વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૦૨:૨૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ લાંબા સમય પહેલાં તમે પૃથ્વીના પાયા નાખ્યા હતા

      અને આકાશો તમારા હાથની રચના છે.+

  • યશાયા ૪૨:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૫ યહોવા સાચા ઈશ્વર અને આકાશોના સર્જનહાર છે.

      તે જ મહાન ઈશ્વર છે, જે આકાશોને ફેલાવે છે.+

      તેમણે પૃથ્વી અને એની પેદાશ બનાવી* છે.+

      તે પૃથ્વીના લોકોને જીવન આપે છે+

      અને જીવન ટકાવી રાખવા શ્વાસ આપે છે.+

      તે આવું કહે છે:

  • યશાયા ૪૫:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ સાચા ઈશ્વરે આકાશોની રચના કરી,+

      પૃથ્વીને ઘડી અને એને કાયમ ટકી રહેવા બનાવી.+

      તેમણે એને કંઈ એમ જ* બનાવી નથી, પણ રહેવા માટે બનાવી છે.+

      એ બધું બનાવનાર યહોવા કહે છે:

      “હું યહોવા છું અને બીજો કોઈ નથી.

  • રોમનો ૧:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ ઈશ્વરે જે રીતે દુનિયાને રચી છે, એનો વિચાર કરવાથી આપણે તેમના અદૃશ્ય ગુણો સમજી શકીએ છીએ. તેમણે બનાવેલી વસ્તુઓ પરથી જોઈ શકાય છે કે તે કેવા ઈશ્વર છે.+ એ સાબિતી આપે છે કે તેમની શક્તિનો કોઈ પાર નથી+ અને તે જ ઈશ્વર છે.+ હવે તેઓ પાસે ઈશ્વરમાં ન માનવાનું કોઈ બહાનું નથી.

  • હિબ્રૂઓ ૧:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ વધુમાં, શાસ્ત્ર કહે છે, “ઓ અમારા માલિક, શરૂઆતમાં તમે પૃથ્વીના પાયા નાખ્યા હતા અને આકાશો તમારા હાથની રચના છે.

  • પ્રકટીકરણ ૪:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ “હે યહોવા* અમારા ભગવાન! મહિમા,+ માન+ અને શક્તિ+ મેળવવા તમે જ યોગ્ય છો. તમે જ બધી વસ્તુઓ બનાવી.+ તમારી ઇચ્છાથી તેઓની રચના થઈ.”

  • પ્રકટીકરણ ૧૦:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ જે સદાને માટે જીવે છે+ અને જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર અને એમાંની બધી વસ્તુઓ ઉત્પન્‍ન કરી છે,+ તેમના સમ ખાઈને દૂતે કહ્યું: “હવે જરા પણ મોડું થશે નહિ.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો