બાઇબલમાં રહેલો ખજાનો | યિર્મેયા ૨૨-૨૪
શું તમારી પાસે યહોવાને ‘ઓળખનારું હૃદય’ છે?
યહોવાએ લોકોને અંજીર સાથે સરખાવ્યા
બાબેલોનના બંદીવાસમાંથી આવેલા વફાદાર યહુદીઓ સારા અંજીર જેવા હતા
બેવફા રાજા સિદકીયાહ અને એના જેવા બીજા લોકો બગડી ગયેલા અંજીર જેવા હતા, કારણ કે તેઓ ખરાબ કામ કર્યાં હતાં
યહોવાને ‘ઓળખનારું હૃદય’ કઈ રીતે કેળવી શકીએ?
બાઇબલમાંથી અભ્યાસ કરીશું અને એનાં વચનો લાગુ પાડીશું તો, યહોવા આપણને તેમને ‘ઓળખનારું હૃદય’ આપશે
આપણે પ્રમાણિક રીતે પોતાના દિલની પરખ કરવી જોઈએ. અને યહોવા સાથેના સંબંધને જોખમમાં મૂકે એવાં વલણ અને ઇચ્છાઓને જડમૂળથી ઉખેડી નાંખવા જોઈએ