-
ઉત્પત્તિ ૪૨:૨૧, ૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ તેઓએ એકબીજાને કહ્યું: “આપણા ભાઈ યૂસફ સાથે આપણે જે રીતે વર્ત્યા હતા, એની જ આ સજા છે.+ આપણે તેને દુઃખમાં તડપતા જોયો હતો. તે આપણી પાસે દયાની ભીખ માંગતો હતો, પણ આપણે કાન બંધ કરી દીધા હતા. એટલે જ આ દુઃખ આપણા પર આવી પડ્યું છે.” ૨૨ ત્યારે રૂબેને જવાબ આપ્યો: “મેં તમને કહ્યું હતું ને, ‘છોકરાને ઈજા ન કરશો’? પણ તમે મારું સાંભળ્યું જ નહિ.+ હવે તેના લોહીનો બદલો આપણી પાસે માંગવામાં આવી રહ્યો છે.”+
-