પાઠ ૧૯
શું યહોવાના સાક્ષીઓ ઈસુના શિક્ષણ પ્રમાણે જીવે છે?
યહોવાના સાક્ષીઓ એ જ કરે છે, જે ઈસુએ શીખવ્યું હતું. અમે એવું શાના આધારે કહીએ છીએ? એ વિશે જાણવા ધ્યાન આપો કે અમારું શિક્ષણ શાના આધારે છે, અમે કેમ યહોવાના સાક્ષીઓ તરીકે ઓળખાઈએ છીએ અને અમે કઈ રીતે એકબીજાને પ્રેમ બતાવીએ છીએ.
૧. યહોવાના સાક્ષીઓનું શિક્ષણ શાના આધારે હોય છે?
ઈસુએ કહ્યું હતું: ‘ઈશ્વરનાં વચનો સત્ય છે.’ (યોહાન ૧૭:૧૭) ઈસુની જેમ યહોવાના સાક્ષીઓ પણ જે કંઈ શીખવે છે એ બાઇબલના આધારે હોય છે. ચાલો, યહોવાના સાક્ષીઓનો ઇતિહાસ જોઈએ. પહેલાં તેઓ બાઇબલ વિદ્યાર્થીઓ તરીકે ઓળખાતા હતા. આશરે ૧૮૭૦ની સાલમાં તેઓએ પોતે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. તેઓને બાઇબલમાંથી એવી ઘણી વાતો જાણવા મળી, જે ચર્ચના શિક્ષણથી એકદમ અલગ હતી. એટલે તેઓ બાઇબલમાં લખેલી વાતો માનવા લાગ્યા અને બીજાઓને પણ એ વિશે જણાવવા લાગ્યા.a
૨. અમે કેમ યહોવાના સાક્ષીઓ તરીકે ઓળખાઈએ છીએ?
યહોવા પોતાના લોકોને સાક્ષી કહે છે, કારણ કે તેઓ તેમના વિશે સત્ય જણાવે છે. (હિબ્રૂઓ ૧૧:૪–૧૨:૧) હજારો વર્ષ પહેલાં યહોવાએ પોતાના લોકોને કહ્યું હતું: “તમે મારા સાક્ષી છો.” (યશાયા ૪૩:૧૦ વાંચો.) ઈસુને પણ “વિશ્વાસુ સાક્ષી” કહેવામાં આવ્યા છે. (પ્રકટીકરણ ૧:૫) આમ, અમે ૧૯૩૧માં “યહોવાના સાક્ષીઓ” નામ અપનાવ્યું. એ નામથી ઓળખાવવું અમારા માટે એક લહાવો છે.
૩. યહોવાના સાક્ષીઓ કઈ રીતે ઈસુ જેવો પ્રેમ બતાવે છે?
ઈસુ પોતાના શિષ્યોને ખૂબ પ્રેમ કરતા હતા અને તેઓને પોતાનું કુટુંબ ગણતા હતા. (માર્ક ૩:૩૫ વાંચો.) એવી જ રીતે, યહોવાના સાક્ષીઓ ભલે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, તેઓ એક કુટુંબ છે અને તેઓમાં એકતા છે. એટલે તેઓ એકબીજાને ભાઈ-બહેનો કહીને બોલાવે છે. (ફિલેમોન ૧, ૨) તેઓ બાઇબલમાં આપેલી આ સલાહ પાળે છે: “સર્વ ભાઈઓને પ્રેમ બતાવો.” (૧ પિતર ૨:૧૭) યહોવાના સાક્ષીઓ ઘણી રીતોએ એકબીજાને પ્રેમ બતાવે છે. જેમ કે, કોઈ પણ દેશનાં ભાઈ-બહેનો પર મુશ્કેલી આવે ત્યારે સાક્ષીઓ તરત તેઓને મદદ કરે છે.
વધારે જાણો
યહોવાના સાક્ષીઓના ઇતિહાસ વિશે વધારે જાણો. અમે બાઇબલના શિક્ષણ પ્રમાણે ચાલીએ છીએ કે નહિ એની સાબિતીઓ જુઓ.
યહોવાના સાક્ષીઓનું શિક્ષણ બાઇબલને આધારે છે અને તેઓ બીજાઓને પણ એ વિશે જણાવે છે
૪. અમારું શિક્ષણ બાઇબલને આધારે છે
યહોવાએ ભાખ્યું હતું કે અંતના સમયે બાઇબલની સમજણ વધતી ને વધતી જશે. દાનિયેલ ૧૨:૪ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
ઈશ્વરના લોકો બાઇબલનો ખંતથી અભ્યાસ કરતા રહે તેમ, શાની “વૃદ્ધિ” થવાની હતી?
ધ્યાન આપો કે ચાર્લ્સ રસેલ અને બીજા બાઇબલ વિદ્યાર્થીઓ કઈ રીતે બાઇબલમાંથી અભ્યાસ કરતા હતા. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.
બાઇબલ વિદ્યાર્થીઓ કઈ રીતે બાઇબલમાંથી અભ્યાસ કરતા?
જાણવા જેવું
અમુક વાર અમે અમારા શિક્ષણમાં સુધારો કર્યો છે. શા માટે? જેમ સૂરજ ઊગે છે અને એનો પ્રકાશ ધીરે ધીરે ફેલાય છે, તેમ ઈશ્વર પણ બાઇબલની સમજ ધીરે ધીરે આપે છે. (નીતિવચનો ૪:૧૮ વાંચો.) બાઇબલ નથી બદલાતું, પણ જેમ જેમ એના વિશે વધારે સમજણ મળે છે, તેમ તેમ અમે અમારા શિક્ષણમાં સુધારો કરીએ છીએ.
૫. અમે યહોવા વિશેનું સત્ય જણાવીએ છીએ
અમે કેમ યહોવાના સાક્ષીઓ નામ પસંદ કર્યું? વીડિયો જુઓ. પછી આ સવાલની ચર્ચા કરો.
અમે પોતાને યહોવાના સાક્ષીઓ કહીએ છીએ, એ કેમ યોગ્ય છે?
યહોવાએ અમુક લોકોને પોતાના સાક્ષી બનવા પસંદ કર્યા, જેથી તેઓ લોકોને યહોવા વિશેનું સત્ય જણાવે. એ એટલા માટે જરૂરી છે, કારણ કે ઘણા લોકોએ તેમના વિશે જૂઠી વાતો ફેલાવી છે. ચાલો એવી બે જૂઠી વાતો જોઈએ.
અમુક ધર્મગુરુઓ આવું શીખવે છે: ઈશ્વર પોતે ચાહે છે કે તમે મૂર્તિઓ દ્વારા તેમની ભક્તિ કરો. પણ શું એ સાચું છે? લેવીય ૨૬:૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
આ કલમ પ્રમાણે યહોવાને મૂર્તિઓ વિશે કેવું લાગે છે?
અમુક ધર્મગુરુઓ શીખવે છે કે ઈસુ જ ઈશ્વર છે. પણ શું એ સાચું છે? યોહાન ૨૦:૧૭ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
આ કલમ પ્રમાણે શું ઈસુ જ ઈશ્વર છે?
યહોવાએ પોતાના વિશે અને ઈસુ વિશે સત્ય જણાવવા પોતાના સાક્ષીઓને મોકલ્યા છે. એ વિશે જાણીને તમને કેવું લાગે છે?
૬. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ
બાઇબલમાં ખ્રિસ્તીઓને શરીરનાં અલગ અલગ અંગો સાથે સરખાવવામાં આવ્યા છે. ૧ કોરીંથીઓ ૧૨:૨૫, ૨૬ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
મંડળમાં કોઈ ભાઈ કે બહેન તકલીફમાં હોય, ત્યારે બીજાં ભાઈ-બહેનોએ શું કરવું જોઈએ?
તમે કઈ રીતે કહી શકો કે યહોવાના સાક્ષીઓ એકબીજાને પ્રેમ કરે છે?
એક દેશના યહોવાના સાક્ષીઓ તકલીફમાં હોય ત્યારે આખી દુનિયાના યહોવાના સાક્ષીઓ તરત તેઓની મદદ કરે છે. એવું જ કંઈક હૈતી નામના દેશમાં થયું હતું. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો.
વાવાઝોડા પછી યહોવાના સાક્ષીઓએ કઈ રીતે એકબીજાને મદદ કરી?
મુશ્કેલીના સમયે યહોવાના સાક્ષીઓ એકબીજાને મદદ કરે છે
અમુક લોકો કહે છે: “યહોવાના સાક્ષીઓનો તો નવો નવો ધર્મ છે. એ લોકો તો હજી હમણાં આવ્યા.”
યહોવા ક્યારથી પોતાના લોકોને સાક્ષીઓ કહે છે?
આપણે શીખી ગયા
યહોવાના સાક્ષીઓ ઈસુના શિક્ષણ પ્રમાણે જીવે છે. તેઓ એક કુટુંબની જેમ હળી-મળીને રહે છે. તેઓનું શિક્ષણ બાઇબલને આધારે છે. તેઓ બીજાઓને યહોવા વિશે સત્ય શીખવે છે.
તમે શું કહેશો?
અમે કેમ યહોવાના સાક્ષીઓ નામ પસંદ કર્યું?
યહોવાના સાક્ષીઓ કઈ રીતે એકબીજાને પ્રેમ બતાવે છે?
શું તમને લાગે છે કે યહોવાના સાક્ષીઓ ઈસુના શિક્ષણ પ્રમાણે જીવે છે?
વધારે માહિતી
યહોવાના સાક્ષીઓના ઇતિહાસ વિશે જાણો.
યહોવાના સાક્ષીઓ—શ્રદ્ધાનો અજોડ દાખલો, ભાગ ૧: અંધકારમાંથી છુટકારો (૧:૦૦:૫૩)
યહોવાના સાક્ષીઓએ કઈ રીતે ખોટું શિક્ષણ ખુલ્લું પાડ્યું? એવો એક દાખલો જોવા આ વીડિયો જુઓ.
યહોવાના સાક્ષીઓ વિશે તમારા મનમાં ઘણા સવાલો હશે. શું તમારે એના જવાબો જાણવા છે?
“યહોવાના સાક્ષીઓ વિશે વારંવાર પૂછાતા સવાલો” (jw.org/gu પર આપેલા લેખો)
સ્ટીવનને બીજી જાતિના લોકો જરાય ગમતા ન હતા. તે તેઓને ખૂબ મારતા હતા. જાણો કે યહોવાના સાક્ષીઓને મળ્યા પછી તેમણે કેમ પોતાનામાં ફેરફાર કર્યા.
a ૧૮૭૯થી અમે અમારું મુખ્ય મૅગેઝિન ચોકીબુરજ બહાર પાડીએ છીએ, જેથી લોકોને બાઇબલના વિચારો સમજાવી શકીએ.