ફૂટનોટ
b શબ્દોની સમજ: મેલીવિદ્યા એટલે દુષ્ટ દૂતો સાથે જોડાયેલી માન્યતાઓ અને એવાં કામો. એમાં આવી માન્યતાનો સમાવેશ થાય છે: મરણ પછી વ્યક્તિનો આત્મા બીજે ક્યાંક જાય છે. એ આત્મા કોઈ વ્યક્તિ કે માધ્યમ દ્વારા માણસો સાથે વાત કરે છે. મેલીવિદ્યામાં ભવિષ્ય ભાખવાનો અને જંતરમંતર કરવાનો પણ સમાવેશ થાય છે. આ લેખમાં અલૌકિક કે માણસો પાસે નથી એવી શક્તિ વિશે જણાવવા જાદુવિદ્યા શબ્દનો ઉપયોગ થયો છે. એમાં મૂઠ મારવી, વશીકરણ કરવું અને એમાંથી છોડાવવું પણ આવી જાય છે. મનોરંજન માટે કરવામાં આવતી હાથચાલાકીનો એમાં સમાવેશ થતો નથી.