વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૭/૧૫ પાન ૨૬
  • નિયામક જૂથમાં એક નવા સભ્ય

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નિયામક જૂથમાં એક નવા સભ્ય
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • સરખી માહિતી
  • ગવર્નિંગ બૉડીમાં બે નવા ભાઈઓ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • નિયામક જૂથના નવા સભ્યો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • નિયામક જૂથના નવા સભ્ય
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • તે ‘માર્ગ જાણતા હતા’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૭/૧૫ પાન ૨૬

નિયામક જૂથમાં એક નવા સભ્ય

સપ્ટેમ્બર ૫, ૨૦૧૨, બુધવારની સવારે અમેરિકા અને કૅનેડાનાં બેથેલમાં એક જાહેરાત થઈ. સપ્ટેમ્બર ૧, ૨૦૧૨થી માર્ક સેન્ડરસન નામના ભાઈ નિયામક જૂથના સભ્ય તરીકે સેવા આપવા લાગ્યા છે.

ભાઈ સેન્ડરસનનો ઉછેર અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યમાં આવેલા સૅન ડિએગો શહેરમાં થયો હતો. તેમનાં માતા-પિતા યહોવાનાં સાક્ષી હતાં. ફેબ્રુઆરી ૯, ૧૯૭૫માં ભાઈ સેન્ડરસને બાપ્તિસ્મા લીધું. સપ્ટેમ્બર ૧, ૧૯૮૩માં તેમણે કૅનેડાના સૅસ્કેચિવન નામના વિસ્તારમાં પાયોનિયરીંગ શરૂ કર્યું. ડિસેમ્બર ૧૯૯૦માં, તેમણે સેવકાઈ ચાકર માટેની શાળાના (હાલમાં જેને ભાઈઓ માટે બાઇબલ શાળા કહેવાય છે) સાતમા ક્લાસમાં તાલીમ લીધી અને સ્નાતક થયા. એ તાલીમ તેમણે અમેરિકામાં લીધી. એપ્રિલ ૧૯૯૧માં તેમને કૅનેડાના ન્યૂફાઉન્ડલૅન્ડ ટાપુ પર ખાસ પાયોનિયર તરીકે નીમવામાં આવ્યા. જરૂર પડે ત્યારે પ્રવાસી નિરીક્ષક તરીકે સેવા આપતા હતા. એ પછી તેમને, ફેબ્રુઆરી ૧૯૯૭માં કૅનેડાના બેથેલમાં બોલાવવામાં આવ્યા. નવેમ્બર ૨૦૦૦માં તેમને અમેરિકાની બ્રાંચમાં મોકલવામાં આવ્યા. શરૂઆતમાં તે એ બ્રાંચના હૉસ્પિટલ ઇન્ફૉર્મેશન સર્વિસીસ વિભાગમાં સેવા આપતા હતા. પછી, સર્વિસ વિભાગમાં સેવા આપવા લાગ્યા.

સપ્ટેમ્બર ૨૦૦૮માં, ભાઈ સેન્ડરસને ખાસ શાળામાં તાલીમ લીધી, જે શાખા સમિતિના ભાઈઓ માટે હોય છે. એ પછી તે ફિલિપાઇન્સ શાખા સમિતિના સભ્ય બન્યા. સપ્ટેમ્બર ૨૦૧૦માં તેમને ફરીથી અમેરિકા બોલાવવામાં આવ્યા. ત્યાં નિયામક જૂથની સેવા સમિતિમાં મદદનીશ તરીકે સેવા આપતા હતા.

નિયામક જૂથના હાલના સભ્યો

પાછલી હરોળમાં ડાબેથી જમણે: ડી. એચ. સ્પ્‌લેન, એ. મોરીસ ત્રીજા, ડી. એમ. સેન્ડરસન, જી. ડબલ્યુ. જેક્સન, એમ. એસ. લેટ, આગલી હરોળ ડાબેથી જમણે: એસ. એફ. હર્ડ, જી. લૉશ, જી. એચ. પીઅર્સ. નિયામક જૂથના બધા સભ્યો અભિષિક્ત ભાઈઓ છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો