વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૨/૧૧ પાન ૭
  • દેવશાહી સેવા શાળા સમીક્ષા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દેવશાહી સેવા શાળા સમીક્ષા
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૨/૧૧ પાન ૭

દેવશાહી સેવા શાળા સમીક્ષા

જાન્યુઆરી ૩થી ફેબ્રુઆરી ૨૮, ૨૦૧૧ દરમિયાન આપણે શાળામાં જે શીખ્યા એ ફરીથી યાદ કરાવવા નીચે પ્રશ્નો આપ્યા છે. ફેબ્રુઆરી ૨૮થી શરૂ થતા અઠવાડિયામાં એની ચર્ચા કરવામાં આવશે. સ્કૂલ ઓવરસિયર એ પ્રશ્નોની ૨૦ મિનિટ માટે ચર્ચા કરશે.

૧. હિઝ્કીયાહે પોતાના રાજની શરૂઆતમાં શું કર્યું અને તેમના પગલે ચાલવા આપણે શું કરવું જોઈએ? (૨ કાળવૃત્તાંત ૨૯:૧૬-૧૮) [w૦૯ ૬/૧ પાન ૧૫ ફકરો ૧૩]

૨. ખરું કે યોશીયાહનું બચપણ બહુ સારું ન હતું તોય આપણને તેમના દાખલામાંથી કેવું ઉત્તેજન મળે છે? (૨ કાળ. ૩૪:૧-૩) [w૦૫ ૧૨/૧ પાન ૨૧ ફકરો ૫]

૩. એઝરા ૩:૧-૬ કઈ રીતે પુરાવો આપે છે કે યરૂશાલેમ ૭૦ વર્ષ ઉજ્જડ પડ્યું રહેશે, એ ભવિષ્યવાણી ચોક્કસ સમયે પૂરી થઈ? [w૦૬ ૧/૧ પાન ૧૧ ફકરો ૩]

૪. એઝરાને ખબર પડી કે ઈસ્રાએલીઓ મૂર્તિપૂજકોને પરણી રહ્યા છે ત્યારે તે કેમ ચોંકી ગયા? (એઝ. ૯:૧-૩) [w૦૬ ૧/૧ પાન ૧૨ ફકરો ૧]

૫. ‘અમીરો’ કોણ હતા અને તેઓના જેવું વલણ આપણે કેમ ન કેળવવું જોઈએ? (નહે. ૩:૫) [w૦૬ ૨/૧ પાન ૧૫ ફકરો ૯]

૬. ગવર્નર નહેમ્યાહે વડીલો માટે કઈ રીતે સારો દાખલો બેસાડ્યો છે? (નહે. ૫:૧૪-૧૯) [w૦૬ ૨/૧ પાન ૧૬ ફકરો ૩]

૭. નહેમ્યાહના દિવસમાં ઈસ્રાએલીઓએ ‘દેવના મંદિરની’ બેદકારી બતાવી હતી. આપણે એવા ન બનીએ માટે શું કરવું જોઈએ? (નહે. ૧૦:૩૨-૩૯) [w૯૮ ૧૦/૧૫ પાન ૨૧ ફકરો ૧૨]

૮. નહેમ્યાહના માર્ગનો વિચાર કરવાથી, આપણે પોતાને કયા પ્રશ્નો પૂછવા પ્રેરાઈએ છીએ? (નહે. ૧૩:૩૧) [w૯૬ ૯/૧૫ પાન ૧૭ ફકરો ૩]

૯. શું એસ્તરે રાજા સાથે વ્યભિચાર કર્યો હતો? (એસ્તે. ૨:૧૪-૧૭) [w૦૬ ૩/૧ પાન ૪ ફકરો ૩]

૧૦. મોર્દખાયે હામાનની આગળ નમવાનો કેમ નકાર કર્યો? (એસ્તે. ૩:૨, ૪) [w૦૬ ૩/૧ પાન ૫ ફકરો ૧]

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો