બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૧૨-૧૩
ઘઉં અને કડવા દાણાનું દૃષ્ટાંત
ઈસુએ ઘઉં અને કડવા દાણાનું દૃષ્ટાંત આપીને બતાવ્યું કે કઈ રીતે અને ક્યારે તે અભિષિક્તોને આ દુનિયામાંથી એકઠા કરશે, જેની શરૂઆત સાલ ૩૩માં થઈ હતી.
‘એક માણસે પોતાના ખેતરમાં સારાં બી વાવ્યાં’
વાવનાર: ઈસુ ખ્રિસ્ત
સારાં બી વાવવામાં આવ્યાં: ઈસુના શિષ્યોને પવિત્ર શક્તિ દ્વારા અભિષિક્ત કરવામાં આવે છે
ખેતર: માણસજાતની દુનિયા
‘રાત્રે બધા સૂતા હતા ત્યારે, તેનો દુશ્મન આવ્યો અને ઘઉંમાં કડવા છોડનાં બી વાવી ગયો’
દુશ્મન: શેતાન
બધા સૂતા હતા: પ્રેરિતોનું મરણ
“કાપણી સુધી એ બંનેને ઊગવા દો”
ઘઉં: અભિષિક્ત ખ્રિસ્તીઓ
કડવા છોડ: કહેવાતા ખ્રિસ્તીઓ
“પહેલા કડવા છોડને ભેગા કરો; પછી ઘઉંને મારા કોઠારમાં ભરો”
કાપણી કરનારાઓ/મજૂરો: સ્વર્ગદૂતો
ભેગા કરવામાં આવેલા કડવા છોડ: કહેવાતા ખ્રિસ્તીઓને સાચા ખ્રિસ્તીઓથી અલગ કરવામાં આવ્યા
કોઠારમાં ભરવું: અભિષિક્ત ખ્રિસ્તીઓને એક શુદ્ધ મંડળ તરીકે એકઠા કરવામાં આવ્યા
કાપણીનો સમય શરૂ થયો ત્યારે, સાચા ખ્રિસ્તીઓ કઈ રીતે કહેવાતા ખ્રિસ્તીઓથી અલગ તરી આવ્યા?
આ દૃષ્ટાંત સમજવાથી મને કઈ રીતે લાભ થઈ શકે?