વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ypq પ્રશ્ન ૭ પાન ૨૧-૨૩
  • સેક્સ માટે કોઈ દબાણ કરે તો હું શું કરીશ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સેક્સ માટે કોઈ દબાણ કરે તો હું શું કરીશ?
  • ૧૦ સવાલોના જવાબ યુવાનો પૂછે છે
  • સરખી માહિતી
  • લગ્‍ન પહેલાં સેક્સ—એમાં શું ખોટું છે?
    સજાગ બનો!—૨૦૦૪
  • લગ્‍ન પહેલાની જાતીયતા વિષે શું?
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • શું મુખમૈથુન સાચે જ સેક્સ છે?
    યુવાનો પૂછે છે
  • તમારા બાળકોને સેક્સ વિષે ખરી સમજણ આપો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
વધુ જુઓ
૧૦ સવાલોના જવાબ યુવાનો પૂછે છે
ypq પ્રશ્ન ૭ પાન ૨૧-૨૩
યુવાન છોકરાની માંગણીન એક ટીનએજ છોકરી સાફ નકાર કરે છે

સવાલ ૭

સેક્સ માટે કોઈ દબાણ કરે તો હું શું કરીશ?

એ જાણવું મહત્ત્વનું છે

સેક્સ વિશે તમે જે નિર્ણય લેશો, એ તમારા ભાવિને ઘણી અસર કરશે.

તમે શું કરશો?

આની કલ્પના કરો: હેધર અને માઇક ફક્ત બે મહિનાથી સાથે હરે-ફરે છે. પણ હેધરને લાગે છે કે તે વર્ષોથી માઇકને જાણે છે. તેઓ એકબીજાને સતત મેસેજ કરે છે અને કલાકો સુધી ફોન પર વાત કરે છે. અરે, એકબીજાનાં અધૂરાં વાક્યો પણ પૂરાં કરી શકે છે! પણ માઇકને હવે કંઈક વધારે જોઈએ છે.

છેલ્લા બે મહિનામાં માઇક અને હેધર એકબીજાનો હાથ પકડવા અને કિસ કરવાથી આગળ નથી વધ્યાં. હેધર આગળ વધવા નથી ચાહતી. તે માઇકને ગુમાવવા પણ નથી માંગતી. માઇક તેને ખૂબ સુંદર અને સ્પેશિયલ હોવાનો અહેસાસ કરાવે છે. હેધર વિચારે છે, ‘માઇક અને હું તો પ્રેમમાં છીએ . . .’

જો તમે ડેટિંગ કરવાની ઉંમરના હો, તો હેધર જેવા સંજોગોમાં તમે શું કરશો?

થોભો અને વિચારો!

કપડાનો પોતા તરીકે ઉપયોગ થયો છે

સેક્સ ઈશ્વર તરફથી ભેટ છે, જે પરિણીત લોકો માટે જ છે. લગ્‍ન પહેલાં સેક્સ માણવું, એ ભેટનું અપમાન છે. એ જાણે કોઈએ આપેલા કીમતી કપડાને પોતું બનાવવા જેવું છે

જો તમે ગુરુત્વાકર્ષણ જેવા કુદરતના નિયમ વિરુદ્ધ જશો, તો એનાં ખરાબ પરિણામ ભોગવવાં પડશે. નૈતિક ધોરણો વિશે પણ એવું જ છે. જેમ કે, શાસ્ત્ર આ એક નિયમ જણાવે છે: “વ્યભિચારથી દૂર રહો.”—૧ થેસ્સાલોનિકી ૪:૩.

એ નિયમ તોડવાનાં કેવાં પરિણામો આવશે? પવિત્ર શાસ્ત્ર જણાવે છે: “વ્યભિચારી પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે.” (૧ કોરીંથી ૬:૧૮) એ કઈ રીતે સાચું છે?

સંશોધકોને જાણવા મળ્યું છે કે લગ્‍ન પહેલાં સેક્સ કરનારા ઘણા યુવાનોને નીચે આપેલાં એક કે એથી વધારે ખરાબ પરિણામો સહેવાં પડ્યાં છે.

  • પસ્તાવો. લગ્‍ન પહેલાં સેક્સ સંબંધો બાંધનારા મોટા ભાગના યુવાનોને પછીથી પસ્તાવો થાય છે.

  • અવિશ્વાસ. સેક્સ માણ્યા પછી બંને સાથી વિચારવા લાગે છે કે, ‘શું બીજા કોઈની સાથે પણ તેણે સેક્સ સંબંધ બાંધ્યો હશે?’

  • હકીકતનું ભાન થવું. ઘણી છોકરીઓ મનમાં તો એવો સાથી ચાહે છે જે તેનું રક્ષણ કરે, નહિ કે તેનો ફાયદો ઉઠાવે. તેમ જ, ઘણા છોકરાઓને લાગે છે કે તેઓની ઇચ્છાઓ સંતોષતી છોકરી તરફ પોતે ઓછા આકર્ષાય છે.

