વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૮/૧૧ પાન ૩
  • ‘ઈશ્વરની ઇચ્છા પૂરી થાઓ’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘ઈશ્વરની ઇચ્છા પૂરી થાઓ’
  • ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • તમારા અંતઃકરણની સંભાળ રાખો
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
  • ‘સમયસરનો ખોરાક’
    ૨૦૧૦ આપણી રાજ્ય સેવા
  • ઈશ્વરનું વચન શિક્ષણ આપવા ઉપયોગી છે
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • ધ્યાનથી સાંભળો અને શીખો
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
૨૦૧૧ આપણી રાજ્ય સેવા
km ૮/૧૧ પાન ૩

‘ઈશ્વરની ઇચ્છા પૂરી થાઓ’

૧. ૨૦૧૨ના ખાસ સંમેલન દિવસનો વિષય શું છે? આપણે કેમ એના પર ધ્યાન આપવું જોઈએ?

૧ યહોવાહે આપણને જીવન આપ્યું છે. (પ્રકટી. ૪:૧૧) જો તેમની ઇચ્છા પ્રમાણે ન કરીએ તો આપણને બનાવવાનો તેમનો હેતુ અધૂરો રહેશે. એટલે તેમની ઇચ્છા વિષે શીખવું જોઈએ અને એ પ્રમાણે જીવવું જોઈએ. જોકે, એમ કરવું એટલું સહેલું નથી. કેમ કે પોતાની અંદર રહેલા “દેહની તથા મનની વૃત્તિઓ” સામે આપણે લડવું પડે છે. તેમ જ, દુનિયાના લોકો “આનંદ માને છે એવાં કૃત્યો” માટે આપણને લગાવ હોય છે. (એફે. ૨:૩; ૧ પીત. ૪:૩; ૨ પીત. ૨:૧૦) એટલે યહોવાહની મદદ વિના આપણે સહેલાઈથી “શેતાનના ફાંદામાં” ફસાઈ શકીએ છીએ. (૨ તીમો. ૨:૨૬) ૨૦૧૨ સેવા વર્ષનો ખાસ સંમેલન દિવસ આપણને નમૂનાની પ્રાર્થનામાં આપેલ ત્રીજી બાબત, ‘તમારી ઇચ્છા પૂરી થાઓ’ પ્રમાણે જીવવા મદદ કરશે.—માથ. ૬:૯, ૧૦.

૨. સંમેલન દરમિયાન કેવા સવાલોના જવાબ મળશે?

૨ એમાં આ સવાલોના જવાબ મળશે: તમે સંમેલનનો કાર્યક્રમ સાંભળશો તેમ આ સવાલોના જવાબ મેળવવા પ્રયત્ન કરજો: બાઇબલનું સાંભળવા સાથે બીજું શું કરવું જરૂરી છે? કઈ રીતે જાણી શકીએ કે આપણા માટે ઈશ્વરની ઇચ્છા શું છે? આપણે કેમ દરેક જાતના લોકોને ખુશીથી પ્રચાર કરવો જોઈએ? આપણે કેવી રીતે જીવનમાં સંતોષ પામી શકીએ? યુવાનો, તમારે ઈશ્વર માટે શું કરવાની જરૂર છે? ઈશ્વરની ઇચ્છા મુજબ કરવાથી તમને કેવા આશીર્વાદ મળશે? આપણે શા માટે પોતાને મજબૂત કરવાની સાથે બીજાઓને ઉત્તેજન આપવું જોઈએ?

૩. આ સંમેલનમાંથી આપણે કઈ રીતે લાભ લઈ શકીએ?

૩ સંમેલનમાં હાજર રહેવા અને ધ્યાનથી સાંભળવા પૂરો પ્રયાસ કરો. બેથેલના કોઈ પ્રતિનિધિ અથવા પ્રવાસી નિરીક્ષક ત્યાં અમુક પ્રવચનો આપવા હાજર રહેશે. સંમેલન પહેલાં અને પછી તેઓ સાથે વાત કરો. જો ભાઈઓની પત્ની હોય, તો તેઓ બંને સાથે વાત કરો. નહિતર, ભાઈ સાથે પણ વાત કરતા અચકાતા નહિ. પાછા ઘરે આવીને બધું ‘ભૂલી જતા’ નહિ. પણ કુટુંબ સાથે સંમેલનમાંથી શું શીખ્યા એની ચર્ચા કરો. તેમ જ, ઈશ્વરની ઇચ્છા મુજબ કેવી રીતે જીવી શકાય એ વિષે ચર્ચા કરો.—યાકૂ. ૧:૨૫.

૪. આપણે ઈશ્વરની ઇચ્છાને કેમ જીવનાં પ્રથમ મૂકવી જોઈએ?

૪ જેઓ પોતાની ઇચ્છા મુજબ જીવે છે, પણ યહોવાહની ઇચ્છાને નકારે છે તેઓનો જલદી જ નાશ થશે. (૧ યોહા. ૨:૧૭) યહોવાહની ઇચ્છાને જીવનમાં પ્રથમ મૂકવા તેમણે આપણા માટે સમયસરની આ માહિતી તૈયાર કરી છે. એ માટે આપણે તેમના કેટલા આભારી છીએ!

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો