે મારી પ્રાર્થના પર ધ્યાન આપ્યું.+

૨૦ ઈશ્વરની સ્તુતિ થાઓ, જેમણે મારી પ્રાર્થના સાંભળવાની મના કરી નહિ

કે પોતાનો અતૂટ પ્રેમ મારાથી પાછો રાખ્યો નહિ.

સંગીત સંચાલક માટે સૂચન: તારવાળાં વાજિંત્રો સાથે ગાવું. ગીત.

૬૭ ઈશ્વર અમારા પર કૃપા અને આશીર્વાદ વરસાવશે.

તે પોતાના મુખનું તેજ અમારા પર ઝળહળવા દેશે,+ (સેલાહ)

 ૨ જેથી આખી પૃથ્વીના લોકો તમારો માર્ગ જાણે+

અને બધી પ્રજાઓને ઉદ્ધારનાં તમારાં કામો વિશે ખબર પડે.+

 ૩ હે ભગવાન, લોકો તમારી સ્તુતિ કરે,

હા, બધા લોકો તમારો જયજયકાર કરે.

 ૪ પ્રજાઓ આનંદ મનાવે અને ખુશીનો પોકાર કરે,+

કેમ કે લોકોને તમે સાચો ન્યાય તોળી આપશો.+

તમે પૃથ્વીની પ્રજાઓને દોરવણી આપશો. (સેલાહ)

 ૫ હે ભગવાન, લોકો તમારી સ્તુતિ કરે,

હા, બધા લોકો તમારો જયજયકાર કરે.

 ૬ ઈશ્વર, હા, આપણા ઈશ્વર આશીર્વાદ વરસાવશે.+

ધરતી પોતાની ઊપજ આપશે.+

 ૭ ઈશ્વર આપણને આશિષ આપશે

અને પૃથ્વીના છેડાઓ સુધી બધા તેમનો ડર રાખશે.*+

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૬૮ હે ઈશ્વર, ઊભા થાઓ, તમારા વેરીઓ વેરવિખેર થઈ જાઓ.

તમને નફરત કરનારાઓ તમારી આગળથી નાસી છૂટો.+

 ૨ જેમ હવા ધુમાડાને ઉડાવી જાય, તેમ તમે તેઓને ઉડાવી લઈ જાઓ.

આગની સામે મીણ પીગળી જાય તેમ,

ઈશ્વર સામેથી દુષ્ટોનો વિનાશ થાઓ.+

 ૩ પણ નેક લોકો હરખાઓ,+

ઈશ્વર આગળ આનંદ આનંદ કરો,

તેઓ ખુશીથી ઝૂમી ઊઠો.

 ૪ ઈશ્વરની સ્તુતિ ગાઓ. તેમના નામનો જયજયકાર કરો.*+

ઉજ્જડ પ્રદેશોમાં થઈને* સવારી કરનારનાં ગીતો ગાઓ.

તેમનું નામ યાહ* છે!+ તેમની આગળ ખુશી મનાવો!

 ૫ ઈશ્વર તો અનાથોના પિતા અને વિધવાઓના રક્ષણહાર* છે.+

તે પોતાના પવિત્ર સ્થાનમાં છે.+

 ૬ ઈશ્વર નિરાધારોને રહેવા ઘર આપે છે.+

તે કેદીઓને છોડાવીને સુખચેન આપે છે.+

પણ હઠીલા* લોકોએ સૂકી ભૂમિ પર રહેવું પડશે.+

 ૭ હે ઈશ્વર, તમે જ્યારે તમારા લોકોને દોરી ગયા,+

તમે જ્યારે રણમાંથી કૂચ કરી, (સેલાહ)

 ૮ ત્યારે ધરતી કાંપી.+

ઈશ્વરને લીધે આભ વરસી પડ્યું.

ઈશ્વર, હા, ઇઝરાયેલના ઈશ્વરને લીધે આ સિનાઈ પર્વત ધ્રૂજી ઊઠ્યો.+

 ૯ હે ઈશ્વર, તમે પુષ્કળ વરસાદ મોકલ્યો.

થાકીને લોથપોથ થઈ ગયેલા તમારા લોકોમાં તમે જોમ પૂર્યું.

૧૦ તેઓએ તમારી છાવણીઓમાં વસવાટ કર્યો.+

હે ઈશ્વર, તમારી ભલાઈને લીધે તમે ગરીબોનું પોષણ કર્યું.

૧૧ યહોવા પોતાના લોકોને આજ્ઞા* આપે છે;

ખુશખબર* કહેનારી સ્ત્રીઓનું મોટું ટોળું છે.+

૧૨ રાજાઓ અને તેઓનાં સૈન્યો નાસી છૂટે છે,+ તેઓ ભાગી છૂટે છે!

ઘરે રહેનારી સ્ત્રીઓને લૂંટમાંથી હિસ્સો મળે છે.+

૧૩ ભલે તમારે તાપણાંની આસપાસ* સૂવું પડ્યું,

પણ તમે ચાંદીથી મઢેલી કબૂતરની પાંખો મેળવશો,

જેનાં પીંછાં શુદ્ધ સોનાથી મઢેલાં છે.

૧૪ સર્વશક્તિમાને રાજાઓને વિખેરી નાખ્યા ત્યારે,+

સાલ્મોન શિખર પર બરફ પડ્યો.

૧૫ બાશાનનો+ પર્વત ઈશ્વરનો* પર્વત છે.

બાશાનના પર્વતને ઘણાં શિખરો છે.

૧૬ હે પર્વતોનાં શિખરો, રહેવા માટે ઈશ્વરે જે પર્વતને પસંદ કર્યો છે,*+

એની તમે કેમ અદેખાઈ કરો છો?

બેશક, યહોવા ત્યાં હંમેશ માટે રહેશે.+

૧૭ ઈશ્વર પાસે હજારોના હજારો, હા, લાખોના લાખો યુદ્ધના રથો છે.+

યહોવા સિનાઈ પર્વત પરથી પવિત્ર સ્થાનમાં આવ્યા છે.+

૧૮ હે યાહ, હે ઈશ્વર, તમે ઉપર ચઢી ગયા,+

તમે પોતાની સાથે કેદીઓને લઈ ગયા;

તમે માણસો ભેટ તરીકે લઈ ગયા,+

અરે, હઠીલા લોકોને+ પણ લઈ ગયા, જેથી તમે તેઓ વચ્ચે રહો.

૧૯ યહોવાની સ્તુતિ થાઓ, જે રોજ આપણો બોજો ઊંચકે છે.+

તે સાચા ઈશ્વર છે, આપણા તારણહાર છે. (સેલાહ)

૨૦ સાચા ઈશ્વર આપણને બચાવનાર ઈશ્વર છે.+

વિશ્વના માલિક* યહોવા આપણને મોતના પંજામાંથી છોડાવે છે.+

૨૧ ઈશ્વર પોતાના વેરીઓનાં માથાં ફોડી નાખશે

અને જે કોઈ પાપમાં રચ્યોપચ્યો રહે છે, તેની ખોપરી ભાંગી નાખશે.+

૨૨ યહોવાએ કહ્યું છે: “હું તેઓને બાશાનથી પાછા લાવીશ.+

અરે, દરિયાના ઊંડાણમાંથી પણ પાછા લઈ આવીશ,

૨૩ જેથી તું તારો પગ શત્રુઓના લોહીમાં ધૂએ+

અને તારા કૂતરાઓની જીભ તેઓ પાસેથી પોતાનો હિસ્સો મેળવે.”

૨૪ હે ઈશ્વર, તેઓ તમારાં વિજય સરઘસો જુએ,

મારા રાજાનાં, હા, મારા ઈશ્વરનાં વિજય સરઘસો જુએ, જે પવિત્ર સ્થાન તરફ જાય છે.+

૨૫ ગાયકો સૌથી આગળ ચાલે છે, તેઓની પાછળ પાછળ તારવાળાં વાજિંત્રો વગાડતા સંગીતકારો ચાલે છે.+

તેઓ વચ્ચે છોકરીઓ ખંજરીઓ વગાડતી વગાડતી ચાલે છે.+

૨૬ ભેગાં થયેલાં ટોળાઓમાં ઈશ્વરનો જયજયકાર કરો.

હે ઇઝરાયેલના વંશજો, યહોવાની સ્તુતિ કરો.+

૨૭ સૌથી નાનો બિન્યામીન+ તેઓને હરાવી દેશે.

યહૂદાના આગેવાનો, ઝબુલોનના આગેવાનો

અને નફતાલીના આગેવાનોનું ઘોંઘાટિયું ટોળું પણ તેઓને હરાવી દેશે.

૨૮ તમારા ઈશ્વરે જાહેર કર્યું છે કે તમે બળવાન થશો.

અમારા માટે મહાન કામો કરનાર ઈશ્વર, તમે તમારો પરચો દેખાડી આપો.+

૨૯ યરૂશાલેમના તમારા મંદિર માટે,+

રાજાઓ તમારે ચરણે નજરાણાં ધરશે.+

૩૦ લોકો ચાંદીના ટુકડાઓ લાવીને* નમન કરે ત્યાં સુધી,

બરુઓમાં* રહેનારાં જંગલી જાનવરોને,

આખલાઓના ઝુંડને+ અને વાછરડાઓને ધમકાવો.

યુદ્ધ ચાહનારા લોકોને વિખેરી નાખો.

૩૧ ઇજિપ્તમાંથી* કાંસાની ચીજવસ્તુઓ લાવવામાં આવશે.*+

કૂશ* ઉતાવળે ઈશ્વરને ભેટો આપવા દોડી આવશે.

૩૨ ઓ પૃથ્વીનાં રાજ્યો, ઈશ્વરનાં ગીતો ગાઓ,+

યહોવાની સ્તુતિનાં ગીતો ગાઓ.* (સેલાહ)

૩૩ તે યુગોના યુગોથી રચાયેલા સૌથી ઊંચા આકાશ પર સવારી કરે છે.+

તે પોતાના શક્તિશાળી અવાજથી ગર્જના કરે છે.

૩૪ કબૂલ કરો કે ઈશ્વર શક્તિશાળી છે.+

તે ઇઝરાયેલના રાજાધિરાજ છે.

તેમનું બળ આકાશોમાં ફેલાયેલું છે.

૩૫ ઈશ્વર પોતાના પવિત્ર સ્થાનમાં છે, તેમને ભય અને માન આપો.*+

તે ઇઝરાયેલના ઈશ્વર છે,

જે પોતાના લોકોને તાકાત અને શક્તિ આપે છે.+

ઈશ્વરની સ્તુતિ થાઓ.

સંગીત સંચાલક માટે સૂચન: “ફૂલો”* ગીતના સૂર પ્રમાણે ગાવું. દાઉદનું ગીત.

૬૯ હે ભગવાન, મને બચાવો, પાણીને લીધે મારો જીવ જોખમમાં છે.+

 ૨ હું કાદવમાં ખૂંપી ગયો છું અને પગ મૂકવાને જમીન નથી.+

હું ઊંડા પાણીમાં પડી ગયો છું

અને એનું વહેણ મને તાણી રહ્યું છે.+

 ૩ હું પોકાર કરી કરીને થાકી ગયો છું,+

મારું ગળું બેસી ગયું છે.

મારા ઈશ્વરની રાહ જોઈને મારી આંખો થાકી ગઈ છે.+

 ૪ જેઓ વિના કારણે મને નફરત કરે છે,+

તેઓની સંખ્યા મારા માથાના વાળ કરતાં પણ વધારે છે.

મારો નાશ કરવા માંગનારા,

દગાખોરો, હા, મારા દુશ્મનો ઘણા વધી ગયા છે.

મેં ચોરી ન હોય એ વસ્તુઓ પાછી આપવા તેઓ બળજબરી કરે છે.

 ૫ હે ભગવાન, તમે મારી મૂર્ખાઈ જાણો છો,

મારું પાપ તમારાથી છૂપું નથી.

 ૬ હે વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવા,

તમારા પર આશા રાખનારાઓ મારા લીધે શરમમાં ન મુકાય.

હે ઇઝરાયેલના ઈશ્વર,

તમારું માર્ગદર્શન શોધનારાઓની મારા લીધે બદનામી ન થાય.

 ૭ તમારે લીધે હું અપમાન સહું છું.+

હું કોઈને મોં બતાવવા લાયક રહ્યો નથી.+

 ૮ હું મારા ભાઈઓ માટે પારકો થઈ ગયો છું,

મારી માના દીકરાઓ માટે અજાણ્યો બની ગયો છું.+

 ૯ તમારા મંદિર માટેનો ઉત્સાહ મને કોરી ખાય છે.+

તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.+

૧૦ મેં ઉપવાસ કરીને પોતાને નમ્ર બનાવ્યો ત્યારે,*

મારું અપમાન કરવામાં આવ્યું.

૧૧ મેં કંતાનનાં કપડાં પહેર્યાં ત્યારે,

તેઓએ મારી મજાક ઉડાવી.*

૧૨ શહેરના દરવાજે બેસનારાઓ* મારા વિશે વાતો કરે છે,

દારૂડિયાઓ મારા વિશે ગીતો રચે છે.

૧૩ પણ હે યહોવા, તમે યોગ્ય સમયે

મારી પ્રાર્થના સાંભળો.+

હે ઈશ્વર, તમારો અતૂટ પ્રેમ* વરસાવીને મને જવાબ આપો.

મને ભરોસો છે કે તમે જરૂર મારો ઉદ્ધાર કરશો.+

૧૪ મને દલદલમાંથી બચાવો,

એમાં ખૂંપી જવા દેશો નહિ.

મને નફરત કરનારાઓથી

અને ઊંડા પાણીમાંથી બચાવી લો.+

૧૫ પૂરનું ધસમસતું પાણી મને ઘસડી ન જાય,+

ઊંડું પાણી મને ડુબાડી ન દે,

કૂવો* પોતાનું મોં મારા પર બંધ કરી ન દે.+

૧૬ હે યહોવા, તમારો અતૂટ પ્રેમ ઉત્તમ હોવાથી મને જવાબ આપો.+

મારા પર તમારી પુષ્કળ દયા હોવાથી મારી તરફ ફરો.+

૧૭ તમારા આ ભક્તથી તમારું મુખ ફેરવી લેશો નહિ.+

મને જલદી જવાબ આપો, કેમ કે હું હેરાન-પરેશાન છું.+

૧૮ મારી પાસે આવો અને મને બચાવો.

મારા દુશ્મનોના હાથમાંથી મને છોડાવો.

૧૯ તમે મારી બદનામી, મારું અપમાન અને મારી શરમ જાણો છો.+

તમે મારા બધા વેરીઓને જોયા છે.

૨૦ અપમાનથી મારું કાળજું કપાઈ ગયું છે અને જખમ રુઝાય એવો નથી.*

હું હમદર્દી ચાહતો હતો, પણ મને ન મળી.+

હું દિલાસો આપનારને ઝંખતો હતો, પણ એકેય ન મળ્યો.+

૨૧ તેઓએ મને ખાવા માટે ઝેર આપ્યું,+

મને તરસ લાગી ત્યારે પીવા માટે સરકો* આપ્યો.+

૨૨ તેઓની મિજબાનીઓ તેઓ માટે જાળ બની જાય

અને તેઓની જાહોજલાલી ફાંદો બની જાય.+

૨૩ તેઓની આંખો અંધકારરૂપ થઈ જાય, જેથી તેઓ જોઈ ન શકે

અને તેઓના પગ* થરથર કાંપતા રહે.

૨૪ તમારો કોપ તેઓ પર રેડી દો

અને તમારા ગુસ્સાની આગમાં તેઓને ભસ્મ કરી દો.+

૨૫ તેઓની છાવણીઓ ઉજ્જડ થઈ જાય,

તેઓના તંબુઓમાં કોઈ વસે નહિ.+

૨૬ તમે જેને સજા કરી છે, તેની પાછળ તેઓ પડે છે,

તમે જેઓને ઘાયલ કર્યા છે, તેઓની પીડા વિશે તેઓ ગુસપુસ કરે છે.

૨૭ તેઓના દોષમાં વધારો કરો,

તમારી નજરમાં તેઓ નેક ન ગણાઓ.

૨૮ જીવનના પુસ્તકમાંથી તેઓનાં નામ ભૂંસી નાખો,+

નેક લોકોમાં તેઓની ગણતરી ન થાઓ.+

૨૯ હું દુઃખી છું અને મને ઘણી વેદના થાય છે.+

હે ભગવાન, તમારી શક્તિથી મને બચાવી લો, મારું રક્ષણ કરો.

૩૦ હું ઈશ્વરના નામની સ્તુતિ ગાઈશ

અને આભાર માનીને તેમને મોટા મનાવીશ.

૩૧ એનાથી યહોવાને એટલી ખુશી થશે,

જેટલી આખલાના બલિદાનથી નથી થતી,

અરે, શિંગડાં અને ખરીવાળા આખલાના બલિદાનથી પણ નથી થતી.+

૩૨ નમ્ર લોકો એ જોઈને આનંદ કરશે.

હે ઈશ્વરભક્તો, તમારાં દિલ તાજગીથી ભરપૂર થાઓ.

૩૩ યહોવા ગરીબનું સાંભળે છે.+

કેદ થયેલા પોતાના લોકોને તે તરછોડી દેશે નહિ.+

૩૪ આકાશ અને ધરતી તેમનો જયજયકાર કરો.+

સાગર અને એમાં રહેનારા બધા તેમની સ્તુતિ કરો.

૩૫ ઈશ્વર સિયોનને બચાવશે+

અને યહૂદાનાં શહેરોને ફરીથી બાંધશે.

તેમના લોકો ત્યાં રહેશે અને એના* માલિક બનશે.

૩૬ તેમના ભક્તોના વંશજો એનો વારસો મેળવશે,+

તેમના નામ પર પ્રીતિ રાખનારા+ એમાં રહેશે.

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત. યાદ કરાવવા માટે.

૭૦ હે ભગવાન, મને બચાવો.

હે યહોવા, મને મદદ કરવા દોડી આવો.+

 ૨ જેઓ મારો જીવ લેવા ચાહે છે,

તેઓ શરમાઓ અને લજવાઓ.

જેઓ મારી મુસીબત જોઈને ખુશ થાય છે,

તેઓ બદનામ થઈને પાછા હટો.

 ૩ જેઓ મને કહે છે કે “તે એ જ લાગનો છે!”

તેઓ શરમિંદા થઈને પાછા હટો.

 ૪ પણ તમારું માર્ગદર્શન શોધનારાઓ

તમારા પર ગર્વ કરો અને આનંદ મનાવો.+

ઉદ્ધારનાં તમારાં કામોને ચાહનારા હંમેશાં કહો:

“ઈશ્વર મોટા મનાઓ!”

 ૫ હે ભગવાન, મારા માટે ઝડપથી પગલાં ભરો.+

હું તો લાચાર અને ગરીબ છું.+

હે યહોવા, મોડું ન કરો.+

તમે જ મારા મદદગાર છો, મને બચાવનાર છો.+

૭૧ હે યહોવા, મેં તમારામાં આશરો લીધો છે.

મારે શરમાવું પડે એવું ક્યારેય થવા ન દેતા.+

 ૨ તમારી સચ્ચાઈને લીધે મને બચાવો અને મને છોડાવો.

મારી તરફ તમારો કાન ધરો* અને મને બચાવો.+

 ૩ મારા માટે ખડક પરનો ગઢ બનો,

જેમાં હું હંમેશાં દોડી જઈ શકું.

મને બચાવવાનો હુકમ કરો,

કેમ કે તમે મારો ખડક અને મારો કિલ્લો છો.+

 ૪ હે મારા ભગવાન, મને દુષ્ટના હાથમાંથી છોડાવો,+

અન્યાયી અને જુલમી માણસની પકડમાંથી મને બચાવો.

 ૫ હે વિશ્વના માલિક યહોવા, તમે જ મારી આશા છો.

મારી યુવાનીથી મેં તમારા પર ભરોસો રાખ્યો છે.+

 ૬ મેં જન્મથી જ તમારા પર આધાર રાખ્યો છે.

માના ગર્ભમાંથી મને બહાર કાઢનાર તમે જ હતા.+

હું નિરંતર તમારા યશોગાન ગાઉં છું.

 ૭ મારી સાથે જે બન્યું, એ જોઈને ઘણાને નવાઈ લાગે છે,

પણ મારા માટે તો તમે જ મજબૂત ગઢ છો.

 ૮ મારું મોં તમારી સ્તુતિથી ભરપૂર છે.+

આખો દિવસ હું તમારા ગૌરવની વાતો કરું છું.

 ૯ મારા ઘડપણમાં મને તરછોડી ન દેતા.+

મારું બળ ખૂટી જાય ત્યારે મારો ત્યાગ ન કરતા.+

૧૦ મારા શત્રુઓ મારી વિરુદ્ધ બોલે છે,

મારો જીવ લેવા ટાંપીને બેઠેલાઓ ભેગા મળીને કાવાદાવા કરે છે.+

૧૧ તેઓ કહે છે: “ઈશ્વરે તેને તરછોડી દીધો છે.

તેની પાછળ પડો અને પકડી લો, કેમ કે તેને બચાવનાર કોઈ નથી.”+

૧૨ હે ઈશ્વર, મારાથી દૂર ન રહો.

હે મારા ભગવાન, મને મદદ કરવા ઉતાવળ કરો.+

૧૩ જેઓ મારો વિરોધ કરે છે,

તેઓ શરમાઓ અને નાશ પામો.+

મારા પર તકલીફો આવે એવું ચાહનારાઓ

શરમ અને અપમાનથી ઢંકાઈ જાઓ.+

૧૪ પણ હું તો તમારી રાહ જોઈશ.

હું તમારી વધુ ને વધુ સ્તુતિ કરીશ.

૧૫ મારું મોં તમારો સાચો માર્ગ જણાવશે,+

આખો દિવસ ઉદ્ધારનાં તમારાં કામોનું રટણ કરશે,

ભલે એની ગણતરી કરવી* મારા માટે મુશ્કેલ છે.+

૧૬ હે વિશ્વના માલિક યહોવા,

તમારાં મહાન કામોનું હું વર્ણન કરીશ.

હું તમારા, ફક્ત તમારા ખરા માર્ગ વિશે વાત કરીશ.

૧૭ હે ઈશ્વર, તમે મને મારી યુવાનીથી શીખવ્યું છે.+

હું આજ સુધી તમારાં અજાયબ કામો પ્રગટ કરું છું.+

૧૮ હે ઈશ્વર, હું ઘરડો થાઉં અને માથાના વાળ સફેદ થાય ત્યારે પણ મારો ત્યાગ ન કરતા.+

તમારી શક્તિ વિશે આવનાર પેઢીને જણાવવાનો મોકો આપજો,

આવનાર સર્વ લોકોને તમારાં પરાક્રમોનું વર્ણન કરવાની તક આપજો.+

૧૯ હે ઈશ્વર, તમારી સચ્ચાઈ* તો ઊંચાઈને આંબી જાય છે.+

તમે કેટલાં મહાન કામો કર્યાં છે!

હે ઈશ્વર, તમારા જેવું કોણ છે?+

૨૦ ખરું કે તમે મને મુશ્કેલીઓ અને આફતો સહેવા દીધી,+

પણ મને ફરીથી તાજગી આપો.

પૃથ્વીનાં ઊંડાણોમાંથી મને બહાર કાઢી લાવો.+

૨૧ મારું માન-સન્માન વધારો,

મારું રક્ષણ કરો અને મને દિલાસો આપો.

૨૨ હે મારા ઈશ્વર, તમારી વફાદારીને લીધે,+

હું તારવાળું વાજિંત્ર વગાડીને તમારો જયજયકાર કરીશ.

હે ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર,

હું વીણા વગાડીને તમારી સ્તુતિ ગાઈશ.*

૨૩ હું તમારી સ્તુતિનાં ગીતો ગાઈશ ત્યારે, મારા હોઠો આનંદથી પોકારી ઊઠશે,+

કેમ કે તમે મારું જીવન બચાવ્યું છે.+

૨૪ મારી જીભ આખો દિવસ તમારા સાચા માર્ગ વિશે વાતો કરશે.+

મારો વિનાશ ચાહનારાઓ લજવાશે અને બદનામ થશે.+

સુલેમાન વિશે.

૭૨ હે ઈશ્વર, રાજાને તમારા નીતિ-નિયમો શીખવો,

રાજાના દીકરાને તમારા ખરા માર્ગે ચાલવાનું વરદાન આપો.+

 ૨ તે સચ્ચાઈથી* તમારા લોકો માટે લડે,

તમારા લાચાર લોકોનો અદ્દલ ઇન્સાફ કરે.+

 ૩ ઓ પર્વતો, લોકો માટે શાંતિ લઈ આવો,

ઓ ટેકરીઓ, સત્યનો પ્રકાશ ફેલાવો.

 ૪ રાજા ગરીબ લોકોનું રક્ષણ* કરે,

તે ગરીબના દીકરાઓનો બચાવ કરે

અને દગાખોરને કચડી નાખે.+

 ૫ જ્યાં સુધી સૂરજ-ચાંદ રહેશે,

ત્યાં સુધી પેઢી દર પેઢી+

તેઓ તમારો ડર રાખશે.

 ૬ રાજા તો કાપેલા ઘાસ પર પડતા વરસાદ જેવા થશે,

ધરતીને સિંચતાં વરસાદનાં ઝાપટાં જેવા થશે.+

 ૭ તેમના દિવસોમાં નેક માણસ ખીલી ઊઠશે,*+

ચંદ્ર રહેશે ત્યાં સુધી શાંતિ વધતી ને વધતી જશે.+

 ૮ રાજા સમુદ્રથી સમુદ્ર સુધી,

અને નદીથી* લઈને પૃથ્વીના છેડા સુધી રાજ કરશે.*+

 ૯ રણમાં રહેનારાઓ તેમની આગળ નમન કરશે,

તેમના વેરીઓ ધૂળ ચાટતા થઈ જશે.+

૧૦ તાર્શીશ અને ટાપુઓના રાજાઓ વેરો ભરશે.+

શેબા અને સેબાના રાજાઓ ભેટ-સોગાદો લાવશે.+

૧૧ બધા રાજાઓ તેમની આગળ નમન કરશે

અને બધી પ્રજાઓ તેમની સેવા કરશે.

૧૨ મદદનો પોકાર કરનાર ગરીબને તે છોડાવશે,

લાચાર અને નિરાધારને તે બચાવશે.

૧૩ દીન-દુખિયાઓને તે કરુણા બતાવશે,

ગરીબનો તે જીવ બચાવશે.

૧૪ તે તેઓને જુલમ અને હિંસામાંથી છોડાવશે,

તેઓનું લોહી તેમની નજરમાં અનમોલ ગણાશે.

૧૫ તે જુગ જુગ જીવે અને તેમને શેબાનું સોનું આપવામાં આવે.+

તેમના માટે સતત પ્રાર્થના કરવામાં આવે,

આખો દિવસ તેમના પર આશીર્વાદો વરસે.

૧૬ પુષ્કળ પાકથી ધરતી લહેરાઈ ઊઠશે,+

મબલક પાકથી પર્વતોનાં શિખરો ઊભરાઈ જશે.

લબાનોનની જેમ રાજાના બાગ-બગીચાનાં ફળો લચી પડશે.+

ધરતી પરના ઘાસની જેમ શહેરોમાં લોકો વધશે.+

૧૭ રાજાનું નામ અમર થાય,+

સૂર્ય રહે ત્યાં સુધી એ નામનો મહિમા વધે.

તેમનાથી લોકોને આશીર્વાદ મળે,+

બધી પ્રજાઓ તેમને સુખી જાહેર કરે.

૧૮ ઇઝરાયેલના ઈશ્વર, યહોવા ઈશ્વરની સ્તુતિ થાઓ,+

તે એકલા જ અજાયબ કામો કરે છે.+

૧૯ તેમના ગૌરવશાળી નામનો હંમેશ માટે જયજયકાર થાઓ,+

આખી પૃથ્વી તેમના ગૌરવથી ભરપૂર થાઓ.+

આમેન અને આમેન.

૨૦ અહીં યિશાઈના દીકરા દાઉદની પ્રાર્થનાઓ પૂરી થાય છે.+

ત્રીજું પુસ્તક

(ગીતશાસ્ત્ર ૭૩-૮૯)

આસાફનું ગીત.+

૭૩ ઇઝરાયેલીઓનું, હા, શુદ્ધ દિલવાળા લોકોનું પરમેશ્વર સાચે જ ભલું કરે છે.+

 ૨ પણ મારા પગે લગભગ ઠોકર ખાધી હતી.

મારા પગ લપસી જવાની તૈયારીમાં હતા.+

 ૩ હું જ્યારે દુષ્ટોની શાંતિ જોતો,+

હું એ ઘમંડીઓને* જોતો ત્યારે મને અદેખાઈ આવતી.

 ૪ મરતી વખતે તેઓને કોઈ પીડા થતી નથી.

તેઓ શરીરે તગડા* હોય છે.+

 ૫ બીજા મનુષ્યોની જેમ તેઓને ચિંતા સતાવતી નથી.+

બીજા માણસોની જેમ તેઓ દુઃખ સહેતા નથી.+

 ૬ એટલે અહંકાર તેઓના ગળાનો હાર+

અને અત્યાચાર તેઓનાં કપડાં છે.

 ૭ એશઆરામને લીધે તેઓની આંખો સૂજી જાય છે.

તેઓને ધાર્યા કરતાં વધારે સફળતા મળે છે.

 ૮ તેઓ બીજાઓની હાંસી ઉડાવે છે અને નિંદા કરે છે.+

તેઓ ઘમંડી બનીને જુલમ ગુજારવાની ધમકી આપે છે.+

 ૯ તેઓ જાણે આકાશમાં હોય એ રીતે વાતો કરે છે.

તેઓની જીભ આખી પૃથ્વી પર ડંફાસો મારતી ફરે છે.

૧૦ એટલે ઈશ્વરના લોકો દુષ્ટો તરફ ખેંચાઈ જાય છે

અને તેઓનું ઊભરાતું પાણી પીએ છે.

૧૧ દુષ્ટો કહે છે: “ઈશ્વરને શું ખબર પડવાની?+

શું સર્વોચ્ચ ઈશ્વરને આની જાણ થવાની?”

૧૨ હા, આ દુષ્ટોનું જીવન એકદમ આસાન છે.+

તેઓની ધનદોલત વધતી ને વધતી જાય છે.+

૧૩ મેં શું કામ મારું દિલ શુદ્ધ રાખ્યું?

શું કામ મારા હાથ ધોઈને બતાવ્યું કે હું નિર્દોષ છું?+

૧૪ આખો દિવસ હું હેરાન-પરેશાન થતો.+

રોજ સવારે મને ઠપકો મળતો.+

૧૫ પણ જો મેં એવી વાતો કરી હોત,

તો તમારા લોકોનો* વિશ્વાસઘાત કર્યો હોત.

૧૬ મેં જ્યારે એ સમજવાની કોશિશ કરી,

ત્યારે મારું દિલ દુભાયું.

૧૭ આખરે હું ઈશ્વરના ભવ્ય મંડપની અંદર ગયો

અને દુષ્ટોના ભાવિ પર વિચાર કર્યો.

૧૮ તમે તેઓને લપસણી જગ્યાએ મૂકો છો.+

તમે તેઓને બરબાદ થવા દો છો.+

૧૯ પળભરમાં તેઓનો વિનાશ થઈ જાય છે!+

તેઓનો અંત કેટલો ઝડપી, કેવો ભયાનક હોય છે!

૨૦ જેમ કોઈ માણસ જાગે અને પોતાનું સપનું ભૂલી જાય,

તેમ હે યહોવા, તમે જાગશો અને તેઓનો ત્યાગ કરશો.*

૨૧ પણ મારું મન ખાટું થઈ ગયું,+

મારા અંતરમાં* ભારે વેદના થઈ.

૨૨ મારા વિચારો વાજબી ન હતા અને મને સમજ ન હતી.

તમારી આગળ હું મૂર્ખ જાનવર જેવો હતો.

૨૩ પણ હવે હું સદા તમારી સાથે છું.

તમે મારો જમણો હાથ પકડી રાખ્યો છે.+

૨૪ તમે મને સલાહ આપીને માર્ગ બતાવો છો,+

તમે મને માન-સન્માન તરફ દોરી જશો.+

૨૫ સ્વર્ગમાં તમારા વિના મારું બીજું કોણ છે?

પૃથ્વી પર તમારા સિવાય હું કોઈની આશા રાખતો નથી.+

૨૬ મારાં તન-મન ભલે કમજોર થઈ જાય,

પણ ઈશ્વર મારો ખડક, મારા દિલની રક્ષા કરનાર અને કાયમ માટેનો મારો હિસ્સો છે.+

૨૭ જે લોકો તમારાથી દૂર દૂર રહે છે, તેઓનો તમે નાશ કરશો.

જેઓ બેવફા બનીને તમને તરછોડી દે છે, તે દરેકનો તમે અંત લાવશો.+

૨૮ પણ ઈશ્વરની નજીક આવવામાં મારું ભલું છે.+

મેં વિશ્વના માલિક યહોવામાં આશરો લીધો છે,

જેથી હું તેમનાં બધાં કામો જાહેર કરું.+

માસ્કીલ.* આસાફનું ગીત.+

૭૪ હે ભગવાન, તમે કેમ અમને કાયમ માટે તરછોડી દીધા છે?+

તમારા ચારાનાં ઘેટાં વિરુદ્ધ તમારો ગુસ્સો કેમ સળગી ઊઠ્યો છે?+

 ૨ તમે લાંબા સમય પહેલાં પસંદ કરેલા લોકોને* યાદ કરો,+

એ કુળ જેને તમે વારસા તરીકે છોડાવ્યું હતું.+

સિયોન પર્વત યાદ કરો, જ્યાં તમે રહો છો.+

 ૩ વર્ષોથી પડી રહેલાં ખંડેરો તરફ તમારાં પગલાં વાળો.+

વેરીઓએ પવિત્ર સ્થાનની બધી વસ્તુઓનો નાશ કર્યો છે.+

 ૪ શત્રુઓએ ભક્તિ-સ્થળે ધમાલ મચાવી છે.+

તેઓએ ત્યાં નિશાની તરીકે પોતાના ઝંડા લહેરાવ્યા છે.

 ૫ તેઓ ગીચ જંગલ પર કુહાડો મારનારા માણસો જેવા છે.

 ૬ તેઓ કુહાડીઓ અને લોઢાના સળિયાઓથી મંદિરના નકશીકામનો+ કચ્ચરઘાણ વાળે છે.

 ૭ તેઓ તમારા મંદિરને આગ ચાંપે છે.+

તેઓએ તમારા નામનો મંડપ અશુદ્ધ કરીને જમીનદોસ્ત કરી દીધો છે.

 ૮ તેઓ અને તેઓના વંશજો મનોમન વિચારે છે:

“આખા દેશમાં જ્યાં જ્યાં ઈશ્વરની ભક્તિ થાય છે, એ બધી જગ્યાઓ બાળીને ભસ્મ કરી નાખીએ.”

 ૯ અમને નથી કોઈ નિશાનીઓ દેખાતી,

નથી કોઈ પ્રબોધક દેખાતો,

નથી અમને કોઈને ખબર કે આવું ક્યાં સુધી ચાલશે.

૧૦ હે ભગવાન, ક્યાં સુધી વેરી મહેણાં મારતો રહેશે?+

શું દુશ્મન કાયમ તમારા નામનું અપમાન કરતો રહેશે?+

૧૧ તમે કેમ તમારો જમણો હાથ પાછો રાખો છો?+

તમારો હાથ લંબાવો* અને તેઓનો સફાયો કરી નાખો.

૧૨ પણ ઈશ્વર સદીઓથી મારા રાજા છે,

પૃથ્વી પર ઉદ્ધારનાં કામો કરનાર તે જ છે.+

૧૩ તમે તમારા બળથી દરિયો વલોવી નાખો છો.+

તમે મોટાં દરિયાઈ પ્રાણીઓનાં માથાં ફોડી નાખો છો.

૧૪ તમે મોટાં દરિયાઈ પ્રાણીનાં* માથા કચડી નાખો છો,

રણપ્રદેશોના રહેવાસીઓને એ ખોરાક તરીકે આપી દો છો.

૧૫ ખડકો કાપીને તમે ઝરાઓ અને ઝરણાઓ વહેતાં કરો છો.+

ખળખળ વહેતી નદીઓને તમે સૂકવી નાખો છો.+

૧૬ દિવસ તમારો છે અને રાત પણ તમારી જ છે.

રોશની* તમે બનાવી છે અને સૂરજ પણ તમે જ બનાવ્યો છે.+

૧૭ પૃથ્વીની બધી હદો તમે જ ઠરાવી છે.+

ઉનાળા અને શિયાળાની ૠતુ પણ તમે જ ઠરાવી છે.+

૧૮ હે યહોવા, દુશ્મનોનાં મહેણાં-ટોણાં યાદ રાખો.

મૂર્ખ લોકો તમારા નામનું ઘોર અપમાન કરે છે.+

૧૯ તમારા હોલાનું જીવન જંગલી જાનવરોને સોંપી દેશો નહિ.

તમારા દીન-દુખિયા લોકોને હંમેશ માટે ભૂલી જશો નહિ.

૨૦ તમે અમારી સાથે કરેલો કરાર યાદ રાખો,

કેમ કે ધરતીની અંધારી જગ્યાઓ જુલમી લોકોથી ખદબદે છે.

૨૧ કચડાયેલા લોકો નિરાશ થઈને પાછા ન વળે.+

નિરાધાર અને ગરીબ તમારા નામની સ્તુતિ કરે.+

૨૨ હે ઈશ્વર, ઊઠો અને તમારો મુકદ્દમો લડો.

ભૂલશો નહિ, મૂર્ખ લોકો તમને આખો દિવસ મહેણાં મારે છે.+

૨૩ તમારા દુશ્મનો જે કહે છે એ ભૂલશો નહિ.

બંડખોરોનો ઘોંઘાટ આસમાન સુધી ચઢતો જાય છે.

સંગીત સંચાલક માટે સૂચન. “મારો નાશ ન થવા દો” ગીતના સૂર પ્રમાણે ગાવું. આસાફનું ગીત.+

૭૫ અમે તમારો આભાર માનીએ છીએ, હે ઈશ્વર, અમે તમારો અહેસાન માનીએ છીએ.

તમે અમારી સાથે છો,*+

લોકો તમારાં અજાયબ કામો જાહેર કરે છે.

 ૨ તમે કહો છો: “હું સમય નક્કી કરું છું

અને અદ્દલ ઇન્સાફ કરું છું.

 ૩ પૃથ્વી અને એના રહેવાસીઓ ડરથી કાંપવા* લાગ્યા ત્યારે,

મેં જ પૃથ્વીના પાયા અડગ રાખ્યા હતા.” (સેલાહ)

 ૪ પછી મેં અભિમાનીને કહ્યું: “ડંફાસ ન માર.”

દુષ્ટને કહ્યું: “તારાં બાવડાંના જોર પર ઘમંડ ન કર.*

 ૫ તારાં બાવડાંના જોર પર વધારે ઘમંડ ન કર*

અથવા ગરદન અક્કડ રાખીને ન બોલ.

 ૬ પૂર્વથી કે પશ્ચિમથી કે દક્ષિણથી

માન-સન્માન આવતું નથી.

 ૭ પણ ઈશ્વર ન્યાયાધીશ છે,+

તે એકને ઊંચો કરે છે તો બીજાને નીચો.+

 ૮ યહોવાના હાથમાં એક પ્યાલો છે.+

એ મસાલેદાર દ્રાક્ષદારૂથી ભરેલો છે અને ઊભરાઈ રહ્યો છે.

તે ચોક્કસ એ રેડી દેશે

અને પૃથ્વીના બધા દુષ્ટો એ પીશે, છેક તળિયાનો રગડો પણ પી જશે.”+

 ૯ પણ હું હંમેશાં ઈશ્વરનાં કામો વિશે જણાવીશ

અને યાકૂબના ઈશ્વરના ગુણગાન ગાઈશ.*

૧૦ ઈશ્વર કહે છે: “હું દુષ્ટોની તાકાત મિટાવી દઈશ.*

પણ નેક લોકોની તાકાત વધારીશ.”*

સંગીત સંચાલક માટે સૂચન: તારવાળાં વાજિંત્રો સાથે ગાવું. આસાફનું ગીત.+

૭૬ યહૂદા પરમેશ્વરને જાણે છે+

અને ઇઝરાયેલમાં તેમનું નામ મહાન છે.+

 ૨ તેમનો મંડપ શાલેમમાં છે,+

તેમનું રહેઠાણ સિયોનમાં છે.+

 ૩ તેમણે ત્યાં સળગતાં બાણો તોડી નાખ્યાં છે,

ઢાલ, તલવાર અને યુદ્ધનાં હથિયારો પણ ભાંગી નાખ્યાં છે.+ (સેલાહ)

 ૪ હે ઈશ્વર, તમે તેજથી ઝળહળો છો,*

તમારો મહિમા એવા પર્વતોથી પણ મોટો છે, જ્યાં જંગલી જાનવરો વસે છે.