  • વાતનો સાર: જો તમે લગ્‍ન પહેલાં સેક્સ માણો, તો તમે કંઈક કીમતી વસ્તુ દાવ પર લગાડીને પોતાની આબરૂના કાંકરા કરો છો. (રોમનો ૧:૨૪) તમારું શરીર ખૂબ જ મૂલ્યવાન છે, એનું મૂલ્ય ઓછું ન આંકો!

બતાવો કે તમારું મન ‘વ્યભિચારથી દૂર રહેવા’ મક્કમ છે. (૧ થેસ્સાલોનિકી ૪:૩) ભાવિમાં જો તમે લગ્‍ન કરો, તો એ પછી લગ્‍નસાથી સાથે સેક્સનો આનંદ માણી શકશો. લગ્‍ન પહેલાં સેક્સ માણવાથી ચિંતા, અફસોસ અને ડરનો સામનો કરવો પડે છે. જ્યારે કે લગ્‍ન પછી સેક્સ માણવાથી, એ બધું નહિ સહેવું પડે.—નીતિવચનો ૭:૨૨, ૨૩; ૧ કોરીંથી ૭:૩.

તમને શું લાગે છે?

  • તમને સાચો પ્રેમ કરનાર શું તમારાં શરીર અને લાગણીઓને જોખમમાં મૂકશે?

  • તમારી સંભાળ રાખનાર શું એવું કંઈ કરવા લલચાવશે, જેનાથી યહોવા સાથેનો તમારો સંબંધ જોખમમાં મુકાય?—હિબ્રૂ ૧૩:૪.

ફક્ત છોકરીઓ માટે

એક યુવાન છોકરી બેસીને વિચાર કરે છે

ઘણા છોકરાઓએ કહ્યું છે કે પોતે સેક્સ માણ્યું હોય, એવી છોકરીઓ સાથે ક્યારેય લગ્‍ન નહિ કરે. એનું શું કારણ? તેઓને સંસ્કારી છોકરી જોઈએ છે!

શું એનાથી તમને નવાઈ લાગે છે? શું ગુસ્સો આવે છે? તો આ યાદ રાખો: ટીવી અને ફિલ્મો ટીનએજ સેક્સને રોમાંચક બતાવે છે. એને એ રીતે રજૂ કરવામાં આવે છે કે એમાં નુકસાન નહિ, પણ મજા જ મજા છે. અરે, એને સાચો પ્રેમ કહેવામાં આવે છે!

પરંતુ, છેતરાશો નહિ! જેઓ મીઠી મીઠી વાતો કરીને તમને લગ્‍ન પહેલાં સેક્સ માણવા લલચાવે છે, તેઓ પોતાનો જ સ્વાર્થ જોતા હોય છે.—૧ કોરીંથી ૧૩:૪, ૫.

ફક્ત છોકરાઓ માટે

એક યુવાન છોકરો બેસીને વિચાર કરે છે

તમે ડેટિંગ કરતા હો તો, વિચાર કરો: ‘શું મને મારી ગર્લફ્રેન્ડની ખરેખર ચિંતા છે?’ જો હોય, તો તમે એ કઈ રીતે બતાવી શકો? ઈશ્વરના નિયમોને હિંમતથી વળગી રહો, લાલચો ટાળવાની સમજણ રાખો અને ગર્લફ્રેન્ડનું ભલું કરવાનો પ્રેમ કેળવો.

તમારામાં આવા ગુણો હશે તો, તમારી ગર્લફ્રેન્ડની લાગણીઓ કેવી હશે? તે વફાદાર શૂલ્લામી છોકરી જેવું અનુભવશે: “મારો પ્રીતમ મારો જ છે, ને હું પણ તેની જ છું.” (ગીતોનું ગીત ૨:૧૬) તે તમને હજુ પણ વધારે ચાહશે!

ટિપ્સ

માનો કે સેક્સ માટે કોઈ આમ કહીને લલચાવે કે, “તું મને પ્રેમ કરતી હોય તો તું મને સાથ આપીશ!” તો હિંમતથી કહો કે, “તું મને પ્રેમ કરતો હોય તો તું એવી માંગ નહિ કરે!”

છોકરા-છોકરીએ એકબીજા સાથેના વર્તનમાં આ નિયમ પાળવો સારો છે: જો લાગે કે તમે જે કરો છો એ મમ્મી-પપ્પાને નહિ ગમે, તો એ ન કરો.

મારો નિર્ણય

  • જો કોઈ સેક્સ માટે ઑફર કરે તો તમે શું કરશો?

  • કેવા સંજોગોમાં ના કહેવું વધારે અઘરું લાગી શકે?

  • એવા સંજોગોથી તમે કઈ રીતે દૂર રહી શકો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો