૩૧ “યાજકોને નિયુક્ત કરવાની વિધિ માટે ચઢાવેલા ઘેટાને તું લે અને પવિત્ર જગ્યામાં એનું માંસ બાફ.+૩૨ હારુન અને તેના દીકરાઓ ઘેટાનું માંસ અને ટોપલીમાં મૂકેલી રોટલી લે અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ખાય.+
૧૩ શું તમે નથી જાણતા કે પવિત્ર સેવા કરનારા માણસો મંદિરમાં આવતા અર્પણમાંથી ખાય છે? શું તમને નથી ખબર કે વેદી* આગળ નિયમિત સેવા કરનારા માણસો વેદી પરથી ભાગ મેળવે છે?+