 ૫ શૂરવીરો લૂંટાઈ ગયા છે.+

તેઓ મોતની નીંદરમાં સરી ગયા છે.

બધા યોદ્ધાઓ લાચાર થઈ ગયા છે.+

 ૬ હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી

સારથિ અને ઘોડા મરણની ઊંઘમાં સરી ગયા છે.+

 ૭ તમે એકલા જ અદ્‍ભુત* છો.+

તમારા ધગધગતા ક્રોધ સામે કોણ ટકી શકે?+

 ૮ જ્યારે તમે સ્વર્ગમાંથી ન્યાયચુકાદો ફરમાવ્યો,+

ત્યારે પૃથ્વી ભયભીત બનીને શાંત રહી,+

 ૯ કેમ કે ઈશ્વર ન્યાયચુકાદો આપવા ઊભા થયા,

પૃથ્વીના બધા નમ્ર જનોને બચાવવા ઊભા થયા.+ (સેલાહ)

૧૦ માણસનો ક્રોધ તમારા જયજયકારનું કારણ બનશે.+

તેઓના ગુસ્સાના છેલ્લા તણખાથી પણ તમે પોતાનો મહિમા વધારશો.

૧૧ તમારા ઈશ્વર યહોવા આગળ માનતા માનો અને પૂરી કરો.+

ઈશ્વરની આસપાસના સર્વ લોકો, તેમનો ડર રાખો અને ભેટ-સોગાદો લાવો.+

૧૨ તે આગેવાનોનું ઘમંડ તોડી પાડશે.

પૃથ્વીના રાજાઓમાં તે ભય ફેલાવશે.

સંગીત સંચાલક માટે સૂચન: યદૂથૂન* પ્રમાણે ગાવું. આસાફનું ગીત.+

૭૭ હું ઈશ્વરને પોકારીશ,

હું મોટા સાદે ઈશ્વરને પોકારીશ અને તે મારું સાંભળશે.+

 ૨ સંકટ સમયે હું યહોવાની મદદ માંગું છું.+

રાતે થાક્યા વગર હું તેમની આગળ હાથ ફેલાવી રાખું છું,

તોપણ મને દિલાસો મળતો નથી.

 ૩ હું ઈશ્વરને યાદ કરું છું ત્યારે નિસાસા નાખું છું,+

મારું મન બેચેન છે અને મારામાં શક્તિ રહી નથી.+ (સેલાહ)

 ૪ તમે મારી નીંદર લઈ લીધી છે,

હું હેરાન-પરેશાન થઈ ગયો છું અને બોલી શકતો નથી.

 ૫ હું જૂના દિવસો યાદ કરું છું,+

વીતેલાં વર્ષોનો વિચાર કરું છું.

 ૬ રાતે હું મારું ગીત* યાદ કરું છું,+

મનમાં વિચાર્યા કરું છું.+

હું આ સવાલોના જવાબ શોધવા મથું છું:

 ૭ શું યહોવા અમને કાયમ માટે ત્યજી દેશે?+

શું તે ફરી ક્યારેય કૃપા નહિ બતાવે?+

 ૮ શું તે કાયમ માટે અતૂટ પ્રેમ નહિ બતાવે?

શું તેમણે આપેલું વચન ક્યારેય પૂરું નહિ થાય?

 ૯ શું ઈશ્વર કૃપા બતાવવાનું ભૂલી ગયા છે?+

શું તેમણે ગુસ્સે ભરાઈને દયા બતાવવાનું છોડી દીધું છે? (સેલાહ)

૧૦ હું આમ કહેતો રહું છું: “મને આ વાતનું ભારે દુઃખ છે કે,*+

સર્વોચ્ચ ઈશ્વરે પોતાનો જમણો હાથ અમારા પરથી ખેંચી લીધો છે.”

૧૧ હું યાહનાં કાર્યો યાદ કરીશ.

વર્ષો અગાઉ તમે કરેલાં અદ્‍ભુત કામો હું યાદ કરીશ.

૧૨ હું તમારાં બધાં કામો પર મનન કરીશ,

તમે જે રીતે વર્તો છો એના પર વિચાર કરીશ.+

૧૩ હે ઈશ્વર, તમારા માર્ગો પવિત્ર છે,

હે ઈશ્વર, તમારા જેવો મહાન ઈશ્વર બીજો કોણ છે?+

૧૪ તમે સાચા ઈશ્વર છો અને અદ્‍ભુત કામો કરો છો.+

લોકોમાં તમે પોતાનું સામર્થ્ય પ્રગટ કર્યું છે.+

૧૫ તમે તમારી શક્તિથી પોતાના લોકોને છોડાવ્યા છે,+

યાકૂબ અને યૂસફના દીકરાઓને બચાવ્યા છે. (સેલાહ)

૧૬ હે ઈશ્વર, પાણીએ તમને જોયા,

પાણી તમને જોઈને થરથર કાંપવા લાગ્યું.+

ઊંડા પાણીમાં ખળભળાટ મચી ગયો.

૧૭ વાદળોમાંથી મુશળધાર પાણી વરસ્યું.

વાદળોથી ઘેરાયેલા આકાશે ગર્જના કરી,

તીર છૂટે તેમ ચોતરફ વીજળીના ચમકારા થયા.+

૧૮ તમારી ગર્જના+ રથનાં પૈડાઓના ગડગડાટ જેવી હતી.

વીજળીના તેજથી ધરતી ઝગમગી ઊઠી.+

પૃથ્વી હાલી અને કાંપી.+

૧૯ તમારો માર્ગ સમુદ્રમાં થઈને જતો હતો,+

તમારો રસ્તો ઊંડા પાણીમાંથી પસાર થતો હતો,

પણ તમારાં પગલાંનાં નિશાન કોઈને મળ્યાં નહિ.

૨૦ તમે તમારા લોકોને ઘેટાંના ટોળાની જેમ દોર્યા,+

મૂસા અને હારુનના હાથ નીચે તેઓની સંભાળ રાખી.+

માસ્કીલ.* આસાફનું ગીત.+

૭૮ હે મારા લોકો, મારો નિયમ* સાંભળો,

મારા મોંના શબ્દો પર કાન ધરો.

 ૨ હું તમને કહેવતો જણાવીશ,

જૂના જમાનાનાં ઉખાણાં* કહીશ.+

 ૩ જે વાતો આપણે સાંભળી અને જાણી છે,

જે આપણા બાપદાદાઓએ આપણને કહી છે,+

 ૪ એ આપણે તેઓના વંશજોથી છુપાવીશું નહિ.

આપણે આવનાર પેઢીને+

યહોવાનાં પ્રશંસાપાત્ર કામો, તેમની શક્તિ+

અને તેમણે કરેલાં શાનદાર કામો વિશે જણાવીશું.+

 ૫ તેમણે યાકૂબને આજ્ઞા આપી

અને ઇઝરાયેલમાં નિયમ ઠરાવ્યો;

તેમણે આપણા પૂર્વજોને આજ્ઞા કરી કે,

તેઓ પોતાનાં બાળકોને એ વિશે જણાવે,+

 ૬ જેથી આવનાર પેઢીમાં જે બાળકો જન્મે,

તેઓ એ વાતો જાણે.+

પછી તેઓ પણ પોતાનાં બાળકોને એ જણાવે.+

 ૭ એનાથી તેઓ ઈશ્વરમાં ભરોસો મૂકશે.

તેઓ ઈશ્વરનાં કામો ભૂલી જશે નહિ,+

પણ તેમની આજ્ઞાઓ પાળશે.+

 ૮ તેઓ પોતાના બાપદાદાઓ જેવા નહિ બને.

એ પેઢી હઠીલી અને બંડખોર હતી,+

એ પેઢીનું મન મક્કમ ન હતું.+

તેઓ ઈશ્વરને વફાદાર ન હતા.

 ૯ એફ્રાઈમીઓ ધનુષ્યથી સજ્જ હતા,

તોપણ યુદ્ધના દિવસે તેઓ નાસી છૂટ્યા.

૧૦ તેઓએ ઈશ્વરનો કરાર પાળ્યો નહિ+

અને તેમના નિયમ પ્રમાણે ચાલવાની ના પાડી.+

૧૧ ઈશ્વરે જે કર્યું હતું એ પણ તેઓ વીસરી ગયા,+

તેમણે કરેલાં મહાન કામો ભૂલી ગયા.+

૧૨ ઇજિપ્ત દેશમાં, સોઆન પ્રદેશમાં+

ઈશ્વરે તેઓના બાપદાદાઓના દેખતાં અજાયબ કામો કર્યાં હતાં.+

૧૩ તેમણે સમુદ્રના બે ભાગ કર્યા કે તેઓ એમાંથી પસાર થાય.

તેમણે પાણીને દીવાલની* જેમ રોકી રાખ્યું.+

૧૪ તેમણે તેઓને દિવસે વાદળથી

અને રાતે અગ્‍નિના પ્રકાશથી દોર્યા.+

૧૫ તેમણે વેરાન પ્રદેશમાં ખડકો ચીરી નાખ્યા,

તેઓને દરિયા જેટલું પાણી આપ્યું, જેથી તેઓની તરસ છિપાય.+

૧૬ તેમણે ભેખડમાંથી ઝરણાં રેલાવ્યાં

અને પાણી નદીઓની જેમ વહેતું થયું.+

૧૭ તોપણ તેઓએ રણમાં સર્વોચ્ચ ઈશ્વર સામે બંડ કર્યું.+

એમ કરીને તેઓ તેમની વિરુદ્ધ પાપ કરતા રહ્યા.

૧૮ તેઓએ પોતાની લાલસા પ્રમાણે ખાવાનું માંગી માંગીને,

પોતાનાં મનમાં ઈશ્વરની કસોટી કરી.+

૧૯ તેઓ ઈશ્વર વિરુદ્ધ કચકચ કરવા લાગ્યા,

“શું ઈશ્વર આ વેરાન પ્રદેશમાં અમને મિજબાની આપશે?”+

૨૦ તેમણે એક ખડક પર ઘા કર્યો,

એટલે એમાંથી પાણી વહેવા લાગ્યું ને ઝરણાં ફૂટી નીકળ્યાં.+

છતાં તેઓએ પૂછ્યું: “શું તે આપણને ખાવાનું પણ આપશે?

શું તે પોતાના લોકોને માંસ આપશે?”+

૨૧ એ સાંભળીને યહોવા કોપાયમાન થયા.+

યાકૂબ પર તેમનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો,+

ઇઝરાયેલ વિરુદ્ધ તેમનો કોપ સળગી ઊઠ્યો.+

૨૨ કારણ, તેઓએ ઈશ્વરમાં શ્રદ્ધા રાખી નહિ,+

તે બચાવશે એવો ભરોસો રાખ્યો નહિ.

૨૩ એટલે ઈશ્વરે વાદળોથી ઘેરાયેલા આભને આજ્ઞા કરી

અને આકાશના દરવાજા ખોલી નાખ્યા.

૨૪ તેઓ માટે ખોરાક તરીકે તે માન્‍ના* વરસાવતા રહ્યા.

તેમણે તેઓને સ્વર્ગમાંથી ખોરાક આપ્યો.+

૨૫ મનુષ્યોએ દૂતોનો* ખોરાક ખાધો,+

ઈશ્વરે તેઓને ભરપેટ ખાવાનું પૂરું પાડ્યું.+

૨૬ તેમણે આકાશમાં પૂર્વથી પવન ચલાવ્યો,

પોતાની શક્તિ દ્વારા દક્ષિણથી પવન ફૂંકાવ્યો.+

૨૭ તેમણે ધૂળની જેમ પુષ્કળ માંસ

અને દરિયા કાંઠાની રેતીની જેમ પક્ષીઓ વરસાવ્યાં.

૨૮ તેમણે પક્ષીઓને તેઓની છાવણીમાં,

તેઓના તંબુઓની ચારે બાજુ પડવાં દીધાં.

૨૯ તેઓએ ખાધું, ઠાંસી ઠાંસીને ખાધું.

તેમણે તેઓની ઇચ્છા પ્રમાણે આપ્યું.+

૩૦ પણ તેઓની લાલસા હજી સંતોષાઈ ન હતી,

ખાવાનું હજી તો તેઓના મોંમાં જ હતું

૩૧ અને ઈશ્વરનો ક્રોધ તેઓ પર સળગી ઊઠ્યો.+

તેમણે તેઓના શૂરવીરોને મારી નાખ્યા.+

ઇઝરાયેલના યુવાનોને તેમણે ઢાળી દીધા.

૩૨ છતાંય તેઓ વધારે પાપ કરતા ગયા,+

તેમનાં અદ્‍ભુત કામો પર તેઓએ ભરોસો મૂક્યો નહિ.+

૩૩ તેથી, ઈશ્વરે તેઓના દિવસો જાણે પળ બે પળમાં પૂરા કરી નાખ્યા.+

મુસીબતો લાવીને તેઓનાં વર્ષો ટૂંકાવી દીધાં.

૩૪ પણ ઈશ્વર તેઓમાંથી અમુકને મારી નાખે કે તરત તેઓ તેમને ભજવા લાગતા,+

તેઓ પાછા ફરીને ઈશ્વરનું માર્ગદર્શન શોધતા.

૩૫ તેઓ યાદ કરતા કે ઈશ્વર તેઓનો ખડક છે,+

સર્વોચ્ચ ઈશ્વર તેઓના છોડાવનાર* છે.+

૩૬ પણ તેઓએ પોતાના શબ્દોથી તેમને છેતરવાનો પ્રયત્ન કર્યો

અને પોતાની જીભથી જૂઠું બોલ્યા.

૩૭ તેઓનું હૃદય તેમની પ્રત્યે અડગ રહ્યું નહિ,+

તેઓ તેમના કરારને વફાદાર રહ્યા નહિ.+

૩૮ પણ ઈશ્વર દયાળુ હતા.+

તે તેઓની ભૂલો માફ કરતા અને તેઓનો નાશ કરતા નહિ.+

તેઓ પર ગુસ્સો ઠાલવવાને બદલે,+

તે અનેક વાર પોતાનો ગુસ્સો ગળી જતા.

૩૯ તે યાદ રાખતા કે તેઓ મનુષ્ય માત્ર છે,+

લહેરાતા પવન જેવા છે, જે કદી પાછો ફરતો નથી.*

૪૦ વેરાન પ્રદેશમાં કંઈ કેટલીય વાર તેઓએ બળવો પોકાર્યો+

અને રણમાં ઈશ્વરના દિલને ઠેસ પહોંચાડી!+

૪૧ તેઓએ વારંવાર ઈશ્વરની કસોટી કરી,+

ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરનું દિલ દુભાવ્યું.*

૪૨ તેઓ ઈશ્વરની શક્તિ વીસરી ગયા.

તેઓ એ દિવસ ભૂલી ગયા જ્યારે તેમણે તેઓને દુશ્મનોથી બચાવ્યા* હતા.+

૪૩ તેમણે ઇજિપ્તમાં ચમત્કારો કર્યા હતા,+

સોઆન પ્રદેશમાં ચમત્કારો કર્યા હતા

૪૪ અને નાઈલ નદીની નહેરોનું પાણી લોહીમાં ફેરવી નાખ્યું હતું,+

જેથી ઇજિપ્તના લોકો એનું પાણી પી ન શકે.

૪૫ એ લોકોને કરડી ખાવા તેમણે માખીઓનાં ટોળેટોળાં મોકલ્યાં,+

તેઓમાં તબાહી મચાવવા દેડકાં મોકલ્યાં.+

૪૬ તેમણે તેઓની ફસલ ખાઉધરાં તીડોને ધરી દીધી,

તેઓની મહેનતનાં ફળ તીડોનાં ટોળાંને આપી દીધાં.+

૪૭ તેમણે કરા વરસાવીને તેઓના દ્રાક્ષાવેલાઓનો નાશ કર્યો+

અને તેઓનાં અંજીરનાં ઝાડનો* વિનાશ કર્યો.

૪૮ તેમણે તેઓનાં પ્રાણીઓ પર કરા વરસાવ્યા+

અને વીજળી પાડીને* ઢોરઢાંકને મારી નાખ્યાં.

૪૯ તેઓ પર તેમનો ગુસ્સો સળગી ઊઠ્યો,

તે તેઓ પર રોષ, કોપ અને સંકટ લાવ્યાં,

દૂતોની સેનાઓ તેઓ પર આફત લાવી.

૫૦ તેમણે પોતાના ક્રોધ માટે માર્ગ તૈયાર કર્યો

અને તેઓને મોતથી બચાવ્યા નહિ.

તેમણે રોગચાળાથી તેઓને મારી નાખ્યા.

૫૧ આખરે તેમણે ઇજિપ્તના બધા પ્રથમ જન્મેલાઓને મારી નાખ્યા,+

જેઓ હામના તંબુઓમાં પ્રથમ જન્મેલા હતા.

૫૨ પછી તે પોતાના લોકોને ઘેટાંની જેમ બહાર કાઢી લાવ્યા,+

તેઓને વેરાન પ્રદેશમાં એક ટોળાની જેમ દોર્યા.

૫૩ તે તેઓને સહીસલામત દોરી ગયા,

તેઓને કોઈ ડર ન હતો.+

તેઓના દુશ્મનો પર સમુદ્રનું પાણી ફરી વળ્યું.+

૫૪ તે તેઓને પોતાના પવિત્ર વિસ્તારમાં લાવ્યા,+

એ પહાડી પ્રદેશમાં, જે તેમણે પોતાના જમણા હાથે કબજે કર્યો હતો.+

૫૫ તેમણે તેઓ આગળથી બીજી પ્રજાઓને હાંકી કાઢી.+

તેમણે જમીન માપીને તેઓને વારસો વહેંચી આપ્યો.+

તેમણે ઇઝરાયેલનાં કુળોને પોતપોતાનાં ઘરોમાં ઠરીઠામ કર્યાં.+

૫૬ તોપણ તેઓ સર્વોચ્ચ ઈશ્વરની કસોટી કરતા રહ્યા, તેમની વિરુદ્ધ બંડ કરતા રહ્યા.+

તેમની આજ્ઞાઓ તેઓએ ગણકારી નહિ.+

૫૭ તેઓ ભટકી ગયા, પોતાના બાપદાદાઓની જેમ દગાખોર બની ગયા.+

વળી ગયેલા ધનુષ્યના બાણની જેમ, તેઓ આડે પાટે ચઢી ગયા.+

૫૮ તેઓ ઉચ્ચ સ્થાનો બનાવીને તેમને કોપાયમાન કરતા રહ્યા,+

કોતરેલી મૂર્તિઓ બનાવીને તેમના કોપને ભડકાવતા રહ્યા.+

૫૯ એ જોઈને ઈશ્વર રોષે ભરાયા+

અને તેમણે ઇઝરાયેલના લોકોને સાવ તરછોડી દીધા.

૬૦ છેવટે તેમણે શીલોહનો મંડપ ત્યજી દીધો,+

એ તંબુ જેમાં તે પોતે લોકો વચ્ચે રહેતા હતા.+

૬૧ તેમણે પોતાની તાકાતની નિશાનીને ગુલામીમાં જવા દીધી,

પોતાનું ગૌરવ દુશ્મનોના હાથમાં સોંપી દીધું.+

૬૨ તે પોતાના વારસા પર ક્રોધે ભરાયા,

તેમણે પોતાના લોકોને તલવારને હવાલે કર્યા.+

૬૩ અગ્‍નિએ તેમના જુવાનોને ભસ્મ કરી નાખ્યા.

તેમની કન્યાઓ માટે લગ્‍નગીતો ગાવામાં આવ્યાં નહિ.

૬૪ તેમના યાજકો* તલવારથી માર્યા ગયા,+

તેઓની વિધવાઓએ વિલાપ કર્યો નહિ.+

૬૫ પછી ઊંઘમાંથી કોઈ જાગે તેમ,

દ્રાક્ષદારૂના નશામાંથી શૂરવીર+ ઊઠે તેમ, યહોવા ઊઠ્યા.+

૬૬ તેમણે પોતાના દુશ્મનોને નસાડી મૂક્યા,+

સદાને માટે તેઓને અપમાનિત કર્યા.

૬૭ તેમણે યૂસફનો તંબુ ત્યજી દીધો

અને એફ્રાઈમ કુળ પસંદ કર્યું નહિ.

૬૮ પણ તેમણે યહૂદા કુળને,

પોતાના વહાલા સિયોન પર્વતને પસંદ કર્યો.+

૬૯ તેમણે પોતાનું મંદિર આકાશની જેમ સદાને માટે સ્થિર કર્યું,+

એ મંદિર પૃથ્વીની જેમ હંમેશાં ટકી રહે એવું બનાવ્યું.+

૭૦ તેમણે પોતાના સેવક દાઉદને પસંદ કર્યો.+

તેને ઘેટાંના વાડાઓમાંથી બોલાવ્યો,+

૭૧ જ્યાં તે ધવડાવતી ઘેટીઓની સંભાળ લેતો હતો.

તેમણે યાકૂબ પર, એટલે કે પોતાના લોક પર,+

પોતાના વારસા ઇઝરાયેલ પર તેને પાળક નીમ્યો.+

૭૨ તેણે પૂરા દિલથી* તેઓની સંભાળ રાખી+

અને કુશળ હાથે તેઓને દોર્યા.+

આસાફનું ગીત.+

૭૯ હે ઈશ્વર, બીજી પ્રજાઓએ તમારા વારસા પર હુમલો કર્યો છે.+

તેઓએ તમારું પવિત્ર મંદિર અશુદ્ધ કર્યું છે+

અને યરૂશાલેમને ખંડેર બનાવી દીધું છે.+

 ૨ તેઓએ તમારા ભક્તોનાં શબ આકાશનાં પક્ષીઓને ખાવાં આપી દીધાં છે;

તમારા વફાદાર જનોનું માંસ પૃથ્વીનાં જંગલી પ્રાણીઓને ખાવા આપી દીધું છે.+

 ૩ તેઓએ આખા યરૂશાલેમમાં તેઓનું લોહી પાણીની જેમ વહાવ્યું છે

અને તેઓને દફનાવવા કોઈ બચ્યું નથી.+

 ૪ પડોશીઓ માટે અમે મજાકરૂપ થયા છીએ,+

આસપાસના લોકો અમારી મશ્કરી કરે છે અને હાંસી ઉડાવે છે.

 ૫ હે યહોવા, ક્યાં સુધી તમે ક્રોધે ભરાયેલા રહેશો? શું કાયમ માટે?+

ક્યાં સુધી તમારો ગુસ્સો આગની જેમ સળગતો રહેશે?+

 ૬ તમારો ક્રોધ એ પ્રજાઓ પર રેડી દો, જે તમને જાણતી નથી,

એ રાજ્યો પર રેડી દો, જે તમારા નામે પોકાર કરતાં નથી.+

 ૭ તેઓ યાકૂબને ભરખી ગયાં છે

અને તેનું વતન ઉજ્જડ કરી નાખ્યું છે.+

 ૮ અમારા પૂર્વજોની ભૂલો માટે અમને શિક્ષા ન કરશો.+

દયા બતાવવામાં મોડું ન કરશો,+

કેમ કે અમે દુઃખમાં ડૂબી ગયા છીએ.

 ૯ હે અમારા તારણહાર ઈશ્વર,+

તમારા ગૌરવવાન નામને લીધે અમને મદદ કરો.

તમારા નામને લીધે અમને બચાવો અને અમારાં પાપ માફ કરો.+

૧૦ બીજી પ્રજાઓ અમારા વિશે કેમ કહે, “તેઓનો ભગવાન ક્યાં છે?”+

અમારી નજર સામે પ્રજાઓને જાણ થાય કે,

તમારા ભક્તોના લોહીનો બદલો લેવામાં આવ્યો છે.+

૧૧ કેદીઓના નિસાસા તમારા કાને પડે,+

મોતની સજા પામેલાઓને તમારી મહાશક્તિથી ઉગારી લો.*+

૧૨ હે યહોવા, અમારા પડોશીઓએ તમને મહેણાં માર્યાં છે,+

એનો સાત ગણો બદલો તેઓને વાળી આપો.+

૧૩ પછી અમે, એટલે કે તમારા લોકો અને તમારા ચારાનાં ઘેટાં,+

સદા તમારો આભાર માનીશું.

અમે પેઢી દર પેઢી તમારો જયજયકાર કરીશું.+

સંગીત સંચાલક માટે સૂચન: “ફૂલો”* ગીતના સૂર પ્રમાણે ગાવું. યાદ કરાવવા માટે. આસાફનું ગીત.+

૮૦ હે ઇઝરાયેલના પાળક,

યૂસફના લોકોને ટોળાની જેમ દોરનાર, સાંભળો.+

હે કરૂબો પર* બિરાજનાર,+

તમારો પ્રકાશ પાથરો.*

 ૨ એફ્રાઈમ, બિન્યામીન અને મનાશ્શા આગળ

તમારી તાકાત બતાવો.+

આવો અને અમને બચાવી લો.+

 ૩ હે ઈશ્વર, અમારા પર ફરીથી કૃપા બતાવો.+

તમારા મુખનું તેજ અમારા પર ઝળહળવા દો, જેથી અમે બચી જઈએ.+

 ૪ હે સૈન્યોના ઈશ્વર યહોવા, ક્યાં સુધી તમારો ગુસ્સો સળગતો રહેશે?

ક્યાં સુધી તમારા લોકોની પ્રાર્થના નહિ સાંભળો?+

 ૫ તમે તેઓને આંસુઓની રોટલી ખવડાવી છે

અને પુષ્કળ આંસુ પિવડાવ્યાં છે.

 ૬ અમને જીતી લેવા આસપાસની પ્રજાઓને તમે એકબીજા સામે લડવા દો છો,

દુશ્મનોને મન ફાવે એમ અમારી મશ્કરી કરવા દો છો.+

 ૭ હે સૈન્યોના ઈશ્વર, અમારા પર ફરીથી કૃપા બતાવો.

તમારા મુખનું તેજ અમારા પર ઝળહળવા દો, જેથી અમે બચી જઈએ.+

 ૮ તમે ઇજિપ્તમાંથી દ્રાક્ષાવેલાને બહાર કાઢી લાવ્યા,+

તમે બીજી પ્રજાઓને હાંકી કાઢી અને એ વેલો રોપ્યો.+

 ૯ તમે એના માટે જગ્યા તૈયાર કરી,

એ વેલાનાં મૂળ ઊંડાં ઊતર્યાં અને વેલો આખા દેશમાં ફેલાઈ ગયો.+

૧૦ એની છાયાથી પર્વતો ઢંકાઈ ગયા,

એની ડાળીઓથી ઈશ્વરનાં દેવદારનાં વૃક્ષો પણ ઢંકાઈ ગયાં.

૧૧ એ વેલાની ડાળીઓ સમુદ્ર સુધી ફેલાઈ ગઈ

અને એની ડાળખીઓ નદી* સુધી પહોંચી ગઈ.+

૧૨ તમે દ્રાક્ષાવાડીની પથ્થરની દીવાલો કેમ તોડી નાખી?+

જુઓ, બધા મુસાફરો એની દ્રાક્ષો તોડીને ખાઈ જાય છે.+

૧૩ જંગલી સૂવરો એને ખેદાન-મેદાન કરી નાખે છે

અને એ દ્રાક્ષો જંગલી પ્રાણીઓનો ખોરાક બની ગઈ છે.+

૧૪ હે સૈન્યોના ઈશ્વર, મહેરબાની કરીને પાછા ફરો.

સ્વર્ગમાંથી નીચે નજર કરો.

આ દ્રાક્ષાવેલાની માવજત કરો,+

૧૫ જેની કલમ* તમે પોતાના જમણા હાથે રોપી છે.+

એ દીકરા* તરફ જુઓ, જેને તમે પોતાના માટે બળવાન કર્યો છે.+

૧૬ દ્રાક્ષાવેલાને કાપીને બાળી નાખવામાં આવ્યો છે.+

લોકો તમારા ઠપકાથી નાશ પામે છે.

૧૭ તમારા જમણા હાથે જે માણસ છે, તેને તમારો હાથ ટેકો આપે.

માણસના દીકરાને ટેકો આપે, જેને તમે પોતાના માટે બળવાન કર્યો છે.+

૧૮ ત્યાર પછી અમે તમારા માર્ગમાંથી ભટકીશું નહિ.

અમને જીવતા રાખો, જેથી અમે તમારું નામ પોકારતા રહીએ.

૧૯ હે સૈન્યોના ઈશ્વર યહોવા, અમારા પર ફરીથી કૃપા બતાવો.

તમારા મુખનું તેજ અમારા પર ઝળહળવા દો, જેથી અમે બચી જઈએ.+

ગિત્તીથ* વિશે સંગીત સંચાલક માટે સૂચન. આસાફનું ગીત.+

૮૧ ઈશ્વર આપણું બળ છે, તેમની આગળ ખુશીથી પોકારી ઊઠો,+

યાકૂબના ઈશ્વરની આગળ વિજયનો પોકાર કરો.

 ૨ સંગીત વગાડો, ખંજરી ઉપાડો,

તારવાળા વાજિંત્ર સાથે મધુર વીણા વગાડો.

 ૩ ચાંદરાતે* અને પૂનમની રાતે રણશિંગડું વગાડો,+

કેમ કે એ આપણા માટે તહેવારનો દિવસ છે.+

 ૪ ઇઝરાયેલ માટે એ ફરમાન છે,

યાકૂબના ઈશ્વરનો એ આદેશ છે.+

 ૫ ઈશ્વર જ્યારે ઇજિપ્તની વિરુદ્ધ થયા,+

ત્યારે તેમણે યૂસફ માટે આ નિયમ ઠરાવ્યો હતો.+

મને એક અજાણી વાણી* સંભળાઈ:

 ૬ “મેં તેના ખભા પરનો બોજ ઉપાડી લીધો,+

તેના હાથમાંથી ટોપલો લઈ લીધો.

 ૭ તારા સંકટમાં તેં પોકાર કર્યો અને મેં તને છોડાવ્યો.+

ગર્જના કરનારાં વાદળોમાંથી મેં તને જવાબ આપ્યો.+

મરીબાહના* પાણી પાસે મેં તારી કસોટી કરી.+ (સેલાહ)

 ૮ હે મારા લોકો, સાંભળો. હું તમને ચેતવણી આપું છું.

ઓ ઇઝરાયેલીઓ, તમે મારું સાંભળો તો કેવું સારું!+

 ૯ તો તમારી વચ્ચે બીજો કોઈ દેવ ન હોત,

તમે કોઈ પારકા દેવ આગળ નમ્યા ન હોત.+

૧૦ હું યહોવા તમારો ઈશ્વર છું,

હું જ તમને ઇજિપ્ત દેશમાંથી બહાર કાઢી લાવ્યો છું.+

તમારું મોં ખોલો, તમે ધરાઓ ત્યાં સુધી હું ખવડાવીશ.+

૧૧ પણ મારા લોકોએ મારી વાણી સાંભળી નહિ.

ઇઝરાયેલે મારું કહેવું માન્યું નહિ.+

૧૨ એટલે તેઓનાં હઠીલાં હૃદય પ્રમાણે મેં તેઓને ચાલવા દીધા.

તેઓએ પોતાની મનમાની કરી.+

૧૩ કાશ, મારા લોકોએ મારું સાંભળ્યું હોત+

અને ઇઝરાયેલ મારા માર્ગે ચાલ્યો હોત!+

૧૪ તો તેઓના દુશ્મનોને મેં તરત હરાવી દીધા હોત,

તેઓના શત્રુઓ વિરુદ્ધ મારો હાથ ઉગામ્યો હોત.+

૧૫ યહોવાને નફરત કરનારાઓ તેમની આગળ થરથર કાંપશે.

તેઓનો અંત કાયમી હશે.

૧૬ પણ તને* તો તે સૌથી સારા ઘઉં ખવડાવશે,+

ખડકમાંના મધથી તને સંતોષ આપશે.”+

આસાફનું ગીત.+

૮૨ ઈશ્વર પવિત્ર સભામાં બિરાજમાન થયા છે,+

તે દેવોની* વચ્ચે ન્યાય કરે છે અને કહે છે:+

 ૨ “ક્યાં સુધી તમે ન્યાય ઊંધો વાળશો+

અને દુષ્ટોનો પક્ષ લેશો?+ (સેલાહ)

 ૩ દીન-દુખિયા અને અનાથોનો બચાવ* કરો.+

લાચાર અને નિરાધારોનો ન્યાય કરો.+

 ૪ દીન-દુખિયા અને ગરીબોને છોડાવો.

તેઓને દુષ્ટના પંજામાંથી બચાવી લો.”

 ૫ ન્યાયાધીશો નથી કંઈ જાણતા, નથી કંઈ સમજતા,+

તેઓ અંધારામાં આમતેમ ફાંફા મારે છે.

નથી રહ્યો ઇન્સાફ કે નથી રહ્યો નિયમો માટે કોઈ આદર.*+

 ૬ “મેં* કહ્યું, ‘તમે દેવો* છો,+

તમે બધા સર્વોચ્ચ ઈશ્વરના દીકરાઓ છો.

 ૭ પણ માણસોની જેમ તમે મરણ પામશો,+

બીજા અધિકારીઓની જેમ તમારો અંત આવશે.’”+

 ૮ હે ઈશ્વર, ઊઠો અને પૃથ્વીનો ન્યાય કરો,+

કેમ કે બધી પ્રજાઓ તમારી જ છે.

આસાફનું ગીત.+

૮૩ હે ઈશ્વર, તમે શાંત ન રહેશો,+

હે ઈશ્વર, તમે ચૂપચાપ ઊભા રહીને જોયા ન કરશો.

 ૨ જુઓ, તમારા દુશ્મનો હુલ્લડ મચાવે છે,+

તમને નફરત કરનારાઓ ઘમંડી બનીને તમારી સામા થાય છે.

 ૩ તેઓ ચોરીછૂપીથી તમારા લોકો સામે કાવતરાં ઘડે છે,

તેઓ તમારા પસંદ કરેલા લોકો વિરુદ્ધ કાવાદાવા કરે છે.

 ૪ તેઓ કહે છે: “ચાલો, ઇઝરાયેલી પ્રજાનો પૂરો નાશ કરી દઈએ,+

જેથી એનું નામ હંમેશ માટે ભુલાઈ જાય.”

 ૫ તેઓ એક થઈને* યોજના ઘડે છે.

તેઓ તમારી વિરુદ્ધ ભેગા થઈને કરાર કરે છે;+

 ૬ તંબુઓમાં રહેનારા અદોમીઓ અને ઇશ્માએલીઓ, મોઆબીઓ+ અને હાગ્રીઓ,+

 ૭ ગબાલીઓ, આમ્મોનીઓ+ અને અમાલેકીઓ,

પલિસ્ત+ અને તૂરના રહેવાસીઓ તેઓ સાથે ભળી ગયા છે.+

 ૮ આશ્શૂરીઓ+ પણ તેઓ સાથે જોડાઈ ગયા છે.

તેઓ લોતના દીકરાઓને ટેકો આપે છે.+ (સેલાહ)

 ૯ તેઓના એવા હાલ કરો જેવા તમે મિદ્યાનીઓના કર્યા હતા,+

કીશોનના ઝરણા પાસે સીસરા અને યાબીનના કર્યા હતા.+

૧૦ એન-દોરમાં+ તેઓનો વિનાશ થયો.

તેઓ ખાતર બનીને જમીનમાં ભળી ગયા.

૧૧ તેઓના શાસકોના હાલ ઓરેબ અને ઝએબ જેવા કરો,+

તેઓના રાજવીઓના* હાલ ઝેબાહ અને સાલ્મુન્‍ના જેવા કરો.+

૧૨ તેઓએ કહ્યું હતું: “ચાલો, ઈશ્વર રહે છે એ દેશ કબજે કરી લઈએ.”

૧૩ હે મારા ઈશ્વર, તેઓને વંટોળમાં ઊડતા સૂકા ઝાંખરા જેવા કરો,+

પવનમાં ઊડતા સૂકા ઘાસ જેવા કરો.

૧૪ જંગલને ભસ્મ કરી દેતી આગની જેમ,

પર્વતોને બાળી નાખતી જ્વાળાઓની જેમ,+

૧૫ તમે તમારા વાવાઝોડાથી તેઓનો પીછો કરો,+

તમારી આંધીથી તેઓને થથરાવી દો.+

૧૬ તેઓનાં મોં પર બદનામી છવાઈ જાઓ,

જેથી હે યહોવા, તેઓ તમારું નામ શોધે.

૧૭ તેઓ હંમેશ માટે લજવાઓ અને ભયથી થરથર કાંપો.

તેઓનું અપમાન થાઓ અને તેઓ નાશ પામો.

૧૮ બધા લોકો જાણે કે તમારું નામ યહોવા છે+

અને આખી પૃથ્વી પર તમે એકલા જ સર્વોચ્ચ ઈશ્વર છો.+

ગિત્તીથ* વિશે સંગીત સંચાલક માટે સૂચન. કોરાહના દીકરાઓનું ગીત.+

૮૪ હે સૈન્યોના ઈશ્વર યહોવા,

મને તમારા ભવ્ય મંડપ પર ખૂબ પ્રેમ છે.+

 ૨ યહોવાનાં આંગણાં માટે+

હું તડપું છું,

હા, એના માટે ઝૂરી ઝૂરીને હું બેભાન થયો છું.

મારું તન-મન આનંદથી જીવતા ઈશ્વરનો જયજયકાર કરે છે.

 ૩ હે મારા રાજા, મારા ઈશ્વર!

હે સૈન્યોના ઈશ્વર યહોવા, તમારી ભવ્ય વેદી પાસે

પક્ષીને પણ ઘર મળી રહે છે,

અબાબીલ ત્યાં માળો બાંધે છે

અને પોતાનાં બચ્ચાંની સંભાળ રાખે છે.

 ૪ તમારા મંદિરમાં રહેનારાઓ કેટલા સુખી છે!+

તેઓ કાયમ તમારી સ્તુતિ કરે છે.+ (સેલાહ)

 ૫ એ લોકો સુખી છે, જેઓ તમારી પાસેથી શક્તિ મેળવે છે,+

જેઓનાં દિલ તમારા મંદિરના માર્ગો પર જવાની તમન્‍ના રાખે છે.

 ૬ તેઓ બાકા ખીણમાંથી* પસાર થાય છે ત્યારે,

એને જાણે ઝરાઓનો વિસ્તાર સમજે છે.

પહેલો વરસાદ એના પર આશીર્વાદો વરસાવે છે.*

 ૭ ડગલે ને પગલે તેઓનું બળ વધતું જાય છે.+

દરેક વ્યક્તિ ઈશ્વર આગળ સિયોનમાં હાજર થાય છે.

 ૮ હે સૈન્યોના ઈશ્વર યહોવા, મારી પ્રાર્થનાને કાન ધરો.

હે યાકૂબના ઈશ્વર, સાંભળો. (સેલાહ)

 ૯ હે અમારા ઈશ્વર, અમારી ઢાલ,+ ધ્યાન આપો.*

તમારા અભિષિક્તને કૃપા બતાવો.+

૧૦ હજાર દિવસો બીજે વિતાવવા કરતાં, તમારાં આંગણાંમાંનો એક દિવસ વધારે સારો છે!+

દુષ્ટોના તંબુઓમાં રહેવા કરતાં,

મારા ઈશ્વરના મંદિરના ઉંબરા પર સેવા કરવાનું* હું વધારે પસંદ કરું છું.

૧૧ યહોવા ઈશ્વર સૂર્ય+ અને ઢાલ છે.+

તે કૃપા કરે છે અને ગૌરવ આપે છે.

જેઓ નિર્દોષ* રહીને જીવે છે,+

તેઓથી યહોવા કોઈ પણ સારી ચીજ પાછી નહિ રાખે.

૧૨ હે સૈન્યોના ઈશ્વર યહોવા,

તમારા પર ભરોસો રાખનાર માણસ સુખી છે.+

સંગીત સંચાલક માટે સૂચન. કોરાહના દીકરાઓનું ગીત.+

૮૫ હે યહોવા, તમે તમારા દેશ પર કૃપા વરસાવી છે.+

ગુલામીમાં ગયેલાં યાકૂબનાં બાળકોને તમે પાછાં લાવ્યાં છો.+

 ૨ તમે તમારા લોકોની ભૂલ માફ કરી દીધી છે.

તમે તેઓનાં બધાં પાપ માફ કરી દીધાં છે.+ (સેલાહ)

 ૩ તમે તમારો કોપ રોકી રાખ્યો છે,

તમે તમારા ગુસ્સાની આગ ઠારી દીધી છે.+

 ૪ અમારો ઉદ્ધાર કરનાર ઈશ્વર, અમારા પર ફરીથી કૃપા બતાવો.*

અમારા પર નારાજ રહેશો નહિ.+

 ૫ શું તમે સદાને માટે અમારા પર ગુસ્સો કરશો?+

શું તમારો કોપ પેઢી દર પેઢી સળગતો રહેશે?

 ૬ શું તમે અમને ફરીથી તાજગી નહિ આપો,

જેથી તમારા લોકો તમારા લીધે ખુશી મેળવે?+

 ૭ હે યહોવા, તમારો અતૂટ પ્રેમ* બતાવો+

અને અમારો ઉદ્ધાર કરો.

 ૮ સાચા ઈશ્વર યહોવા જે કહે છે એ હું સાંભળીશ,

કેમ કે તે પોતાના ભક્તો, પોતાના વફાદાર લોકો સાથે શાંતિની વાત કરશે.+

પણ તેઓ ફરીથી પોતાના પર વધારે પડતો ભરોસો રાખે, એવું થવા ન દેશો.+

 ૯ ઈશ્વર પોતાનો ડર રાખનારાઓને જરૂર બચાવશે,+

જેથી આપણા દેશમાં તેમનું ગૌરવ રહે.

૧૦ અતૂટ પ્રેમ અને વફાદારી સંપીને રહેશે.

સચ્ચાઈ અને શાંતિ એકબીજાને ચુંબન કરશે.+

૧૧ ધરતીમાંથી વફાદારીનો ફણગો ફૂટી નીકળશે,

આકાશમાંથી સચ્ચાઈ* ઝળહળશે.+

૧૨ હા, યહોવા આબાદી આપશે.*+

આપણી ધરતી પોતાની ફસલ આપશે.+

૧૩ ઇન્સાફ* તેમની આગળ ચાલશે+

અને તેમનાં પગલાં માટે માર્ગ તૈયાર કરશે.

દાઉદની પ્રાર્થના.

૮૬ હે યહોવા, મારી વિનંતીને કાન ધરો* અને જવાબ આપો,

કેમ કે હું ગરીબ અને લાચાર છું.+

 ૨ મારા જીવનનું રક્ષણ કરો, કેમ કે હું વફાદાર છું.+

તમારા પર ભરોસો રાખનાર તમારા ભક્તને બચાવો,

કેમ કે તમે મારા ભગવાન છો.+

 ૩ હે યહોવા, મારા પર કૃપા કરો,+

હું આખો દિવસ તમને પોકારું છું.+

 ૪ તમારા ભક્તનું જીવન ખુશીઓથી ભરી દો,

કેમ કે હે યહોવા, હું તમારા પર આશા રાખું છું.

 ૫ હે યહોવા, તમે ભલા છો+ અને માફ કરવા તૈયાર છો.+

તમને પોકારનાર બધા પર તમે અતૂટ પ્રેમ* વરસાવો છો.+

 ૬ હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો.

મદદ માટેની મારી અરજો ધ્યાનમાં લો.+

 ૭ મુસીબતના દિવસે મેં તમને હાંક મારી,+

મને ખાતરી છે કે તમે જવાબ આપશો.+

 ૮ હે યહોવા, દેવોમાં તમારા જેવું કોઈ નથી,+

તમારાં કામો જેવાં કોઈનાં કામ નથી.+

 ૯ હે યહોવા, બધી પ્રજાઓને તમે ઉત્પન્‍ન કરી છે,

તેઓ તમારી આગળ આવશે અને નમન કરશે.+

તેઓ તમારા નામનો જયજયકાર કરશે.+

૧૦ તમે મહાન છો અને અજાયબ કામો કરો છો.+

તમે એકલા જ ઈશ્વર છો.+

૧૧ હે યહોવા, મને તમારો માર્ગ શીખવો.+

હું સતને પંથે ચાલીશ.+

મારું મન ભટકવા ન દો, જેથી તમારા નામનો ડર રાખું.+

૧૨ હે યહોવા મારા ઈશ્વર, હું પૂરા દિલથી તમારી સ્તુતિ કરીશ.+

હું સદા તમારા નામનો મહિમા ગાઈશ,

૧૩ કેમ કે તમે મારા પર અતૂટ પ્રેમ વરસાવ્યો છે.

તમે કબરના* ઊંડાણમાંથી મને ઉગારી લીધો છે.+

૧૪ હે ઈશ્વર, ઘમંડી માણસો મારી સામા થયા છે.+

જુલમી માણસો મારો જીવ લેવા પાછળ પડ્યા છે,

તેઓને તમારી કંઈ પડી નથી.+

૧૫ પણ હે યહોવા ઈશ્વર, તમે તો દયા અને કરુણા* બતાવનાર છો,

તમે જલદી ગુસ્સે ન થનાર, અતૂટ પ્રેમના સાગર અને વફાદારી* બતાવનાર છો.+

૧૬ મારી સામે જુઓ અને કૃપા બતાવો.+

તમારા ભક્તને તમારું બળ આપો.+

તમારી દાસીના દીકરાને બચાવી લો.

૧૭ મને તમારી ભલાઈની કોઈ નિશાની* આપો,

જેથી મારો ધિક્કાર કરનારાઓ એ જુએ અને લજવાય.

હે યહોવા, તમે મને સહાય કરનાર અને દિલાસો આપનાર છો.

કોરાહના દીકરાઓનું ગીત.+

૮૭ ઈશ્વરના શહેરનો પાયો પવિત્ર પર્વતોમાં છે.+

 ૨ યહોવાને યાકૂબના બધા તંબુઓ કરતાં,

સિયોનના દરવાજા વધારે વહાલા છે.+

 ૩ હે સાચા ઈશ્વરના શહેર, તારા વિશે કેવી સારી સારી વાતો થાય છે!+ (સેલાહ)

 ૪ મને જાણનારાઓમાં* હું રાહાબ*+ અને બાબેલોનની ગણતરી કરીશ.

આ રહ્યા પલિસ્ત, તૂર અને કૂશ.*

એ દરેક વિશે એવું કહેવામાં આવશે કે, “એનો જન્મ ત્યાં થયો હતો.”

 ૫ સિયોન વિશે આવું કહેવામાં આવશે:

“એમાં દરેકેદરેકનો જન્મ થયો હતો.”

સર્વોચ્ચ ઈશ્વર એને સ્થિર રાખશે.

 ૬ લોકોની નોંધણી કરતી વખતે, યહોવા જાહેર કરશે:

“આનો જન્મ ત્યાં થયો હતો.” (સેલાહ)

 ૭ ગાનારાઓ+ અને નાચનારાઓ+ કહેશે:

“સિયોન મારા આશીર્વાદોનો* ઝરો છે.”+

કોરાહના દીકરાઓનું ગીત.+ સંગીત સંચાલક માટે સૂચન: માહલાથના* રાગ પ્રમાણે વારાફરતી ગાવું. ઝેરાહી હેમાનનું માસ્કીલ.*+

૮૮ હે યહોવા, મારા ઉદ્ધારના ઈશ્વર,+

દિવસે હું તમને પોકારી ઊઠું છું

અને રાતે પણ હું તમારી આગળ કાલાવાલા કરું છું.+

 ૨ મારી પ્રાર્થના તમારા સુધી પહોંચે,+

મદદ માટેના મારા પોકારને કાન ધરો.*+

 ૩ મારા જીવનમાં દુઃખ-તકલીફોનો કોઈ પાર નથી,+

હું કબરના* દરવાજે ઊભો છું.+

 ૪ કબરમાં* ઊતરી જનારાઓમાં મારી ગણતરી થાય છે.+

હું સાવ લાચાર બની ગયો છું.+

 ૫ હું જાણે કતલ થઈને કબરમાં પડ્યો છું,

મરણ પામેલાઓ વચ્ચે ત્યજી દેવાયો છું.

તેઓને તમે હવે યાદ કરતા નથી,

તેઓ હવે તમારી છાયા નીચેથી દૂર થઈ ગયા છે.

 ૬ તમે મને અંધારી જગ્યામાં, મોટા ખાડામાં,

એકદમ અનંત ઊંડાણમાં* નાખી દીધો છે.

 ૭ તમારા કોપના બોજથી હું કચડાઈ જાઉં છું.+

તમારાં ઊછળતાં મોજાં મારા પર ફરી વળ્યાં છે. (સેલાહ)

 ૮ તમે ઓળખીતાઓને મારાથી દૂર કરી દીધા છે.+

તેઓની નજરમાં મને ધિક્કારપાત્ર બનાવી દીધો છે.

હું એવો ફસાયો છું કે છટકી શકું એમ નથી.

 ૯ દુઃખ-દર્દને લીધે મારી આંખો ઝાંખી પડી ગઈ છે.+

હે યહોવા, આખો દિવસ હું તમને પોકારું છું.+

તમારી આગળ મારા હાથ ફેલાવું છું.

૧૦ શું તમે ગુજરી ગયેલાઓ માટે ચમત્કારો કરશો?

શું મોતની ઊંઘમાં સરી ગયેલાઓ તમારી સ્તુતિ કરવા ઊભા થશે?+ (સેલાહ)

૧૧ શું કબરમાં તમારા અતૂટ પ્રેમ વિશે જણાવવામાં આવશે?

કે પછી વિનાશની જગ્યામાં* શું તમારી વફાદારી જાહેર કરાશે?

૧૨ શું તમારાં અજાયબ કામોની જાણ અંધકારમાં કરાશે?

અથવા ભુલાઈ ગયેલાઓના દેશમાં શું તમારી સચ્ચાઈ વિશે ખબર અપાશે?+

૧૩ પણ હે યહોવા, મદદ માટે હું હજુ પણ તમને આજીજી કરું છું.+

રોજ સવારે મારી અરજ તમારી પાસે પહોંચે છે.+

૧૪ હે યહોવા, તમે મને કેમ ત્યજી દો છો?+

મારાથી તમારું મોં કેમ ફેરવી લો છો?+

૧૫ મારી યુવાનીથી હું દુઃખ સહન કરતો આવ્યો છું અને હું મરવાની અણી પર છું.+

તમે મારા પર આફતો આવવા દીધી છે,

એ સહન કરી કરીને હું ભાંગી પડ્યો છું.

૧૬ તમારા ગુસ્સાની આગ મને ભસ્મ કરી નાખે છે.+

તમારી બીક મારો વિનાશ કરે છે.

૧૭ આખો દિવસ તેઓ પાણીની જેમ મારા પર ફરી વળે છે.

તેઓ બધી બાજુથી* મારા પર ધસી આવે છે.

૧૮ તમે મારા દોસ્તો અને સાથીદારોને મારાથી દૂર કર્યા છે,+

હવે તો બસ અંધકાર જ મારો દોસ્ત, મારો સાથી છે.

ઝેરાહી એથાનનું માસ્કીલ.*+

૮૯ યહોવાએ અતૂટ પ્રેમને લીધે જે કર્યું છે, એ વિશે હું સદા ગાઈશ.

હું બધી પેઢીઓને તમારી વફાદારી વિશે જણાવીશ.

 ૨ મેં કહ્યું: “તમારો અતૂટ પ્રેમ સદા ટકી રહેશે.+

તમે આકાશોમાં તમારી વફાદારી કાયમ માટે સ્થાપી છે.”

 ૩ તમે કહ્યું: “મેં મારા પસંદ કરેલા સાથે કરાર કર્યો છે.+

મેં મારા સેવક દાઉદને સમ ખાઈને કહ્યું છે:+

 ૪ ‘હું તારા વંશજને કાયમ ટકાવી રાખીશ+

અને તારી રાજગાદી પેઢીઓ સુધી અડગ રાખીશ.’”+ (સેલાહ)

 ૫ હે યહોવા, આકાશો તમારાં જોરદાર કામો પ્રગટ કરે છે.

હા, પવિત્ર જનોના મંડળમાં એ તમારી વફાદારીના વખાણ કરે છે.

 ૬ આકાશોમાં યહોવાની બરાબરી કોણ કરી શકે?+

ઈશ્વરના દીકરાઓમાં*+ યહોવા જેવું કોણ છે?

 ૭ પવિત્ર જનોની સભામાં ઈશ્વરને માન-મહિમા આપવામાં આવે છે.+

તેમની આસપાસના બધા કરતાં તે મહાન છે, તે અદ્‍ભુત* છે.+

 ૮ હે સૈન્યોના ઈશ્વર યહોવા,

હે યાહ, તમારા જેવું બળવાન કોણ છે?+

તમે હંમેશાં વફાદાર છો.+

 ૯ તોફાની સમુદ્ર પર તમે કાબૂ રાખો છો.+

એનાં ઊછળતાં મોજાંને તમે શાંત કરો છો.+

૧૦ તમે રાહાબને*+ કતલ થયેલાની જેમ કચડી નાખ્યો છે.+

તમે પોતાના મજબૂત હાથથી દુશ્મનોને વેરવિખેર કરી નાખ્યા છે.+

૧૧ આકાશો તમારા છે અને પૃથ્વી પણ તમારી છે.+

ધરતી અને એમાંનું બધું ઘડનાર પણ તમે જ છો.+

૧૨ ઉત્તર અને દક્ષિણ તમે ઉત્પન્‍ન કર્યા છે.

તાબોર+ અને હેર્મોન+ ખુશીથી તમારા નામનો જયજયકાર કરે છે.

૧૩ તમારો ભુજ બળવાન છે.+

તમારો હાથ મજબૂત છે.+

તમારો જમણો હાથ ઊંચો ઉઠાવેલો છે.+

૧૪ સચ્ચાઈ* અને ન્યાય તમારા રાજ્યાસનનો પાયો છે.+

અતૂટ પ્રેમ અને વફાદારી તમારી આગળ ઊભાં રહે છે.+

૧૫ એ લોકોને ધન્ય છે, જેઓ ખુશીથી તમારી સ્તુતિ કરે છે.+

હે યહોવા, તેઓ તમારા ચહેરાની રોશનીમાં ચાલે છે.

૧૬ તેઓ તમારા નામને લીધે આખો દિવસ ખુશી મનાવે છે,

તમારી સચ્ચાઈને લીધે તેઓને માન-સન્માન મળે છે.

૧૭ તેઓની શક્તિનું ગૌરવ તમે છો,+

તમારી કૃપાથી જ અમારું બળ વધ્યું છે.*+

૧૮ અમારી ઢાલ યહોવા પાસેથી છે

અને અમારા રાજા તો ઇઝરાયેલના પવિત્ર ઈશ્વર તરફથી છે.+

૧૯ એ સમયે તમે દર્શનમાં તમારા વફાદાર ભક્તોને જણાવ્યું:

“મેં બળવાનને તાકાત આપી છે.+

મેં લોકોમાંથી પસંદ કરેલાને ઉચ્ચ પદે મૂક્યો છે.+

૨૦ મારો ભક્ત દાઉદ મને મળ્યો છે.+

મારા પવિત્ર તેલથી મેં તેનો અભિષેક કર્યો છે.+

૨૧ મારો હાથ તેને ટેકો આપશે+

અને મારો હાથ તેને દૃઢ કરશે.

૨૨ કોઈ વેરી તેની પાસેથી કર ઉઘરાવશે નહિ,

કોઈ દુષ્ટ માણસ તેના પર જુલમ કરશે નહિ.+

૨૩ હું તેની આગળ તેના શત્રુઓના ટુકડે-ટુકડા કરી નાખીશ.+

તેને નફરત કરનારાઓનો વિનાશ કરી નાખીશ.+

૨૪ મારી વફાદારી અને અતૂટ પ્રેમ તેની સાથે છે,+

મારા નામને લીધે તેનું બળ વધતું ને વધતું જશે.*

૨૫ હું તેનો હાથ* દરિયા પર રાખીશ

અને તેનો જમણો હાથ નદીઓ પર રાખીશ.+

૨૬ તે મને પોકારી ઊઠશે: ‘તમે મારા પિતા,

મારા ઈશ્વર અને મારા ઉદ્ધારના ખડક છો.’+

૨૭ હું તેને પ્રથમ જન્મેલો* બનાવીશ,+

પૃથ્વીના રાજાઓમાં તેને સૌથી ઊંચો કરીશ.+

૨૮ હું સદા તેના પર મારો અતૂટ પ્રેમ રાખીશ,+

તેની સાથેનો મારો કરાર કદી નિષ્ફળ નહિ જાય.+

૨૯ તેના વંશજો હંમેશાં રહે, એવું હું કરીશ.

આકાશોની જેમ તેનું રાજ્યાસન કાયમ ટકશે.+

૩૦ જો તેના દીકરાઓ મારો નિયમ ન પાળે

અને મારા હુકમો* પ્રમાણે ન ચાલે,

૩૧ જો તેઓ મારા કાયદા-કાનૂન તોડે

અને મારી આજ્ઞાઓ ન પાળે,

૩૨ તો હું તેઓના બંડ માટે સોટીથી સજા કરીશ,+

તેઓની ભૂલો માટે ફટકા મારીશ.

૩૩ પણ હું કદીયે મારો અતૂટ પ્રેમ તેનાથી પાછો રાખીશ નહિ+

કે મારું વચન તોડીશ નહિ.*

૩૪ હું મારો કરાર તોડીશ નહિ+

કે બોલીને ફરી જઈશ નહિ.+

૩૫ મારી પવિત્રતાના સમ ખાઈને એક વાર હું બોલ્યો છું.

હું કદીયે દાઉદ સાથે જૂઠું નહિ બોલું.+

૩૬ તેનો વંશ કાયમ ટકી રહેશે.+

સૂરજની જેમ તેનું રાજ્યાસન મારી આગળ સદા ટકી રહેશે.+

૩૭ ચંદ્રની જેમ એ રાજ્યાસન કાયમ માટે સ્થાપન થશે,

જે આકાશમાં વિશ્વાસુ સાક્ષી જેવો છે.” (સેલાહ)

૩૮ પણ તમે પોતે તેનો ત્યાગ કરીને તેને હાંકી કાઢ્યો છે.+

તમારા અભિષિક્ત પર તમે કોપાયમાન થયા છો.

૩૯ તમે તમારા ભક્ત સાથે કરેલા કરારનો તિરસ્કાર કર્યો છે.

તમે તેનો મુગટ* ભૂમિ પર ફેંકી દઈને એનું અપમાન કર્યું છે.

૪૦ તમે તેની પથ્થરની બધી દીવાલો તોડી પાડી છે.

તમે તેના કોટ ખંડેર બનાવી દીધા છે.

૪૧ ત્યાંથી પસાર થનારા બધા તેને લૂંટી લે છે.

તેના પડોશીઓ તેનું અપમાન કરે છે.+

૪૨ તમે તેના વેરીઓને જીત અપાવી છે.+

તમે તેના બધા દુશ્મનોને ખુશ કર્યા છે.

૪૩ તમે તેની તલવાર પણ બુઠ્ઠી બનાવી દીધી છે,

તમે તેને યુદ્ધમાં હાર ખવડાવી છે.

૪૪ તેની જાહોજલાલીનો તમે અંત લાવ્યા છો,

તેનું રાજ્યાસન તમે ભોંયભેગું કર્યું છે.

૪૫ તમે તેની યુવાનીના દિવસો ટૂંકાવી દીધા છે.

તમે તેને શરમથી ઢાંકી દીધો છે. (સેલાહ)

૪૬ હે યહોવા, આવું ક્યાં સુધી? શું તમે કાયમ સંતાઈ રહેશો?+

શું તમારો ગુસ્સો આગની જેમ સળગતો રહેશે?

૪૭ યાદ રાખો કે મારી જિંદગી કેટલી ટૂંકી છે!+

શું તમે કોઈ હેતુ વિના મનુષ્યનું સર્જન કર્યું છે?

૪૮ એવો કયો માણસ છે જેને મોત નહિ આવે?+

શું તે પોતાને કબરના* પંજામાંથી છોડાવી શકે? (સેલાહ)

૪૯ હે યહોવા, અતૂટ પ્રેમને લીધે તમે અગાઉ જે કાર્યો કર્યાં હતાં

અને તમારી વફાદારીને લીધે દાઉદ આગળ જે સમ ખાધા હતા, એનું શું થયું?+

૫૦ હે યહોવા, યાદ કરો કે તમારા ભક્તોને કેવાં મહેણાં મારવામાં આવે છે!

મારે બધા લોકોનાં કેટલાં મહેણાં-ટોણાં સાંભળવાં પડે છે!

૫૧ હે યહોવા, તમારા દુશ્મનો અપમાનનાં બાણ મારે છે.

તેઓએ તમારા અભિષિક્તનું ડગલે ને પગલે અપમાન કર્યું છે.

૫૨ યહોવાનો કાયમ માટે જયજયકાર થાઓ. આમેન અને આમેન.+

ચોથું પુસ્તક

(ગીતશાસ્ત્ર ૯૦-૧૦૬)

ઈશ્વરભક્ત મૂસાની પ્રાર્થના.+

૯૦ હે યહોવા, પેઢી દર પેઢીથી તમે અમારો આશરો* છો.+

 ૨ તમે પર્વતો ઉત્પન્‍ન કર્યા,

અરે, પૃથ્વી અને આખી દુનિયા બનાવી+

એ પહેલાંથી તમે સનાતન ઈશ્વર છો.+

 ૩ માણસને તમે ધૂળમાં મેળવી દો છો.

તમે કહો છો: “હે માણસના દીકરાઓ, ધૂળમાં પાછા જાઓ.”+

 ૪ હજાર વર્ષો તમારી નજરે ગઈ કાલ જેવાં છે,+

રાતના થોડા કલાકો જેવાં છે.

 ૫ લોકોને તમે પૂરની જેમ ઘસડી જાઓ છો.+ તેઓનું જીવન સપનાની જેમ ભુલાઈ જાય છે.

તેઓ સવારમાં ઊગતાં ઘાસ જેવા છે.+

 ૬ સવારમાં એ ખીલે છે અને ફૂલે-ફાલે છે,

પણ સાંજ સુધીમાં ચીમળાઈને સુકાઈ જાય છે.+

 ૭ અમે તમારા ક્રોધથી થરથર કાંપીએ છીએ+

અને તમારા ગુસ્સાની આગમાં ભસ્મ થઈએ છીએ.

 ૮ તમે અમારી ભૂલો જાણો છો.*+

અમે ખાનગીમાં જે કંઈ કરીએ એ પણ તમે જુઓ છો.+

 ૯ તમારા કોપથી અમારા દિવસો ખૂટતા જાય છે,*

એક નિસાસો નાખીએ એટલી વારમાં તો અમારાં વર્ષો વીતી જાય છે.

૧૦ અમારું જીવન ૭૦ વર્ષનું છે,

અથવા વધારે બળ હોય તો ૮૦ વર્ષનું.+

પણ એ વર્ષો દુઃખ-તકલીફોથી ભરેલાં છે.

એ જલદી વીતી જાય છે અને અમે ખતમ થઈ જઈએ છીએ.+

૧૧ તમારા ક્રોધની તાકાત કોણ જાણી શકે?

તમારા કોપની હદ કોણ જાણી શકે? અમે તો ફક્ત તમારો ડર રાખી શકીએ.+

૧૨ અમને સારી રીતે જીવતા શીખવો*+

કે અમે બુદ્ધિશાળી હૃદય કેળવીએ.

૧૩ હે યહોવા, પાછા ફરો.+ આવું ક્યાં સુધી ચાલશે?+

તમારા ભક્તો પર દયા બતાવો.+

૧૪ સવારમાં તમારા અતૂટ પ્રેમથી અમને તૃપ્ત કરો,+

જેથી અમારા બધા દિવસો અમે હર્ષનાદ કરીએ અને આનંદ મનાવીએ.+

૧૫ જેટલા દિવસો તમે અમને દુઃખી કર્યા,+

જેટલાં વર્ષો અમે આફતો વેઠી, એટલી જ અમને ખુશી આપો.+

૧૬ તમારા સેવકો તમારાં કામો જુએ,

તેઓના દીકરાઓ તમારો મહિમા જુએ.+

૧૭ અમારા ઈશ્વર યહોવાની કૃપા અમારા પર રહે.

તમે અમારા હાથનાં કામોને સફળ કરો,

હા, અમારા હાથનાં કામોને સફળ કરો.+

૯૧ સર્વોચ્ચ ઈશ્વરના આશ્રય સ્થાનમાં જે કોઈ રહે છે,+

તે સર્વશક્તિમાનની છાયામાં આશરો મેળવશે.+

 ૨ હું યહોવાને કહીશ: “તમે મારો આશરો છો, મારો કિલ્લો છો,+

મારા ઈશ્વરમાં હું ભરોસો રાખું છું.”+

 ૩ તે તને શિકારીના ફાંદાથી છોડાવશે,

જીવલેણ રોગોથી બચાવશે.

 ૪ તે પોતાનાં પીછાંથી તને ઢાંકી દેશે.*

તેમની પાંખો નીચે તું આશરો મેળવશે.+

તેમની વફાદારી+ તારા માટે ઢાલ+ અને રક્ષણ આપતી દીવાલ બનશે.

 ૫ તને રાતે જોખમનો

કે દિવસે છૂટતા બાણનો ભય લાગશે નહિ.+

 ૬ તને ગાઢ અંધારામાં ફેલાતા રોગચાળાનો

કે ભરબપોરે થતી તબાહીનો ડર લાગશે નહિ.

 ૭ તારી પડખે હજાર પડશે,

તારા જમણા હાથે દસ હજાર પડશે,

પણ તારો એકેય વાળ વાંકો નહિ થાય.+

 ૮ તું એ તારી સગી આંખે જોઈશ,

દુષ્ટને તું સજા ભોગવતો જોઈશ,

 ૯ “યહોવા મારો ગઢ છે,” એમ કહીને

તેં સર્વોચ્ચ ઈશ્વરમાં આશરો લીધો છે.*+

૧૦ તારા પર કોઈ આફત આવશે નહિ,+

કોઈ સંકટ તારા તંબુ પાસે ફરકશે નહિ.

૧૧ તે પોતાના દૂતોને+ તારા માટે હુકમ કરશે કે

તારા સર્વ માર્ગોમાં તેઓ તારું રક્ષણ કરે.+

૧૨ તેઓ તને પોતાના હાથમાં ઝીલી લેશે,+

જેથી તારો પગ પથ્થર સાથે અફળાય નહિ.+

૧૩ તું સિંહને અને નાગને કચડી નાખીશ.

તું બળવાન સિંહને અને મોટા સાપને પગથી છૂંદી નાખીશ.+

૧૪ ઈશ્વરે કહ્યું: “હું તેને બચાવીશ, કેમ કે તેને મારા પર પ્રેમ છે.*+

હું તેનું રક્ષણ કરીશ, કેમ કે તે મારું નામ જાણે* છે.+

૧૫ તે મને પોકારશે અને હું તેને જવાબ આપીશ.+

મુશ્કેલીના સમયે હું તેની સાથે રહીશ.+

હું તેને બચાવીશ અને મહિમાવાન કરીશ.

૧૬ હું તેને લાંબા જીવનનો આશીર્વાદ આપીશ.+

હું તેને ઉદ્ધારનાં મારાં કામો બતાવીશ.”+

સાબ્બાથના* દિવસ માટે ગીત.

૯૨ કેવું સારું કે યહોવાનો આભાર માનીએ,+

હે સર્વોચ્ચ ઈશ્વર, તમારા નામના ગુણગાન ગાઈએ,*

 ૨ સવારે તમારો અતૂટ પ્રેમ જણાવીએ+

અને રાતે તમારી વફાદારી જાહેર કરીએ;

 ૩ એની સાથે દસ તારવાળું વાજિંત્ર અને સિતાર વગાડીએ,

વીણાનો સૂર રેલાવીએ.+

 ૪ હે યહોવા, તમારાં કાર્યોથી તમે મને ખુશી આપી છે.

તમારા હાથનાં કામોને લીધે, હું તમારો જયજયકાર કરીશ.

 ૫ હે યહોવા, તમારાં કામ કેવાં મહાન છે!+

તમારા વિચારો કેટલા ઊંડા છે!+

 ૬ બુદ્ધિ વગરનો માણસ એ જાણી શકતો નથી.

મૂર્ખ માણસ આ વાત સમજી શકતો નથી:+

 ૭ ભલે દુષ્ટો ઘાસની જેમ ફૂટી નીકળે

અને બધા અપરાધીઓ ફૂલે-ફાલે,

પણ તેઓનો કાયમ માટે વિનાશ થશે.+

 ૮ હે યહોવા, તમે સદા માટે સર્વોચ્ચ ઈશ્વર છો.

 ૯ હે યહોવા, તમારા દુશ્મનોની પડતી જુઓ,

જુઓ કે તમારા વેરીઓનો કેવો વિનાશ થાય છે!

બધા ગુનેગારોને કેવા વેરવિખેર કરી દેવામાં આવે છે!+

૧૦ પણ તમે મારી તાકાત જંગલી સાંઢ જેટલી વધારશો.*

હું મારા શરીરે તાજું તેલ ચોળીશ, જેથી મને તાજગી મળે.+

૧૧ મારી આંખો દુશ્મનોની હાર જોશે.+

મારા કાન સાંભળશે કે મારા પર હુમલો કરનારા દુષ્ટોની કેવી પડતી થઈ છે.

૧૨ નેક લોકો ખજૂરીની જેમ ફૂલશે-ફાલશે,

લબાનોનના દેવદારની જેમ ઘટાદાર થશે.+

૧૩ તેઓને યહોવાના મંદિરમાં રોપવામાં આવ્યા છે.

તેઓ આપણા ઈશ્વરનાં આંગણાંમાં ખીલી ઊઠ્યા છે.+

૧૪ ઘડપણમાં પણ તેઓ ફૂલશે-ફાલશે.+

તેઓ તાજા-માજા અને લીલાછમ રહેશે+

૧૫ અને પોકારશે કે યહોવા જ સાચા છે.

તે મારા ખડક છે,+ જેમનામાં કોઈ બૂરાઈ નથી.

૯૩ યહોવા રાજા બન્યા છે!+

તેમણે ભવ્યતા પહેરી લીધી છે.

યહોવાએ શક્તિ ધારણ કરી છે,

તેમણે કમરપટ્ટાની જેમ એને પહેરી છે.

પૃથ્વીને અડગ રીતે સ્થાપન કરવામાં આવી છે,

એને ખસેડી શકાતી નથી.

 ૨ યુગોના યુગોથી તમારી રાજગાદી સ્થાપન કરવામાં આવી.+

તમે સનાતન ઈશ્વર છો.+

 ૩ હે યહોવા, નદીઓ ધસમસી રહી છે.

ધસમસતી નદીઓ ગર્જના કરી રહી છે.

નદીઓ ઊછળતી ઊછળતી ખળખળ વહી રહી છે.

 ૪ ઊંચે સ્વર્ગમાં બિરાજમાન યહોવા+

ઘણા પાણીના અવાજ કરતાં,

સમુદ્રનાં ઊછળતાં મોજાઓ કરતાં શક્તિશાળી છે.+

 ૫ તમારાં સૂચનો એકદમ ભરોસાપાત્ર છે.+

હે યહોવા, પવિત્રતા તમારા મંદિરને સદા શણગારે છે.+

૯૪ હે બદલો લેનાર ઈશ્વર યહોવા,+

હે બદલો લેનાર ઈશ્વર, તમારો પ્રકાશ પાથરો!

 ૨ હે પૃથ્વીના ન્યાયાધીશ, ઊભા થાઓ.+

ઘમંડી લોકોને તેઓનાં કામ પ્રમાણે સજા આપો.+

 ૩ દુષ્ટો ક્યાં સુધી આનંદ મનાવતા રહેશે?+

હે યહોવા, ક્યાં સુધી?

 ૪ તેઓ બકવાસ કરે છે અને ડંફાસ મારે છે.

બધા ગુનેગારો પોતાના વિશે બડાઈ હાંકે છે.

 ૫ હે યહોવા, તેઓ તમારા લોકોને કચડી નાખે છે,+

તમારા લોકો પર જુલમ ગુજારે છે.

 ૬ તેઓ વિધવાઓની અને પરદેશીઓની કતલ કરે છે,

તેઓ અનાથ બાળકોનું ખૂન કરે છે.

 ૭ તેઓ કહે છે: “યાહ જોતા નથી.+

યાકૂબના ઈશ્વરને એની કંઈ પડી નથી.”+

 ૮ હે અક્કલ વગરનાઓ, જરા સમજો.

હે મૂર્ખો, તમારામાં ક્યારે સમજ આવશે?+

 ૯ જે કાનના ઘડનાર છે, તે શું સાંભળી નહિ શકે?

જે આંખના રચનાર છે, તે શું જોઈ નહિ શકે?+

૧૦ પ્રજાઓને જે સુધારે છે, તે શું ઠપકો નહિ આપે?+

તે જ લોકોને જ્ઞાન આપે છે!+

૧૧ યહોવા જાણે છે કે માણસોના વિચારો

સાવ નકામા છે.+

૧૨ હે યાહ, સુખી છે એ માણસ, જેને તમે સુધારો છો+

અને જેને તમારો નિયમ શીખવો છો,+

૧૩ જેથી આફતના દિવસોમાં તેને શાંતિ મળે,

હા, દુષ્ટ માટે ખાડો ન ખોદાય ત્યાં સુધી તેને શાંતિ મળે.+

૧૪ યહોવા પોતાના લોકોને તરછોડી દેશે નહિ,+

તે પોતાના લોકોને ત્યજી દેશે નહિ,+

૧૫ કેમ કે ફરી એક વાર સાચો ચુકાદો આપવામાં આવશે.

અને બધા નેક દિલ લોકો એ પ્રમાણે કરશે.

૧૬ મારા માટે દુષ્ટો વિરુદ્ધ કોણ ઊભો થશે?

મારા માટે ગુનેગારો વિરુદ્ધ કોણ ઊઠશે?

૧૭ જો યહોવાએ મને મદદ કરી ન હોત,

તો હું ક્યારનોય ધૂળભેગો થઈ ગયો હોત.+

૧૮ જ્યારે મેં કહ્યું કે, “મારો પગ લપસી જાય છે,”

ત્યારે હે યહોવા, તમારા અતૂટ પ્રેમે મને સાથ આપ્યો.+

૧૯ જ્યારે હું ચિંતાઓના બોજથી દબાઈ ગયો,

ત્યારે તમે મને દિલાસો આપ્યો અને મારું મન શાંત પાડ્યું.+

૨૦ ભ્રષ્ટાચારી શાસકો* કાયદાની આડમાં મુશ્કેલીઓ ઊભી કરે છે,

તેઓ કઈ રીતે તમારો સહકાર માંગી શકે?+

૨૧ તેઓ સચ્ચાઈથી ચાલનાર પર જુલમ ગુજારે છે.+

તેઓ નિર્દોષને મોતની સજા ફટકારે છે.+

૨૨ પણ યહોવા મારા માટે સલામત આશરો* બનશે.

મારા ઈશ્વર મને આશરો આપનાર ખડક છે.+

૨૩ તે દુષ્ટોનાં કામોનો બદલો વાળી આપશે.+

તેઓનાં જ ખોટાં કામોથી તે તેઓનો નાશ કરશે.

યહોવા આપણા ઈશ્વર તેઓનો સર્વનાશ કરશે.+

૯૫ આવો, યહોવાને ખુશીથી પોકારીએ!

આપણા ઉદ્ધારના ખડકનો આનંદથી જયજયકાર કરીએ.+

 ૨ તેમનો આભાર માનતાં માનતાં તેમની આગળ આવીએ.+

તેમનાં ગીતો ગાઈએ અને વિજયનો પોકાર કરીએ.

 ૩ યહોવા મહાન ઈશ્વર છે.

બધા દેવો કરતાં મહાન રાજા છે.+

 ૪ પૃથ્વીનાં ઊંડાણો તેમના હાથમાં છે.

પર્વતોનાં શિખરો પણ તેમનાં જ છે.+

 ૫ સમુદ્ર તેમણે બનાવ્યો છે, એ તેમનો છે+

અને કોરી ભૂમિની રચના પણ તેમણે જ કરી છે.+

 ૬ આવો, આપણા સર્જનહાર યહોવા આગળ ઘૂંટણિયે પડીએ.+

તેમની ભક્તિ કરીએ અને તેમને નમન કરીએ.

 ૭ તે આપણા ભગવાન છે,

આપણે તેમનાં ચારાનાં ઘેટાં છીએ,

તે પોતાનાં ઘેટાંની સંભાળ રાખે છે.+

આજે જો તમે તેમનું સાંભળો,+

 ૮ તો તમારું દિલ કઠણ ન કરતા,

જેમ તમારા બાપદાદાઓએ મરીબાહમાં*

અને વેરાન પ્રદેશના માસ્સાહમાં* કર્યું હતું.+

 ૯ તેઓએ ત્યાં મારી કસોટી કરી.+

મારા ચમત્કારો જોયા હતા, છતાં મને પડકાર ફેંક્યો.+

૧૦ મને એ પેઢી પર ૪૦ વર્ષો સુધી નફરત થઈ અને મેં કહ્યું:

“તેઓનાં દિલ હંમેશાં ભટકી જાય છે.

તેઓ મારા માર્ગો જાણતા નથી.”

૧૧ એટલે મેં ગુસ્સે ભરાઈને સોગંદ લીધા:

“તેઓ મારા આરામમાં પ્રવેશ કરશે નહિ.”+

૯૬ યહોવા માટે નવું ગીત ગાઓ.+

આખી પૃથ્વી યહોવા આગળ ગીત ગાઓ!+

 ૨ યહોવાનાં ગીત ગાઓ. તેમના નામની સ્તુતિ કરો.

તેમના તરફથી મળનાર ઉદ્ધારની ખુશખબર દરરોજ જાહેર કરો.+

 ૩ બીજી પ્રજાઓને તેમના ગૌરવ વિશે જણાવો,

બધા લોકોમાં તેમનાં અજાયબ કામો જાહેર કરો.+

 ૪ યહોવા જ મહાન છે અને તે જ સ્તુતિને યોગ્ય છે.

બીજા બધા દેવો કરતાં તે વધારે ભય અને માનને યોગ્ય* છે.

 ૫ લોકોના બધા દેવો નકામા છે.+

પણ યહોવા તો આકાશોના સર્જનહાર છે.+

 ૬ તેમની હજૂરમાં માન-મહિમા* અને ગૌરવ છે.+

તેમના મંદિરમાં તાકાત અને સુંદરતા છે.+

 ૭ હે લોકોનાં કુળો, યહોવાની સ્તુતિ કરો.

તેમનાં મહિમા અને બળ માટે યહોવાની સ્તુતિ કરો.+

 ૮ યહોવાના નામને શોભે એવો મહિમા તેમને આપો.+

ભેટ લઈને તેમનાં આંગણાંમાં આવો.

 ૯ પવિત્ર શણગાર સજીને* યહોવાને નમન* કરો.

આખી પૃથ્વી તેમની આગળ થરથર કાંપો!

૧૦ પ્રજાઓમાં જાહેર કરો: “યહોવા રાજા બન્યા છે!+

પૃથ્વીને અડગ રીતે સ્થાપન કરવામાં આવી છે, એને ખસેડી શકાતી નથી.

તે લોકોને સાચો ન્યાય તોળી આપશે.”+

૧૧ આકાશો ખુશી મનાવે અને ધરતી આનંદથી ઝૂમી ઊઠે.

સમુદ્ર અને એમાં રહેનારા બધા આનંદનો પોકાર કરે.+

૧૨ ખેતરો અને એમાંનું બધું જ હરખાઈ ઊઠે.+

એ જ સમયે જંગલનાં બધાં વૃક્ષો આનંદથી પોકારી ઊઠે.+

૧૩ યહોવા આગળ આનંદ કરો, કેમ કે તે આવે* છે,

હા, તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે.

