મંડળમાં સાહિત્યનો ઢગલો કરવાને બદલે એને વાપરો
ઘણા મંડળોમાં ઢગલાબંધ સાહિત્ય એમને એમ પડ્યું હોય છે. જો તમારા મંડળમાં એવું હોય તો તમે શું કરી શકો? તમે પોતાની લાઇબ્રેરી માટે પ્રતો મેળવી શકો. કદાચ તમારી પાસે વૉચટાવર લાઈબ્રેરી સીડી રોમ હશે. તોપણ છાપેલું પુસ્તક રાખવાથી ફાયદો થશે. એ ઉપરાંત, અંગ્રેજી વાંચી શકતા નથી તેઓ પાસે પોતાની ભાષામાં સાહિત્ય હોય તો, અભ્યાસ કરવા ઉપયોગી બનશે. શું તમારો બાઇબલ વિદ્યાર્થી સત્યમાં પ્રગતિ કરી રહ્યો છે? જો એમ હોય તો, તેને જૂના સાહિત્યની પ્રત મેળવવા અને પોતાની લાઇબ્રેરી બનાવવાનું ઉત્તેજન આપો. દેવશાહી સેવા શાળા નિરીક્ષકે ખાતરી કરવી જોઈએ કે મંડળ પાસે સ્ટોકમાં હોય એ જૂનું સાહિત્ય રાજ્યગૃહની લાઇબ્રેરીમાં પણ હોય. જૂનું સાહિત્ય હજુ એટલું જ મૂલ્યવાન છે. તેથી મંડળમાં એ સાહિત્ય પડ્યું રહે એના બદલે એનો ઉપયોગ કરીએ તો કેટલું સારું થશે!