-
પ્રેમ વિનાના લગ્નમાં ફસાયાસજાગ બનો!—૨૦૦૧ | એપ્રિલ ૮
-
-
પ્રેમ વિનાના લગ્નમાં ફસાયા
“મોટા પ્રમાણમાં છૂટાછેડા થતા હોય એવા સમાજમાં લગ્નો નિષ્ફળ જતા હોય છે એટલું જ નહિ, પરંતુ બીજા લગ્નોમાં પણ સુખ-શાંતિ ન હોય એવા યુગલોની સંખ્યા વધતી જાય છે.”—કાઉન્સિલ ઓન ફૅમિલીસ ઇન અમેરિકા.
ક હેવામાં આવે છે કે જીવનમાં મોટા ભાગનું સુખ અને મોટા ભાગનું દુઃખ એક જ જગ્યાએથી આવે છે—એ છે લગ્ન. ખરેખર, જીવનમાં એવી બહુ જ ઓછી બાબત છે કે જે અતિશય આનંદ કે અતિશય દુઃખ આપી શકે. અહીં આપેલું બૉક્સ બતાવે છે તેમ, ઘણા યુગલો ઘણું દુઃખ સહન કરી રહ્યાં છે.
પરંતુ છૂટાછેડાના આંકડાઓ સમસ્યાઓના માત્ર એક ભાગને જ બતાવે છે. કેમ કે કેટલાક લગ્નો સાવ નિષ્ફળ જઈને છૂટાછેડામાં પરિણમે છે જ્યારે અમુક લગ્નો સમસ્યાઓ હોવાના કારણે માંડ માંડ ટકી રહે છે. એ વિષે કોણ જાણે છે? લગભગ ૩૦ વર્ષથી પરિણીત એક સ્ત્રીએ દિલ ખોલીને જણાવ્યું, “અમારું કુટુંબ સુખી હતું, પરંતુ છેલ્લા ૧૨ વર્ષથી પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ છે. મારા પતિને મારી લાગણીઓની કંઈ જ પડી નથી. એ મારી લાગણીઓનો કટ્ટર દુશ્મન છે.” એવી જ રીતે, ૨૫ વર્ષના લગ્નજીવન પછી, એક પતિ શોક કરતા કહે છે: “મારી પત્નીએ મને કહ્યું કે તે હવે મને પ્રેમ કરતી નથી. તે કહે છે કે આપણે ફક્ત સાથે જ રહીશું, પરંતુ એકબીજાની બાબતોમાં માથું નહિ મારીએ.”
અલબત્ત, કેટલાક તંગ પરિસ્થિતિમાં છૂટાછેડા લે છે. તેમ છતાં, ઘણા છૂટાછેડા લેવાનો વિચાર સુદ્ધાં કરતાં નથી. શા માટે? ડૉ. કારસેન કાઈસર અનુસાર સમાજનો, મિત્રોનો, સગાંઓનો, ધાર્મિક માન્યતાઓ ડર તથા બાળકોના ભવિષ્યની અને આર્થિક ચિંતાના કારણે પતિ-પત્ની વચ્ચે પ્રેમ ન હોય તોપણ તેઓ ભેગાં રહે છે. તે કહે છે, “કાયદાકીય રીતે છૂટાછેડા લેવા અશક્ય હોવાથી, આવા યુગલો માનસિક રીતે છૂટાછેડા આપેલા પોતાના સાથી સાથે રહેવાનું પસંદ કરે છે.”
એકમેક માટેનો પ્રેમ ઠંડો પડી ગયો હોય એવા યુગલો શું જીવનમાં સંતોષ મેળવી શકે? શું લગ્નમાં પ્રેમ ન હોય તો છૂટાછેડા લેવા જોઈએ? અનુભવો પુરવાર કરે છે કે આવા તેમ જ પ્રેમ વગરના લગ્નો પણ બચાવી શકાય છે. (g01 1/8)
-
-
શા માટે પ્રેમ ઠંડો પડી જાય છે?સજાગ બનો!—૨૦૦૧ | એપ્રિલ ૮
-
-
શા માટે પ્રેમ ઠંડો પડી જાય છે?
“એવું લાગે છે કે પ્રેમ કરવો સહેલું છે પણ એને નિભાવવો મુશ્કેલ છે.” —ડૉ. કારેન કાઈસર.
લગ્નમાં પ્રેમ ઓછો થતો જાય છે એમાં કંઈ આશ્ચર્ય નથી. લગ્ન સંબંધ બહુ નાજુક હોય છે. વળી, મોટા ભાગના લોકો કોઈ પણ પ્રકારની તૈયારી વગર લગ્ન કરતા હોય છે. ડૉ. ડીન એસ. એડેલ અવલોકે છે કે, “વ્યક્તિને વાહન ચલાવવાનું લાઇસન્સ જોઈતું હોય તો, તેને વાહન ચલાવતા આવડે છે કે નહિ એ જોવામાં આવે છે. પરંતુ, લગ્નનું સર્ટિફિકેટ મેળવવું હોય તો, એ ફક્ત સહી કરવાથી મળી જાય છે.”
તેથી, આજે સાચે જ બહુ ઓછા લગ્નો સુખી જોવા મળે છે. એક અથવા બંને લગ્ન સાથી બહુ મોટી મોટી આશાઓ સાથે લગ્ન કરે છે. પરંતુ તેઓને સંબંધ ટકાવી રાખતા આવડતું નથી. ડૉ. હેરી રીસે સમજાવે છે કે, “લોકો પહેલી વાર એકમેકને ઓળખતા થાય છે ત્યારે, તેઓ એકબીજા પર આંધળો ભરોસો કરતા હોય છે.” તેઓને એવું લાગે છે કે પોતાના સાથી જ “આખી પૃથ્વી પર એક એવી વ્યક્તિ છે કે જે પોતાના જેવું જ વિચારે છે. પરંતુ સમય જતા એ પ્રેમ ઠંડો પડી જાય છે ત્યારે, એ લગ્ન માટે જોખમકારક બને છે.”
આનંદની વાત છે કે બધા જ લગ્નો એ હદ સુધી પહોંચતા નથી. પરંતુ કેટલાકનો પ્રેમ કયા કારણોસર ઠંડો પડી જાય છે એ ટૂંકમાં તપાસીએ.
હતાશા “મેં વિચાર્યું હતું એમ ન હતું”
રોઝી કહે છે, “મેં જીમ સાથે લગ્ન કર્યા ત્યારે, મને લાગ્યું કે અમે રાજકુમાર અને રાજકુમારી છીએ, અમે એકબીજા માટે જ બન્યા છીએ.” પરંતુ થોડા સમય પછી, રોઝીનો “રાજકુમાર” તેને એટલો આકર્ષક લાગતો ન હતો. તે કહે છે, “મેં એકદમ હતાશ થઈને તેમની સાથે છૂટાછેડા લીધા.”
ઘણી ફિલ્મો, પુસ્તકો અને પ્રખ્યાત ગીતો પ્રેમનું કાલ્પનિક વર્ણન કરે છે. લગ્ન પહેલાં એકબીજાને મળતા સ્ત્રી અને પુરુષને એવું લાગી શકે કે તેઓનું સ્વપ્ન સાકાર થયું છે. પરંતુ લગ્નનાં થોડા વર્ષો પછી, તેઓનું સ્વપ્ન ભાંગીને ચૂર થઈ ગયું હોય એમ લાગે છે! પ્રેમકથાની જેમ લગ્નમાં રોમાંસ ન હોય તો, એ સદંતર નિષ્ફળ ગયું હોય એમ લાગી શકે.
અલબત્ત, લગ્નમાં અમુક અપેક્ષાઓ રાખવી યોગ્ય છે. દાખલા તરીકે, વ્યક્તિ પોતાના સાથી પાસેથી પ્રેમ, કાળજી અને એકમેકને મદદ કરવાની આશા રાખે એ યોગ્ય છે. તોપણ, અમુક સમયે તો આ ઇચ્છાઓ પણ પૂરી થતી નથી. ભારતની એક યુવાન કન્યા, મીના કહે છે, “મને તો લાગતું જ નથી કે મારું લગ્ન થયું હોય, મને એકલવાયાપણાની તેમ જ તરછોડી દીધાની લાગણી થાય છે.”
વિરોધાભાસ “અમારામાં કંઈ મનમેળ નથી”
એક સ્ત્રી કહે છે, “હું અને મારા પતિ હંમેશા વિરુદ્ધમાં હોઈએ છીએ. અમારો એક પણ દિવસ એવો નથી જતો કે મેં તેમની સાથે લગ્ન કર્યાનો અફસોસ વ્યક્ત ન કર્યો હોય. અમારું ખરેખર કજોડું છે.”
-
-
શું કોઈ આશાનું કિરણ છે?સજાગ બનો!—૨૦૦૧ | એપ્રિલ ૮
-
-
શું કોઈ આશાનું કિરણ છે?
“દુઃખી લગ્ન સાથીઓ એવું માની લે છે કે હવે બાબતો ક્યારેય થાળે નહિ પડે, એ એક મોટી સમસ્યા છે. આ પ્રકારની માન્યતા ધરાવનાર પરિસ્થિતિને સુધારતા અટકાવે છે. એના લીધે તમને બાબતો થાળે પાડવા કોઈ પ્રોત્સાહન મળતું નથી.” —ડૉ. એરન ટી. બૅક.
કલ્પના કરો કે તમે કોઈક દુખાવાના કારણે ડૉક્ટર પાસે જાવ છો. તમે ચિંતાતુર હોવ એ સ્વાભાવિક છે, કેમ કે તમારું સ્વાસ્થ્ય, અરે તમારું જીવન પણ જોખમમાં છે. પરંતુ ધારો કે તમને તપાસ્યા પછી ડૉક્ટર જણાવે કે તમને ગંભીર બીમારી છે. તેમ છતાં ગભરાવાની કોઈ જરૂર નથી, એની સારવાર થઈ શકે એમ છે. ડૉક્ટર તમને કહે છે કે તમે તમારા ખોરાક અને કસરતમાં થોડી કાળજી રાખશો તો, સાજા થઈ જશો. ખરેખર તમે તેમના બહુ આભારી થશો અને તેમની સલાહને કાળજીપૂર્વક પાળશો.
આ જ બાબત આપણે ચર્ચી રહ્યા છીએ એ વિષય જેવી છે. શું તમારું લગ્નજીવન દુઃખથી ભરેલું છે? જોકે, દરેક લગ્નમાં સમસ્યાઓ અને મતભેદો તો રહેવાના જ. અને તમારા સંબંધમાં થોડી ઘણી મુશ્કેલીઓ આવે તો, એનો અર્થ એમ નથી કે તમારા લગ્નમાં હવે પ્રેમ રહ્યો નથી. પરંતુ, એવી પરિસ્થિતિ અમુક સપ્તાહો, મહિનાઓ કે વર્ષો સુધી ચાલે તો શું? તો એ ખરેખર ચિંતાની બાબત કહેવાય. કેમ કે આ કંઈ નાનીસૂની બાબત નથી. ખરેખર, તમારું લગ્નજીવન તમારા જીવનના દરેક પાસાંને અને તમારાં બાળકોને પણ અસર કરી શકે. દાખલા તરીકે, એવું માનવામાં આવે છે કે લગ્નમાં અશાંતિ હોય તો એ ઉદાસીનતા, કામમાં નિષ્ફળતા કે શાળામાં બાળકોનું નપાસ થવું જેવી સમસ્યાઓ લાવે છે. એટલું જ નહિ, ખ્રિસ્તીઓ જાણે છે કે તેઓનો પતિ કે પત્ની સાથે સારો સંબંધ નહિ હોય તો પરમેશ્વર સાથેના સંબંધમાં પણ અસર પડી શકે છે.—૧ પીતર ૩:૭.
તમારામાં મતભેદ હોય તો, એનો અર્થ એમ નથી કે પરિસ્થિતિ હાથમાંથી સરકી ગઈ છે. જોકે લગ્નમાં સમસ્યાઓ તો ચાલતી જ રહેશે. પરંતુ યુગલ સમસ્યાઓ પર મનન કરીને એનો ઉપાય શોધી શકે છે. આઈઝાક નામનો એક પતિ કહે છે: “મને ખબર ન હતી કે લગ્નમાં સુખ-દુઃખ પણ આવી શકે, મને તો થતું હતું કે અમારામાં જ કંઈક ખામી છે.”
હાલમાં તમારા લગ્નમાં પ્રેમ ન હોય તોપણ, એ ટકી શકે છે. હા, એ ખરું છે કે લાંબા સમયથી સમસ્યાઓ ચાલતી આવી હોય ત્યારે, તમને માનસિક રીતે ઘણું દુઃખ થયું હોય શકે. તેમ છતાં સમસ્યાઓ હલ થશે એવી ચોક્કસ આશા રહેલી છે અને એના માટે તૈયાર રહેવું જ જોઈએ.
-
-
તમારું લગ્ન ટકી શકે છે!સજાગ બનો!—૨૦૦૧ | એપ્રિલ ૮
-
-
તમારું લગ્ન ટકી શકે છે!
બાઇબલમાં પતિ અને પત્નીને મદદ કરી શકે એવી વિપુલ પ્રમાણમાં વ્યવહારું સલાહ આપવામાં આવી છે. એ માટે આશ્ચર્ય થવું જોઈએ નહિ, કારણ કે બાઇબલના રચનારે જ લગ્નની ગોઠવણ કરી છે.
બાઇબલમાં લગ્નનું ખરું ચિત્ર આપવામાં આવ્યું છે. એ બતાવે છે કે પતિ અને પત્નીને “દુઃખ થશે,” એટલે કે તેઓએ લગ્નજીવનમાં મુશ્કેલીઓ વેઠવી પડશે. (૧ કોરીંથી ૭:૨૮) પરંતુ બાઇબલ એ પણ બતાવે છે કે લગ્ન આનંદ અને અત્યાનંદ પેદા કરતું હોવું જોઈએ. (નીતિવચન ૫:૧૮, ૧૯) આ બે વિચારો કંઈ એકબીજાથી વિરોધાભાસી નથી. એ બતાવે છે કે ગંભીર સમસ્યાઓ હોવા છતાં, એક યુગલ ગાઢ અને પ્રેમાળ સંબંધ વિકસાવી શકે છે.
-