યહોવાના સાક્ષીઓ ઘરે ઘરે કેમ જાય છે?
ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું કે તેઓ ‘બધા દેશના લોકોને શિષ્યો બનાવે.’ (માથ્થી ૨૮:૧૯, ૨૦) જ્યારે ઈસુએ પોતાના શિષ્યોને મોકલ્યા હતા, ત્યારે માર્ગદર્શન આપ્યું હતું કે તેઓ લોકોના ઘરે ઘરે જાય. (માથ્થી ૧૦:૭, ૧૧-૧૩) ઈસુના મરણ પછી, પહેલી સદીના ખ્રિસ્તીઓ “જાહેરમાં અને ઘરે ઘરે” જઈને લોકોને સંદેશો જણાવતા હતા. (પ્રેરિતોનાં કાર્યો ૫:૪૨; ૨૦:૨૦) આજે અમે પણ પહેલી સદીના ખ્રિસ્તીઓના પગલે ચાલીએ છીએ. જોવા મળ્યું છે કે ઘરઘરનું પ્રચારકામ, એ લોકો સુધી પહોંચવાની એક સારી રીત છે.