પોતાને રોકશો નહિ—શીખવી નહિ શકું એમ ન વિચારો
૧. અમુક ભાઈ-બહેનો બાઇબલ અભ્યાસ માટે પૂછવાનું કેમ ટાળે છે?
૧ બાઇબલ અભ્યાસ સારી રીતે ચલાવી નહિ શકો એમ વિચારીને શું તમે એ પૂછવાનું ટાળો છો? બાઇબલ સમયના અમુક ભક્તોને પણ એવું લાગ્યું હતું. જેમ કે, મુસા અને યિર્મેયાને પણ લાગ્યું હતું કે જે કામ સોંપાયું છે એ માટે પોતે યોગ્ય નથી. (નિર્ગ. ૩:૧૦, ૧૧; ૪:૧૦; યિર્મે. ૧:૪-૬) એ બતાવે છે કે આવી લાગણીઓ થવી સામાન્ય છે. આ લાગણીઓ પર કઈ રીતે જીત મેળવી શકાય?
૨. ઘર ઘરના પ્રચાર કામથી જ કેમ સંતોષ ન માની લેવો જોઈએ?
૨ હંમેશાં યાદ રાખીએ કે યહોવા આપણને ક્યારેય ગજા બહારનું કામ સોંપશે નહિ. (ગીત. ૧૦૩:૧૪) એટલે ‘શિષ્યો બનાવાનું’ અને તેઓને ‘શિક્ષણ આપવાનું’ કામ આપણે ચોક્કસ કરી શકીએ છીએ. (માથ. ૨૮:૧૯, ૨૦) યહોવાએ એ લહાવો વધારે અનુભવી કે ઘણી આવડતો ધરાવે છે તેઓને જ આપ્યો નથી. (૧ કોરીં. ૧:૨૬, ૨૭) તેથી, ઘર ઘરના પ્રચાર કામથી જ સંતોષ ન માની લઈએ. તેમ જ બીજાઓને બાઇબલ અભ્યાસ આપવાને બદલે પોતે એ ચલાવીએ.
૩. યહોવાએ કઈ રીતે આપણને બાઇબલ અભ્યાસ ચલાવવા માટે યોગ્ય બનાવ્યા છે?
૩ યહોવા આપણને યોગ્ય બનાવે છે: શિષ્ય બનાવવાના કામ માટે યહોવા આપણને યોગ્ય બનાવે છે. (૨ કોરીં. ૩:૫) દુનિયાના સૌથી વધારે ભણેલા લોકો પણ નથી જાણતા એવાં બાઇબલ સત્યો યહોવાએ આપણને તેમના સંગઠન દ્વારા શીખવ્યાં છે. (૧ કોરીં. ૨:૭, ૮) મહાન શિક્ષક ઈસુની શીખવવાની રીતોને આપણા માટે યહોવાએ બાઇબલમાં નોંધાવી રાખી છે. યહોવા આપણને મંડળ દ્વારા નિયમિત તાલીમ આપી રહ્યા છે. એ ઉપરાંત, બાઇબલ અભ્યાસમાં શું શીખવવું એ માહિતી પણ તેમણે પૂરી પાડી છે. તેમણે બાઇબલ શું શીખવે છે? જેવું પુસ્તક આપ્યું છે, જેની મદદથી બાઇબલ સત્યને સહેલાઈથી સમજાવી શકાય. આમ, બાઇબલ અભ્યાસ ચલાવવો લાગે એટલો મુશ્કેલ નથી.
૪. યહોવા મદદ કરશે એવી ખાતરી કેમ રાખી શકીએ?
૪ યહોવાની મદદથી મુસા અને યિર્મેયા પોતાને સોંપાયેલું કામ પૂરું કરી શક્યા. (નિર્ગ. ૪:૧૧, ૧૨; યિર્મે. ૧:૭, ૮) આપણે પણ પ્રાર્થના દ્વારા યહોવા પાસેથી મદદ માંગી શકીએ છીએ. બાઇબલ અભ્યાસ ચલાવીને આપણે લોકોને યહોવા વિશે શીખવીએ છીએ. એમ કરીને આપણે યહોવાને ખુશ કરીએ છીએ. (૧ યોહા. ૩:૨૨) તેથી, ચાલો બાઇબલ અભ્યાસ ચલાવવાનો ધ્યેય બાંધીએ. પ્રચાર કામનું એ પાસું ખૂબ આનંદ અને આશિષ આપનારું છે.