અભ્યાસ માટે સૂચન
નવી દુનિયા ભાષાંતર બાઇબલની એક ખાસિયતનો પૂરો ઉપયોગ કરો
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર બાઇબલની એક ખાસિયત છે. તમે જોયું હશે કે કોઈ શબ્દ ઉપર એક અંગ્રેજી મૂળાક્ષર હોય છે. એમાં વધારે માહિતી આપતી બીજી કલમો છે, જે એ કલમ કે બનાવ સાથે જોડાયેલી છે. એનાથી જોઈ શકાય છે કે બાઇબલની કલમો એકબીજાના સુમેળમાં છે. બીજી કલમો શોધવા તમે શું કરી શકો? છાપેલી પ્રતમાં તમને વચ્ચે કે બાજુમાં કલમોની યાદી જોવા મળશે. શબ્દ ઉપર જે મૂળાક્ષર આપ્યો છે, એને યાદીમાં શોધો. jw.org પર અથવા JW લાઇબ્રેરી એપમાં એ મૂળાક્ષર પર ક્લિક કરવાથી એને લગતી કલમો ખૂલી જશે.
અંગ્રેજી મૂળાક્ષરોમાં તમને આવી કલમો જોવા મળશે:
સરખા અહેવાલો: કલમ બતાવે છે કે બાઇબલના બીજા પુસ્તકમાં એ અહેવાલ ક્યાં આપ્યો છે. દાખલા તરીકે, ૨ શમુએલ ૨૪:૧ અને ૧ કાળવૃત્તાંત ૨૧:૧ જુઓ.
ટાંકેલા શબ્દો: કલમ બતાવે છે કે ટાંકેલા શબ્દો કે વાક્યો બાઇબલમાં પહેલી વાર ક્યાં લખાયાં હતાં. દાખલા તરીકે, માથ્થી ૪:૪ અને પુનર્નિયમ ૮:૩ જુઓ.
પૂરી થયેલી ભવિષ્યવાણી: કલમ બતાવે છે કે કોઈ ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ. દાખલા તરીકે, માથ્થી ૨૧:૫ અને ઝખાર્યા ૯:૯ જુઓ.