૧૯ “પછી તું બીજો ઘેટો લે. હારુન અને તેના દીકરાઓ એ ઘેટાના માથા પર પોતાના હાથ મૂકે.+ ૨૦ ઘેટાને કાપ અને એનું થોડું લોહી લે. એ લોહી તું હારુન અને તેના દીકરાઓના જમણા કાનની બૂટ પર, જમણા હાથના અંગૂઠા પર અને જમણા પગના અંગૂઠા પર લગાવ. પછી એ લોહી વેદીની ચારે બાજુ છાંટ.