પૃથ્વી પર રહેનારાઓનો તે સચ્ચાઈથી* ન્યાય કરશે,+

તે લોકોનો વફાદારીથી ઇન્સાફ કરશે.+

૯૭ યહોવા રાજા બન્યા છે!+

પૃથ્વી ખુશી મનાવો+

અને ટાપુઓ આનંદ કરો.+

 ૨ વાદળો અને ગાઢ અંધકાર તેમની ચારે બાજુ છે.+

સચ્ચાઈ અને ઇન્સાફ તેમના રાજ્યાસનનો પાયો છે.+

 ૩ તેમનો અગ્‍નિ આગળ આગળ જાય છે+

અને બધી બાજુ દુશ્મનોને ભસ્મ કરી નાખે છે.+

 ૪ તેમની વીજળીના ચમકારાથી ધરતી ઝગમગી ઊઠે છે.

પૃથ્વી એ જોઈને થરથર કાંપે છે.+

 ૫ આખી ધરતીના માલિક યહોવા આગળ

પર્વતો મીણની જેમ પીગળી જાય છે.+

 ૬ આકાશો તેમનો સાચો માર્ગ જાહેર કરે છે,

બધા લોકો તેમનું ગૌરવ જુએ છે.+

 ૭ કોતરેલી મૂર્તિઓને પૂજનારાઓ,

પોતાના નકામા દેવોની બડાઈ હાંકનારાઓ ફજેત થાઓ.+

હે બધા દેવો, તેમની આગળ નમન* કરો.+

 ૮ હે યહોવા, તમારા ન્યાયચુકાદાઓ વિશે સાંભળીને+

સિયોન આનંદ કરે છે.+

યહૂદાનાં નગરો* ખુશી મનાવે છે.

 ૯ હે યહોવા, તમે આખી પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો.

તમે બીજા બધા દેવો કરતાં મહાન છો.+

૧૦ હે યહોવાને ચાહનારાઓ, ખરાબ કામોને ધિક્કારો.+

તે પોતાના વફાદાર ભક્તોનાં જીવનનું રક્ષણ કરે છે.+

તે તેઓને દુષ્ટના પંજામાંથી છોડાવે છે.+

૧૧ નેક લોકો માટે પ્રકાશ ફેલાયો છે,+

ખરાં દિલના લોકો માટે આનંદ આનંદ છવાયો છે.

૧૨ હે નેક દિલ લોકો, યહોવાને લીધે હરખાઓ.

તેમના પવિત્ર નામનો જયજયકાર કરો.

ગીત.

૯૮ યહોવા માટે નવું ગીત ગાઓ,+

કેમ કે તેમણે પરાક્રમી કામો કર્યાં છે.+

તેમનો જમણો હાથ, હા, પવિત્ર હાથ ઉદ્ધાર અપાવે છે.*+

 ૨ યહોવાએ જાહેર કર્યું છે કે ઉદ્ધાર તેમની પાસેથી છે.+

તેમણે પોતાની ભલાઈ બીજી પ્રજાઓ આગળ જાહેર કરી છે.+

 ૩ તેમણે ઇઝરાયેલ* પર અતૂટ પ્રેમ અને વફાદારી બતાવવાનું વચન યાદ રાખ્યું છે.+

આખી પૃથ્વીએ આપણા ઈશ્વર તરફથી મળેલું તારણ જોયું છે.*+

 ૪ આખી પૃથ્વીના લોકો, યહોવા માટે વિજયનો પોકાર કરે.

તેઓ ખુશ થાય, આનંદથી પોકારી ઊઠે અને તેમની સ્તુતિ કરે.*+

 ૫ તેઓ વીણા વગાડીને યહોવાનો જયજયકાર કરે,*

વીણા સાથે મધુર ગીત ગાય.

 ૬ તેઓ તુરાઈ* અને રણશિંગડું વગાડે,+

રાજા આગળ, યહોવા આગળ વિજયનો પોકાર કરે.

 ૭ સમુદ્ર અને એમાં રહેનારા બધા આનંદનો પોકાર કરે.

ધરતી અને એમાં રહેનારા આનંદથી ઝૂમી ઊઠે.

 ૮ નદીઓ પોતાના હાથે તાળી પાડે.

પર્વતો ભેગા મળીને ખુશીથી પોકારી ઊઠે.+

 ૯ યહોવા માટે આનંદ કરો, કેમ કે તે પૃથ્વીનો ન્યાય કરવા આવે* છે.

તે પૃથ્વી પર રહેનારાઓનો સચ્ચાઈથી ન્યાય કરશે,+

કોઈ ભેદભાવ વગર તે લોકોનો ઇન્સાફ કરશે.+

૯૯ યહોવા રાજા બન્યા છે!+ લોકો કાંપી ઊઠો.

તે કરૂબો પર* બિરાજમાન છે!+ પૃથ્વી ધ્રૂજી ઊઠો.

 ૨ યહોવા સિયોનમાં મહાન છે.

તે બધા લોકો ઉપર રાજ કરે છે.+

 ૩ લોકો તમારા મહાન નામનો જયજયકાર કરો,+

કેમ કે એ અજાયબ* અને પવિત્ર છે.

 ૪ તે શૂરવીર રાજા છે, જેને ઇન્સાફ પસંદ છે.+

તમે સત્યને અડગ રીતે સ્થાપન કર્યું છે.

તમે યાકૂબમાં ન્યાય અને સચ્ચાઈ લઈ આવ્યા છો.+

 ૫ યહોવા આપણા ઈશ્વરને મોટા માનો+ અને તેમના ચરણે* નમન* કરો.+

તે પવિત્ર છે.+

 ૬ તેમના યાજકોમાં મૂસા અને હારુન હતા.+

તેમના નામનો પોકાર કરનારાઓમાં શમુએલ હતા.+

તેઓ યહોવાને સાદ દેતા

અને તે જવાબ આપતા.+

 ૭ તે વાદળના સ્તંભમાંથી તેઓ સાથે વાત કરતા.+

તેમણે આપેલા કાયદા-કાનૂન અને આદેશો તેઓએ પાળ્યા.+

 ૮ હે યહોવા અમારા ઈશ્વર, તમે તેઓને જવાબ આપ્યો.+

તમે તેઓને માફી આપી.+

પણ તેઓએ પાપ કર્યું ત્યારે તમે સજા કરી.+

 ૯ યહોવા આપણા ઈશ્વરને મોટા માનો.+

તેમના પવિત્ર પર્વત આગળ નમન* કરો,+

કેમ કે આપણા ઈશ્વર યહોવા પવિત્ર છે.+

આભાર-સ્તુતિનું ગીત.

૧૦૦ આખી પૃથ્વીના લોકો, યહોવા આગળ વિજયનો પોકાર કરો.+

 ૨ ખુશીથી યહોવાની ભક્તિ કરો.+

આનંદથી પોકાર કરતાં કરતાં તેમની આગળ આવો.

 ૩ યહોવા જ ઈશ્વર છે એ જાણો.*+

તેમણે આપણું સર્જન કર્યું છે, આપણે તેમના જ છીએ.*+

આપણે તેમના લોકો છીએ અને તેમના ચારાનાં ઘેટાં છીએ.+

 ૪ આભાર માનતાં માનતાં તેમના દ્વારે આવો,+

ગીતો ગાતાં ગાતાં તેમનાં આંગણાંમાં આવો.+

તેમનો અહેસાન માનો, તેમના નામનો જયજયકાર કરો.+

 ૫ યહોવા ભલા છે.+

તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે,

તેમની વફાદારી પેઢી દર પેઢી ટકે છે.+

દાઉદનું ગીત.

૧૦૧ હું અતૂટ પ્રેમ અને ન્યાય વિશે ગીતો ગાઈશ.

હે યહોવા, હું તમારાં ગીતો ગાઈશ.*

 ૨ હું સમજદારીથી વર્તીશ અને નિર્દોષ રહીશ.

તમે મારી પાસે ક્યારે આવશો?

હું મારા ઘરમાં પણ સાફ દિલથી* ચાલીશ.+

 ૩ હું કોઈ નકામી ચીજો તરફ નજર નહિ કરું.

ખરા માર્ગથી ફંટાઈ જનારાઓનાં કામોને હું સખત નફરત કરું છું.+

મારે તેઓ સાથે કોઈ લેવાદેવા નથી.

 ૪ હું કપટી હૃદયના માણસથી એકદમ દૂર રહું છું.

જે ખરાબ છે એ હું સ્વીકારીશ નહિ.

 ૫ જે કોઈ ચોરીછૂપીથી પોતાના પડોશીની નિંદા કરે છે,+

તેને હું ચૂપ* કરી દઈશ.

જેઓની આંખો અભિમાની છે, જેઓનાં દિલ ઘમંડી છે,

તેઓને હું ચલાવી લઈશ નહિ.

 ૬ હું પૃથ્વી પર વિશ્વાસુ લોકોની શોધ કરીશ,

જેથી તેઓ મારી સાથે રહે.

સીધા માર્ગે* ચાલનાર મારી સેવા કરશે.

 ૭ મારા ઘરમાં કોઈ કપટી માણસ રહેશે નહિ.

મારી આગળ કોઈ જૂઠો માણસ ઊભો રહેશે નહિ.

 ૮ રોજ સવારે હું ધરતી પરના બધા દુષ્ટોને ચૂપ* કરી દઈશ,

યહોવાના શહેરમાંથી બધા ગુનેગારોનો વિનાશ કરી નાખીશ.+

જુલમ સહેનારની પ્રાર્થના. તે લાચાર હાલતમાં છે અને યહોવા આગળ હૈયું ઠાલવે છે.+

૧૦૨ હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો.+

મદદનો મારો પોકાર તમારા સુધી પહોંચવા દો.+

 ૨ મુસીબતને સમયે તમારું મુખ ન ફેરવો.+

મારી અરજને કાન ધરો.*

હું પોકારું ત્યારે ઉતાવળે જવાબ આપો.+

 ૩ મારા દિવસો ધુમાડાની જેમ ગાયબ થઈ જાય છે.

મારાં હાડકાં ભઠ્ઠીની જેમ ભડભડ બળે છે.+

 ૪ મારું દિલ ઘાસની જેમ કાપી નંખાયું છે અને સુકાઈ ગયું છે,+

અરે, મારી ભૂખ પણ મરી ગઈ છે.

 ૫ નિસાસા નાખી નાખીને+

મારી ચામડી હાડકાંને ચોંટી ગઈ છે.+

 ૬ વેરાન પ્રદેશના એકલા-અટૂલા પક્ષી* જેવો હું થઈ ગયો છું.

ખંડેરોમાંના નાનકડા ઘુવડ જેવો બની ગયો છું.

 ૭ હું જાગતો પડી રહું છું.*

હું છાપરા પરના એકલા-અટૂલા પંખી જેવો થઈ ગયો છું.+

 ૮ આખો દિવસ મારા વેરીઓ મને મહેણાં મારે છે.+

મારી મશ્કરી કરનારાઓ મારા નામે શ્રાપ આપે છે.

 ૯ હું રોટલી તરીકે રાખ ખાઉં છું+

અને મારા પાણીમાં આંસુ ભળેલાં છે.+

૧૦ તમારા ગુસ્સા અને કોપને લીધે એવું થયું છે,

કેમ કે તમે મને ઉઠાવીને ફેંકી દીધો છે.

૧૧ મારા દિવસો તો ઢળતી સાંજના પડછાયા જેવા છે,+

હું ઘાસની જેમ સુકાતો જાઉં છું.+

૧૨ હે યહોવા, તમે કાયમ માટે છો+

અને તમારી કીર્તિ* પેઢી દર પેઢી ટકશે.+

૧૩ તમે ચોક્કસ ઊભા થશો અને સિયોન પર દયા બતાવશો,+

કેમ કે એને કૃપા બતાવવાનો સમય પાકી ગયો છે.+

નક્કી કરેલો સમય આવી ગયો છે.+

૧૪ તમારા સેવકોને સિયોનના પથ્થરોની માયા છે.+

અરે, તેઓને એની ધૂળ પણ વહાલી છે!+

૧૫ બધી પ્રજાઓ યહોવાના નામનો ડર રાખશે,

પૃથ્વીના બધા રાજાઓ તમારું ગૌરવ જોઈને બીશે.+

૧૬ યહોવા સિયોનને ફરી બાંધશે,+

તે પોતાના મહિમા સાથે પ્રગટ થશે.+

૧૭ તે લાચારોની પ્રાર્થના પર ધ્યાન આપશે+

અને તેઓની પ્રાર્થના તુચ્છ ગણશે નહિ.+

૧૮ આવનાર પેઢી માટે આ લખાયું છે,+

જેથી ભાવિમાં આવનારા લોકો યાહની સ્તુતિ કરે.

૧૯ તે ઊંચા પવિત્ર સ્થાનમાંથી નીચે જુએ છે,+

યહોવા સ્વર્ગમાંથી પૃથ્વી પર નજર કરે છે,

૨૦ જેથી તે કેદીઓના નિસાસા સાંભળે+

અને મોતની સજા પામેલાઓને ઉગારે.+

૨૧ આમ સિયોનમાં યહોવાનું નામ જાહેર થશે+

અને યરૂશાલેમમાં તેમનો જયજયકાર થશે.

૨૨ એ સમયે લોકો અને રાજ્યો

યહોવાની ભક્તિ કરવા ભેગા મળશે.+

૨૩ તેમણે સમય પહેલાં જ મારી શક્તિ છીનવી લીધી.

તેમણે મારા દિવસો ટૂંકાવી નાખ્યા.

૨૪ મેં કહ્યું: “હે મારા ઈશ્વર,

તમે તો પેઢી દર પેઢી કાયમ રહો છો.+

ભરયુવાનીમાં મારો અંત ન લાવો.

૨૫ લાંબા સમય પહેલાં તમે પૃથ્વીના પાયા નાખ્યા હતા

અને આકાશો તમારા હાથની રચના છે.+

૨૬ તેઓ નાશ પામશે, પણ તમે કાયમ રહેશો.

વસ્ત્રની જેમ તેઓ ઘસાઈ જશે.

તમે તેઓને કપડાંની જેમ બદલી નાખશો અને તેઓનો અંત આવશે.

૨૭ પણ તમે બદલાતા નથી અને તમારાં વર્ષોનો કદી અંત આવશે નહિ.+

૨૮ તમારા ભક્તોનાં બાળકો સહીસલામત રહેશે,

તેઓના વંશજો તમારી આગળ કાયમ રહેશે.”+

દાઉદનું ગીત.

૧૦૩ હે મારા જીવ, યહોવાની સ્તુતિ કર.

મારું રોમેરોમ તેમના પવિત્ર નામનો જયજયકાર કરે.

 ૨ હે મારા જીવ, યહોવાની સ્તુતિ કર.

તેમના ઉપકારો હું કદી ભૂલીશ નહિ.+

 ૩ તે મારી બધી ભૂલો માફ કરે છે,+

તે મારાં બધાં દુઃખ-દર્દ મટાડે છે.+

 ૪ તે મને કબરમાંથી* છોડાવે છે.+

તે મને અતૂટ પ્રેમ અને દયાનો મુગટ પહેરાવે છે.+

 ૫ મારી આખી જિંદગી તે મને સારી સારી વસ્તુઓથી સંતોષ આપે છે,+

જેથી હું ગરુડની જેમ યુવાન અને જોશીલો રહું.+

 ૬ જુલમ સહેનારા બધા માટે+

યહોવા સચ્ચાઈથી+ અને ન્યાયથી વર્તે છે.

 ૭ તેમણે મૂસાને પોતાના માર્ગો જણાવ્યા+

અને ઇઝરાયેલના દીકરાઓને પોતાનાં કાર્યો દેખાડ્યાં.+

 ૮ યહોવા દયા અને કરુણા* બતાવનાર છે,+

તે જલદી ગુસ્સે ન થનાર અને અતૂટ પ્રેમના સાગર છે.+

 ૯ તે હંમેશાં વાંક શોધશે નહિ,+

તે કાયમ ગુસ્સે ભરાયેલા રહેશે નહિ.+

૧૦ આપણાં પાપ પ્રમાણે તે આપણી સાથે વર્ત્યા નથી,+

તેમણે આપણી ભૂલો પ્રમાણે બદલો વાળ્યો નથી.+

૧૧ જેમ ધરતીથી આકાશની ઊંચાઈ માપી શકાતી નથી,

તેમ ઈશ્વરનો ડર રાખનારાઓ માટેનો તેમનો અતૂટ પ્રેમ માપી શકાતો નથી.+

૧૨ જેમ પૂર્વથી પશ્ચિમ દૂર છે,

તેમ આપણાં પાપ તેમણે આપણાથી દૂર કર્યાં છે.+

૧૩ જેમ પિતા પોતાના દીકરાઓને દયા બતાવે,

તેમ યહોવાએ પોતાનો ડર રાખનારાઓને દયા બતાવી છે.+

૧૪ તે આપણી રચના સારી રીતે જાણે છે,+

તે યાદ રાખે છે કે આપણે તો ધૂળ છીએ.+

૧૫ માણસના દિવસો ઘાસના જેવા છે.+

તે ખેતરનાં ફૂલોની જેમ ખીલી ઊઠે છે.+

૧૬ પણ પવન ફૂંકાય ત્યારે, એનો નાશ થાય છે,

જાણે એ ત્યાં હતું જ નહિ.

૧૭ પણ યહોવાનો ડર રાખનારાઓ પર+

તેમનો અતૂટ પ્રેમ યુગોના યુગો સુધી રહે છે.

તેમની સચ્ચાઈ તેઓના દીકરાઓના દીકરાઓ સાથે રહે છે.+

૧૮ તેઓ સાથે પણ રહે છે, જેઓ તેમનો કરાર પાળે છે+

અને જેઓ તેમના આદેશો પાળવામાં કાળજી રાખે છે.

૧૯ યહોવાએ પોતાનું રાજ્યાસન સ્વર્ગમાં સ્થાપન કર્યું છે.+

બધા પર રાજ કરવાનો અધિકાર તેમનો છે.+

૨૦ હે શૂરવીરો, બધા સ્વર્ગદૂતો,+ યહોવાની સ્તુતિ કરો!

તમે તેમનું કહેવું સાંભળો છો અને તેમની આજ્ઞાઓ પાળો છો.+

૨૧ તેમની ઇચ્છા પૂરી કરનારા તેમના સેવકો,+

તેમનાં બધાં સૈન્યો, યહોવાની સ્તુતિ કરો!+

૨૨ હે સૃષ્ટિ, યહોવા રાજ કરે છે*

એ બધી જગ્યાઓમાં તેમની સ્તુતિ કર!

મારું રોમેરોમ યહોવાનો જયજયકાર કરે!

૧૦૪ હે મારા જીવ, યહોવાની સ્તુતિ કર.+

હે યહોવા મારા ઈશ્વર, તમે બહુ જ મહાન છો.+

તમે માન-મહિમા* અને ગૌરવથી શોભાયમાન છો.+

 ૨ તમે કપડાની જેમ પ્રકાશ ઓઢી લીધો છે.+

તમે આકાશોને તંબુના કાપડની જેમ ફેલાવો છો.+

 ૩ તમે વાદળો પર પોતાના માટે ઘર બાંધો છો.*+

વાદળોને પોતાનો રથ બનાવો છો,+

પવનની પાંખો પર સવારી કરો છો.+

 ૪ તમે* પોતાના દૂતોને શક્તિશાળી* બનાવો છો,

પોતાના સેવકોને ભસ્મ કરનાર અગ્‍નિ બનાવો છો.+

 ૫ તમે પૃથ્વીને એના પાયાઓ પર અડગ રાખી છે.+

પૃથ્વીને એની જગ્યાએથી સદાને માટે ખસેડી શકાશે નહિ.+

 ૬ તમે પૃથ્વીને ઊંડા પાણીની ઓઢણી ઓઢાડી દીધી છે.+

પાણીએ પર્વતોને ઢાંકી દીધા છે.

 ૭ તમારી ધમકીથી તેઓ નાસી ગયા.+

તમારી ગર્જનાના અવાજથી તેઓ ગભરાઈને ભાગી ગયા.

 ૮ પર્વતો ઊંચા આવ્યા+ અને ખીણો નીચે ઊતરી,

તમે ઠરાવેલી જગ્યાએ તેઓ ચાલ્યા ગયા.

 ૯ પાણી ફરી કદીયે પૃથ્વીને ઢાંકે નહિ એ માટે,

તમે હદ ઠરાવી આપી, જે તેઓ ઓળંગે નહિ.+

૧૦ તમારા કહેવાથી ખીણોમાં ઝરાઓ ફૂટી નીકળે છે,

જે પર્વતોની વચ્ચે થઈને વહે છે.

૧૧ એનાથી બધાં જંગલી જાનવરોને પાણી મળે છે.

જંગલી ગધેડાઓ તરસ છિપાવે છે.

૧૨ ઝરણાંને કિનારે આવેલાં વૃક્ષો પર પંખીઓ માળા બાંધે છે.

તેઓ ગાઢ જંગલમાં ગીતો ગાય છે.

૧૩ તમે ઉપરના ઓરડાઓમાંથી પર્વતોને પાણી પિવડાવો છો.+

પૃથ્વીને તમારી મહેનતનાં ફળથી સંતોષ થાય છે.+

૧૪ તમે ઢોરઢાંક માટે ઘાસ ઉગાડો છો

અને મનુષ્ય માટે શાકભાજી.+

તમે ધરતીમાંથી અનાજ ઉગાડો છો.

૧૫ તમે માણસના દિલને ખુશ કરી દેતો શરાબ,+

ચહેરા પર ચમક લાવતું તેલ

અને પોષણ આપતી રોટલી પૂરાં પાડો છો.+

૧૬ યહોવાનાં વૃક્ષો પાણી પીને ધરાયેલાં છે,

લબાનોનના દેવદાર, જે તમે રોપ્યા હતા,

૧૭ એના પર પક્ષીઓ માળો બાંધે છે.

ગંધતરુનાં* વૃક્ષો તો બગલાનું+ ઘર છે.

૧૮ ઊંચા ઊંચા પર્વતો પર પહાડી બકરાં રહે છે.+

ખડકો તો સસલાંનું રહેઠાણ છે.+

૧૯ તમે ચંદ્રને સમય નક્કી કરવા બનાવ્યો છે.

સૂર્ય પોતાનો આથમવાનો સમય સારી રીતે જાણે છે.+

૨૦ તમે અંધકાર લાવો છો ને રાત પડે છે,+

જંગલનાં બધાં પ્રાણીઓ આમતેમ ફરે છે.

૨૧ સિંહો શિકારની શોધમાં ત્રાડ પાડે છે+

અને ઈશ્વર પાસે ખાવાનું માંગે છે.+

૨૨ સૂરજ ઊગતાં જ તેઓ જતાં રહે છે,

પોતપોતાની ગુફામાં જઈને સૂઈ જાય છે.

૨૩ માણસ પોતાના કામે જાય છે

અને સાંજ સુધી મહેનત-મજૂરી કરે છે.

૨૪ હે યહોવા, તમારાં કામો અગણિત છે!+

એ બધાંનું સર્જન તમે કેટલી સમજદારીથી કર્યું છે!+

તમારી રચનાથી આખી પૃથ્વી ભરપૂર છે.

૨૫ સાગર કેટલો મોટો અને વિશાળ છે!

એ અસંખ્ય જીવજંતુઓ અને નાનાં-મોટાં પ્રાણીઓથી ઊભરાય છે.+

૨૬ દરિયામાં વહાણોનો કાફલો આવજા કરે છે,

તમે બનાવેલું મોટું દરિયાઈ પ્રાણી*+ એમાં રમે છે.

૨૭ તમે યોગ્ય સમયે ખાવાનું આપો,+

એ માટે તેઓ બધા તમારી રાહ જુએ છે.

૨૮ તમે આપો ત્યારે તેઓ ભેગું કરે છે.+

તમારો હાથ ખોલો ત્યારે તેઓ સારી વસ્તુઓથી ધરાય છે.+

૨૯ તમે મોં ફેરવી લો ત્યારે, તેઓ હેરાન-પરેશાન થાય છે.

જો તમે જીવન-શક્તિ* લઈ લો, તો તેઓ મરણ પામે છે અને પાછા ધૂળમાં મળી જાય છે.+

૩૦ જો તમે જીવનનો શ્વાસ ફૂંકો, તો તેઓ ઉત્પન્‍ન થાય છે.+

તમે ભૂમિને ફરીથી તાજી કરો છો.

૩૧ યહોવાનું ગૌરવ સદા માટે ટકશે.

યહોવા પોતાનાં કામો જોઈને હરખાશે.+

૩૨ તમે પૃથ્વી પર નજર કરી અને એ ધ્રૂજી ઊઠી.

તમે પર્વતોને અડક્યા અને ધુમાડો નીકળવા લાગ્યો.+

૩૩ હું જિંદગીભર યહોવાનાં ગીતો ગાઈશ.+

હું છેલ્લા શ્વાસ સુધી મારા ઈશ્વરની સ્તુતિ કરીશ.*+

૩૪ મારા વિચારો તેમને પસંદ પડે.*

હું યહોવાને લીધે આનંદ કરીશ.

૩૫ પૃથ્વી પરથી પાપીઓનું નામનિશાન ભૂંસાઈ જશે.

દુષ્ટો હવે રહેશે જ નહિ.+

હે મારા જીવ, યહોવાની સ્તુતિ કર. યાહનો જયજયકાર કર!*

૧૦૫ યહોવાનો આભાર માનો,+ તેમના નામનો પોકાર કરો,

લોકોમાં તેમનાં કામો જાહેર કરો!+

 ૨ તેમનાં ગીત ગાઓ,* તેમની સ્તુતિ કરો.

તેમનાં બધાં અજાયબ કામો પર મનન કરો.*+

 ૩ તેમના પવિત્ર નામને લીધે ગર્વ કરો.+

યહોવાની ભક્તિ કરનારાનાં દિલ ખુશીથી ઝૂમી ઊઠો.+

 ૪ યહોવાનું માર્ગદર્શન શોધો+ અને તેમની શક્તિ માંગો.

તેમની કૃપા માટે વિનંતી કરો.

 ૫ તેમણે કરેલાં શાનદાર કામો,

ચમત્કારો અને તેમણે જાહેર કરેલા ન્યાયચુકાદાઓ યાદ કરો.+

 ૬ તેમના સેવક ઇબ્રાહિમના વંશજો,+

તેમના પસંદ કરેલા યાકૂબના દીકરાઓ,+ એ યાદ કરો.

 ૭ યહોવા જ આપણા ઈશ્વર છે.+

તેમના ન્યાયચુકાદાઓની અસર આખી પૃથ્વી પર થાય છે.+

 ૮ તેમણે હજાર પેઢીઓને આપેલું વચન,+

એટલે કે તેમણે પોતે કરેલો કરાર તે હંમેશાં યાદ રાખે છે.+

 ૯ એ કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કર્યો હતો+

અને ઇસહાક આગળ એના સમ ખાધા હતા.+

૧૦ એ તેમણે યાકૂબને નિયમ તરીકે

અને ઇઝરાયેલને કાયમી કરાર તરીકે આપ્યો હતો.

૧૧ તેમણે કહ્યું હતું: “હું તમને કનાન દેશ+

વારસા તરીકે વહેંચી આપીશ.”+

૧૨ તેઓની સંખ્યા ઘણી ઓછી,+ હા, ઘણી જ ઓછી હતી

અને તેઓ એ દેશમાં પરદેશી હતા+ ત્યારે ઈશ્વરે એ કહ્યું હતું.

૧૩ તેઓ એક પ્રજાથી બીજી પ્રજામાં,

એક રાજ્યથી બીજા રાજ્યમાં ફરતા હતા.+

૧૪ ઈશ્વરે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ.+

પણ તેઓના કારણે તેમણે રાજાઓને સજા આપી.+

૧૫ તેમણે કહ્યું, “મારા અભિષિક્તોને આંગળી પણ લગાડશો નહિ,

મારા પ્રબોધકોને કંઈ નુકસાન કરશો નહિ.”+

૧૬ એ દેશ પર તે દુકાળ લઈ આવ્યા.+

તેમણે તેઓનો રોટલીનો આધાર તોડી નાખ્યો.*

૧૭ તેમણે એક માણસને, યૂસફને તેઓ પહેલાં મોકલ્યો,

જેને ગુલામ તરીકે વેચી દેવામાં આવ્યો હતો.+

૧૮ તેઓએ તેના પગમાં બેડીઓ પહેરાવી.+

તેના ગળે સાંકળ બાંધી.

૧૯ યહોવાનું વચન સાચું પડે ત્યાં સુધી,+

તેમના શબ્દોએ તેનું ઘડતર કર્યું.*

૨૦ રાજાએ તેને છોડી મૂકવા માણસો મોકલ્યા.+

લોકોના એ શાસકે તેને આઝાદ કર્યો.

૨૧ રાજાએ તેને પોતાના આખા ઘરનો અધિકારી બનાવ્યો,

તેને પોતાની બધી માલ-મિલકત પર ઉપરી ઠરાવ્યો,+

૨૨ જેથી તે પોતાની મરજી પ્રમાણે રાજવીઓ પર સત્તા ચલાવે

અને વડીલોને સમજણ આપે.+

૨૩ પછી ઇઝરાયેલ ઇજિપ્તમાં આવ્યો+

અને યાકૂબ હામના દેશમાં પરદેશી તરીકે રહ્યો.

૨૪ ઈશ્વરે પોતાના લોકોમાં ઘણો વધારો કર્યો.+

તેમણે તેઓને વેરીઓ કરતાં બળવાન બનાવ્યા.+

૨૫ તેમણે વેરીઓનાં દિલમાં પોતાના લોકો માટે નફરત વધવા દીધી

અને પોતાના સેવકો વિરુદ્ધ તેઓને કાવતરું ઘડવા દીધું.+

૨૬ તેમણે પોતાના ભક્ત મૂસાને મોકલ્યો+

અને પોતે પસંદ કરેલા હારુનને+ પણ મોકલ્યો.

૨૭ તેઓએ ઇજિપ્તના લોકોને ચમત્કારો બતાવ્યા

અને હામના દેશમાં ચમત્કારો કર્યા.+

૨૮ તેમણે અંધારું મોકલ્યું અને દેશ પર અંધકાર છવાઈ ગયો.+

તેઓએ* તેમની વાતનો વિરોધ કર્યો નહિ.

૨૯ તેમણે દેશનું પાણી લોહીમાં ફેરવી નાખ્યું

અને તેઓની માછલીઓ મારી નાખી.+

૩૦ તેઓના દેશમાં દેડકાં જ દેડકાં દેખાવાં લાગ્યાં.+

અરે, મહેલના ઓરડાઓમાં પણ એ ઘૂસી ગયાં.

૩૧ તેમણે તેઓના બધા વિસ્તારોમાં

કરડતી માખીઓનાં અને મચ્છરોનાં* ટોળેટોળાં મોકલ્યાં.+

૩૨ તેમણે તેઓના વરસાદને કરામાં ફેરવી નાખ્યો.

તેઓના દેશમાં વીજળી મોકલી.+

૩૩ તેમણે તેઓનાં દ્રાક્ષાવેલાઓ અને અંજીરીઓ તોડી પાડ્યાં.

તેઓના વિસ્તારનાં વૃક્ષો ઉજ્જડ કરી નાખ્યાં.

૩૪ તેમના કહેવાથી તીડો ઊતરી આવ્યાં

અને તીડોનાં અગણિત બચ્ચાં ધસી આવ્યાં.+

૩૫ તેઓ દેશની લીલોતરી સફાચટ કરી ગયાં,

ધરતીની ઊપજ હજમ કરી ગયાં.

૩૬ પછી તેમણે દેશના બધા પ્રથમ જન્મેલાને મારી નાખ્યા,+

હા, તેઓ બધાનું પહેલું જન્મેલું બાળક મારી નાખ્યું.*

૩૭ તે પોતાના લોકોને પુષ્કળ સોના-ચાંદી સાથે બહાર કાઢી લાવ્યા.+

તેમનાં કુળોમાં કોઈએ ઠોકર ખાધી નહિ.

૩૮ તેઓના જવાથી ઇજિપ્તના લોકો બહુ ખુશ થયા,

કેમ કે ઇઝરાયેલનો ડર તેઓ પર છવાઈ ગયો હતો.+

૩૯ તેમણે પોતાના લોકોને રક્ષણ આપવા વાદળ મોકલ્યું+

અને રાતે પ્રકાશ આપવા અગ્‍નિ મોકલ્યો.+

૪૦ તેઓના માંગવાથી તે લાવરીઓ* લાવ્યા.+

તેમણે આકાશમાંથી રોટલી આપીને તેઓનું પેટ ભર્યું.+

૪૧ તેમણે ખડક તોડ્યો અને એમાંથી પાણી નીકળ્યું.+

એ પાણી રણમાં નદીની જેમ વહેવા લાગ્યું.+

૪૨ તેમણે પોતાના સેવક ઇબ્રાહિમને આપેલું પવિત્ર વચન યાદ રાખ્યું.+

૪૩ તે પોતાના લોકોને, પોતાના પસંદ કરેલાઓને બહાર કાઢી લાવ્યા.+

તેઓ હર્ષનાદ કરતાં કરતાં આનંદના પોકાર સાથે નીકળી આવ્યા.

૪૪ તેમણે તેઓને બીજી પ્રજાઓના દેશો આપી દીધા.+

બીજા લોકોએ જેના માટે કાળી મજૂરી કરી હતી, એનો વારસો તેઓને મળ્યો,+

૪૫ જેથી તેઓ ઈશ્વરના હુકમો માને+

અને તેમના નિયમો પાળે.

યાહનો જયજયકાર કરો!*

૧૦૬ યાહનો જયજયકાર કરો!*

યહોવાનો આભાર માનો, કેમ કે તે ભલા છે.+

તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.+

 ૨ યહોવાનાં બધાં પરાક્રમી કાર્યો કોણ જાહેર કરી શકે?

તેમનાં બધાં પ્રશંસાપાત્ર કામો વિશે કોણ જણાવી શકે?+

 ૩ એ લોકો સુખી છે, જેઓ ન્યાયથી વર્તે છે

અને હંમેશાં ખરું જ કરે છે.+

 ૪ હે યહોવા, તમે પોતાના લોકો પર કૃપા કરો ત્યારે મને યાદ રાખજો.+

મારો ઉદ્ધાર કરજો અને મારી સંભાળ રાખજો,

 ૫ જેથી તમારા પસંદ કરેલાઓને બતાવેલી ભલાઈનો આનંદ હું પણ માણી શકું.+

તમારી પ્રજા સાથે ખુશી મનાવી શકું,

તમારા સેવકો* સાથે ગર્વથી તમારી સ્તુતિ કરી શકું.

 ૬ અમારા બાપદાદાઓની જેમ અમે પણ પાપ કર્યાં છે.+

અમે ખરાબ કામો કર્યાં છે, દુષ્ટતા કરી છે.+

 ૭ અમારા બાપદાદાઓએ ઇજિપ્તમાં તમારાં અદ્‍ભુત કામોની કદર કરી નહિ.*

તમારો અતૂટ પ્રેમ તેઓ ભૂલી ગયા

અને સમુદ્ર પાસે, હા, લાલ સમુદ્ર પાસે તેઓએ બળવો પોકાર્યો.+

 ૮ તોપણ તેમણે પોતાના નામને લીધે તેઓને બચાવ્યા,+

જેથી તેમનું સામર્થ્ય દેખાય.+

 ૯ તેમણે લાલ સમુદ્રને ધમકાવ્યો અને એ સુકાઈ ગયો.

તે તેઓને એના ઊંડાણમાં થઈને લઈ ગયા, જાણે તેઓ રણમાં* ચાલતા હોય.+

૧૦ તેમણે તેઓને દુશ્મનોના હાથમાંથી બચાવ્યા+

અને વેરીઓના પંજામાંથી છોડાવ્યા.+

૧૧ તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું

અને એકેય બચ્યો નહિ.+

૧૨ પછી તેઓએ તેમના વચન પર ભરોસો મૂક્યો.+

તેઓ તેમની સ્તુતિનું ગીત ગાવા લાગ્યા.+

૧૩ પણ તેઓ તરત તેમનાં કામો ભૂલી ગયા.+

તેઓએ તેમના માર્ગદર્શનની રાહ ન જોઈ.

૧૪ વેરાન પ્રદેશમાં તેઓ સ્વાર્થી ઇચ્છાઓને તાબે થયા.+

રણમાં તેઓએ ઈશ્વરની કસોટી કરી.+

૧૫ તેમણે તેઓની માંગ પ્રમાણે આપ્યું.

પણ પછી તેમણે એવી ખતરનાક બીમારી મોકલી, જેનાથી તેઓ કમજોર થઈને મરી ગયા.+

૧૬ તેઓએ છાવણીમાં મૂસાની અદેખાઈ કરી,

યહોવાના પવિત્ર સેવક+ હારુનની+ અદેખાઈ કરી.

૧૭ પછી પૃથ્વીએ મુખ ઉઘાડ્યું અને દાથાનને ગળી ગઈ,

અબીરામ અને તેની સાથેના લોકોને ભરખી ગઈ.+

૧૮ તેઓના ટોળા પર અગ્‍નિ ઊતરી આવ્યો,

જ્વાળા એ દુષ્ટોને સ્વાહા કરી ગઈ.+

૧૯ હોરેબમાં તેઓએ ધાતુમાંથી વાછરડાની મૂર્તિ* બનાવી

અને એની આગળ નમન કર્યું.+

૨૦ તેઓએ મને મહિમા આપવાને બદલે,

ઘાસ ખાનાર વાછરડાની મૂર્તિને મહિમા આપ્યો.+

૨૧ તેઓ પોતાને બચાવનાર ઈશ્વરને ભૂલી ગયા,+

જેમણે ઇજિપ્તમાં મોટાં મોટાં કામો કર્યાં હતાં.+

૨૨ તેમણે હામના દેશમાં ચમત્કારો કર્યા હતા,+

લાલ સમુદ્ર પાસે જોરદાર કામો કર્યાં હતાં.+

૨૩ તે તેઓના સર્વનાશનો હુકમ આપવાની તૈયારીમાં હતા,

પણ મૂસા વચમાં પડ્યો, જેને તેમણે પસંદ કર્યો હતો.

તેમનો વિનાશક રોષ તેણે શાંત પાડ્યો.+

૨૪ પછી પસંદ પડે એવો દેશ તેઓએ તુચ્છ ગણ્યો.+

તેઓને તેમના વચનમાં જરાય ભરોસો ન હતો.+

૨૫ તેઓ પોતાના તંબુઓમાં કચકચ કરતા રહ્યા.+

તેઓએ યહોવાની વાત જરાય માની નહિ.+

૨૬ એટલે તેમણે હાથ ઊંચો કરીને તેઓ વિશે સોગંદ લીધા કે,

તે તેઓને વેરાન પ્રદેશમાં મોતને હવાલે કરશે.+

૨૭ તે તેઓના વંશજોને બીજી પ્રજાઓમાં મરણ પામવા દેશે,

તે તેઓને બીજા દેશોમાં વેરવિખેર થઈ જવા દેશે.+

૨૮ પછી તેઓ પેઓરના બઆલની* પૂજા કરવા લાગ્યા,+

તેઓ ગુજરી ગયેલા લોકોને ચઢાવેલાં બલિદાનો* ખાવા લાગ્યા.

૨૯ તેઓએ એવાં કામો કર્યાં કે ઈશ્વરનો ક્રોધ ભભૂકી ઊઠ્યો.+

તેઓમાં રોગચાળો ફાટી નીકળ્યો.+

૩૦ પણ ફીનહાસ આગળ આવ્યો અને વચમાં પડ્યો ત્યારે,

એ રોગચાળો બંધ થયો.+

૩૧ એના લીધે તે પેઢીઓની પેઢીઓ સુધી,

હા, કાયમ માટે નેક ગણાયો.+

૩૨ તેઓએ મરીબાહના* પાણી પાસે ઈશ્વરને ઉશ્કેર્યા.

તેઓના લીધે મૂસા માટે મોટી મુસીબત ઊભી થઈ.+

૩૩ તેઓના લીધે તેનું મન ખાટું થઈ ગયું

અને તે વગર વિચાર્યું બોલ્યો.+

૩૪ યહોવાએ તેઓને આજ્ઞા કરી હતી તેમ,+

તેઓએ લોકોનો વિનાશ કર્યો નહિ.+

૩૫ પણ તેઓ બીજી પ્રજાઓમાં ભળી ગયા+

અને તેઓના રીતરિવાજો પાળવા લાગ્યા.+

૩૬ તેઓની મૂર્તિઓને તેઓ પૂજવા લાગ્યા.+

એ તેઓ માટે ફાંદો બની ગઈ.+

૩૭ તેઓ દુષ્ટ દૂતોને*

પોતાનાં દીકરા-દીકરીઓનાં બલિદાનો ચઢાવવા લાગ્યા.+

૩૮ તેઓએ નિર્દોષ લોહી,+

હા, પોતાનાં દીકરા-દીકરીઓનું લોહી વહેવડાવ્યું,

કનાનની મૂર્તિઓને તેઓનાં બલિદાનો ચઢાવ્યાં.+

તેઓએ લોહીથી આખો દેશ અશુદ્ધ કર્યો.

૩૯ તેઓ પોતાનાં કામોથી ભ્રષ્ટ થયા.

તેઓ પોતાનાં કાર્યોથી ઈશ્વરને બેવફા બન્યા.*+

૪૦ એટલે યહોવાનો ક્રોધ પોતાના લોકો પર સળગી ઊઠ્યો,

તેમને તેઓથી* નફરત થઈ ગઈ.

૪૧ તેમણે તેઓને વારંવાર બીજી પ્રજાઓના હાથમાં સોંપી દીધા,+

જેથી તેઓને ધિક્કારનારા તેઓ પર રાજ કરે.+

૪૨ તેઓના દુશ્મનોએ ભારે જુલમ ગુજાર્યો

અને તેઓએ વેરીઓની સત્તાને તાબે થવું પડ્યું.

૪૩ તેમણે તેઓને કેટલી બધી વાર છોડાવ્યા!+

પણ તેઓ બંડ પોકારીને આજ્ઞા તોડતા+

અને તેઓએ પોતાની ભૂલનાં પરિણામ ભોગવવાં પડતાં.+

૪૪ પણ તે તેઓની વેદના જોતા+

અને મદદ માટેનો તેઓનો પોકાર સાંભળતા.+

૪૫ તેઓના લીધે તે પોતાનો કરાર યાદ કરતા,

તેમને પોતાના પુષ્કળ પ્રેમને* લીધે તેઓ પર દયા આવતી.+

૪૬ તેઓને ગુલામીમાં લઈ જનારાઓનાં+ દિલમાં

તે હમદર્દી જગાડતા.

૪૭ હે યહોવા અમારા ઈશ્વર, અમને બચાવો.+

પ્રજાઓમાંથી અમને ભેગા કરો,+

જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ

અને જોરશોરથી તમારી સ્તુતિ ગાઈએ.+

૪૮ યુગોના યુગો સુધી,+

ઇઝરાયેલના ઈશ્વર યહોવાના ગુણગાન ગાવામાં આવે.

બધા લોકો કહે, “આમેન!”*

યાહનો જયજયકાર કરો!*

પાંચમું પુસ્તક

(ગીતશાસ્ત્ર ૧૦૭-૧૫૦)

૧૦૭ યહોવાનો આભાર માનો, કેમ કે તે ભલા છે.+

તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે,+

 ૨ એવું યહોવાએ છોડાવેલા* લોકો,

દુશ્મનોના હાથમાંથી* છોડાવેલા લોકો કહે.+

 ૩ ઈશ્વરે જેઓને અલગ અલગ દેશોમાંથી,

પૂર્વથી અને પશ્ચિમથી,*

ઉત્તરથી અને દક્ષિણથી ભેગા કર્યા છે,+ તેઓ એમ કહે.

 ૪ તેઓ વેરાન પ્રદેશમાં, રણમાં આમતેમ ભટકતા હતા.

તેઓને રહેવા માટે કોઈ શહેર મળ્યું નહિ.

 ૫ તેઓ ભૂખ્યા ને તરસ્યા હતા.

તેઓ થાકીને લોથપોથ થઈ ગયા હતા.

 ૬ તેઓએ આફતમાં યહોવાને પોકાર કર્યો,+

તેમણે તેઓને મુસીબતમાંથી છોડાવ્યા.+

 ૭ તેમણે તેઓને સાચા માર્ગે ચલાવ્યા,+

જેથી તેઓ વસી શકે એવા શહેરમાં આવી પહોંચે.+

 ૮ યહોવાના અતૂટ પ્રેમ માટે લોકો તેમનો આભાર માને,+

મનુષ્યો માટે કરેલાં અજાયબ કામો માટે તેમનો આભાર માને.+

 ૯ તેમણે તરસ્યા લોકોની તરસ છિપાવી,

સારી વસ્તુઓથી ભૂખ્યા લોકોની ભૂખ મિટાવી.+

૧૦ અમુક તો અંધકારના ઊંડાણમાં હતા,

વેદના અને બેડીઓમાં જકડાયેલા કેદીઓ હતા.

૧૧ તેઓએ ઈશ્વરનું કહેવું માન્યું નહિ અને બંડ પોકાર્યું.

તેઓએ સર્વોચ્ચ ઈશ્વરની સલાહનું અપમાન કર્યું.+

૧૨ એટલે તેઓ પર તકલીફો આવવા દઈને ઈશ્વરે તેઓનાં દિલ નમ્ર કર્યાં.+

તેઓ લથડી પડ્યા અને તેઓને મદદ કરનાર કોઈ ન હતું.

૧૩ તેઓએ આફતમાં યહોવાને મદદનો પોકાર કર્યો.

તેમણે તેઓને મુસીબતમાંથી બચાવી લીધા.

૧૪ તે તેઓને અંધકારના ઊંડાણમાંથી બહાર કાઢી લાવ્યા

અને તેમણે તેઓની બેડીઓ તોડી નાખી.+

૧૫ યહોવાના અતૂટ પ્રેમ માટે લોકો તેમનો આભાર માને,+

મનુષ્યો માટે કરેલાં અજાયબ કામો માટે તેમનો આભાર માને.

૧૬ તેમણે તાંબાના દરવાજાઓ તોડી પાડ્યા

અને લોઢાની ભૂંગળો કાપી નાખી.+

૧૭ લોકોએ પોતાનાં ગુનાઓ અને પાપોને લીધે+

દુઃખ સહેવું પડ્યું,+ તેઓ મૂર્ખ હતા.

૧૮ તેઓની ભૂખ મરી પરવારી હતી.

તેઓ જાણે મોતના દ્વારે ઊભા હતા.

૧૯ તેઓ આફતમાં યહોવાને મદદ માટે પોકારતા.

તે તેઓને મુસીબતમાંથી બચાવી લેતા.

૨૦ તે પોતાના શબ્દોથી તેઓને સાજા કરતા,+

તેઓ જે ખાડામાં પડ્યા હતા, એમાંથી બહાર કાઢી લાવતા.

૨૧ યહોવાના અતૂટ પ્રેમ માટે લોકો તેમનો આભાર માને,

મનુષ્યો માટે કરેલાં અજાયબ કામો માટે તેમનો આભાર માને.

૨૨ તેઓ આભાર-અર્પણો* ચઢાવે+

અને આનંદના પોકાર સાથે તેમના ચમત્કારો વિશે જાહેર કરે.

૨૩ જેઓ વહાણોમાં મુસાફરી કરીને દરિયો ખેડે છે,

જેઓ મહાસાગરમાં વેપાર-ધંધો કરે છે,+

૨૪ તેઓએ યહોવાનાં કાર્યો જોયાં છે,

તેઓએ ઊંડાણમાં તેમનાં નવાઈ ભરેલાં કામો જોયાં છે.+

૨૫ તેમના હુકમથી તોફાન ચઢી આવે છે+

અને દરિયાનાં મોજાં ઊંચે ઊછળે છે.

૨૬ દરિયાખેડુઓ પણ આકાશ સુધી ઊંચા ચઢે છે

અને પાછા ઊંડાણમાં પટકાય છે.

માથે તોળાતા સંકટને લીધે તેઓની હિંમત ઓગળી જાય છે.

૨૭ દારૂડિયા માણસની જેમ તેઓ ડોલે છે અને લથડિયાં ખાય છે,

તેઓની બધી જ આવડત પાણીમાં મળી જાય છે.+

૨૮ એટલે તેઓ આફતમાં યહોવાને પોકારી ઊઠે છે.+

તે તેઓને મુસીબતમાંથી બચાવી લે છે.

૨૯ તે તોફાનને શાંત પાડે છે

અને દરિયાનાં મોજાં શમી જાય છે.+

૩૦ એ શાંત પડી જાય ત્યારે તેઓ ખુશી મનાવે છે,

તેઓના ધારેલા બંદરે તે દોરી જાય છે.

૩૧ યહોવાના અતૂટ પ્રેમ માટે લોકો તેમનો આભાર માને,

મનુષ્યો માટે કરેલાં અજાયબ કામો માટે તેમનો આભાર માને.+

૩૨ તેઓ લોકોના ટોળામાં તેમનો જયજયકાર કરે,+

વડીલોની સભામાં તેમની સ્તુતિ કરે.

૩૩ તે નદીઓને રણમાં

અને પાણીના ઝરાઓને સૂકી ભૂમિમાં ફેરવી નાખે છે,+

૩૪ તે રસાળ ધરતીને ખારવાળી બનાવે છે,+

કારણ કે ત્યાંના લોકોનાં કામ દુષ્ટ છે.

૩૫ તે રણને સરોવરમાં*

અને સૂકી ભૂમિને પાણીના ઝરાઓમાં ફેરવી નાખે છે.+

૩૬ તે ભૂખ્યા લોકોને ત્યાં વસાવે છે,+

જેથી તેઓ રહેવા માટે શહેર બાંધે.+

૩૭ તેઓ ખેતરમાં વાવણી અને દ્રાક્ષાવાડીઓમાં રોપણી કરે છે,+

જે પુષ્કળ ઊપજ આપે છે.+

૩૮ તે લોકોને આશીર્વાદ આપે છે અને તેઓ કૂદકે ને ભૂસકે વધે છે.

તે તેઓનાં ઢોરઢાંક ઘટવાં દેતાં નથી.+

૩૯ પણ જુલમ, આફત અને દુઃખોને લીધે

લોકોની સંખ્યા ફરીથી ઘટી જાય છે,

તેઓને નીચા પાડવામાં આવે છે.

૪૦ તે અધિકારીઓ પર ધિક્કાર વરસાવે છે

અને તેઓને માર્ગ વગરના ઉજ્જડ વિસ્તારમાં રઝળાવે છે.+

૪૧ પણ તે ગરીબોને જુલમ કરનારાઓથી બચાવે છે*+

અને તેઓનાં કુટુંબોને ઘેટાંના ટોળાની જેમ વધારે છે.

૪૨ નેક લોકો આ જોઈને રાજી થાય છે,+

પણ દુષ્ટોનાં મોઢે તાળાં લાગી જાય છે.+

૪૩ સમજદાર લોકો આ બધું ધ્યાનમાં લેશે,+

યહોવાના અતૂટ પ્રેમનાં કામોનો વિચાર કરશે.+

દાઉદનું ગીત.

૧૦૮ હે ઈશ્વર, મારું મન મક્કમ છે.

હું પૂરા દિલથી ગીતો ગાઈશ અને સંગીત વગાડીશ.+

 ૨ હે તારવાળા વાજિંત્ર અને વીણા, જાગો.+

હું પ્રભાતને જગાડીશ.

 ૩ હે યહોવા, હું લોકોમાં તારો જયજયકાર કરીશ.

હું પ્રજાઓમાં તારી સ્તુતિ ગાઈશ.*

 ૪ તારો અતૂટ પ્રેમ મહાન છે, એ આસમાન જેટલો ઊંચો છે,+

તારી વફાદારી ગગન ચૂમે છે.

 ૫ હે ઈશ્વર, સ્વર્ગમાં તને મોટો મનાવવામાં આવે,

આખી પૃથ્વી પર તારો મહિમા થાય.+

 ૬ તારા વહાલા લોકોનો ઉદ્ધાર થાય એ માટે

અમને તારા જમણા હાથથી બચાવ અને અમને* જવાબ આપ.+

 ૭ પવિત્ર* ઈશ્વર બોલ્યો છે:

“હું ખુશીથી મારા લોકોને શખેમ+ વારસામાં આપીશ,

સુક્કોથનો નીચાણ પ્રદેશ પણ આપીશ.+

 ૮ ગિલયાદ+ મારું છે અને મનાશ્શા પણ મારું છે,

એફ્રાઈમ મારા માથાનો ટોપ* છે,+

યહૂદા મારો રાજદંડ છે.+

 ૯ મોઆબ મારા હાથ-પગ ધોવાનું વાસણ છે.+

અદોમ પર હું મારું ચંપલ ફેંકીશ.+

પલિસ્તને જીતીને હું ખુશી મનાવીશ.”+

૧૦ કોટવાળા શહેર પાસે મને કોણ લઈ જશે?

અદોમ સુધી મને કોણ દોરી જશે?+

૧૧ હે ઈશ્વર, તું અમને જીત અપાવીશ,

પણ હમણાં તો તેં અમને ત્યજી દીધા છે.

હે અમારા ઈશ્વર, તું અમારાં સૈન્યો સાથે પણ આવતો નથી.+

૧૨ અમને મુશ્કેલીઓમાં સહાય કર,+

મનુષ્યો ઉદ્ધાર કરે એવી આશા ઠગારી છે.+

૧૩ ઈશ્વર અમને શક્તિ આપશે,+

તે અમારા દુશ્મનોને કચડી નાખશે.+

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૧૦૯ હે ઈશ્વર, હું તમારી સ્તુતિ કરું છું.+ તમે ચૂપ ન રહો.

 ૨ દુષ્ટ અને કપટી માણસો મારી વિરુદ્ધ બોલે છે.

તેઓ મારા વિશે અફવાઓ ફેલાવે છે.+

 ૩ તેઓ મને ઘેરી વળે છે

અને નફરત ભરેલા શબ્દોનો મારો ચલાવે છે.+

 ૪ મારા પ્રેમના બદલામાં તેઓ મારો વિરોધ કરે છે,+

તોપણ હું પ્રાર્થના કર્યા કરું છું.

 ૫ તેઓ મારી ભલાઈનો બદલો બૂરાઈથી+

અને મારા પ્રેમનો બદલો નફરતથી વાળે છે.+

 ૬ તમે તેના પર દુષ્ટ માણસ ઠરાવો.

તેના જમણા હાથે વિરોધી* ઊભો થાય.

 ૭ તેનો ન્યાય થાય ત્યારે તે દોષિત* ગણાય,

તેની પ્રાર્થના પણ પાપ ગણવામાં આવે.+

 ૮ તેના દિવસો ઓછા થઈ જાય,+

દેખરેખ રાખનાર તરીકેની જવાબદારી કોઈ બીજો લઈ લે.+

 ૯ તેનાં બાળકો અનાથ થઈ જાય,

તેની પત્ની વિધવા થઈ જાય.

૧૦ તેનાં બાળકો ભિખારી બનીને રખડતા ફરે,

ખાવાનું શોધવા પોતાનાં ઉજ્જડ ઘરોમાંથી નીકળીને આમતેમ ભટકતા ફરે.

૧૧ તેનો લેણદાર તેનું બધું કબજે કરી લે.

પારકાઓ તેની બધી મિલકત લૂંટી લે.

૧૨ કોઈ તેને દયા* ન બતાવે.

કોઈ તેનાં અનાથ બાળકોને કૃપા ન બતાવે.

૧૩ તેના વંશજોનો નાશ થાઓ.+

એક જ પેઢીમાં તેઓનું નામનિશાન ભૂંસાઈ જાઓ.

૧૪ યહોવા તેના બાપદાદાઓનો દોષ યાદ રાખે,+

તેની માનું પાપ ભૂંસાઈ ન જાઓ.

૧૫ યહોવા તેઓના અપરાધો કદી ન ભૂલે.

તે તેઓની યાદ પણ પૃથ્વી પરથી મિટાવી દે.+

૧૬ તે માણસ દયા* બતાવવાનું ભૂલી ગયો છે.+

જુલમ સહેનાર,+ ગરીબ અને દુખિયારા માણસને

મોતને ઘાટ ઉતારવા તે પીછો કરે છે.+

૧૭ શ્રાપ આપવાનું તેને બહુ ગમતું, એટલે જ તેના પર શ્રાપ ઊતરી આવ્યો.

આશીર્વાદ આપવાનું તેને જરાય ન ગમતું, એટલે જ તેને કોઈ આશીર્વાદ ન મળ્યો.

૧૮ તેણે જાણે શ્રાપનાં કપડાં પહેર્યાં હતાં.

શ્રાપ તેના શરીરમાં જાણે પાણીની જેમ

અને હાડકાંમાં જાણે તેલની જેમ રેડાયેલા હતા.

૧૯ તેના શ્રાપ તેનાં કપડાં જેવા થાઓ, જેને તે વીંટાળીને ફરે છે,+

તેના કમરપટ્ટા જેવા થાઓ જેને તે હંમેશાં બાંધે છે.

૨૦ જેઓ મારો વિરોધ કરે છે અને જેઓ મારી વિરુદ્ધ દુષ્ટ વાતો ફેલાવે છે,+

તેઓને યહોવા પાસેથી એવો બદલો મળે છે.

૨૧ પણ હે વિશ્વના માલિક યહોવા,

તમારા નામને લીધે મને મદદ કરો.+

તમારો અતૂટ પ્રેમ* ઉત્તમ હોવાથી મને બચાવી લો.+

૨૨ હું લાચાર અને ગરીબ છું.+

મારું કાળજું કપાઈ ગયું છે.+

૨૩ ઢળતી સાંજના પડછાયાની જેમ હું ચાલ્યો જાઉં છું.

તીડની જેમ મને ઉડાડી દેવામાં આવ્યો છે.

૨૪ મારાં ઘૂંટણ ઉપવાસને લીધે લથડિયાં ખાય છે.

મારું શરીર સાવ લેવાઈ ગયું છે અને હું ફિક્કો પડતો જાઉં છું.*

૨૫ તેઓ મને મહેણાં મારે છે.+

તેઓ મને જોઈને પોતાનું માથું ધુણાવે છે.+

૨૬ હે યહોવા મારા ઈશ્વર, મને મદદ કરો.

તમારા અતૂટ પ્રેમને લીધે મને બચાવી લો.

૨૭ હે યહોવા, તમે ઉદ્ધાર કર્યો છે,

તેઓ જાણે કે આ તમારા હાથે થયું છે.

૨૮ ભલે તેઓ શ્રાપ આપે, પણ તમે આશીર્વાદ આપજો.

તેઓ મારી વિરુદ્ધ ઊઠે ત્યારે તેઓ પોતે જ ફજેત થાય,

પણ તમારો ભક્ત ખુશખુશાલ થાય.

૨૯ મારા વિરોધીઓ અપમાનથી ઢંકાઈ જાય,

શરમ તેઓને ઝભ્ભાની જેમ વીંટળાઈ જાય.+

૩૦ મારું મોં જોરશોરથી યહોવાની સ્તુતિ કરશે.

હું ઘણા લોકો આગળ તેમનો જયજયકાર કરીશ.+

૩૧ તે ગરીબના જમણા હાથે ઊભા રહેશે,

જેથી તેને દોષિત ઠરાવનારાના હાથમાંથી છોડાવે.

દાઉદનું ગીત.

૧૧૦ યહોવાએ મારા માલિકને કહ્યું:

“હું તારા દુશ્મનોને તારા પગનું આસન બનાવું ત્યાં સુધી,+

તું મારા જમણા હાથે બેસ.”+

 ૨ યહોવા તમારી તાકાતનો રાજદંડ સિયોનમાંથી મોકલશે

અને કહેશે: “તારા દુશ્મનો વચ્ચે જા, તેઓ પર જીત મેળવ.”+

 ૩ યુદ્ધના દિવસે તમારા લોકો ખુશીથી તમારી સાથે આવવા તૈયાર થશે.

તમારી સાથે યુવાનો છે, જેઓની પવિત્રતા ઝળહળે છે,

તેઓ પ્રભાતનાં* ઝાકળબિંદુઓ જેવા છે.

 ૪ યહોવાએ આવા સોગંદ ખાધા છે અને તે પોતાનું મન બદલશે નહિ:

“તું મલ્ખીસદેક જેવો યાજક છે,+

તું હંમેશ માટે યાજક છે!”+

 ૫ યહોવા તમારા જમણા હાથે રહેશે.+

તે પોતાના કોપના દિવસે રાજાઓને કચડી નાખશે.+

 ૬ તે પ્રજાઓનો ન્યાય કરીને સજા કરશે.+

તે ધરતીને મડદાઓથી ભરી દેશે.+

તે આખી પૃથ્વીના* આગેવાનને કચડી નાખશે.

 ૭ તે* માર્ગમાં આવતા ઝરણામાંથી પાણી પીશે.

એટલે તે તાજગી મેળવીને પોતાનું માથું ઊંચું કરશે.

૧૧૧ યાહનો જયજયકાર કરો!*+

א [આલેફ]

નેક લોકોના ટોળામાં અને મંડળમાં

ב [બેથ]

હું પૂરા દિલથી યહોવાની સ્તુતિ કરીશ.+

ג [ગિમેલ]

 ૨ યહોવાનાં કામો મહાન છે.+

ד [દાલેથ]

જેઓને એ ગમે છે તેઓ બધા એનાં પર મનન કરે છે.+

ה [હે]

 ૩ તેમનાં કામો ભવ્ય અને મહિમાવંત છે.

ו [વાવ]

તેમની સચ્ચાઈ કાયમ ટકી રહે છે.+

ז [ઝાયિન]

 ૪ તેમનાં કામો એવાં શાનદાર છે કે લોકો ભૂલી ન શકે.+

ח [હેથ]

યહોવા કરુણા* અને દયા બતાવે છે.+

ט [ટેથ]

 ૫ તેમનો ડર રાખનારાઓને તે ભોજન આપે છે.+

י [યોદ]

તે પોતાનો કરાર હંમેશાં યાદ રાખે છે.+

כ [કાફ]

 ૬ તેમણે પોતાનો પરચો બતાવીને

ל [લામેદ]

બીજી પ્રજાઓનો વારસો પોતાના લોકોને આપ્યો છે.+

מ [મેમ]

 ૭ તેમના હાથનાં કામો ખરાં અને ન્યાયી છે.+

נ [નૂન]

તેમના બધા આદેશો ભરોસાપાત્ર છે.+

ס [સામેખ]

 ૮ એ વિશ્વાસપાત્ર* હતા, આજે છે અને હંમેશાં રહેશે.

ע [આયિન]

એ સત્ય અને ન્યાયના પાયા પર બંધાયેલા છે.+

פ [પે]

 ૯ તેમણે પોતાના લોકોને છોડાવ્યા છે.+

צ [સાદે]

પોતાનો કરાર કાયમ ટકી રહે એવી આજ્ઞા તેમણે કરી છે.

ק [કોફ]

તેમનું નામ પવિત્ર અને અજાયબ* છે.+

ר [રેશ]

૧૦ યહોવાનો ડર રાખવો એ બુદ્ધિની શરૂઆત છે.+

ש [સીન]

તેમના આદેશો પાળનારા બધા સમજદારી બતાવે છે.+

ת [તાવ]

કાયમ માટે તેમની સ્તુતિ થાઓ!

૧૧૨ યાહનો જયજયકાર કરો!*+

א [આલેફ]

સુખી છે એ માણસ, જે યહોવાનો ડર રાખે છે,+

ב [બેથ]

જેને તેમની આજ્ઞાઓ પાળવામાં બહુ ખુશી થાય છે.+

ג [ગિમેલ]

 ૨ તેના વંશજો પૃથ્વી પર શક્તિશાળી થશે.

ד [દાલેથ]

નેક લોકોની પેઢી આશીર્વાદ મેળવશે.+

ה [હે]

 ૩ તેના ઘરમાં ધનદોલતની રેલમછેલ થશે,

ו [વાવ]

તેની સચ્ચાઈ હંમેશ માટે ટકશે.

ז [ઝાયિન]

 ૪ સાચા માણસ માટે તે અંધકારમાં દીવા જેવા છે.+

ח [હેથ]

તે કરુણા* અને દયા બતાવે છે,+ તે નેક છે.

ט [ટેથ]

 ૫ જે માણસ ઉદારતાથી ઉછીનું આપે છે, તેનું ભલું થશે.+

י [યોદ]

તે જે કંઈ કરે એમાં ન્યાયથી વર્તે છે.

כ [કાફ]

 ૬ તેને કદી પણ ડગમગાવી શકાશે નહિ.+

ל [લામેદ]

નેક* માણસને હંમેશાં યાદ રાખવામાં આવશે.+

מ [મેમ]

 ૭ તે કોઈ ખરાબ સમાચારથી ગભરાશે નહિ.+

נ [નૂન]

તે યહોવામાં પૂરો ભરોસો રાખતો હોવાથી, તેનું દિલ અડગ છે.+

ס [સામેખ]

 ૮ તેનું દિલ મક્કમ છે. તે બીતો નથી.+

ע [આયિન]

અંતે તે પોતાના શત્રુઓને હરાવીને જ જંપશે.+

פ [પે]

 ૯ તેણે ઉદાર હાથે વહેંચી આપ્યું છે. તેણે ગરીબને આપ્યું છે.+

צ [સાદે]

તેનાં નેક કામો કાયમ રહે છે.+

ק [કોફ]

તેનું બળ વધશે* અને તે ગૌરવ મેળવશે.

ר [રેશ]

૧૦ દુષ્ટ માણસ એ જોઈને દુઃખી થશે.

ש [શીન]

તે પોતાના દાંત કચકચાવશે અને તેનો નાશ થઈ જશે.

ת [તાવ]

દુષ્ટની ઇચ્છાઓ ધૂળમાં મળી જશે.+

૧૧૩ યાહનો જયજયકાર કરો!*

હે યહોવાના ભક્તો, સ્તુતિ કરો.

યહોવાના નામની સ્તુતિ કરો.

 ૨ આજથી લઈને યુગોના યુગો સુધી+

યહોવાના નામના ગુણગાન ગાવામાં આવે.

 ૩ સૂરજ ઊગે ત્યારથી લઈને આથમે ત્યાં સુધી,

યહોવાના નામનો જયજયકાર કરો.+

 ૪ બધી પ્રજાઓમાં યહોવા સૌથી મહાન છે.+

તેમનું ગૌરવ તો આકાશો કરતાં પણ ઊંચું છે.+

 ૫ યહોવા આપણા ઈશ્વર જેવું બીજું કોણ છે?+

તે તો ઉપર ઊંચાણમાં રહે છે.*

 ૬ તે નીચા નમીને આકાશ અને પૃથ્વીને જુએ છે.+

 ૭ તે દીન-દુખિયાને ધૂળમાંથી ઉઠાવે છે.

તે ગરીબને ઉકરડામાંથી* ઉપાડે છે,+

 ૮ જેથી તેને રાજવીઓ સાથે બેસાડે,

હા, ઈશ્વરના લોકોના રાજવીઓ સાથે બેસાડે.

 ૯ ઈશ્વર વાંઝણી સ્ત્રીનું ઘર આબાદ કરે છે,

તેને સંતાનનું સુખ આપે છે.+

યાહનો જયજયકાર કરો!*

૧૧૪ જ્યારે ઇજિપ્તમાંથી ઇઝરાયેલ બહાર નીકળ્યો,+

જ્યારે યાકૂબનું કુટુંબ બીજી ભાષા બોલનારા લોકોમાંથી બહાર નીકળ્યું,

 ૨ ત્યારે યહૂદા તેમની પવિત્ર જગ્યા*

અને ઇઝરાયેલ તેમનું રાજપાટ બન્યો.+

 ૩ એ જોઈને સમુદ્ર ભાગી ગયો.+

યર્દન નદી પાછી હટી ગઈ.+

 ૪ પર્વતોએ નર ઘેટાઓની જેમ કૂદાકૂદ કરી મૂકી,+

ટેકરીઓ ઘેટાની જેમ કૂદવા લાગી.

 ૫ અરે સમુદ્ર, તું કેમ ભાગી ગયો?+

અરે યર્દન, તું કેમ પાછી હટી ગઈ?+

 ૬ ઓ પર્વતો, તમે કેમ નર ઘેટાની જેમ કૂદાકૂદ કરી મૂકી?

ઓ ટેકરીઓ, તમે કેમ ઘેટાની જેમ કૂદવા લાગી?

 ૭ હે ધરતી, પ્રભુની આગળ

હા, યાકૂબના ઈશ્વરની આગળ થરથર કાંપી ઊઠ.+

 ૮ તે ખડકને સરોવરમાં* ફેરવી દે છે,

ચકમકના પથ્થરને પાણીના ઝરાઓમાં ફેરવી નાખે છે.+

૧૧૫ હે યહોવા, અમને નહિ, હા, અમને નહિ,*

પણ તમારા અતૂટ પ્રેમ* અને તમારી વફાદારીને લીધે,+

તમારા નામને મહિમા મળે.+

 ૨ પ્રજાઓ કેમ કહે છે કે

“તેઓનો ભગવાન ક્યાં છે?”+

 ૩ અમારા ઈશ્વર તો સ્વર્ગમાં છે.

તેમને ગમે એ જ તે કરે છે.

 ૪ પણ તેઓની મૂર્તિઓ સોના-ચાંદીની છે,

એ તો માણસના હાથની કરામત છે.+

 ૫ તેઓને મોં છે, પણ બોલી શકતી નથી.+

આંખો છે, પણ જોઈ શકતી નથી.

 ૬ તેઓને કાન છે, પણ સાંભળી શકતી નથી.

નાક છે, પણ સૂંઘી શકતી નથી.

 ૭ તેઓને હાથ છે, પણ અડકી શકતી નથી.

પગ છે, પણ ચાલી શકતી નથી.+

તેઓ ગળામાંથી અવાજ કાઢી શકતી નથી.+

 ૮ મૂર્તિઓ ઘડનારા પણ એના જેવા જ થઈ જશે.+

એના પર ભરોસો રાખનારા બધા એવા જ થઈ જશે.+

 ૯ હે ઇઝરાયેલ, યહોવા પર ભરોસો રાખ,+

તે તારી મદદ અને તારી ઢાલ છે.+

૧૦ હે હારુનના વંશજો,+ યહોવા પર ભરોસો રાખો,

તે તમારી મદદ અને તમારી ઢાલ છે.

૧૧ હે યહોવાનો ડર રાખનારાઓ, યહોવા પર ભરોસો રાખો,+

તે તમારી મદદ અને તમારી ઢાલ છે.+

૧૨ યહોવા આપણને યાદ રાખે છે અને તે આશીર્વાદ આપશે.

તે ઇઝરાયેલના વંશજોને આશીર્વાદ આપશે.+

તે હારુનના વંશજોને આશીર્વાદ આપશે.

૧૩ યહોવાનો ડર રાખનારા બધાને,

નાના-મોટા બધાને તે આશીર્વાદ આપશે.

૧૪ યહોવા તમને આબાદ કરશે,

તમારી અને તમારાં બાળકોની સંખ્યા વધારશે.+

૧૫ સ્વર્ગ અને ધરતીના રચનાર યહોવા+

તમારા પર આશીર્વાદ વરસાવો.+

૧૬ સ્વર્ગ યહોવાનું છે,+

પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.+

૧૭ ગુજરી ગયેલાઓ યાહની સ્તુતિ કરતા નથી.+

મરણની ઊંઘમાં સરી ગયેલાઓ તેમના ગુણગાન ગાતા નથી.+

૧૮ પણ આપણે તો આજથી લઈને યુગોના યુગો સુધી

યાહની સ્તુતિ કરીશું.

યાહનો જયજયકાર કરો!*

૧૧૬ હું યહોવાને ચાહું છું,

કેમ કે તે મારો સાદ, મદદ માટેનો મારો પોકાર સાંભળે છે.*+

 ૨ તે નીચા નમીને મને કાન ધરે છે.+

હું જિંદગીભર તેમને પ્રાર્થના કરીશ.

 ૩ મોતનાં બંધનોએ મને ઘેરી લીધો.

કબરની જંજીરોએ મને જકડી લીધો.+

મારા પર દુઃખ અને શોકનાં વાદળ છવાઈ ગયાં.+

 ૪ પણ મેં યહોવાના નામનો પોકાર કર્યો:+

“હે યહોવા, મને બચાવો!”

 ૫ યહોવા કરુણા* બતાવે છે, તે સાચા ઈશ્વર છે.+

આપણા ઈશ્વર દયાળુ છે.+

 ૬ યહોવા ભોળા લોકોની રક્ષા કરે છે.+

મને લાચાર બનાવી દેવાયો હતો, પણ તેમણે મને બચાવી લીધો.

 ૭ મને ફરીથી નિરાંત થશે,

કેમ કે યહોવાનો હાથ મારા પર છે.

 ૮ તમે મને મોતના મોંમાંથી બચાવ્યો,

મારાં આંસુ લૂછ્યાં અને મારા પગને ઠોકર ખાતા બચાવી લીધા.+

 ૯ હું જીવતો રહીશ અને યહોવા સાથે ચાલતો રહીશ.

૧૦ ભલે હું ઘણો દુઃખી થઈ ગયો હતો,

પણ મને શ્રદ્ધા હોવાથી હું બોલી ઊઠ્યો.+

૧૧ હું ગભરાઈ ગયો અને મેં કહ્યું:

“દરેક માણસ જૂઠો છે.”+

૧૨ મારા પર કરેલા ઉપકારના બદલામાં

હું યહોવાને શું આપું?

૧૩ હું ઉદ્ધારનો પ્યાલો પીશ

અને યહોવાના નામનો પોકાર કરીશ.

૧૪ યહોવા આગળ લીધેલી માનતાઓ

હું તેમના સર્વ લોકોની હાજરીમાં પૂરી કરીશ.+

૧૫ યહોવાની નજરે તેમના

વફાદાર ભક્તોનું મરણ બહુ મૂલ્યવાન* છે.+

૧૬ હે યહોવા, હું કાલાવાલા કરું છું,

કારણ કે હું તમારો દાસ છું.

હું તમારો દાસ, તમારી દાસીનો દીકરો છું.

તમે મને મારાં બંધનોથી આઝાદ કર્યો છે.+

૧૭ હું તમને આભાર-અર્પણ ચઢાવીશ,+

હું યહોવાના નામનો પોકાર કરીશ.

૧૮ યહોવા આગળ લીધેલી માનતાઓ+

હું તેમના સર્વ લોકોની હાજરીમાં પૂરી કરીશ.+

૧૯ હે યરૂશાલેમ, તારી વચ્ચે,

યહોવાના મંદિરના આંગણાંમાં એ પૂરી કરીશ.+

યાહનો જયજયકાર કરો!*+

૧૧૭ હે સર્વ પ્રજાઓ, યહોવાની સ્તુતિ કરો.+

હે સર્વ લોકો, તેમને માન-મહિમા આપો.+

 ૨ આપણા માટેનો તેમનો અતૂટ પ્રેમ મહાન છે.+

યહોવાની વફાદારી+ યુગોના યુગો ટકે છે.+

યાહનો જયજયકાર કરો!*+

૧૧૮ યહોવાનો આભાર માનો, કેમ કે તે ભલા છે.+

તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.

 ૨ હવે ઇઝરાયેલ પોકારી ઊઠો:

“તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.”

 ૩ હવે હારુનના વંશજો પોકારી ઊઠો:

“તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.”

 ૪ હવે યહોવાનો ડર રાખનારાઓ પોકારી ઊઠો:

“તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.”

 ૫ મારી મુસીબતમાં મેં યાહને* હાંક મારી.

યાહે જવાબ આપ્યો અને તે મને સલામત જગ્યાએ લઈ આવ્યા.+

 ૬ યહોવા મારા પક્ષે છે; હું જરાય ડરીશ નહિ.+

માણસ મને શું કરી લેવાનો?+

 ૭ યહોવા મારા પક્ષે છે, તે મને મદદ કરે છે.*+

મને નફરત કરનારાઓની પડતી હું નજરોનજર જોઈશ.+

 ૮ મનુષ્ય પર ભરોસો રાખવા કરતાં,

યહોવામાં આશરો લેવો વધારે સારું છે.+

 ૯ અધિકારીઓ પર ભરોસો રાખવા કરતાં,

યહોવામાં આશરો લેવો વધારે સારું છે.+

૧૦ બધી પ્રજાઓએ મને ઘેરી લીધો હતો.

પણ યહોવાનું નામ લઈને

મેં તેઓને ભગાડી મૂક્યા.+

૧૧ તેઓએ મને ઘેરી લીધો હતો, હા, ચારે બાજુથી ઘેરી લીધો હતો.

પણ યહોવાનું નામ લઈને

મેં તેઓને ભગાડી મૂક્યા.

૧૨ તેઓ મધમાખીઓની જેમ મને ફરી વળ્યા.

પણ તેઓ ઝાંખરાંની જેમ ઝડપથી બળીને ભસ્મ થઈ ગયા.

યહોવાનું નામ લઈને

મેં તેઓને ભગાડી મૂક્યા.+

૧૩ મને પાડી નાખવા જોરથી ધક્કો મારવામાં આવ્યો,

પણ યહોવાએ મને મદદ કરી.

૧૪ યાહ મારો આશરો અને મારું બળ છે,

તે મારો ઉદ્ધાર કરનાર બન્યા છે.+

૧૫ નેક લોકોનો ઉદ્ધાર* થયો છે,

એટલે તેઓના તંબુઓમાં આનંદનો પોકાર સંભળાય છે.

યહોવાનો જમણો હાથ તેમની શક્તિનો પરચો બતાવે છે.+

૧૬ યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે.

યહોવાનો જમણો હાથ તેમની શક્તિનો પરચો બતાવે છે.+

૧૭ હું મરીશ નહિ, હા, હું તો જીવતો રહીશ,

જેથી યાહનાં કામ જગજાહેર કરું.+

૧૮ યાહે મને કડક સજા કરી હતી,+

પણ મને મોતને શરણે કર્યો નહિ.+

૧૯ મારા માટે સચ્ચાઈના દરવાજા ખોલો.+

હું એમાં થઈને અંદર જઈશ અને યાહની સ્તુતિ કરીશ.

૨૦ આ યહોવાનો દરવાજો છે.

નેક લોકો એમાં થઈને અંદર જશે.+

૨૧ હું તમારા ગુણગાન ગાઈશ, કેમ કે તમે મને જવાબ આપ્યો+

અને તમે મારો ઉદ્ધાર કરનાર બન્યા.

૨૨ બાંધકામ કરનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો,

એ જ ખૂણાનો મુખ્ય પથ્થર* બન્યો છે.+

૨૩ ખુદ યહોવાએ એવું કર્યું છે.+

એ અમારી નજરે અજાયબ છે.+

૨૪ આ દિવસ યહોવાએ ઠરાવ્યો છે.

આપણે ખુશી મનાવીશું અને આનંદ આનંદ કરીશું.

૨૫ હે યહોવા, અમે આજીજી કરીએ છીએ, કૃપા કરીને અમને બચાવો!

હે યહોવા, કૃપા કરીને અમને જીત અપાવો!

૨૬ યહોવાના નામમાં જે આવે છે, તેના પર તેમનો આશીર્વાદ રહે!+

યહોવાના મંદિરમાંથી અમે તમને આશીર્વાદ આપીએ છીએ.

૨૭ યહોવા જ ઈશ્વર છે.

તે આપણને રોશની આપે છે.+

ડાળીઓ હાથમાં લઈને તહેવારના સરઘસમાં જોડાઓ+

અને વેદી* સુધી જાઓ.+

૨૮ તમે મારા ઈશ્વર છો, હું તમારો જયજયકાર કરીશ.

હે મારા ઈશ્વર, હું તમને મોટા મનાવીશ.+

૨૯ યહોવાનો આભાર માનો,+ કેમ કે તે ભલા છે.

તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.+

א [આલેફ]

૧૧૯ ધન્ય છે તેઓને, જેઓ નિર્દોષ* રહીને જીવે છે,

જેઓ યહોવાના નિયમો પાળે છે.+

 ૨ ધન્ય છે તેઓને, જેઓ તેમનાં સૂચનો પાળે છે,+

જેઓ પૂરા દિલથી તેમનું માર્ગદર્શન શોધે છે.+

 ૩ તેઓ કંઈ પણ ખોટું કરતા નથી.

તેઓ તેમના માર્ગોમાં ચાલે છે.+

 ૪ તમે આજ્ઞા આપી છે કે,

તમારા હુકમો ચોકસાઈથી પાળવામાં આવે.+

 ૫ તમારા આદેશો પાળવા

હું અડગ રહું તો કેવું સારું!+

 ૬ પછી તમારી બધી આજ્ઞાઓ પર વિચાર કરીશ ત્યારે,

મારે શરમાવું નહિ પડે.+

 ૭ તમારા ખરા ચુકાદાઓ વિશે શીખીને

હું સાચા દિલથી તમારી સ્તુતિ કરીશ.

 ૮ હું તમારા આદેશો પાળીશ,

તમે મને કદી પણ તરછોડી દેતા નહિ.

ב [બેથ]

 ૯ યુવાન માણસ કઈ રીતે પોતાનો જીવનમાર્ગ શુદ્ધ રાખી શકે?

તમારા શબ્દો પ્રમાણે સાવધ રહીને.+

૧૦ હું પૂરા દિલથી તમારું માર્ગદર્શન શોધું છું.

તમારી આજ્ઞાઓમાંથી મને ફંટાવા ન દેશો.+

૧૧ તમારી વાતો મેં દિલમાં સંઘરી રાખી છે,+

જેથી હું તમારી વિરુદ્ધ પાપ ન કરું.+

૧૨ હે યહોવા, તમારો જયજયકાર થાઓ.

મને તમારા આદેશો શીખવો.

૧૩ તમે આપેલા બધા કાયદા-કાનૂન

હું જણાવું છું.

૧૪ બધી કીમતી ચીજો કરતાં+

તમારાં સૂચનોથી મને વધારે આનંદ થાય છે.+

૧૫ હું તમારા હુકમો પર મનન* કરીશ+

અને તમારા માર્ગો મારી નજર સામે રાખીશ.+

૧૬ મને તમારા કાયદા-કાનૂન બહુ વહાલા છે.

હું તમારું શિક્ષણ ભૂલીશ નહિ.+

ג [ગિમેલ]

૧૭ તમારા ભક્ત સાથે દયાભાવથી વર્તજો,

જેથી હું જીવતો રહું અને તમારો નિયમ પાળું.+

૧૮ મારી આંખો ખોલો,

જેથી હું તમારા નિયમમાંની અજાયબ વાતો સાફ સાફ જોઈ શકું.

૧૯ હું દેશમાં જાણે એક પરદેશી છું.+

તમારી આજ્ઞાઓ મારાથી છુપાવશો નહિ.

૨૦ તમારા નીતિ-નિયમોની મને ઝંખના છે,

એના માટે મારું દિલ હંમેશાં ઝૂરે છે.

૨૧ તમે ઘમંડીઓને ધમકાવો છો,

જેઓ તમારી આજ્ઞાઓથી ભટકી ગયેલા શ્રાપિત લોકો છે.+

૨૨ મારી નિંદા અને મારું અપમાન દૂર કરો,

કેમ કે મેં તમારાં સૂચનો પાળ્યાં છે.

૨૩ અધિકારીઓ ભેગા મળીને મારી વિરુદ્ધ બોલે છે,

પણ તમારો સેવક તમારા આદેશો પર મનન* કરે છે.

૨૪ મને તમારાં સૂચનો બહુ વહાલાં છે.+

એ મારા સલાહકારો છે.+

ד [દાલેથ]

૨૫ હું ધૂળભેગો થવાની તૈયારીમાં છું.+

તમારા વચન પ્રમાણે મને જીવતો રાખો.+

૨૬ મેં તમને મારા માર્ગો વિશે જણાવ્યું અને તમે જવાબ આપ્યો.

મને તમારા આદેશો શીખવો.+

૨૭ મને તમારા હુકમોનો અર્થ સમજાવો,

જેથી હું તમારાં જોરદાર કામો પર મનન* કરી શકું.+

૨૮ હું ખૂબ દુઃખી છું, મારી ઊંઘ ઊડી ગઈ છે.

તમારા વચન પ્રમાણે મને હિંમત આપો.

૨૯ છળ-કપટના માર્ગથી મને દૂર રાખો,+

તમારો નિયમ શીખવીને મને કૃપા બતાવો.

૩૦ મેં વફાદારીનો માર્ગ પસંદ કર્યો છે.+

હું જાણું છું કે તમારા ન્યાયચુકાદાઓ ખરા છે.

૩૧ હું તમારાં સૂચનોને વળગી રહું છું.+

હે યહોવા, મને નિરાશ થવા દેતા નહિ.+

૩૨ તમારી આજ્ઞાઓના માર્ગે હું પૂરા જોશથી દોડીશ,

કેમ કે તમે મારા દિલમાં એની જગ્યા બનાવો છો.*

ה [હે]

૩૩ હે યહોવા, મને તમારા આદેશો પાળતા શીખવો+

અને હું એ માર્ગ પર અંત સુધી ચાલતો રહીશ.+

૩૪ મને સમજણ આપો,

જેથી હું તમારો નિયમ પાળું

અને પૂરા દિલથી એ માનતો રહું.

૩૫ તમારી આજ્ઞાઓના માર્ગે મને દોરો,+

કેમ કે મને એમાં બહુ ખુશી થાય છે.

૩૬ તમારાં સૂચનોમાં મારું દિલ પરોવી રાખો,

કોઈ સ્વાર્થી ચીજવસ્તુઓમાં* નહિ.+

૩૭ નકામી ચીજો પરથી મારી નજર ફેરવો.+

તમારા માર્ગમાં મને જીવતો રાખો.

૩૮ તમારા સેવકને આપેલું વચન પૂરું કરો,

જેથી તમારો આદરભાવ રાખવામાં આવે.*

૩૯ હું જે બદનામીથી ડરું છું એ દૂર કરો,

તમારા કાયદા-કાનૂન સાચા છે.+

૪૦ જુઓ, હું તમારા આદેશો માટે કેટલો તરસું છું!

તમારી સચ્ચાઈને લીધે મને જીવતો રાખો.

ו [વાવ]

૪૧ હે યહોવા, તમારો અતૂટ પ્રેમ* મારા પર વરસાવો,+

તમારા વચન પ્રમાણે મારો ઉદ્ધાર થાય.+

૪૨ પછી મને મહેણાં મારનારને હું જવાબ આપીશ,

કેમ કે મેં તમારા વચનમાં ભરોસો મૂક્યો છે.

૪૩ મારા મોંમાંથી સત્ય વચન લઈ ન લેતા,

કેમ કે મેં તમારા ન્યાયચુકાદાઓમાં આશા રાખી છે.

૪૪ હું હંમેશાં, હા, સદાને માટે

તમારો નિયમ પાળીશ.+

૪૫ હું સલામત જગ્યામાં હરતો-ફરતો રહીશ,+

કેમ કે હું તમારા આદેશો પાળું છું.

૪૬ હું રાજાઓ આગળ તમારાં સૂચનો વિશે વાત કરીશ,

હું જરાય શરમાઈશ નહિ.+

૪૭ મને તમારી આજ્ઞાઓ બહુ વહાલી છે,

હા, મને એના પર ખૂબ જ પ્રેમ છે.+

૪૮ તમારી આજ્ઞાઓ પર પ્રેમ હોવાથી, હું હાથ ઊંચા કરીને પ્રાર્થના કરીશ.+

હું તમારા આદેશો પર મનન* કરીશ.+

ז [ઝાયિન]

૪૯ તમારા ભક્તને આપેલું વચન યાદ કરો,

જેના દ્વારા તમે મને આશા આપો છો.

૫૦ મારાં દુઃખોમાં એ જ દિલાસો આપે છે,+

કેમ કે તમારી વાણીએ મને જીવતો રાખ્યો છે.

૫૧ ઘમંડી લોકો મારી સામે દાંત કચકચાવે છે,

પણ હું તમારા નિયમથી કદી પાછો હટીશ નહિ.+

૫૨ હે યહોવા, જૂના જમાનાના તમારા ન્યાયચુકાદાઓ મને યાદ છે,+

એમાંથી મને દિલાસો મળે છે.+

૫૩ દુષ્ટો તમારો નિયમ પાળતા નથી,

એ જોઈને મારો ગુસ્સો આસમાને ચઢી ગયો છે.+

૫૪ હું ગમે ત્યાં રહું,

તમારા આદેશો તો મારા માટે ગીતો જેવા છે.

૫૫ હે યહોવા, રાતે હું તમારું નામ યાદ કરું છું,+

જેથી હું તમારો નિયમ પાળું.

૫૬ એ મારી આદત છે,

કારણ કે હું તમારા હુકમો પાળું છું.

ח [હેથ]

૫૭ યહોવા મારો હિસ્સો છે.+

તમારા શબ્દો પાળવાનું મેં વચન આપ્યું છે.+

૫૮ મારા પૂરા દિલથી હું તમને અરજ કરું છું.+

તમારા વચન પ્રમાણે મારા પર કૃપા કરો.+

૫૯ મેં મારા માર્ગોની ચકાસણી કરી છે,

જેથી મારા પગ ફરીથી તમારાં સૂચનો તરફ વાળી લાવું.+

૬૦ હું તમારી આજ્ઞાઓ ઉતાવળે પાળું છું,

જરાય મોડું કરતો નથી.+

૬૧ દુષ્ટોનાં બંધનોએ મને બાંધી દીધો છે,

તોપણ હું તમારો નિયમ ભૂલતો નથી.+

૬૨ તમારા ખરા ચુકાદાઓ માટે આભાર માનવા

હું મધરાતે ઊઠું છું.+

૬૩ હું એ બધાનો મિત્ર છું, જેઓ તમારો ડર રાખે છે

અને તમારા હુકમો પાળે છે.+

૬૪ હે યહોવા, તમારા અતૂટ પ્રેમથી આખી પૃથ્વી ભરપૂર છે.+

મને તમારા આદેશો શીખવો.

ט [ટેથ]

૬૫ હે યહોવા, તમારા વચન પ્રમાણે

તમે તમારા દાસ સાથે સારી રીતે વર્ત્યા છો.

૬૬ મને સમજુ બનતા શીખવો અને જ્ઞાન આપો,+

કારણ કે મેં તમારી આજ્ઞાઓમાં ભરોસો મૂક્યો છે.

૬૭ અગાઉ હું દુઃખી હતો અને આડે રસ્તે ચઢી જતો હતો,

પણ હવે હું તમારું કહેવું માનું છું.+

૬૮ તમે ભલા છો+ અને તમારાં કામો પણ ભલાં છે.

મને તમારા આદેશો શીખવો.+

૬૯ અભિમાની માણસ જૂઠું બોલીને મારા પર કીચડ ઉછાળે છે,

તોપણ હું પૂરા દિલથી તમારા હુકમો પાળું છું.

૭૦ તેઓ પથ્થર-દિલ બની ગયા છે,+

પણ તમારો નિયમ મને બહુ વહાલો છે.+

૭૧ હું દુઃખી થયો એ સારું જ થયું,+

કેમ કે મને તમારા આદેશો શીખવા મળ્યા.

૭૨ તમે જણાવેલો નિયમ મારા ભલા માટે છે,+

એ સોના-ચાંદીના હજારો ટુકડા કરતાં પણ વધારે મૂલ્યવાન છે.+

י [યોદ]

૭૩ તમારા હાથોએ મને બનાવ્યો છે, મને ઘડ્યો છે.

મને સમજણ આપો,

જેથી હું તમારી આજ્ઞાઓ શીખી શકું.+

૭૪ તમારો ડર રાખનારાઓ મને જોઈને હરખાય છે,

કેમ કે તમારી વાણીમાં મને ભરોસો છે.+

૭૫ હે યહોવા, હું જાણું છું કે તમારો ઇન્સાફ એકદમ સાચો છે.+

તમારી વફાદારીને લીધે તમે મને દુઃખી કર્યો છે.+

૭૬ તમારા સેવકને આપેલા વચન પ્રમાણે,

કૃપા કરીને તમે તમારા અતૂટ પ્રેમથી+ મને દિલાસો આપો.

૭૭ મને દયા બતાવો, જેથી હું જીવતો રહું,+

કેમ કે મને તમારો નિયમ બહુ વહાલો છે.+

૭૮ અભિમાન કરનારા લજવાય,

કેમ કે તેઓએ કોઈ કારણ વગર* મને નુકસાન કર્યું છે.

પણ હું તમારા હુકમો પર મનન* કરીશ.+

૭૯ તમારો ડર રાખનારા અને તમારાં સૂચનો જાણનારા

મારી પાસે પાછા ફરે.

૮૦ તમારા આદેશો પાળીને મારું દિલ નિર્દોષ ઠરે,+

જેથી મારે શરમાવું ન પડે.+

כ [કાફ]

૮૧ તમારી પાસેથી ઉદ્ધાર મેળવવા હું કેટલો તરસું છું!+

તમારી વાણીમાં મને ભરોસો છે.

૮૨ મારી આંખો તમારું વચન પૂરું થવાની ઝંખના રાખે છે,+

હું કહું છું: “તમે મને ક્યારે દિલાસો આપશો?”+

૮૩ ધુમાડામાં સુકાઈ ગયેલી મશક જેવો હું થઈ ગયો છું,

પણ તમારા આદેશો હું ભૂલતો નથી.+

૮૪ તમારા સેવકે કેટલા દિવસ રાહ જોવી પડશે?

મારા પર જુલમ ગુજારનારાઓનો ક્યારે ન્યાય કરશો?+

૮૫ ઘમંડી લોકો મારા માટે ખાડા ખોદે છે,

તેઓ તમારો નિયમ તોડે છે.

૮૬ તમારી બધી આજ્ઞાઓ ભરોસાપાત્ર છે.

મને મદદ કરો, માણસો કારણ વગર મને સતાવે છે.+

૮૭ તેઓએ મને પૃથ્વી પરથી લગભગ મિટાવી દીધો હતો,

પણ મેં તમારા હુકમોનો ત્યાગ કર્યો નહિ.

૮૮ તમારા અતૂટ પ્રેમને લીધે મને જીવતો રાખો,

જેથી તમે જણાવેલાં સૂચનો હું પાળું.

ל [લામેદ]

૮૯ હે યહોવા, તમારું વચન સદા ટકી રહેશે,

જ્યાં સુધી આકાશ છે, ત્યાં સુધી એ કાયમ રહેશે.+

૯૦ તમારી વફાદારી પેઢી દર પેઢી ટકે છે.+

તમે પૃથ્વીને અડગ રાખી છે, જેથી એ ટકી રહે છે.+

૯૧ તમારા નિયમોને લીધે એ બધાં* આજ સુધી ટકી રહેલાં છે,

કારણ કે તેઓ તમારા સેવકો છે.

૯૨ જો મને તમારો નિયમ વહાલો ન હોત,

તો દુઃખમાં ને દુઃખમાં હું મરી પરવાર્યો હોત.+

૯૩ હું તમારા આદેશો ક્યારેય ભૂલીશ નહિ,

કારણ કે એનાથી તમે મને જીવતો રાખ્યો છે.+

૯૪ હું તમારો છું. મને બચાવો,+

કેમ કે મેં તમારા આદેશો પાળ્યા છે.+

૯૫ દુષ્ટ માણસ મારો નાશ કરવા તાકીને બેઠો છે,

પણ હું તમારાં સૂચનો પર મન લગાડું છું.

૯૬ મેં દરેક સંપૂર્ણ વસ્તુની હદ જોઈ છે,

પણ તમારી આજ્ઞાઓની કોઈ હદ નથી.

מ [મેમ]

૯૭ મને તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ છે!+

હું આખો દિવસ એના પર મનન* કરું છું.+

૯૮ તમારી આજ્ઞાઓ મને દુશ્મનો કરતાં વધારે બુદ્ધિમાન બનાવે છે,+

કારણ કે એ હંમેશાં મારી સાથે છે.

૯૯ મારા બધા શિક્ષકો કરતાં મારામાં વધારે સમજણ છે,+

કારણ કે હું તમારાં સૂચનો પર મનન* કરું છું.

૧૦૦ ઘરડા માણસો કરતાં હું વધારે સમજદારીથી વર્તું છું,

કારણ કે હું તમારા હુકમો પાળું છું.

૧૦૧ હું તમારા શબ્દો પાળી શકું એ માટે,

હું કોઈ પણ દુષ્ટ માર્ગ પર ચાલતો નથી.+

૧૦૨ હું તમારા નિયમોથી ફંટાયો નથી,

કેમ કે તમે મને શીખવ્યું છે.

૧૦૩ મારી જીભને તમારી વાણી કેટલી મીઠી લાગે છે!

મારા મોંને એ મધ કરતાં પણ મીઠી લાગે છે!+

૧૦૪ તમારા આદેશોને લીધે હું સમજદારીથી વર્તું છું.+

એટલે જ હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.+

נ [નૂન]

૧૦૫ તમારા શબ્દો મારા પગ માટે દીવા જેવા છે,

એ મારા માર્ગ માટે પ્રકાશ જેવા છે.+

૧૦૬ તમારા ખરા ન્યાયચુકાદાઓ અમલમાં મૂકવાના મેં સમ ખાધા છે,

હું ચોક્કસ એ પ્રમાણે કરીશ.

૧૦૭ મારા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા છે.+

હે યહોવા, તમારા વચન પ્રમાણે મને જીવતો રાખો.+

૧૦૮ હે યહોવા, મેં રાજીખુશીથી કરેલી સ્તુતિ સ્વીકારો.+

મને તમારા કાયદા-કાનૂન શીખવો.+

૧૦૯ મારા માથે હંમેશાં જોખમ તોળાતું રહે છે.

પણ હું તમારો નિયમ ભૂલી ગયો નથી.+

૧૧૦ દુષ્ટોએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે,

પણ હું તમારા આદેશોથી ફંટાયો નથી.+

૧૧૧ તમારાં સૂચનો મારા માટે કાયમી વારસો* છે.

તેઓથી મારા દિલને ઘણી ખુશી મળે છે.+

૧૧૨ મેં હંમેશ માટે, હા, છેલ્લા શ્વાસ સુધી

તમારા આદેશો પાળવાની મનમાં ગાંઠ વાળી છે.

ס [સામેખ]

૧૧૩ હું બે મનવાળા માણસોને નફરત કરું છું,+

પણ મને તમારા નિયમ પર પ્રેમ છે.+

૧૧૪ તમે મારો આશરો, મારી ઢાલ છો,+

કેમ કે તમારી વાણીમાં મને ભરોસો છે.+

૧૧૫ ઓ દુષ્ટ માણસો, મારી પાસેથી દૂર જાઓ,+

જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળું.

૧૧૬ હે ઈશ્વર, તમારા વચન પ્રમાણે મને સાથ આપજો,+

જેથી હું જીવતો રહું.

જોજો, મારી આશા નિરાશામાં ફેરવાય ન જાય.+

૧૧૭ મને સાથ આપજો, જેથી મારો બચાવ થાય.+

પછી હું હંમેશાં તમારા આદેશો પર મન લગાડીશ.+

૧૧૮ તમારા આદેશોથી ભટકી જનારા બધાને તમે ધિક્કારો છો,+

કારણ કે તેઓ જૂઠા અને કપટી છે.

૧૧૯ પૃથ્વીના બધા દુષ્ટોને તમે કચરાની* જેમ ફેંકી દો છો.+

એટલા માટે હું તમારાં સૂચનો પર પ્રેમ રાખું છું.

૧૨૦ તમારા ડરને લીધે મારું શરીર થરથર કાંપે છે.

મને તમારા ન્યાયચુકાદાઓની બીક છે.

ע [આયિન]

૧૨૧ જે ખરું અને નેક હોય એ જ મેં કર્યું છે.

જુલમીઓના હાથમાં મને સોંપી દેતા નહિ.

૧૨૨ ખાતરી આપો કે તમારા ભક્તનું કલ્યાણ થશે.

ઘમંડીને મારા પર જુલમ કરવા દેતા નહિ.

૧૨૩ તમારા તરફથી થતાં ઉદ્ધારની

અને તમારા સાચા વચનની+ રાહ જોઈ જોઈને

મારી આંખો થાકી ગઈ છે.+

૧૨૪ તમારા સેવકને તમારો અતૂટ પ્રેમ બતાવો+

અને તમારા આદેશો શીખવો.+

૧૨૫ હું તમારો સેવક છું, મને બુદ્ધિ આપો,+

જેથી હું તમારાં સૂચનો સમજી શકું.

૧૨૬ હવે સમય પાકી ગયો છે કે યહોવા પગલાં ભરે,+

કેમ કે તેઓએ તમારો નિયમ તોડ્યો છે.

૧૨૭ મને તો તમારી આજ્ઞાઓ વહાલી છે.

સોના કરતાં, હા, ચોખ્ખા* સોના કરતાં પણ વધારે વહાલી છે.+

૧૨૮ એટલે તમારી પાસેથી આવતો દરેક આદેશ* હું સાચો માનું છું.+

હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.+

פ [પે]

૧૨૯ તમારાં સૂચનો અદ્‍ભુત છે.

એટલે હું એને પાળું છું.

૧૩૦ તમારી વાણીની સમજણ પ્રકાશ પાથરે છે.+

એ નાદાનને બુદ્ધિમાન બનાવે છે.+

૧૩૧ મારા મુખમાંથી નિસાસો સરી પડે છે,

કારણ કે હું તમારી આજ્ઞાઓ માટે તરસું છું.+

૧૩૨ તમારા નામને પ્રેમ કરનારાઓ માટે તમે જે નક્કી કર્યું છે,

એ પ્રમાણે મારી તરફ ફરો અને કૃપા બતાવો.+

૧૩૩ તમારી વાણીથી મારાં પગલાં સહીસલામત દોરી જાઓ,

મારા પર કોઈ પણ દુષ્ટતા રાજ ન કરે.+

૧૩૪ જુલમી માણસોથી મને ઉગારી* લો

અને હું તમારા હુકમો પાળીશ.

૧૩૫ તમારા સેવક પર તમારા મુખનું તેજ ઝળહળવા દો+

અને મને તમારા આદેશો શીખવો.

૧૩૬ મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે,

કેમ કે લોકો તમારો નિયમ પાળતા નથી.+

צ [સાદે]

૧૩૭ હે યહોવા, તમે નેક છો,+

તમારા ન્યાયચુકાદાઓ વાજબી છે.+

૧૩૮ તમે આપેલાં સૂચનો ખરાં છે

અને એકદમ ભરોસાપાત્ર છે.

૧૩૯ મારો ઉત્સાહ મને કોરી ખાય છે,+

કારણ કે મારા વેરીઓ તમારું કહેવું ભૂલી ગયા છે.

૧૪૦ તમારી વાણી એકદમ શુદ્ધ છે,+

તમારા સેવકને એ બહુ જ ગમે છે.+

૧૪૧ હું તો મામૂલી છું, ધિક્કાર પામેલો છું,+

તોપણ હું તમારા હુકમો ભૂલી ગયો નથી.

૧૪૨ તમારો ન્યાય કાયમ ટકનારો ન્યાય છે,+

તમારો નિયમ સત્ય છે.+

૧૪૩ ભલે મારા પર દુઃખ-તકલીફો આવી પડે,

તોપણ મને તમારી આજ્ઞાઓ વહાલી લાગે છે.

૧૪૪ તમારાં સૂચનોની સચ્ચાઈ કાયમ ટકશે.

મને સમજણ આપો,+ જેથી હું જીવતો રહું.

ק [કોફ]

૧૪૫ હું પૂરા દિલથી પોકારું છું. હે યહોવા, જવાબ આપો.

હું તમારા આદેશો પાળીશ.

૧૪૬ હું તમને આજીજી કરું છું, મને બચાવી લો!

હું તમારાં સૂચનો પાળીશ.

૧૪૭ મદદ માંગવા હું પરોઢ થતાં પહેલાં જાગી જાઉં છું,+

કેમ કે તમારી વાણીમાં મને ભરોસો છે.

૧૪૮ મધરાતે મારી આંખો ખૂલી જાય છે,

જેથી હું તમારી વાતો પર મનન* કરી શકું.+

૧૪૯ તમારા અતૂટ પ્રેમને લીધે મારી વિનંતી સાંભળો.+

હે યહોવા, તમારા ન્યાયને લીધે મને જીવતો રાખો.

૧૫૦ શરમજનક કામો કરનારાઓ મારું નુકસાન કરવા પાસે આવે છે.

તેઓ તમારા નિયમોથી ઘણા દૂર ચાલ્યા ગયા છે.

૧૫૧ હે યહોવા, તમે મારી પાસે છો+

અને તમારી બધી આજ્ઞાઓ સત્ય છે.+

૧૫૨ લાંબા સમયથી હું તમારાં સૂચનો વિશે જાણું છું કે,

તમે એને યુગોના યુગો સુધી ટકી રહેવા ઘડ્યાં છે.+

ר [રેશ]

૧૫૩ મારું દુઃખ જુઓ, મને બચાવો,+

કેમ કે હું તમારો નિયમ ભૂલી ગયો નથી.

૧૫૪ મારો મુકદ્દમો લડો અને મને છોડાવો.+

તમારા વચન પ્રમાણે મને જીવતો રાખો.

૧૫૫ દુષ્ટ માણસોથી ઉદ્ધાર ઘણો દૂર છે,

કારણ કે તેઓએ તમારા આદેશોની શોધ કરી નથી.+

૧૫૬ હે યહોવા, તમારી દયા મહાન છે.+

તમારા ન્યાયને લીધે મને જીવતો રાખો.

૧૫૭ મારા સતાવનારા અને દુશ્મનો ઘણા બધા છે.+

પણ તમારાં સૂચનોથી હું ભટકી ગયો નથી.

૧૫૮ મેં દગાખોરોને જોયા અને મને સખત નફરત થઈ,

કેમ કે તેઓ તમારું કહેવું માનતા નથી.+

૧૫૯ જુઓ, હું તમારા આદેશો પર કેટલો બધો પ્રેમ રાખું છું!

હે યહોવા, તમારા અતૂટ પ્રેમને લીધે મને જીવતો રાખો.+

૧૬૦ તમારું દરેક વચન સત્ય છે,+

તમારા ખરા ન્યાયચુકાદાઓ કાયમ ટકે છે.

ש [સીન] કે [શીન]

૧૬૧ શાસકો કોઈ પણ કારણ વગર મને સતાવે છે,+

પણ મારું દિલ તમારાં વચનોનો ભય રાખે છે.+

૧૬૨ મોટી લૂંટ મેળવીને જેવો આનંદ થાય છે,

એવો આનંદ મને તમારી વાણીથી થાય છે.+

૧૬૩ મને જૂઠાણાંથી સખત નફરત છે, હું એને ધિક્કારું છું.+

હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું.+

૧૬૪ તમારા ખરા ચુકાદાઓને લીધે,

હું દિવસમાં સાત વાર તમારી સ્તુતિ કરું છું.

૧૬૫ તમારો નિયમ ચાહનારાઓને પુષ્કળ શાંતિ મળે છે.+

તેઓને કશાથી ઠોકર લાગતી નથી.*

૧૬૬ હે યહોવા, ઉદ્ધારનાં તમારાં કામો પર હું આશા રાખું છું.

હું તમારી આજ્ઞાઓ પાળું છું.

૧૬૭ હું તમારાં સૂચનો પાળું છું

અને તેઓને દિલોજાનથી ચાહું છું.+

૧૬૮ હું તમારાં હુકમો અને સૂચનો પાળું છું,

કેમ કે હું જે કંઈ કરું છું, એ બધું તમે જાણો છો.+

ת [તાવ]

૧૬૯ હે યહોવા, મદદ માટેનો મારો પોકાર તમારા કાને પહોંચે.+

તમારા કહેવા પ્રમાણે મને સમજણ આપો.+

૧૭૦ કૃપા માટેની મારી વિનંતી તમારી આગળ આવે.

તમારા વચન પ્રમાણે મને બચાવો.

૧૭૧ મારા હોઠ તમારો જયજયકાર કરતા રહે,+

કેમ કે તમે મને તમારા આદેશો શીખવ્યા છે.

૧૭૨ મારી જીભ તમારી વાતોનું ગાયન કરતી રહે,+

કારણ કે તમારી બધી આજ્ઞાઓમાં સચ્ચાઈ છે.

૧૭૩ તમારો હાથ મને મદદ કરવા તૈયાર રહે,+

કારણ કે મેં તમારા હુકમો પાળવાનું પસંદ કર્યું છે.+

૧૭૪ હે યહોવા, તમારી પાસેથી ઉદ્ધાર મેળવવા હું કેટલો તરસું છું!

તમારો નિયમ મને ખૂબ વહાલો છે.+

૧૭૫ મને જીવતો રાખો, જેથી હું તમારા ગુણગાન ગાઉં.+

તમારા નીતિ-નિયમોથી મને મદદ મળે.

૧૭૬ ખોવાયેલા ઘેટાની જેમ હું ભટકી ગયો છું.+ તમારા ભક્તને શોધી કાઢો,

કેમ કે હું તમારી આજ્ઞાઓ ભૂલી ગયો નથી.+

ચઢવાનું ગીત.*

૧૨૦ સંકટ સમયે મેં યહોવાને હાંક મારી+

અને તેમણે મને જવાબ આપ્યો.+

 ૨ હે યહોવા, જૂઠું બોલનારા હોઠોથી

અને કપટી જીભથી મને બચાવો.

 ૩ ઓ કપટી જીભ,

જોજે, ઈશ્વર તારી કેવી દશા કરશે અને તને કેવી સજા કરશે!+

 ૪ યોદ્ધાનાં ધારદાર તીરોથી+

અને ઝાડવાના* ધગધગતા અંગારાથી+ તે સજા કરશે.

 ૫ મને અફસોસ કે મારે મેશેખમાં પરદેશી તરીકે રહેવું પડ્યું,+

મારે કેદારના તંબુઓમાં રહેવું પડ્યું!+

 ૬ મારે લાંબા સમયથી એવા લોકો સાથે રહેવું પડ્યું,

જેઓ શાંતિને નફરત કરે છે.+

 ૭ હું શાંતિ ચાહું છું,

પણ હું કંઈ બોલું કે તરત તેઓ લડવા નીકળી પડે છે.

ચઢવાનું ગીત.

૧૨૧ હું નજર ઉઠાવીને પર્વતો તરફ જોઉં છું.+

મને ક્યાંથી મદદ મળશે?

 ૨ આકાશ અને પૃથ્વીના રચનાર

યહોવા પાસેથી મને મદદ મળે છે.+

 ૩ તે તારા પગને ક્યારેય લપસી જવા દેશે નહિ.+

તારી રક્ષા કરનાર ક્યારેય ઝોકાં ખાશે નહિ.

 ૪ જુઓ, ઇઝરાયેલની રક્ષા કરનારને

ન ક્યારેય ઊંઘ ચઢશે, ન તે સૂઈ જશે.+

 ૫ યહોવા તારું રક્ષણ કરે છે.

યહોવા તારા જમણા હાથે રહીને તારા પર છાયા કરે છે.+

 ૬ દિવસે સૂર્ય અને રાતે ચંદ્ર

તારું કંઈ બગાડી શકશે નહિ.+

 ૭ યહોવા બધાં જોખમો સામે તારું રક્ષણ કરશે.+

તે તારા જીવનનું રક્ષણ કરશે.+

 ૮ આજથી લઈને યુગોના યુગો સુધી

યહોવા તારાં બધાં કામોમાં તારું રક્ષણ કરશે.

ચઢવાનું ગીત. દાઉદનું ગીત.

૧૨૨ તેઓએ મને કહ્યું, “ચાલો, આપણે યહોવાના મંદિરે જઈએ,”

ત્યારે મને ઘણી ખુશી થઈ.+

 ૨ હે યરૂશાલેમ, હવે તો અમારાં પગલાં

તારા દરવાજામાં પડ્યાં છે.+

 ૩ યરૂશાલેમ એવું શહેર છે,

જે હારબંધ મકાનોથી બંધાયેલું છે.+

 ૪ ઇઝરાયેલને અપાયેલા નિયમ પ્રમાણે,

યહોવાના નામનો આભાર માનવા

ઇઝરાયેલનાં કુળો, હા, યાહનાં* કુળો

ઉપર ચઢીને એ શહેરમાં ગયાં છે.+

 ૫ ન્યાયનાં રાજ્યાસનો,+

દાઉદના ઘરનાં રાજ્યાસનો ત્યાં ગોઠવેલાં હતાં.+

 ૬ યરૂશાલેમની શાંતિ માટે પ્રાર્થના કરો.+

હે શહેર, તને ચાહનારાઓ સલામત રહેશે.

 ૭ તારી અડીખમ દીવાલોમાં કાયમ શાંતિ રહે,

તારા મજબૂત મહેલોમાં સલામતી રહે.

 ૮ મારા ભાઈઓ અને સાથીદારોને લીધે હું કહીશ:

“તારામાં શાંતિ ફેલાયેલી રહે.”

 ૯ આપણા ઈશ્વર યહોવાના મંદિરને લીધે+

હું તારા ભલા માટે પ્રાર્થના કરીશ.

ચઢવાનું ગીત.

૧૨૩ હે સ્વર્ગમાં બિરાજનાર,

હું નજર ઉઠાવીને તમારી તરફ જોઉં છું.+

 ૨ દાસોની આંખો પોતાના માલિક પર

અને દાસીની આંખો પોતાની શેઠાણી પર મંડાયેલી રહે છે.

એ જ રીતે અમારા ઈશ્વર યહોવા કૃપા બતાવે ત્યાં સુધી,+

અમારી આંખો તેમની સામે જોયા કરે છે.+

 ૩ અમારા પર કૃપા કરો, હે યહોવા, અમારા પર કૃપા કરો.

નફરત સહી સહીને અમે હેરાન-પરેશાન થઈ ગયા છીએ.+

 ૪ બેદરકાર લોકોનાં મહેણાં-ટોણાં

અને અહંકારી માણસોથી અપમાન સહી સહીને અમે કંટાળી ગયા છીએ.

ચઢવાનું ગીત. દાઉદનું ગીત.

૧૨૪ “જો યહોવા આપણી સાથે ન હોત,”+

હવે ઇઝરાયેલ કહે,

 ૨ “જો યહોવા આપણી સાથે ન હોત,+

તો માણસો આપણા પર હુમલો કરવા ચઢી આવ્યા ત્યારે,+

 ૩ તેઓ આપણને જીવતા ને જીવતા ગળી ગયા હોત,+

કેમ કે તેઓનો ગુસ્સો આપણા પર સળગી ઊઠ્યો હતો.+

 ૪ પાણી આપણને ઘસડી ગયું હોત,

પૂર આપણા પર ફરી વળ્યું હોત.+

 ૫ ધસમસતા પાણીએ આપણને ડુબાડી દીધા હોત.

 ૬ યહોવાનો જયજયકાર થાઓ!

જંગલી જાનવરો જેવા ખૂંખાર લોકોનાં મોંમાંથી તેમણે આપણને બચાવી લીધા છે.

 ૭ શિકારીના ફાંદામાંથી છટકી ગયેલા

પક્ષી જેવા આપણે છીએ.+

ફાંદો તોડી નાખવામાં આવ્યો

અને આપણે બચી ગયા.+

 ૮ આકાશ અને પૃથ્વીના રચનાર

યહોવાના નામથી આપણને મદદ મળે છે.”+

ચઢવાનું ગીત.

૧૨૫ જેઓ યહોવા પર ભરોસો રાખે છે,+

તેઓ સિયોન પર્વત જેવા છે, જે હલાવી શકાતો નથી,

એ હંમેશાં ટકી રહે છે.+

 ૨ જેમ પહાડો યરૂશાલેમની આસપાસ આવેલા છે,+

તેમ યહોવા પોતાના લોકોની આસપાસ રહે છે.+

તે આજથી લઈને યુગોના યુગો સુધી તેઓની રક્ષા કરે છે.

 ૩ નેક જનોને મળેલા હિસ્સા પર દુષ્ટોનો રાજદંડ કાયમ રહેશે નહિ,+

જેથી નેક જનો ખરાબ કામો તરફ ન વળે.+

 ૪ હે યહોવા, જેઓ ભલા છે,+

જેઓ નેક દિલના છે, તેઓનું ભલું કરો.+

 ૫ યહોવા દુષ્ટોની સાથે એવા લોકોનો પણ નાશ કરશે,+

જેઓ કપટી માર્ગો તરફ વળે છે.

ઇઝરાયેલ પર શાંતિ થાઓ.

ચઢવાનું ગીત.

૧૨૬ ગુલામીમાં ગયેલા લોકોને યહોવા પાછા સિયોનમાં લાવ્યા ત્યારે,+

આપણે જાણે સપનું જોતા હોઈએ એવું લાગતું હતું.

 ૨ એ સમયે આપણું મુખ ખડખડાટ હસતું હતું

અને આપણી જીભ આનંદથી ગાયન કરતી હતી.+

એ સમયે બીજી પ્રજાઓએ કહ્યું:

“યહોવાએ તેઓ માટે કેવા ચમત્કારો કર્યા છે!”+

 ૩ યહોવાએ આપણા માટે એવા ચમત્કારો કર્યા છે કે+

આપણી ખુશીનો કોઈ પાર નથી.

 ૪ હે યહોવા, ગુલામીમાં ગયેલા અમારા લોકોને

નેગેબનાં ઝરણાઓની* જેમ પાછા ભેગા કરો.*

 ૫ જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે,

તેઓ હસતાં હસતાં લણશે.

 ૬ જે પોતાની થેલીમાં બી લઈને

રડતો રડતો જાય છે,

તે ચોક્કસ પોતાની પૂળીઓ લઈને

આનંદનો પોકાર કરતો કરતો પાછો ફરશે.+

ચઢવાનું ગીત. સુલેમાનનું ગીત.

૧૨૭ જો યહોવા ઘર ન બાંધે,

તો એના બાંધનારાઓની બધી મહેનત નકામી છે.+

જો યહોવા શહેરનું રક્ષણ ન કરે,+

તો ચોકીદારનું જાગવું નકામું છે.

 ૨ તું વહેલો ઊઠે અને મોડે સુધી કામ કરે,

ખોરાક મેળવવા તનતોડ મહેનત કરે, એ નકામું છે.

ઈશ્વર પોતાના વહાલા લોકોને પૂરું પાડે છે

અને તેઓને મીઠી ઊંઘ આપે છે.+

 ૩ જુઓ! બાળકો તો યહોવાએ આપેલો વારસો છે.+

કૂખે જન્મેલું બાળક તેમના તરફથી ઇનામ છે.+

 ૪ માણસના* દીકરાઓ

શૂરવીરના હાથમાંનાં તીર જેવા છે.+

 ૫ ધન્ય છે એ માણસને, જેનું ભાથું એવાં તીરથી ભરેલું છે.+

તેઓ* શહેરના દરવાજે દુશ્મનો સાથે દલીલ કરશે ત્યારે,

તેઓએ* શરમાવું નહિ પડે.

ચઢવાનું ગીત.

૧૨૮ યહોવાનો ડર રાખનાર

અને તેમના માર્ગે ચાલનાર દરેક જણ સુખી છે.+

 ૨ તું તારા હાથની સખત મહેનતનું ફળ ખાશે.

તું સુખી થશે અને ધનસંપત્તિનો આનંદ માણશે.+

 ૩ તારી પત્ની ઘરમાં ફળદ્રુપ દ્રાક્ષાવેલા જેવી થશે.+

તારા દીકરાઓ મેજની આસપાસ જૈતૂનના ઝાડના રોપા જેવા થશે.

 ૪ જુઓ! યહોવાનો ડર રાખનાર માણસને

એવા આશીર્વાદો મળશે.+

 ૫ યહોવા સિયોનમાંથી તને આશીર્વાદ આપશે.

તું તારી જિંદગીના બધા દિવસો યરૂશાલેમને આબાદ થતાં જોશે,+

 ૬ તારા દીકરાઓના દીકરાઓને પણ તું જોશે.

ઇઝરાયેલ પર શાંતિ થાઓ.

ચઢવાનું ગીત.

૧૨૯ “તેઓએ મારા બાળપણથી મારા પર સતત હુમલો કર્યો છે.”+

હવે ઇઝરાયેલ કહે,

 ૨ “તેઓએ મારા બાળપણથી મારા પર સતત હુમલો કર્યો છે.+

પણ તેઓએ મને હરાવ્યો નથી.+

 ૩ ખેડૂતોએ મારી પીઠ પર હળ ચલાવ્યું છે.+

તેઓએ લાંબા લાંબા ચાસ પાડ્યા છે.”

 ૪ પણ યહોવા ન્યાયી છે.+

દુષ્ટોએ બાંધેલાં દોરડાં તેમણે કાપી નાખ્યાં છે.+

 ૫ જેઓ સિયોનને ધિક્કારે છે,

તેઓ લજવાશે અને શરમાઈને પાછા હટશે.+

 ૬ તેઓ ધાબા પર ઊગતાં ઘાસ જેવા થશે,

જે ઉખાડવામાં આવતાં પહેલાં જ સુકાઈ જાય છે.

 ૭ એનાથી ન તો કાપણી કરનારની મુઠ્ઠી ભરાય છે,

ન પૂળીઓ બાંધનારનો હાથ.

