ફૂટનોટ
a ઈસુએ કહ્યું, ‘તમારા આકાશમાંના બાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થાવ.’ (માથ. ૫:૪૮) એનો અર્થ એવો નથી કે આપણે યહોવાહની જેમ બધી જ રીતે સંપૂર્ણ બની જઈશું. (ગીત. ૧૮:૩૦) ઈસુ જાણતા હતા કે ભલે આપણે ભૂલો કરીએ છીએ, તોપણ યહોવાહની જેમ બધાને પૂરા દિલથી પ્રેમ કરી શકીએ છીએ.