“તેમણે વર્તમાનપત્રમાં છપાવ્યું”
એવું કૅનેડાની એક કદરદાન છોકરીએ વૉચ ટાવર સોસાયટીને લખેલા આભારના પત્રમાં કહ્યું. તેણે નિશાળમાં જાહેર વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો, અને તેની રજૂઆતથી પેનલમાંના એક નિર્ણાયક એટલા બધા ખુશ થઈ ગયા કે તેમણે એ સ્થાનિક વર્તમાનપત્રમાં છાપવા માટે પરવાનગી માંગી.
છોકરીએ પોતાનો વિષય કઈ રીતે પસંદ કર્યો? “મારા વર્ગમાં, ખાસ કરીને છોકરીઓમાં, કૂથલી કરવાની સમસ્યા હતી,” તે સમજાવે છે. તેથી તેણે પોતાની રજૂઆત સજાગ બનો!માં વાંચી હતી એ માહિતી પ્રમાણે બનાવી. તેના વાર્તાલાપનો ભાગ ઓનટારિયોમાંના નાયાગરા ફોલ્સના એક સ્થાનિક વર્તમાનપત્ર, ધ રીવ્યુમાં, “કૂથલી હાનિકારક હોય શકે; તમને કેવું લાગશે?” મથાળા હેઠળ પ્રકાશિત થયા.
એવું શું હતું જેનાથી પેનલમાંના નિર્ણાયક એટલા બધા પ્રભાવિત થયા? છોકરીના વાર્તાલાપમાંથી લીધેલા કેટલાક અવતરણની નોંધ લો: “કૂથલી કરવી એ આજે સમાજમાં ઘણી જ સામાન્ય બાબત છે. એનાથી માથાનો દુઃખાવો થઈ શકે છે, અનિંદ્રા થઈ શકે અને સૌથી વધારે તો લાગણી દુભાઈ શકે છે. . . .
“કૂથલી બંધ કરવી અશક્ય છે કેમ કે બોલવું એ માનવ સ્વભાવ છે. આપણે કરી શકીએ એવી એક બાબત એના પર કાબૂ રાખવો છે. એમ કરવાના થોડાક સૂચનો: ૧. આગમાં ઈંધણ ન સિંચો. . . . ૨. કૂથલી ન સાંભળો. . . . કૂથલી સાંભળવાથી, એમ લાગી શકે કે જે કહેવામાં આવ્યું એમાં તમે સહમત થાવ છો. ૩. હાનિકારક કૂથલી ખુદ તમને પણ નુકસાન કરી શકે. ૪. સૌથી મહત્ત્વની સલાહ એ છે કે તમે બોલો એ પહેલાં વિચારો! પોતાને પૂછો ‘એ મારા વિષે કહેવામાં આવ્યું હોય તો, મને કેવું લાગશે?’”
“એ ચાર બાબતોનો અમલ કરો,” છોકરીએ નિષ્કર્ષ કાઢ્યો, “અને તમે સૌથી સારી વ્યક્તિ બનો એની વધારે શક્યતા છે.”
ફક્ત નિશાળીયાઓ માટે જ નહિ, પરંતુ દરેક માટે કેવી વ્યવહારુ સલાહ! સજાગ બનો! વિવિધ વિષયો પર સમયસરની તથા વર્તમાન માહિતી રજૂ કરવા પ્રયાસ કરે છે. તમને એ સામયિકો નિયમિતપણે જોઈતા હોય તો, કોઈ યહોવાહના સાક્ષી તમારા ઘરે ફરી મુલાકાત લેવા આવે ત્યારે તેને પૂછો, અથવા પાન પ પરના યોગ્ય સરનામાએ લખો.