 ૮ તેઓની પાસેથી જનારા એવું નહિ કહે,

“તારા પર યહોવાનો આશીર્વાદ રહો.

અમે યહોવાના નામે તને આશીર્વાદ આપીએ છીએ.”

ચઢવાનું ગીત.

૧૩૦ હે યહોવા, હું ઊંડાણમાંથી તમને પોકારું છું.+

 ૨ હે યહોવા, મારો સાદ સાંભળો.

મદદ માટેની મારી વિનંતીઓને કાન ધરો.

 ૩ હે યાહ,* જો તમે અમારાં પાપનો હિસાબ રાખો,*

તો હે યહોવા, તમારી આગળ કોણ ઊભું રહી શકે?+

 ૪ તમે લોકોને દિલથી માફ કરો છો,+

જેથી લોકો તમને આદર આપે.+

 ૫ હું યહોવામાં આશા રાખું છું, મારું રોમેરોમ તેમનામાં આશા રાખે છે.

હું તેમના વચનની રાહ જોઉં છું.

 ૬ ચોકીદારો સવાર થવાની રાહ જુએ,+

હા, તેઓ સવાર થવાની રાહ જુએ,

એના કરતાં વધારે હું યહોવાની રાહ જોઉં છું.+

 ૭ હે ઇઝરાયેલ, યહોવાની રાહ જો,

કેમ કે યહોવા વફાદાર હોવાથી પ્રેમ બતાવે છે.+

તેમની પાસે છોડાવવાની અપાર શક્તિ છે.

 ૮ તે ઇઝરાયેલીઓને તેઓનાં સર્વ પાપમાંથી છોડાવશે.

ચઢવાનું ગીત. દાઉદનું ગીત.

૧૩૧ હે યહોવા, નથી મારા દિલમાં અભિમાન,

કે નથી મારી આંખોમાં ગુમાન.+

નથી જોતો હું મોટાં મોટાં સપનાં,+

કે નથી ઇચ્છતો એવી વસ્તુઓ જે મારા ગજા બહાર છે.

 ૨ જેમ માની ગોદમાં નાનું બાળક* શાંત હોય છે,

તેમ મેં મારા મનને શાંત અને ચૂપ કરી દીધું છે.+

નાના બાળકની જેમ મને સંતોષ છે.

 ૩ હે ઇઝરાયેલ, યહોવાની રાહ જો,+

આજથી લઈને યુગોના યુગો સુધી રાહ જો.

ચઢવાનું ગીત.

૧૩૨ હે યહોવા, દાઉદને યાદ કરો,

તેનાં બધાં દુઃખોને યાદ કરો.+

 ૨ તેણે યહોવા આગળ સમ ખાધા હતા,

યાકૂબના શક્તિશાળી ઈશ્વર આગળ આવી માનતા લીધી હતી:+

 ૩ “હું ઈશ્વર માટે મંદિર ન બાંધું ત્યાં સુધી, મારા તંબુમાં કે ઘરમાં જઈશ નહિ,+

મારા પલંગ પર, મારી પથારી પર સૂઈશ નહિ,

 ૪ હું મારી આંખોને ઊંઘવા દઈશ નહિ,

કે મારાં પોપચાંને ઝબકી મારવા દઈશ નહિ,

 ૫ હા, જ્યાં સુધી હું યહોવા માટે મંડપ,

યાકૂબના શક્તિશાળી ઈશ્વર માટે ભવ્ય મંદિર ન બાંધું.”+

 ૬ જુઓ! અમે કરારકોશ* વિશે એફ્રાથાહમાં સાંભળ્યું હતું.+

જંગલના વિસ્તારોમાં એ અમને મળ્યો હતો.+

 ૭ ચાલો, આપણે તેમના ભવ્ય મંડપમાં જઈએ,+

તેમના પગના આસન આગળ નમન કરીએ.+

 ૮ હે યહોવા, ઊઠો અને તમારા રહેઠાણમાં* આવો.+

હા, તમારો કરારકોશ પણ આવે, જે તમારી તાકાતની નિશાની છે.+

 ૯ તમારા યાજકો સચ્ચાઈનાં વસ્ત્રો પહેરે,

તમારા વફાદાર લોકો ખુશીનો પોકાર કરે.

૧૦ તમારા સેવક દાઉદને તમે વચન આપ્યું હોવાથી,

તમારા અભિષિક્તને તરછોડી ન દેશો.+

૧૧ યહોવાએ દાઉદ આગળ સોગંદ ખાધા છે,

તે પોતાના આ વચનથી કદીયે ફરી જશે નહિ:

“તારા વંશજોમાંના એકને

હું તારી રાજગાદી પર બેસાડીશ.+

૧૨ જો તારા દીકરાઓ મારો કરાર પાળશે,

મારાં શીખવેલાં સૂચનો પાળશે,+

તો તેઓના દીકરાઓ પણ

તારી રાજગાદી પર હંમેશ માટે બેસશે.”+

૧૩ યહોવાએ સિયોન પસંદ કર્યું છે.+

તેમણે પોતાના રહેઠાણ માટે એની તમન્‍ના રાખતા કહ્યું:+

૧૪ “આ મારું કાયમ માટેનું રહેઠાણ છે.

હું અહીં રહીશ,+ કેમ કે એ જ મારી તમન્‍ના છે.

૧૫ મારા આશીર્વાદને લીધે એ શહેરમાં ભરપૂર ખોરાક હશે.

એના ગરીબોને હું રોટલીથી સંતોષ આપીશ.+

૧૬ એના યાજકોને હું ઉદ્ધારનાં વસ્ત્રો પહેરાવીશ,+

એના વફાદાર લોકો ખુશીનો પોકાર કરશે.+

૧૭ ત્યાં હું દાઉદનું બળ વધારીશ.*

મેં મારા અભિષિક્ત માટે દીવો* તૈયાર કર્યો છે.+

૧૮ હું તેના દુશ્મનોને શરમથી ઢાંકી દઈશ,

પણ તેના માથાનો મુગટ* ચમકતો રહેશે.”+

ચઢવાનું ગીત. દાઉદનું ગીત.

૧૩૩ જુઓ! ભાઈઓ સંપીને* રહે,

એ કેવું સારું અને આનંદ આપનારું છે!+

 ૨ એ તો જાણે હારુનના માથા પર+

નાખેલા ઉત્તમ તેલ જેવું છે,

જે તેની દાઢી સુધી ઊતરે છે+

અને તેના ગળે ઝભ્ભાની કોર સુધી જાય છે.

 ૩ એ તો હેર્મોનનાં ઝાકળ જેવું છે,+

જે સિયોનના પર્વતો પર પડે છે.+

યહોવાએ ફરમાવ્યું કે સિયોનના લોકોને આશીર્વાદો મળશે,

હા, હંમેશ માટેનું જીવન પણ મળશે.

ચઢવાનું ગીત.

૧૩૪ હે યહોવાના બધા સેવકો,+

રાતે યહોવાના મંદિરમાં સેવા આપનારાઓ,*+

તમે યહોવાની સ્તુતિ કરો!

 ૨ પ્રાર્થનામાં તમારા હાથ ઊંચા કરો+ ત્યારે પવિત્ર રહો*

અને યહોવાની સ્તુતિ કરો.

 ૩ આકાશ અને પૃથ્વીના રચનાર યહોવા

તમને સિયોનમાંથી આશીર્વાદ આપો.

૧૩૫ યાહનો જયજયકાર કરો!*

યહોવાના નામની સ્તુતિ કરો.

હે યહોવાના સેવકો, સ્તુતિ કરો;+

 ૨ યહોવાના મંદિરમાં, હા, આપણા ઈશ્વરના ઘરનાં આંગણાંમાં

સેવા આપનારાઓ, તેમની સ્તુતિ કરો.+

 ૩ યાહનો જયજયકાર કરો,* કેમ કે યહોવા ભલા છે.+

તેમના નામનો જયજયકાર કરો,* કેમ કે એ આનંદ આપનારું છે.

 ૪ યાહે પોતાના માટે યાકૂબને પસંદ કર્યો છે,

તેમણે ઇઝરાયેલને પોતાની ખાસ સંપત્તિ* તરીકે પસંદ કર્યો છે.+

 ૫ હું સારી રીતે જાણું છું કે યહોવા મહાન છે.

આપણા ઈશ્વર બીજા બધા દેવો કરતાં ઘણા મહાન છે.+

 ૬ આકાશમાં અને પૃથ્વી પર, સાગરોમાં અને એના ઊંડાણોમાં,

યહોવા જે ચાહે છે, એ બધું જ કરે છે.+

 ૭ તે પૃથ્વીને છેડેથી વાદળોને* ઉપર ચઢાવે છે.

તે વરસાદમાં વીજળી ચમકાવે છે.*

તે પોતાના ભંડારોમાંથી પવન ફૂંકાવે છે.+

 ૮ તેમણે ઇજિપ્તના પ્રથમ જન્મેલાઓને,

હા, માણસો અને જાનવરોના પ્રથમ જન્મેલાઓને મારી નાખ્યા.+

 ૯ તેમણે ઇજિપ્તમાં રાજા* અને તેના બધા સેવકો આગળ+

પરાક્રમો* અને ચમત્કારો કર્યા.+

૧૦ તેમણે ઘણી પ્રજાઓનો નાશ કર્યો+

અને શૂરવીર રાજાઓને મારી નાખ્યા.+

૧૧ તેમણે અમોરીઓના રાજા સીહોનને+

અને બાશાનના રાજા ઓગને મારી નાખ્યા,+

કનાનનાં બધાં રાજ્યોનો વિનાશ કર્યો.

૧૨ તેમણે તેઓનો વિસ્તાર વારસા તરીકે આપ્યો,

હા, પોતાના ઇઝરાયેલી લોકોને વારસા તરીકે આપ્યો.+

૧૩ હે યહોવા, તમારું નામ કાયમ ટકી રહે છે.

હે યહોવા, તમારી કીર્તિ* પેઢી દર પેઢી ટકી રહે છે.+

૧૪ યહોવા પોતાના લોકોને બચાવશે,+

તે પોતાના ભક્તોને કરુણા બતાવશે.+

૧૫ બીજી પ્રજાઓની મૂર્તિઓ સોના-ચાંદીની છે,

એ તો માણસના હાથની કરામત છે.+

૧૬ તેઓને મોં છે, પણ બોલી શકતી નથી.+

આંખો છે, પણ જોઈ શકતી નથી.

૧૭ તેઓને કાન છે, પણ સાંભળી શકતી નથી.

તેઓના મોંમાંથી શ્વાસ પણ નીકળતો નથી.+

૧૮ મૂર્તિઓ ઘડનારા પણ એના જેવા જ થઈ જશે.+

એના પર ભરોસો રાખનારા બધા એવા જ થઈ જશે.+

૧૯ હે ઇઝરાયેલના લોકો, યહોવાની સ્તુતિ કરો.

હે હારુનનું કુટુંબ, યહોવાની સ્તુતિ કરો.

૨૦ હે લેવીનું કુટુંબ, યહોવાની સ્તુતિ કરો.+

યહોવાનો ડર રાખનારાઓ, યહોવાની સ્તુતિ કરો.

૨૧ યરૂશાલેમમાં વસનાર યહોવાની+

સિયોનમાંથી સ્તુતિ થાઓ.+

યાહનો જયજયકાર કરો!*+

૧૩૬ યહોવાનો આભાર માનો, કેમ કે તે ભલા છે.+

તેમનો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.+

 ૨ ઈશ્વરોના ઈશ્વરનો આભાર માનો,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

 ૩ પ્રભુઓના પ્રભુનો આભાર માનો,

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

 ૪ તે એકલા જ અદ્‍ભુત કામો કરે છે,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.+

 ૫ તેમણે કુશળ રીતે* આકાશો રચ્યાં,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

 ૬ તેમણે ધરતીને પાણી ઉપર ફેલાવી,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

 ૭ તેમણે મોટી મોટી જ્યોતિઓ બનાવી,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

 ૮ દિવસે અજવાળું આપવા* તેમણે સૂર્ય બનાવ્યો,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

 ૯ રાતે અજવાળું આપવા* તેમણે ચંદ્ર અને તારા બનાવ્યા,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૧૦ તેમણે ઇજિપ્તના પ્રથમ જન્મેલાઓને મારી નાખ્યા,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૧૧ તે ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૧૨ પરાક્રમી અને બળવાન હાથથી+ તે તેઓને બહાર કાઢી લાવ્યા,

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૧૩ તેમણે લાલ સમુદ્રના બે ભાગ કર્યા,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૧૪ એની વચ્ચેથી તે ઇઝરાયેલીઓને પાર લઈ ગયા,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૧૫ તેમણે ઇજિપ્તના રાજાને અને તેના સૈન્યને લાલ સમુદ્રમાં ડુબાડી દીધાં,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૧૬ તે પોતાના લોકોને વેરાન પ્રદેશમાંથી દોરી ગયા,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૧૭ તેમણે મોટા મોટા રાજાઓને મારી નાખ્યા,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૧૮ તેમણે શૂરવીર રાજાઓનો સંહાર કર્યો,

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૧૯ તેમણે અમોરીઓના રાજા સીહોનને+ મારી નાખ્યો,

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૨૦ તેમણે બાશાનના રાજા ઓગને+ મારી નાખ્યો,

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૨૧ તેમણે એ રાજાઓનો વિસ્તાર પોતાના લોકોને વારસા તરીકે આપ્યો,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૨૨ તેમણે એ વિસ્તાર પોતાના સેવક ઇઝરાયેલને વારસા તરીકે આપ્યો,

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૨૩ આપણે દુઃખી હતા ત્યારે, તેમણે આપણા પર ધ્યાન આપ્યું,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.+

૨૪ તેમણે આપણને દુશ્મનોના હાથમાંથી વારંવાર છોડાવ્યા,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૨૫ તે સર્વ સજીવોને ખોરાક પૂરો પાડે છે,+

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૨૬ સ્વર્ગના ઈશ્વરનો આભાર માનો,

કેમ કે તેમનો અતૂટ પ્રેમ કાયમ ટકે છે.

૧૩૭ અમે બાબેલોનની નદીઓને કાંઠે+ બેઠા.

સિયોન યાદ આવ્યું ત્યારે, અમે ખૂબ રડ્યા.+

 ૨ ત્યાં* આવેલાં વૃક્ષો* પર

અમે અમારી વીણાઓ લટકાવી દીધી.+

 ૩ અમને પકડી જનારાઓએ ગીત ગાવા કહ્યું,+

અમારી મશ્કરી કરનારાઓને ગમ્મત થાય, એ માટે તેઓએ કહ્યું:

“અમારા માટે સિયોનનું કોઈ ગીત ગાઓ.”

 ૪ પારકી ભૂમિ પર

અમે યહોવાનું ગીત કેવી રીતે ગાઈએ?

 ૫ હે યરૂશાલેમ, જો હું તને ભૂલી જાઉં,

તો મારો જમણો હાથ નકામો થઈ જાઓ.*+

 ૬ હે યરૂશાલેમ, જો હું તને યાદ ન કરું

અને તારાથી જ મને સૌથી વધુ ખુશી મળે છે+

એવું ન માનું,

તો મારી જીભ તાળવે ચોંટી જાઓ.

 ૭ હે યહોવા, યાદ કરો!

યરૂશાલેમનું પતન થયું ત્યારે, અદોમીઓએ કહ્યું હતું:

“એને પાડી નાખો! એના પાયા તોડીને એને જમીનદોસ્ત કરી નાખો!”+

 ૮ હે બાબેલોનની દીકરી, તારો જલદી જ વિનાશ થશે!+

ધન્ય છે એ માણસને, જે તારા એવા જ હાલ કરશે,

જેવા તેં અમારા કર્યા હતા.+

 ૯ ધન્ય છે એ માણસને,

જે તારાં બાળકોને પકડીને પથ્થરો પર પછાડશે.+

દાઉદનું ગીત.

૧૩૮ હું પૂરા દિલથી તમારી સ્તુતિ કરીશ.+

બીજા દેવો આગળ

હું તમારી આરાધના કરીશ.*

 ૨ તમારાં અતૂટ પ્રેમ અને વફાદારીને લીધે,

હું તમારા પવિત્ર મંદિર આગળ નમન કરીશ+

અને તમારા નામનો જયજયકાર કરીશ;+

તમે તમારાં વચનોને અને તમારા નામને બીજા બધાથી ખૂબ ઊંચાં કર્યાં છે.*

 ૩ મેં તમને પોકાર કર્યો, એ જ દિવસે તમે જવાબ આપ્યો.+

તમે મને બળવાન અને હિંમતવાન કર્યો.+

 ૪ હે યહોવા, પૃથ્વીના બધા રાજાઓ તમારી સ્તુતિ કરશે,+

કેમ કે તમારાં વચનો તેઓએ સાંભળ્યાં છે.

 ૫ તેઓ યહોવાના માર્ગોના ગુણગાન ગાશે,

કેમ કે યહોવાનું ગૌરવ મહાન છે.+

 ૬ યહોવા સર્વોચ્ચ સ્થાને બિરાજે છે, છતાં નમ્ર લોકોનું ધ્યાન રાખે છે.+

પણ અભિમાનીને તે પોતાનાથી દૂર જ રાખે છે.+

 ૭ ભલે મારે જોખમોમાંથી પસાર થવું પડે, પણ તમે મારો જીવ બચાવશો.+

રોષે ભરાયેલા મારા દુશ્મનો સામે તમે હાથ ઉઠાવશો.

તમારો જમણો હાથ મને બચાવશે.

 ૮ યહોવા મારા માટે પોતાના બધા હેતુઓ પૂરા કરશે.

હે યહોવા, તમારો અતૂટ પ્રેમ* કાયમ ટકે છે.+

તમારા હાથનાં કામોનો ત્યાગ કરશો નહિ.+

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૧૩૯ હે યહોવા, તમે મારી પરખ કરી છે, તમે મને જાણો છો.+

 ૨ મારું ઊઠવું-બેસવું તમે જાણો છો.+

તમે દૂરથી જ મારા વિચારો જાણી લો છો.+

 ૩ મારું ચાલવું અને સૂઈ જવું તમે જુઓ છો.

મારા બધા માર્ગોથી તમે જાણકાર છો.+

 ૪ હે યહોવા, મારા મોંમાંથી કોઈ શબ્દ નીકળે

એ પહેલાં જ તમે એ જાણી લો છો.+

 ૫ તમે મને ચારે બાજુથી રક્ષણ આપો છો,

તમારો હાથ મારા પર છે.

 ૬ એ બધું જાણવું મારી સમજની બહાર છે,

એ એટલું અદ્‍ભુત છે કે હું એને સમજી શકતો નથી.+

 ૭ હું તમારી પવિત્ર શક્તિથી ક્યાં સંતાઈ શકું?

હું તમારી આગળથી નાસીને જાઉં તો ક્યાં જાઉં?+

 ૮ જો હું સ્વર્ગમાં ચઢી જાઉં, તો તમે ત્યાં મને જોશો.

જો હું કબરમાં* ઊતરી જાઉં, તો ત્યાં પણ મને શોધી કાઢશો.+

 ૯ જો હું પરોઢની પાંખો પર સવાર થઈને* ઊડી જાઉં,

દૂર સમુદ્રને પેલે પાર વસી જાઉં,

૧૦ તો ત્યાં પણ તમારો હાથ મને દોરશે,

તમારો જમણો હાથ મને પકડી રાખશે.+

૧૧ જો હું કહું કે, “અંધકાર મને જરૂર સંતાડી રાખશે!”

તો રાત મારી આસપાસ અજવાળારૂપ થશે.

૧૨ અંધકાર તમારે મન અંધકાર નથી,

અંધકાર તો તમારા માટે પ્રકાશ જેવો છે.+

રાત પણ દિવસના અજવાળા જેવી છે.+

૧૩ તમે મારાં અંગો* ઘડ્યાં,

મારી માના ગર્ભમાં મને સાચવી રાખ્યો.*+

૧૪ મને એવી અદ્‍ભુત રીતે રચ્યો છે કે હું દંગ રહી જાઉં છું અને તમારી સ્તુતિ કરું છું.+

તમારાં કામો કેવાં જોરદાર છે,+

એ હું સારી રીતે જાણું છું.

૧૫ જ્યારે ગુપ્તમાં મને રચવામાં આવ્યો, ત્યારે તમે જોતા હતા.

જ્યારે મારો વિકાસ થતો હતો,*

ત્યારે મારાં હાડકાં તમારાથી છૂપાં ન હતાં.+

૧૬ તમારી આંખોએ મને ગર્ભમાં* પણ જોયો હતો.

મારાં બધાં અંગો બન્યાં એ પહેલાં,

તમારા પુસ્તકમાં લખાયું હતું કે

એ કયા દિવસે આકાર લેશે.

૧૭ એટલે જ તમારા વિચારો મારા માટે ખૂબ મૂલ્યવાન છે!+

હે ઈશ્વર, તમારા વિચારો અગણિત છે!+

૧૮ હું એને ગણવા જાઉં તો, એ સમુદ્ર કાંઠાની રેતી કરતાંય વધારે થાય.+

હું જાગું ત્યારે પણ એ ગણતો જ હોઉં છું.*+

૧૯ હે ભગવાન, કાશ તમે દુષ્ટોને મારી નાખો!+

પછી તો હિંસક* લોકો મારાથી દૂર ચાલ્યા જશે.

૨૦ તેઓ ખોટા ઇરાદાથી તમારી વિરુદ્ધ વાતો કરે છે.

તેઓ તમારા દુશ્મનો છે, જેઓ તમારા નામનો ખોટો ઉપયોગ કરે છે.+

૨૧ હે યહોવા, તમને નફરત કરનારાઓને શું હું નફરત કરતો નથી?+

તમારી સામે બળવો કરનારાઓને શું હું ધિક્કારતો નથી?+

૨૨ તેઓ માટે મારા દિલમાં ફક્ત નફરત ભરી છે.+

તેઓ મારા કટ્ટર દુશ્મનો બની ગયા છે.

૨૩ હે ભગવાન, મારી પરખ કરો અને મારા દિલને જાણો.+

મને તપાસી જુઓ અને મારા મનની ચિંતાઓ જાણો.+

૨૪ જુઓ કે મારામાં અવળે રસ્તે લઈ જતી કોઈ ખરાબી તો નથી ને!+

મને સનાતન માર્ગે દોરી જાઓ.+

સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.

૧૪૦ હે યહોવા, દુષ્ટોથી મને બચાવો.

હિંસક માણસોથી મારું રક્ષણ કરો;+

 ૨ તેઓ પોતાનાં મનમાં કાવતરાં ઘડે છે+

અને આખો દિવસ ઝઘડા કરાવે છે.

 ૩ તેઓ પોતાની જીભ સાપની જીભ જેવી તેજ બનાવે છે.+

તેઓનું બોલવું સાપના ઝેર જેવું ખતરનાક છે.+ (સેલાહ)

 ૪ હે યહોવા, દુષ્ટોના હાથમાંથી મને બચાવો.+

મને ફસાવવા માટે કાવતરાં ઘડનારા

હિંસક માણસોથી મારું રક્ષણ કરો.

 ૫ ઘમંડી લોકો મારા માટે ફાંદો ગોઠવી રાખે છે.

તેઓ રસ્તા પાસે દોરડાની જાળ ફેલાવે છે.+

તેઓ મને પકડવા છટકું ગોઠવે છે.+ (સેલાહ)

 ૬ હું યહોવાને કહું છું: “તમે મારા ઈશ્વર છો.

હે યહોવા, મદદ માટેનો મારો પોકાર સાંભળો!”+

 ૭ હે વિશ્વના માલિક યહોવા, મારા શક્તિશાળી તારણહાર,

લડાઈના દિવસે તમે મારું માથું સલામત રાખો છો.+

 ૮ હે યહોવા, દુષ્ટોની ઇચ્છાઓ પૂરી થવા ન દેતા,

તેઓની યોજનાઓ નિષ્ફળ કરો, જેથી તેઓ ફુલાઈ ન જાય. (સેલાહ)+

 ૯ જેઓ મને ઘેરી વળે છે,

તેઓના કાવાદાવા તેઓને જ માથે આવી પડે.+

૧૦ તેઓ પર ધગધગતા અંગારા વરસી પડે.+

તેઓને આગમાં ધકેલી દેવામાં આવે,

ઊંડા ખાડામાં+ નાખી દેવામાં આવે, જેથી પાછા ઊઠે જ નહિ.

૧૧ નિંદા કરનારાઓને પૃથ્વી પર* કોઈ જગ્યા ન મળે,+

હિંસક માણસોનો બૂરાઈ પીછો કરે અને તેઓને મારી નાખે.

૧૨ હું જાણું છું કે યહોવા દીન-દુખિયાઓનો બચાવ કરશે

અને ગરીબોને ન્યાય અપાવશે.+

૧૩ નેક જનો જરૂર તમારા નામની સ્તુતિ કરશે.

સાચા દિલના લોકો તમારી નજર આગળ વસશે.+

દાઉદનું ગીત.

૧૪૧ હે યહોવા, હું તમને વિનંતી કરું છું.+

મને મદદ કરવા દોડી આવો.+

હું તમને પોકાર કરું ત્યારે ધ્યાન આપો.+

 ૨ મારી પ્રાર્થના તમારી આગળ તૈયાર કરેલા+ ધૂપ*+ જેવી થાઓ.

પ્રાર્થનામાં ઊંચા થયેલા મારા હાથ સાંજના અનાજ-અર્પણ* જેવા થાઓ.+

 ૩ હે યહોવા, મારા મોં પર ચોકી રાખો,

મારા હોઠો પર પહેરો ગોઠવો.+

 ૪ મારા દિલને બૂરાઈ તરફ ઢળવા ન દો,+

જેથી હું દુષ્ટોનાં કામોમાં ભાગીદાર ન બનું

અને તેઓની મિજબાનીમાં ક્યારેય ખાવા ન બેસું.

 ૫ જો નેક* માણસ મને શિક્ષા કરે, તો હું એને અતૂટ પ્રેમ ગણીશ.+

જો તે મને ઠપકો આપે, તો હું એને માથાને તાજગી આપતા તેલ જેવો ગણીશ,+

હું એને નકારીશ નહિ.+

તેની આપત્તિઓમાં પણ હું તેના માટે પ્રાર્થના કરતો રહીશ.

 ૬ અમુક લોકો ન્યાયાધીશોને ભેખડ પરથી ફેંકી દે છે,

પણ લોકો મારી વાત પર ધ્યાન આપે છે, કેમ કે એ તેઓને આનંદ આપે છે.

 ૭ કોઈ જેમ જમીન ખેડે ત્યારે, માટીનાં ઢેફાં ભાંગીને વિખેરી નાખે છે,

તેમ અમારાં હાડકાં કબરના* મુખ આગળ વિખેરી નાખેલાં છે.

 ૮ પણ હે વિશ્વના માલિક યહોવા, મારી આંખો તમારા તરફ મીટ માંડે છે.+

મેં તમારામાં આશરો લીધો છે.

મારો જીવ લઈ લેશો નહિ.

 ૯ તેઓએ બિછાવેલી જાળમાંથી મને છોડાવો,

દુષ્ટોના ફાંદાથી મારું રક્ષણ કરો.

૧૦ બધા દુષ્ટો પોતાની જ જાળમાં ફસાઈ જશે,+

જ્યારે કે હું બચીને સલામત નીકળી જઈશ.

માસ્કીલ.* ગુફામાં+ દાઉદની પ્રાર્થના.

૧૪૨ હું મદદ માટે યહોવાને પોકાર કરું છું,+

કૃપા પામવા યહોવાને આજીજી કરું છું.

 ૨ તેમની આગળ હું મારી ચિંતાઓ ઠાલવું છું

અને તેમને મારી મુશ્કેલીઓ જણાવું છું.+

 ૩ હું કમજોર થઈ જાઉં ત્યારે, તમને વિનંતી કરું છું.

તમે મારા માર્ગ પર ધ્યાન આપો છો.+

હું ચાલું છું એ રસ્તે

દુશ્મનો મારા માટે જાળ બિછાવે છે.

 ૪ મારી આસપાસ જુઓ,

કોઈ મારી સંભાળ રાખતું નથી.*+

એવી કોઈ જગ્યા નથી જ્યાં હું નાસી જઈ શકું.+

કોઈને મારી પડી નથી.

 ૫ હે યહોવા, હું મદદ માટે તમને કાલાવાલા કરું છું.

હું કહું છું: “તમે જ મારો આશરો છો,+

મારા જીવનમાં તમે જ બધું છો.”

 ૬ મદદ માટેની મારી અરજને ધ્યાન આપો,

કેમ કે હું આફતોના બોજ નીચે કચડાઈ ગયો છું.

સતાવણી કરનારાઓથી મને બચાવો,+

કેમ કે તેઓ મારાથી વધારે બળવાન છે.

 ૭ અંધારી કોટડીમાંથી મને બહાર કાઢી લાવો,

જેથી હું તમારા નામની સ્તુતિ કરું.

નેક જનો મારી સાથે આનંદ મનાવો,

કેમ કે તમે મારા પર કૃપા કરો છો.

દાઉદનું ગીત.

૧૪૩ હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો,+

મદદ માટેની મારી અરજને કાન ધરો.

મને જવાબ આપો, કેમ કે તમે વફાદાર અને નેક છો.

 ૨ તમારા આ સેવક પર મુકદ્દમો ચલાવશો નહિ,

કેમ કે કોઈ પણ માણસ તમારી આગળ નેક ઠરી શકતો નથી.+

 ૩ દુશ્મન મારો પીછો કરે છે.

તેણે મને ભોંયભેગો કરીને કચડી નાખ્યો છે.

લાંબા સમયથી મરણ પામેલા લોકોની જેમ,

મને અંધકારમાં નાખી દીધો છે.

 ૪ હું કમજોર થતો જાઉં છું,+

મારું મન ઉદાસ થઈ ગયું છે.+

 ૫ હું વીતેલા દિવસો યાદ કરું છું,

તમારાં બધાં કાર્યો પર વિચાર કરું છું.+

હું તમારા હાથનાં કામો પર મનન* કરું છું.

 ૬ હું તમારી આગળ હાથ ફેલાવું છું.

હું સૂકી વેરાન જમીન જેવો છું અને તમારા માટે તરસું છું.+ (સેલાહ)

 ૭ હે યહોવા, મને જલદી જવાબ આપો.+

મારી શક્તિ ખૂટી ગઈ છે.+

મારાથી તમારું મુખ ફેરવી ન લેશો,+

નહિ તો હું કબરમાં* ઊતરી જનાર જેવો થઈ જઈશ.+

 ૮ મને સવારે તમારા અતૂટ પ્રેમ વિશે જણાવો,

કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું.

કયા માર્ગે ચાલવું એ મને જણાવો,+

કેમ કે હું તમારા તરફ મીટ માંડું છું.

 ૯ હે યહોવા, દુશ્મનોથી મને છોડાવો,

તેઓથી મારું રક્ષણ કરો.+

૧૦ મને તમારી ઇચ્છા પ્રમાણે ચાલતા શીખવો,+

કેમ કે તમે મારા ઈશ્વર છો.

તમે ભલા છો;

તમારી શક્તિ મને નેકીના દેશમાં* દોરી જાય.

૧૧ હે યહોવા, તમારા નામને લીધે મને જીવતો રાખો.

મને મુશ્કેલીઓમાંથી છોડાવો, કેમ કે તમે નેક છો.+

૧૨ તમારા અતૂટ પ્રેમને લીધે મારા દુશ્મનોનો સંહાર કરો.+

મને સતાવનારા લોકોનો નાશ કરો,+

કેમ કે હું તમારો સેવક છું.+

દાઉદનું ગીત.

૧૪૪ યહોવા મારો ખડક છે,+ તેમની સ્તુતિ થાઓ.

તે મારા હાથોને યુદ્ધની

અને મારી આંગળીઓને લડાઈની તાલીમ આપે છે.+

 ૨ તે મને અતૂટ પ્રેમ બતાવે છે; તે મારો કિલ્લો,

મારો સલામત આશરો* અને મારો છોડાવનાર છે.

તે મારી ઢાલ છે અને તેમનામાં હું શરણ લઉં છું.+

તે લોકોને મારે તાબે કરે છે.+

 ૩ હે યહોવા, મનુષ્ય કોણ કે તમે તેના તરફ નજર કરો?

માણસ કોણ કે તમે તેના તરફ ધ્યાન આપો?+

 ૪ માણસનું જીવન પળ બે પળનું છે.+

તેના દિવસો ગાયબ થતાં પડછાયા જેવા છે.+

 ૫ હે યહોવા, આકાશો નમાવીને નીચે ઊતરી આવો,+

પહાડોને અડકો કે એમાંથી ધુમાડો નીકળે.+

 ૬ વીજળી ચમકાવીને દુશ્મનોને વેરવિખેર કરી નાખો,+

તમારાં તીરો છોડીને તેઓને ગૂંચવી નાખો.+

 ૭ ઉપરથી તમારો હાથ લંબાવો.

પાણીનાં ઊછળતાં મોજાઓમાંથી મને બહાર કાઢો અને બચાવો

અને પરદેશીઓના હાથમાંથી છોડાવો.+

 ૮ તેઓ જૂઠું બોલે છે

અને જમણો હાથ ઊંચો કરીને જૂઠા સમ ખાય છે.

 ૯ હે ઈશ્વર, હું તમારા માટે નવું ગીત ગાઈશ.+

દસ તારવાળા વાજિંત્રના સૂરે હું તમારી સ્તુતિ કરીશ,*

૧૦ કેમ કે તમે રાજાઓને જીત અપાવો છો,*+

તમારા સેવક દાઉદને ખૂની તલવારથી બચાવો છો.+

૧૧ પરદેશીઓના હાથમાંથી મને છોડાવો અને બચાવો.

તેઓ જૂઠું બોલે છે

અને જમણો હાથ ઊંચો કરીને જૂઠા સમ ખાય છે.

૧૨ પછી અમારા દીકરાઓ ઝડપથી વધતા કુમળા છોડ જેવા થશે.

અમારી દીકરીઓ રાજમહેલના ખૂણાઓને શણગારતી થાંભલીઓ જેવી થશે.

૧૩ અમારી વખારો સર્વ પ્રકારના અનાજથી ભરપૂર થશે.

મેદાનમાં અમારાં ઘેટાં-બકરાંઓ હજાર ગણાં, દસ હજાર ગણાં વધશે.

૧૪ ગાભણી ગાયોને કોઈ નુકસાન થશે નહિ, તેઓનો ગર્ભ પડી જશે નહિ.

અમારા ચોકમાં દુઃખનો વિલાપ ઊઠશે નહિ.

૧૫ જેઓને આવું સુખ મળે છે, તેઓને ધન્ય છે!

જેઓનો ઈશ્વર યહોવા છે, તેઓને ધન્ય છે!+

દાઉદનું સ્તુતિગીત.

א [આલેફ]

૧૪૫ હે મારા ઈશ્વર, મારા રાજા, હું તમને મોટા મનાવીશ,+

હું સદાને માટે તમારા નામની સ્તુતિ કરીશ.+

ב [બેથ]

 ૨ હું આખો દિવસ તમારી સ્તુતિ કરીશ.+

હું સદાને માટે તમારા નામની સ્તુતિ કરીશ.+

ג [ગિમેલ]

 ૩ યહોવા જ મહાન છે અને સૌથી વધારે સ્તુતિને યોગ્ય છે.+

તેમની મહાનતા સમજની બહાર છે.+

ד [દાલેથ]

 ૪ પેઢીઓની પેઢીઓ તમારાં કામોના વખાણ કરશે.

તેઓ તમારાં પરાક્રમી કામો વિશે જણાવશે.+

ה [હે]

 ૫ તેઓ તમારાં ગૌરવ અને માન-મહિમા વિશે બોલી ઊઠશે+

અને હું તમારાં અજાયબ કામો પર મનન કરીશ.

ו [વાવ]

 ૬ તેઓ તમારાં અદ્‍ભુત કામો* વિશે જણાવશે

અને હું તમારી મહાનતા જાહેર કરીશ.

ז [ઝાયિન]

 ૭ તેઓ તમારી અપાર ભલાઈ યાદ કરીને ગુણગાન ગાશે.+

તમારી સચ્ચાઈને લીધે તેઓ ઊંચા અવાજે હર્ષનાદ કરશે.+

ח [હેથ]

 ૮ યહોવા કરુણા* અને દયા બતાવનાર છે,+

તે જલદી ગુસ્સે ન થનાર અને અતૂટ પ્રેમના સાગર છે.+

ט [ટેથ]

 ૯ યહોવા બધાનું ભલું કરે છે,+

તેમનાં સર્વ કામોમાં દયા દેખાઈ આવે છે.

י [યોદ]

૧૦ હે યહોવા, તમારાં બધાં કામો તમારો મહિમા ગાશે+

અને તમારા વફાદાર ભક્તો તમારી સ્તુતિ કરશે.+

כ [કાફ]

૧૧ તેઓ તમારા રાજનું ગૌરવ જાહેર કરશે+

અને તમારી શક્તિ વિશે જણાવશે,+

ל [લામેદ]

૧૨ જેથી લોકો તમારાં પરાક્રમી કામો વિશે,+

તમારા રાજના વૈભવ અને પ્રતાપ વિશે જાણે.+

מ [મેમ]

૧૩ તમારું રાજ હંમેશાં ટકનારું રાજ છે,

તમારું શાસન પેઢી દર પેઢી ટકી રહે છે.+

ס [સામેખ]

૧૪ સર્વ પડતા લોકોને યહોવા ટેકો આપે છે+

અને બોજથી વળી ગયેલા સર્વને તે ઊભા કરે છે.+

ע [આયિન]

૧૫ સર્વની આંખો તમારા તરફ મીટ માંડે છે,

તમે તેઓને યોગ્ય સમયે ખોરાક પૂરો પાડો છો.+

פ [પે]

૧૬ તમે તમારો હાથ ખોલીને

બધાની ઇચ્છા પૂરી કરો છો.+

צ [સાદે]

૧૭ યહોવા પોતાના બધા માર્ગોમાં નેક છે.+

તે દરેક કામ વફાદારીથી કરે છે.+

ק [કોફ]

૧૮ યહોવા એવા લોકોની નજીક છે, જેઓ તેમને પોકારે છે,+

જેઓ તેમને ખરાં દિલથી વિનંતી કરે છે.+

ר [રેશ]

૧૯ જેઓ તેમનો ડર રાખે છે, તેઓની ઇચ્છા તે પૂરી કરે છે.+

મદદનો પોકાર સાંભળીને તે તેઓને છોડાવે છે.+

ש [શીન]

૨૦ જેઓ યહોવાને પ્રેમ કરે છે, તેઓનું તે રક્ષણ કરે છે,+

પણ બધા દુષ્ટોનો તે વિનાશ કરશે.+

ת [તાવ]

૨૧ મારું મુખ યહોવાનો જયજયકાર કરશે.+

બધા લોકો તેમના પવિત્ર નામની સદાને માટે સ્તુતિ કરો.+

૧૪૬ યાહનો જયજયકાર કરો!*+

મારું રોમેરોમ યહોવાનો જયજયકાર કરો!+

 ૨ હું જીવનભર યહોવાની આરાધના કરીશ.

હું જીવીશ ત્યાં સુધી મારા ઈશ્વર માટે સ્તુતિનાં ગીતો ગાઈશ.*

 ૩ શાસકોમાં* ભરોસો ન રાખ,

માણસોમાં પણ નહિ, કેમ કે તેઓ ઉદ્ધાર કરી શકતા નથી.+

 ૪ માણસનો શ્વાસ* બંધ થઈ જાય છે અને તે પાછો ભૂમિમાં મળી જાય છે;+

એ જ દિવસે તેના વિચારો નાશ પામે છે.+

 ૫ સુખી છે એ માણસ, જેને યાકૂબના ઈશ્વર સહાય કરે છે,+

જેને પોતાના ઈશ્વર યહોવામાં આશા છે.+

 ૬ તેમણે આકાશ અને પૃથ્વી,

સમુદ્ર અને એમાંનું બધું બનાવ્યું છે.+

તે હંમેશાં વફાદાર રહે છે.+

 ૭ ઠગાઈનો ભોગ બનનારાઓને તે ન્યાય આપે છે,

ભૂખ્યાઓને તે ખાવાનું આપે છે.+

યહોવા કેદીઓને છોડાવે છે.+

 ૮ યહોવા આંધળાઓની આંખો ખોલે છે;+

યહોવા બોજથી વળી ગયેલા લોકોને ઊભા કરે છે.+

યહોવા નેક લોકોને ચાહે છે.

