ફૂટનોટ
a આજે દુનિયામાં લોકો સલાહ આપવા હંમેશાં તૈયાર હોય છે. પણ યહોવા પાસેથી મળતી બુદ્ધિ તેઓની સલાહ કરતાં ઘણી ચઢિયાતી છે. નીતિવચનોના પુસ્તકમાં એક સરસ વાત જણાવી છે કે ખરી બુદ્ધિ ચોકમાં પોકાર કરે છે. આ લેખમાં જોઈશું કે એનો શું અર્થ થાય. આપણે આ સવાલોના જવાબ પણ મેળવીશું: આપણે ખરી બુદ્ધિ કઈ રીતે મેળવી શકીએ? અમુક લોકો કેમ બુદ્ધિની વાતો સાંભળતા નથી? બુદ્ધિની વાતો પર ધ્યાન આપવાથી કેવા ફાયદા થશે?