જુલાઈ ૨૮–ઑગસ્ટ ૩
નીતિવચનો ૨૪
ગીત ૬૦ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. મુશ્કેલ સંજોગો માટે પોતાની હિંમત વધારો
(૧૦ મિ.)
વધારે જ્ઞાન અને ડહાપણ મેળવો (ની ૨૪:૫; w૨૩.૦૭ ૧૮ ¶૧૫)
નિરાશ હો ત્યારે પણ પ્રાર્થના કરતા રહો, દરરોજ બાઇબલ વાંચો અને સભાઓમાં જાઓ (ની ૨૪:૧૦; w૦૯ ૧૨/૧ ૧૯-૨૦ ¶૧૨-૧૩)
અડગ શ્રદ્ધા અને યહોવા માટેનો પ્રેમ મુશ્કેલ સંજોગોનો સામનો કરવા મદદ કરશે (ની ૨૪:૧૬; w૨૦.૧૨ ૧૫)
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
ની ૨૪:૨૭—આ નીતિવચનથી આપણને શું શીખવા મળે છે? (lv ૧૩૨-૧૩૩ ¶૧૩-૧૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ની ૨૪:૧-૨૦ (th અભ્યાસ ૧૧)
૪. વાત શરૂ કરો
(૨ મિ.) તક મળે ત્યારે પ્રચાર. તમે ખુશખબર જણાવો એ પહેલાં વાતચીત પૂરી થઈ જાય છે. (lmd પાઠ ૨ મુદ્દો ૪)
૫. વાત શરૂ કરો
(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. (lmd પાઠ ૩ મુદ્દો ૪)
૬. વાત શરૂ કરો
(૩ મિ.) જાહેરમાં પ્રચાર. વ્યક્તિને જણાવો કે બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે. પછી તેને બાઇબલમાંથી શીખવા માટેનું કોન્ટેક્ટ કાર્ડ આપો. (lmd પાઠ ૪ મુદ્દો ૩)
૭. ટૉક
(૩ મિ.) lmd વધારે માહિતી ક મુદ્દો ૧૧—વિષય: ભગવાને પોતાના વિચારો એક પુસ્તકમાં લખાવ્યા છે. (th અભ્યાસ ૬)
ગીત ૩૧
૮. મુશ્કેલીઓમાં એકબીજાને મદદ કરીએ
(૧૫ મિ.) ચર્ચા.
રોગચાળો, કુદરતી આફત, રાજકીય ઊથલ-પાથલ, યુદ્ધ અથવા સતાવણી જેવા અણધાર્યા સંજોગો ગમે ત્યારે ઊભા થઈ શકે છે. એવી મુશ્કેલી ઊભી થાય ત્યારે ભાઈ-બહેનો એકબીજાને મદદ કરે છે અને ઉત્તેજન આપે છે. ભલે એ મુશ્કેલી આપણા પર આવી ન હોય, પણ આપણે એ ભાઈ-બહેનોનું દુઃખ સમજીએ છીએ અને તેઓને મદદ કરવા પોતાનાથી બનતું કરીએ છીએ.—૧કો ૧૨:૨૫, ૨૬.
૧ રાજાઓ ૧૩:૬ અને યાકૂબ ૫:૧૬ખ વાંચો. પછી પૂછો:
બીજાઓ માટે કરેલી પ્રાર્થનામાં કેમ જોરદાર તાકાત હોય છે?
માર્ક ૧૨:૪૨-૪૪ અને ૨ કોરીંથીઓ ૮:૧-૪ વાંચો. પછી પૂછો:
ભલે આપણી પાસે બહુ પૈસા ન હોય અને ભાઈ-બહેનોને મદદ કરવા થોડું જ દાન આપી શકતા હોઈએ, તોપણ આપણે કેમ દાન આપતા અચકાવું ન જોઈએ?
પ્રતિબંધ હોવા છતાં ભાઈ-બહેનોની શ્રદ્ધા વધારવામાં આવી વીડિયો બતાવો. પછી પૂછો:
પૂર્વ યુરોપમાં આપણાં કામ પર પ્રતિબંધ હતો ત્યારે ત્યાંનાં ભાઈ-બહેનોને મદદ કરવા ઘણાએ શું જતું કર્યું?
પ્રતિબંધ હોવા છતાં ભાઈ-બહેનોએ કઈ રીતે ભેગા મળવાની અને એકબીજાને ઉત્તેજન આપવાની આજ્ઞા પાળી?—હિબ્રૂ ૧૦:૨૪, ૨૫
૯. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) lfb પાઠ ૪-૫