 ૯ યહોવા પરદેશીઓનું રક્ષણ કરે છે,

અનાથો અને વિધવાઓની સંભાળ રાખે છે,+

પણ દુષ્ટોની યોજનાઓ તે ઊંધી વાળે છે.+

૧૦ યહોવા હંમેશ માટે રાજા રહેશે.+

હે સિયોન, તારા ઈશ્વર પેઢી દર પેઢી રાજ કરશે.

યાહનો જયજયકાર કરો!*

૧૪૭ યાહનો જયજયકાર કરો!*

આપણા ઈશ્વરના ગુણગાન ગાવા એ સારું છે.*

તેમની સ્તુતિ કરવાથી કેટલી ખુશી મળે છે અને એ કેટલું યોગ્ય છે!+

 ૨ યહોવા યરૂશાલેમ બાંધે છે,+

તે ઇઝરાયેલના વિખેરાઈ ગયેલા લોકોને ભેગા કરે છે.+

 ૩ તે કચડાયેલાં મનના લોકોને સાજા કરે છે.

તે તેઓના ઘા રુઝાવે છે.

 ૪ તે તારાઓની ગણતરી કરે છે

અને બધાને નામ લઈને બોલાવે છે.+

 ૫ આપણા પ્રભુ મહાન અને મહાશક્તિશાળી છે.+

તેમની બુદ્ધિનો કોઈ પાર નથી.+

 ૬ યહોવા નમ્ર લોકોને ઊભા કરે છે,+

પણ દુષ્ટોને તે જમીન પર પાડે છે.

 ૭ યહોવા માટે ગીત ગાઈને તેમનો આભાર માનો,

વીણા વગાડીને આપણા ઈશ્વરની સ્તુતિ કરો.

 ૮ તે આકાશને વાદળોથી ઢાંકે છે,

તે ધરતી પર વરસાદ વરસાવે છે+

અને પહાડો પર ઘાસ ઉગાડે છે.+

 ૯ તે પ્રાણીઓને ખોરાક પૂરો પાડે છે,+

ખાવાનું માંગતા કાગડાઓનાં બચ્ચાંને પણ તે પૂરું પાડે છે.+

૧૦ ઘોડાઓના બળથી તે ખુશ થતા નથી,+

માણસોના પગના જોરથી તે રાજી થતા નથી.+

૧૧ યહોવા એવા લોકોથી ખુશ થાય છે, જેઓ તેમનો ડર રાખે છે+

અને તેમના અતૂટ પ્રેમ માટે તરસે છે.+

૧૨ હે યરૂશાલેમ, યહોવાને મહિમા આપ.

હે સિયોન, તારા ઈશ્વરની સ્તુતિ કર.

૧૩ તે તારા શહેરના દરવાજાઓને મજબૂત કરે છે.

તે તારા દીકરાઓને આશીર્વાદ આપે છે.

૧૪ તે તારા વિસ્તારમાં શાંતિ ફેલાવે છે.+

તે ઉત્તમ ઘઉંથી તને તૃપ્ત કરે છે.+

૧૫ તે પૃથ્વીને આજ્ઞા કરે છે

અને તેમનું વચન ઝડપથી ફેલાઈ જાય છે.

૧૬ તે પૃથ્વી પર બરફની સફેદ ચાદર પાથરે છે.+

તે હિમને* રાખની જેમ ભભરાવે છે.+

૧૭ તે રોટલીના નાના નાના ટુકડા જેવા કરા* વરસાવે છે.+

તેમણે મોકલેલી ઠંડી કોણ સહી શકે?+

૧૮ તે આજ્ઞા કરે છે અને બરફ ઓગળી જાય છે.

તે પવન ફૂંકાવે છે+ અને પાણી વહેતું થાય છે.

૧૯ તે યાકૂબને પોતાનું વચન જણાવે છે,

ઇઝરાયેલને પોતાના નિયમો અને ન્યાયચુકાદા જાહેર કરે છે.+

૨૦ એવું તેમણે બીજી કોઈ પ્રજા માટે કર્યું નથી.+

એ પ્રજાઓ તેમના ન્યાયચુકાદા વિશે કંઈ જાણતી નથી.

યાહનો જયજયકાર કરો!*+

૧૪૮ યાહનો જયજયકાર કરો!*

સ્વર્ગમાંથી યહોવાની સ્તુતિ કરો,+

ઊંચાણમાંથી તેમની સ્તુતિ કરો.

 ૨ તેમના બધા સ્વર્ગદૂતો, તેમની સ્તુતિ કરો.+

તેમનાં બધાં સૈન્યો, તેમની સ્તુતિ કરો.+

 ૩ સૂર્ય અને ચંદ્ર, તેમની સ્તુતિ કરો.

ઝગમગતા સર્વ તારાઓ, તેમની સ્તુતિ કરો.+

 ૪ હે સૌથી ઊંચા આકાશ અને વરસાદી વાદળો,

તેમની સ્તુતિ કરો.

 ૫ તેઓ યહોવાના નામનો જયજયકાર કરો,

કેમ કે તેમણે આજ્ઞા કરી અને તેઓનું સર્જન થયું.+

 ૬ તે તેઓને સદાને માટે ટકાવી રાખે છે.+

તેમણે હુકમ કર્યો છે, જે કદી રદ થશે નહિ.+

 ૭ પૃથ્વી પરથી યહોવાની સ્તુતિ કરો.

હે મોટાં દરિયાઈ પ્રાણીઓ અને ઊંડા સાગરો,

 ૮ હે વીજળી, કરા, હિમ અને કાળાં વાદળો,

તેમનો પડ્યો બોલ ઝીલનાર આંધીઓ,+

 ૯ હે પહાડો અને બધી ટેકરીઓ,+

ફળ આપતાં વૃક્ષો અને દેવદારનાં સર્વ વૃક્ષો,+

૧૦ હે જંગલી પ્રાણીઓ+ અને બધાં પાલતુ પ્રાણીઓ,

પેટે ચાલનાર પ્રાણીઓ અને ઊડતાં પક્ષીઓ,

૧૧ હે પૃથ્વીના રાજાઓ અને બધી પ્રજાઓ,

પૃથ્વીના અધિકારીઓ અને બધા ન્યાયાધીશો,+

૧૨ હે યુવકો અને યુવતીઓ,

વૃદ્ધો અને બાળકો, તમે સૌ તેમની સ્તુતિ કરો.

૧૩ તેઓ સર્વ યહોવાના નામનો જયજયકાર કરો,

કેમ કે તેમનું નામ બીજા બધાથી ઊંચું છે.+

તેમનો મહિમા ધરતી અને આકાશથી ઘણો વધારે છે.+

૧૪ તે પોતાના લોકોનું બળ વધારશે,*

જેથી તેમના બધા વફાદાર લોકોને,

હા, તેમના ઇઝરાયેલી લોકોને સન્માન મળે, જેઓ તેમની નજીક છે.

યાહનો જયજયકાર કરો!*

૧૪૯ યાહનો જયજયકાર કરો!*

યહોવા માટે નવું ગીત ગાઓ.+

વફાદાર લોકોની સભામાં* તેમની સ્તુતિ કરો.+

 ૨ ઇઝરાયેલ પોતાના મહાન સર્જનહારમાં આનંદ કરે.+

સિયોનના દીકરાઓ પોતાના રાજાને લીધે ખુશી મનાવે.

 ૩ તેઓ નાચતાં-કૂદતાં તેમના નામનો જયજયકાર કરે,+

ખંજરી અને વીણા વગાડીને તેમની સ્તુતિનાં ગીતો ગાય.*+

 ૪ યહોવા પોતાના લોકોથી રાજી થાય છે.+

તે નમ્ર લોકોને બચાવીને તેઓની શોભા વધારે છે.+

 ૫ વફાદાર જનો ગૌરવ પામીને હરખાય,

તેઓ પોતાની પથારીમાં ખુશીથી પોકાર કરે.+

 ૬ તેઓના હોઠે ઈશ્વરની સ્તુતિનાં ગીતો હોય

અને હાથમાં બેધારી તલવાર હોય;

 ૭ જેથી તેઓ બીજી પ્રજાઓ પર વેર વાળે

અને લોકોને સજા કરે;

 ૮ બીજી પ્રજાઓના રાજાઓને સાંકળથી

અને અધિકારીઓને લોઢાની બેડીઓથી બાંધે;

 ૯ પ્રજાઓ વિરુદ્ધ લખેલા ન્યાયચુકાદાનો તેઓ અમલ કરે.+

એવું સન્માન તેમના વફાદાર લોકો માટે છે.

યાહનો જયજયકાર કરો!*

૧૫૦ યાહનો જયજયકાર કરો!*+

તેમના પવિત્ર સ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરો.+

ગગનમાં તેમની સ્તુતિ કરો, જે તેમની તાકાત બતાવે છે.+

 ૨ તેમનાં પરાક્રમી કામો માટે તેમની સ્તુતિ કરો.+

તે ખૂબ મહાન છે, તેમની સ્તુતિ કરો.+

 ૩ રણશિંગડું વગાડીને તેમની સ્તુતિ કરો.+

તારવાળું વાજિંત્ર અને વીણા વગાડીને તેમની સ્તુતિ કરો.+

 ૪ ખંજરી વગાડીને+ અને નૃત્ય કરીને તેમની સ્તુતિ કરો.

તારવાળું વાજિંત્ર+ અને વાંસળી વગાડીને+ તેમની સ્તુતિ કરો.

 ૫ ઝાંઝના રણકાર સાથે તેમની સ્તુતિ કરો.

ઝાંઝના મોટા અવાજ સાથે તેમની સ્તુતિ કરો.+

 ૬ શ્વાસ લેનારા સર્વ યાહની સ્તુતિ કરો.

યાહનો જયજયકાર કરો!*+

વધારે માહિતી ક-૪ જુઓ.

અથવા, “ધીમા સાદે વાંચીને વિચાર કરે છે.”

અથવા, “વિચાર.”

અથવા, “ખ્રિસ્ત.” શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ચેતી જાઓ.”

મૂળ, “ચુંબન કરો.”

મૂળ, “તે.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “પારખે છે; પોતાના માટે અલગ રાખે છે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ખૂની અને દગાખોરથી.”

અથવા, “અતૂટ પ્રેમને.”

અથવા, “પવિત્ર જગ્યા.” શબ્દસૂચિમાં “પવિત્ર જગ્યા” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “દયા.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “શોકગીત.”

અથવા કદાચ, “જ્યારે કે, કોઈ કારણ વગર મારો વિરોધ કરનારને મેં છોડી મૂક્યો છે.”

અથવા, “પ્રમાણિકતા.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

અથવા, “દિલ અને મૂત્રપિંડો તપાસો છો.”

અથવા, “જયજયકાર કરવા સંગીત વગાડીશ.”

શબ્દસૂચિ જુઓ.

અથવા કદાચ, “તમારા ગૌરવનાં ગીતો આકાશોથી ઊંચે ગવાય છે.”

અથવા, “જેઓ ઈશ્વર જેવા છે, તેઓના.” શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ગુણગાન ગાવા સંગીત વગાડીશ.”

શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

અથવા, “ગઢ.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા કદાચ, “લોભી માણસ પોતાની વાહ વાહ કરે છે.”

અથવા, “તિરસ્કાર કરે છે.”

અથવા, “ઝાડીઓમાં.”

અથવા, “પિતા વગરના બાળકને.”

અથવા, “સાવધ.”

અથવા કદાચ, “ધગધગતા અંગારાનો.”

અથવા, “તેમની કૃપા અનુભવશે.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “મીઠી મીઠી વાત કરે છે.”

અથવા કદાચ, “જમીન પર ગોઠવેલી ગાળવાની ભઠ્ઠીમાં.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “તેમણે મને ભરપૂર બદલો આપ્યો છે.”

અથવા, “શરમાવતો.”

અથવા, “ગરીબોને વ્યાજે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “મારી ઊંડી લાગણીઓ.” મૂળ, “મારાં મૂત્રપિંડો.”

શબ્દસૂચિ જુઓ.

અથવા કદાચ, “કોહવાણ જોવા.” મૂળ, “ખાડો જોવા.”

અથવા, “નમીને સાંભળો.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “અમને જમીન પર પછાડવા.”

અથવા, “તમને જોઈને.”

મૂળ, “તારણનું શિંગ.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

અથવા, “ગઢ.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “પવનની.”

અથવા, “નિર્દોષ.”

અથવા, “દુખિયારાઓને.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “જયજયકાર કરવા સંગીત વગાડીશ.”

અથવા, “મોટી જીતો અપાવે છે.”

અથવા, “અંતરિક્ષ.”

અથવા કદાચ, “તેઓનો વિસ્તાર આખી ધરતી પર ફેલાયેલો છે.”

અથવા, “બિનઅનુભવીને.”

અથવા, “ગાળેલા.”

અથવા, “ઘણા અપરાધો.”

ગી ૨૦:૧-૫ના શબ્દો લોકોએ રાજાને કહ્યા છે.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “તેને જીત અપાવે છે.”

અથવા કદાચ, “રાજા.”

અથવા, “ગાળેલા.”

મૂળ, “તમારી હાજરીમાં.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “ફળનો.”

મૂળ, “તેઓના ચહેરા તરફ.”

મૂળ, “ગાઈશું અને સંગીત વગાડીશું.”

કદાચ એક પ્રકારનો સૂર અથવા સંગીતની ધૂન.

અથવા, “તેઓએ નિરાશ થવું ન પડ્યું.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “તમારાં દિલ.”

અથવા કદાચ, “શાંત પાણી.”

અથવા, “દિલાસો.”

શબ્દસૂચિ જુઓ.

યહોવાના જીવનને બતાવે છે કે જેના સમ કોઈ વ્યક્તિ લે છે.

મૂળ, “તમારું મુખ.”

અથવા, “ઊંચા થાઓ.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “જે જૂના જમાનાથી છે.”

મૂળ, “ન્યાય.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “પ્રમાણિકતા.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

અથવા, “પ્રમાણિક.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

અથવા, “મારી ઊંડી લાગણીઓ.” મૂળ, “મારાં મૂત્રપિંડો.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “પોતાની ઓળખ છુપાવનારાને ટાળું છું.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “પ્રમાણિક.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

અથવા, “ધ્યાનથી.”

અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડીશ.”

મૂળ, “મારું મુખ.”

અથવા, “ન્યાયીપણાના.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

અથવા કદાચ, “મને ચોક્કસ શ્રદ્ધા છે કે મારા જીવનમાં યહોવાની ભલાઈ જોઈશ.”

શબ્દસૂચિ જુઓ.

અથવા કદાચ, “તે ભવ્ય અને પવિત્ર હોવાથી.”

અથવા, “ભક્તિ.”

મૂળ, “પાણી.”

દેખીતું છે, એ લબાનોન પર્વતમાળાને બતાવે છે.

સિદોની ભાષામાં હેર્મોન પર્વતનું જૂનું નામ. પુન ૩:૯ જુઓ.

અથવા, “સ્વર્ગના દરિયા.”

અથવા, “સમર્પણ.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ખાડામાં.”

અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડો.”

અથવા, “ખાડામાં.”

મૂળ, “નૃત્યમાં.”

મૂળ, “કંતાન.”

અથવા, “નમીને સાંભળો.”

અથવા, “વિશ્વાસુ ઈશ્વર.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “મનમાં.”

એટલે કે, ઈશ્વરની કૃપા.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ઢાંકી દેવામાં.”

અથવા, “ગુસ્સો.”

અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડો.”

મૂળ, “એમાંનું આખું સૈન્ય.”

અથવા, “બચવા.”

દેખીતું છે, અહીં ગીતકર્તાની વાત થાય છે.

અથવા, “ચાખો.”

અથવા, “નિરાશ.”

અથવા, “આફતો.”

મૂળ, “છોડાવે.”

એ મોટા ભાગે તીરંદાજો વાપરતા હતા.

અથવા કદાચ, “દુષ્ટો રોટલીના એક ટુકડા માટે હાંસી ઉડાવે છે.”

મૂળ, “મારું એકમાત્ર,” જે તેના જીવનને બતાવે છે.

અથવા, “આંખ મિચકારવા ન દેતા.” તિરસ્કાર બતાવવા એમ કરવામાં આવતું.

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “ઈશ્વરના પર્વતો.”

અથવા, “બચાવો છો.”

અથવા, “દેશમાં.”

અથવા, “ધીરજ.”

અથવા કદાચ, “ચિડાઈશ નહિ, કેમ કે એનાથી નુકસાન જ થશે.”

અથવા, “ભરોસો.”

અથવા, “કૃપા બતાવે છે.”

અથવા, “દોરવણી આપે છે.”

અથવા, “પોતાના હાથથી.”

અથવા, “ન્યાયથી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

અથવા, “જ્ઞાનની વાતોનું મનન કરે છે.”

અથવા કદાચ, “પણ કારણ વગર મારી દુશ્મની કરનારા ઘણા છે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “શીકલી,” બળદના મોઢે બાંધવાની જાળી.

અથવા, “મેં નિસાસો નાખ્યો.”

મૂળ, “નકામો ઘોંઘાટ.”

અથવા, “ધીરજ રાખીને રાહ જોઈ.”

અથવા, “નમીને સાંભળ્યું.”

અથવા, “ગર્જના કરતા.”

અથવા, “રાજી થયા નહિ.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “પુસ્તકના વીંટામાં.” શબ્દસૂચિ જુઓ.

મૂળ, “તેનું દિલ અસત્ય બોલે છે.”

અથવા, “તે જ મારી વિરુદ્ધ થયો છે.”

અથવા, “પ્રમાણિકતાને.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ધીરે ધીરે.”

અથવા, “ડુંગર.”

અથવા કદાચ, “મારાં હાડકાં કચડી નાખતા હોય તેમ.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “તમારા મુખના પ્રકાશને.”

અથવા, “મોટો ઉદ્ધાર.”

અથવા, “જીતની આજ્ઞા કરો.”

મૂળ, “અમને કહેવતરૂપ બનાવ્યા છે.”

મૂળ, “છોડાવો.”

આ કદાચ તારવાળા વાજિંત્ર, સંગીતની ધૂન કે ગીતના રાગને બતાવે છે. પણ એના ચોક્કસ અર્થની જાણ નથી.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “શાસ્ત્રીની.”

મૂળ, “ઈશ્વર તારી રાજગાદી છે.”

અથવા, “સચ્ચાઈનો.”

શબ્દસૂચિ જુઓ.

આ એવાં ઝાડ છે, જેનાં ગુંદર અને તેલમાંથી અત્તર બનાવવામાં આવતું.

શબ્દસૂચિ જુઓ.

સૌથી સારા સોના માટે જાણીતી જગ્યા.

અથવા કદાચ, “ગૂંથેલા ઝભ્ભાઓમાં.”

મૂળ, “તારી.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ગઢ.”

અથવા કદાચ, “ઢાલોને.”

અથવા, “ભય અને માન જગાડે એવા.”

અથવા, “ઘેટાંનાં શિંગના રણશિંગડાના.”

અથવા, “સંગીત વગાડો.”

મૂળ, “ઢાલ.”

અથવા, “ગઢ.”

મૂળ, “યહૂદાની દીકરીઓ.”

અથવા કદાચ, “આપણા મરણ સુધી.”

શબ્દસૂચિમાં “છુટકારાની કિંમત” જુઓ.

અથવા, “ખાડામાં.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ઈશ્વરોના ઈશ્વર, યહોવા.”

અથવા, “સૂર્યોદયની દિશાથી સૂર્યાસ્તની દિશા સુધી.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “શિખામણ.” શબ્દસૂચિ જુઓ.

અથવા કદાચ, “તું તેની સાથે જોડાય છે.”

અથવા, “કલંક લગાડે છે.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “મારા મનમાં ભમ્યા કરે છે.”

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

મૂળ, “મરવો છોડની ડાળીથી મારાં પાપમાંથી મને શુદ્ધ કરો.”

મૂળ, “હાડકાંને આનંદ થાય.”

અથવા, “મારાં પાપ ભૂંસી નાખો.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા કદાચ, “જ્યાં ભય ન હોય ત્યાં તેઓ ઘણા ભયભીત થશે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “મારો મુકદ્દમો લડો.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “મદદ માટેની મારી પ્રાર્થના સાંભળીને સંતાઈ ન જાઓ.”

અહીં કદાચ હિંસા અને લડાઈની વાત થાય છે.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “બૂમાબૂમ કરું છું.”

મૂળ, “છોડાવશે.”

એટલે કે, અગાઉનો મિત્ર જેનો ઉલ્લેખ ગી ૫૫:૧૩, ૧૪માં થયો છે.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “મને ફાડી ખાવા દોડે છે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડીશ.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “લોહી તરસ્યા.”

અથવા, “ભસે.”

અથવા, “ગઢ.”

અથવા, “ભસે.”

અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડીશ.”

આ કદાચ તારવાળા વાજિંત્ર, સંગીતની ધૂન કે ગીતના રાગને બતાવે છે. પણ એના ચોક્કસ અર્થની જાણ નથી.

શબ્દસૂચિ જુઓ.

અથવા કદાચ, “આપી છે.”

અથવા કદાચ, “પવિત્ર જગ્યામાંથી.”

અથવા, “સુક્કોથની ખીણ.”

મૂળ, “મારો કિલ્લો.”

અથવા કદાચ, “કિલ્લેબંધ.”

અથવા, “કમજોર.”

અથવા, “જયજયકાર કરવા સંગીત વગાડીશ.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ગઢ.”

અથવા કદાચ, “તમે એના પર એ રીતે હુમલો કરો છો, જાણે તે નમી ગયેલી દીવાલ, પથ્થરની જોખમી દીવાલ હોય, જે તૂટી પડવાની તૈયારીમાં હોય.”

અથવા, “માન-મોભાથી.”

અથવા, “તેઓ એકબીજાને દુષ્ટતા કરવા ઉશ્કેરે છે.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “તમારી નિશાનીઓ.”

અથવા, “સૂર્યોદયની દિશાથી સૂર્યાસ્તની દિશા સુધીના.”

અથવા, “ઈશ્વર.”

અથવા, “પાળને.”

અથવા, “જયજયકાર કરવા સંગીત વગાડો.”

અથવા, “બલિદાનોનો ધુમાડો ચઢાવીશ.”

અથવા, “તેમને માન આપશે.”

અથવા, “જયજયકાર કરવા સંગીત વગાડો.”

અથવા કદાચ, “વાદળો પર.”

યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

મૂળ, “ન્યાયાધીશ.”

અથવા, “બંડખોર.”

એટલે કે, યુદ્ધમાં જવાની આજ્ઞા.

એટલે કે, જીતના સમાચાર.

અથવા કદાચ, “ઘેટાંના વાડાઓમાં.”

અથવા, “ભવ્ય.”

અથવા, “જે પર્વત પર રહેવાની ઈશ્વરની ઇચ્છા છે.” આ સિનાઈ પર્વત છે.

શબ્દસૂચિ જુઓ.

અથવા કદાચ, “કચડીને.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “મિસરમાંથી.”

અથવા કદાચ, “એલચીઓ આવશે.”

અથવા, “ઇથિયોપિયા.”

અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડો.”

અથવા, “તે અદ્‍ભુત છે.”

આ કદાચ તારવાળા વાજિંત્ર, સંગીતની ધૂન કે ગીતના રાગને બતાવે છે. પણ એના ચોક્કસ અર્થની જાણ નથી.

અથવા કદાચ, “મેં રડીને ઉપવાસ કર્યો ત્યારે.”

મૂળ, “હું કહેવતરૂપ બન્યો.”

દેખીતું છે, અહીં શહેરના એવા લોકોની વાત થાય છે, જેમાં વડીલો અને માનવંતા લોકો પણ હતા.

શબ્દસૂચિ જુઓ.

આ કદાચ કબરને બતાવે છે.

અથવા, “અને મારા માટે કોઈ આશા નથી.”

એટલે કે, ખાટો દ્રાક્ષદારૂ.

મૂળ, “કમર.”

એટલે કે, એ જગ્યાના.

અથવા, “નમીને સાંભળો.”

અથવા, “એ સમજવું.”

શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડીશ.”

અથવા, “ન્યાયથી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

મૂળ, “લોકોનો ન્યાય.”

મૂળ, “ફૂલશે-ફાલશે.”

એટલે કે, યુફ્રેટિસ.

અથવા, “તેમની પ્રજા હશે.”

અથવા, “બડાઈ હાંકનારાઓને.”

અથવા, “મોટી ફાંદવાળા.”

મૂળ, “તમારા દીકરાઓની પેઢીનો.”

મૂળ, “તેઓની છબીને ધિક્કારશો.”

મૂળ, “મૂત્રપિંડોમાં.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “તમારા ટોળાને.”

અથવા, “તમારા ઝભ્ભામાંથી હાથ લંબાવો.”

હિબ્રૂ, લિવયાથાન. શબ્દસૂચિમાં “લિવયાથાન” જુઓ.

અથવા, “જ્યોતિ.”

મૂળ, “તમારું નામ અમારી નજીક છે.”

મૂળ, “પીગળવા.”

મૂળ, “તારું શિંગ ઊંચું ન કર.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

મૂળ, “તારું શિંગ વધારે ઊંચું ન કર.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

અથવા, “ગુણગાન ગાવા સંગીત વગાડીશ.”

મૂળ, “દુષ્ટોનાં સર્વ શિંગ કાપી નાખીશ.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

મૂળ, “લોકોનું શિંગ ઊંચું કરીશ.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

અથવા, “તમે પ્રકાશથી ઘેરાયેલા છો.”

અથવા, “ભય અને માન જગાડે એવા.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “તારવાળા વાજિંત્રનું સંગીત.”

અથવા, “આ વાત મારું કાળજું વીંધી નાખે છે કે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “મારી શિખામણ.”

અથવા, “રહસ્યો.”

અથવા, “બંધની.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “શૂરવીરોનો.”

અથવા, “વેર વાળનાર.”

અથવા કદાચ, “જીવન એક વાર જતું રહે, પછી એ પાછું આવતું નથી.”

અથવા, “ઈશ્વરને દુઃખી કર્યા.”

મૂળ, “છોડાવ્યા.”

ગુલર કે ઉમરડા જેવું ઝાડ.

અથવા કદાચ, “ધગધગતા તાવથી.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “પ્રમાણિકતાથી.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

અથવા કદાચ, “મુક્ત કરો.”

આ કદાચ તારવાળા વાજિંત્ર, સંગીતની ધૂન કે ગીતના રાગને બતાવે છે. પણ એના ચોક્કસ અર્થની જાણ નથી.

અથવા કદાચ, “વચ્ચે.”

અથવા, “તમારું તેજ પ્રગટાવો.”

એટલે કે, યુફ્રેટિસ.

અથવા, “જે દ્રાક્ષાવેલાની મુખ્ય ડાળી.”

અથવા, “ડાળી.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ભાષા.”

અર્થ, “ઝઘડો.”

એટલે કે, ઈશ્વરના લોકો.

અથવા, “દેવો જેવાની.” દેખીતું છે, અહીં ઇઝરાયેલના ન્યાયાધીશોની વાત થાય છે.

અથવા, “ઇન્સાફ.”

મૂળ, “પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.”

એટલે કે, ઈશ્વર.

અથવા, “દેવો જેવા.”

અથવા, “એકદિલના થઈને.”

અથવા, “આગેવાનોના.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “બાકા ઝાડીઓની ખીણમાંથી.”

અથવા કદાચ, “શિક્ષકનો જયજયકાર થાય છે.”

અથવા કદાચ, “હે ઈશ્વર, અમારી ઢાલ પર કૃપા બતાવો.”

મૂળ, “ઊભા રહેવાનું.”

અથવા, “પ્રમાણિક.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

અથવા, “અમને ફરીથી ભેગા કરો.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ન્યાય.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

અથવા, “જે સારું છે એ આપશે.”

અથવા, “ભલાઈ.”

અથવા, “નમીને સાંભળો.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “કૃપા.”

અથવા, “સચ્ચાઈ.”

અથવા, “સાબિતી.”

અથવા, “સ્વીકાર કરનારાઓમાં.”

અહીં કદાચ ઇજિપ્તની વાત થાય છે.

અથવા, “ઇથિયોપિયા.”

અથવા, “સિયોન મારા માટે બધી વસ્તુઓનો.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “નમીને સાંભળો.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ખાડામાં.”

શબ્દસૂચિ જુઓ.

હિબ્રૂ, અબદ્દોન. શબ્દસૂચિમાં “અબદ્દોન” જુઓ.

અથવા કદાચ, “બધા એકસાથે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “દૂતોમાં.”

અથવા, “તે ભય અને માન જગાડે એવા.”

અહીં કદાચ ઇજિપ્તની કે એના રાજાની વાત થાય છે.

શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

મૂળ, “શિંગ ઊંચું કરાયું છે.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

મૂળ, “શિંગ ઊંચું કરાશે.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

અથવા, “અધિકાર.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ન્યાયચુકાદાઓ.”

મૂળ, “હું બેવફા બનીશ નહિ.”

અથવા, “તાજ.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “અમારું રહેઠાણ.”

અથવા, “તમે અમારી ભૂલો તમારી સામે રાખો છો.”

અથવા, “અમારું જીવન ઘટતું જાય છે.”

અથવા, “અમને અમારા દિવસો ગણતા શીખવો.”

અથવા, “તારું રક્ષણ કરશે.”

અથવા, “તેં ઈશ્વરને તારો કિલ્લો, તારું રહેઠાણ બનાવ્યા છે.”

મૂળ, “તે મને વળગી રહે છે.”

અથવા, “સ્વીકારે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ગુણગાન ગાવા સંગીત વગાડીએ.”

મૂળ, “મારું શિંગ ઊંચું કરશો.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

અથવા, “ન્યાયાધીશો.” મૂળ, “રાજગાદી.”

અથવા, “ગઢ.”

અર્થ, “ઝઘડો.”

અર્થ, “પરીક્ષા; કસોટી.”

અથવા, “અદ્‍ભુત.”

અથવા, “ભવ્યતા.”

અથવા કદાચ, “તે ભવ્ય અને પવિત્ર હોવાથી.”

અથવા, “ભક્તિ.”

અથવા, “આવ્યા.”

શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

અથવા, “ભક્તિ.”

મૂળ, “યહૂદાની દીકરીઓ.”

અથવા, “તેમને જીત અપાવે છે.”

અથવા, “ઇઝરાયેલના ઘર.”

અથવા, “આપણા ઈશ્વરની જીત જોઈ છે.”

અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડે.”

અથવા, “જયજયકાર કરવા સંગીત વગાડે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “આવ્યા.”

અથવા કદાચ, “વચ્ચે.”

અથવા, “ભય અને માન જગાડનારું.”

અથવા, “પગના આસન આગળ.”

અથવા, “ભક્તિ.”

અથવા, “ભક્તિ.”

અથવા, “સ્વીકારો.”

અથવા કદાચ, “આપણે પોતે નહિ.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ગીતો ગાવા સંગીત વગાડીશ.”

અથવા, “પ્રમાણિક રીતે.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

અથવા, “ખતમ.”

અથવા, “પ્રમાણિક રીતે.”

અથવા, “ખતમ.”

અથવા, “નમીને સાંભળો.”

અથવા, “પેણ.” અંગ્રેજી, પેલિકન.

અથવા કદાચ, “હું કમજોર થઈ ગયો છું.”

અથવા, “તમારું નામ.” મૂળ, “યાદગીરી.”

અથવા, “ખાડામાંથી.”

અથવા, “કૃપા.”

અથવા, “યહોવાને રાજ કરવાનો હક છે.”

અથવા, “ભવ્યતા.”

અથવા, “ઉપરના ઓરડાઓના ભારોટિયા મૂકો છો.”

મૂળ, “તે.”

અથવા, “પવનવેગી.”

દેવદારની જાતનું એક ઝાડ.

હિબ્રૂ, લિવયાથાન. શબ્દસૂચિમાં “લિવયાથાન” જુઓ.

શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.

અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડીશ.”

અથવા કદાચ, “હું તેમના વિશે જે મનન કરું છું એ આનંદ આપનારું હોય.”

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

અથવા, “ગીત ગાવા સંગીત વગાડો.”

અથવા કદાચ, “જાહેર કરો.”

મૂળ, “રોટલી મૂકવાની દરેક લાકડી તોડી નાખી.” એ કદાચ રોટલી લટકાવવાની લાકડીને બતાવે છે.

અથવા, “તેને શુદ્ધ કર્યો.”

કદાચ મૂસા અને હારુન.

મચ્છર જેવી નાની જીવાત, જે કરડે છે.

અથવા, “જે બાળકો પેદા કરવાની તેઓની શક્તિની શરૂઆત હતું.”

એક પ્રકારનું પક્ષી.

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “વારસા.”

અથવા, “અર્થ સમજ્યા નહિ.”

અથવા, “વેરાન પ્રદેશમાં.”

અથવા, “ઢાળેલી મૂર્તિ.”

શબ્દસૂચિ જુઓ.

એટલે કે, ક્યાં તો મરેલા લોકોને અથવા નિર્જીવ દેવોને ચઢાવેલાં બલિદાનો.

અર્થ, “ઝઘડો.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “તેઓએ બીજા દેવોને ભજીને જાણે વેશ્યાગીરી કરી.”

મૂળ, “વારસાથી.”

અથવા, “અતૂટ પ્રેમને.”

અથવા, “એમ થાઓ!”

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “પાછા ખરીદેલા.”

અથવા, “સત્તામાંથી.”

અથવા, “સૂર્યોદયની દિશાથી અને સૂર્યાસ્તની દિશાથી.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “બરુવાળા સરોવરમાં.”

એટલે કે, જુલમથી દૂર રાખે છે.

અથવા, “સ્તુતિ ગાવા સંગીત વગાડીશ.”

મૂળ, “મને.”

અથવા કદાચ, “પવિત્ર જગ્યામાંથી.”

મૂળ, “મારો કિલ્લો.”

અથવા, “આરોપ મૂકનાર.”

અથવા, “દુષ્ટ.”

અથવા, “અતૂટ પ્રેમ.”

અથવા, “અતૂટ પ્રેમ.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “મારું શરીર ચરબી (તેલ) વિના કમજોર થઈ ગયું છે.”

મૂળ, “પ્રભાતના ગર્ભમાંથી નીકળતાં.”

અથવા, “વિશાળ દેશના.”

એટલે કે, ગી ૧૧૦:૧ પ્રમાણે “મારા માલિક,” મસીહ.

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

અથવા, “કૃપા.”

અથવા, “સ્થિર.”

અથવા, “ભય અને માન જગાડનારું.”

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

અથવા, “કૃપા.”

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

મૂળ, “શિંગ ઊંચું કરાશે.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

અથવા, “તે રાજ્યાસન પર બિરાજે છે.”

અથવા, “રાખના ઢગલામાંથી.”

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

અથવા, “તેમનું મંદિર.”

મૂળ, “બરુવાળા સરોવરમાં.”

અથવા, “હે યહોવા, અમારું કશું જ નથી, હા, અમારું કશું જ નથી.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

અથવા કદાચ, “હું પ્રેમ કરું છું, કેમ કે યહોવા સાંભળે છે.”

અથવા, “કૃપા.”

અથવા, “કીમતી.”

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

શબ્દસૂચિ જુઓ.

યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

અથવા કદાચ, “મને મદદ કરનારાની સાથે છે.”

અથવા, “વિજય.”

શબ્દસૂચિમાં “ખૂણાનો પથ્થર” જુઓ.

મૂળ, “વેદીનાં શિંગડાં.” શબ્દસૂચિમાં “વેદીનાં શિંગડાં” જુઓ.

અથવા, “પ્રમાણિક.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.

અથવા, “હુકમોનો અભ્યાસ.”

અથવા, “આદેશોનો અભ્યાસ.”

અથવા, “કામોનો અભ્યાસ.”

અથવા કદાચ, “મારા દિલમાં આત્મવિશ્વાસ જગાડો છો.”

અથવા, “લાભ મેળવવામાં.”

અથવા કદાચ, “જે તમારો ડર રાખનારાઓને આપેલું છે.”

શબ્દસૂચિ જુઓ.

અથવા, “આદેશોનો અભ્યાસ.”

અથવા કદાચ, “જૂઠું બોલીને.”

અથવા, “હુકમોનો અભ્યાસ.”

એટલે કે, તેમની બધી રચના.

અથવા, “એનો અભ્યાસ.”

અથવા, “સૂચનોનો અભ્યાસ.”

અથવા, “અમાનત.”

અહીં વપરાયેલો હિબ્રૂ શબ્દ સોના-ચાંદીને ગાળતી વખતે નીકળતા મેલને બતાવે છે.

અથવા, “ગાળેલા.”

અથવા, “માર્ગદર્શન.”

મૂળ, “છોડાવી.”

અથવા, “વાતોનો અભ્યાસ.”

અથવા, “તેઓ શ્રદ્ધાને આડે કંઈ આવવા દેતા નથી.”

શબ્દસૂચિ જુઓ.

હિબ્રૂ, રોતેમ. રણપ્રદેશમાં ઊગતું ઝાડવું.

યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

અથવા, “દક્ષિણના વહેળાઓની.”

અથવા, “પાછા લાવો.”

અથવા, “યુવાન માણસના.”

અહીં કદાચ દીકરાઓની વાત થાય છે.

અહીં કદાચ પિતાઓની વાત થાય છે.

યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

અથવા, “પાપ ધ્યાનમાં રાખો.”

અથવા, “ધાવણ છોડાવેલું બાળક.”

અથવા, “મંડપ.”

અથવા, “આરામની જગ્યામાં.”

મૂળ, “શિંગ ઊંચું કરીશ.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

કદાચ વંશજ.

અથવા, “તાજ.”

અથવા, “હળી-મળીને.”

મૂળ, “ઊભા રહેનારાઓ.”

અથવા કદાચ, “મંદિરમાં તમારા હાથ ઊંચા કરો.”

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

અથવા, “જયજયકાર કરવા સંગીત વગાડો.”

અથવા, “ખાસ પ્રજા.”

અથવા, “વરાળને.”

અથવા કદાચ, “તે વરસાદ માટે દ્વાર બનાવે છે.”

અથવા, “ફારુન.” શબ્દસૂચિમાં “ફારુન” જુઓ.

અથવા, “નિશાનીઓ બતાવી.”

અથવા, “તમારું નામ.” મૂળ, “યાદગીરી.”

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “સમજદારીથી.”

અથવા, “અધિકાર ચલાવવા.”

અથવા, “અધિકાર ચલાવવા.”

અહીં બાબેલોનની વાત થાય છે.

અંગ્રેજી, પોપ્લર. હિબ્રૂમાં વપરાયેલો શબ્દ મધ્ય પૂર્વમાં નદી કિનારે ઊગતાં વૃક્ષોને બતાવે છે.

અથવા કદાચ, “સુકાઈ જાઓ.”

અથવા કદાચ, “બીજા દેવોના વિરોધમાં હું તમારા માટે સંગીત વગાડીશ.”

અથવા કદાચ, “તમે તમારાં વચનોને તમારા નામથી ખૂબ ઊંચાં કર્યાં છે.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “પરોઢના પ્રકાશની ઝડપે.”

મૂળ, “મૂત્રપિંડો.”

અથવા કદાચ, “મને ગૂંથ્યો.”

મૂળ, “પૃથ્વીના ઊંડાણમાં હું ગૂંથાતો હતો.”

અથવા, “મારો ભ્રૂણ.”

મૂળ, “તમારી સાથે જ હોઉં છું.”

અથવા, “ખૂની.”

અથવા, “દેશમાં.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “કોઈ મને ઓળખતું નથી.”

અથવા, “કામોનો અભ્યાસ.”

અથવા, “ખાડામાં.”

અથવા, “સપાટ ભૂમિમાં.”

અથવા, “ગઢ.”

અથવા, “સ્તુતિ કરવા સંગીત વગાડીશ.”

અથવા, “રાજાઓનો ઉદ્ધાર કરો છો.”

અથવા, “તમારી શક્તિ.”

અથવા, “કૃપા.”

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

અથવા, “ગીતો ગાવા સંગીત વગાડીશ.”

અથવા, “અધિકારીઓમાં.”

શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

અથવા, “સંગીત વગાડવું સારું છે.”

અથવા, “ઠરી ગયેલા ઝાકળને.”

અથવા, “બરફ.”

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

મૂળ, “શિંગ ઊંચું કરશે.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

અથવા, “લોકોના મંડળમાં.”

અથવા, “સ્તુતિ ગાવા સંગીત વગાડે.”

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો