-
લેવીય ૨૩:૩૪-૩૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૪ “ઇઝરાયેલીઓને કહે, ‘સાતમા મહિનાનો ૧૫મો દિવસ માંડવાનો તહેવાર* છે. એ તમે સાત દિવસ યહોવા માટે ઊજવો.+ ૩૫ પહેલા દિવસે તમે પવિત્ર સંમેલન રાખો અને એ દિવસે મહેનતનું કોઈ કામ ન કરો. ૩૬ સાત દિવસ તમે યહોવા માટે આગમાં ચઢાવવાનાં અર્પણો ચઢાવો. આઠમા દિવસે તમે પવિત્ર સંમેલન રાખો+ અને યહોવા માટે આગમાં અર્પણ ચઢાવો. એ ખાસ સંમેલન છે. એ દિવસે તમે મહેનતનું કોઈ કામ ન કરો.
-
-
પુનર્નિયમ ૧૬:૧૩-૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ “જ્યારે તમે તમારી ખળીનું* અનાજ ભેગું કરો અને તમારી ઊપજમાંથી તેલ અને દ્રાક્ષદારૂનો સંગ્રહ કરો, ત્યારે તમે સાત દિવસ સુધી માંડવાનો તહેવાર* ઊજવો.+ ૧૪ તહેવાર દરમિયાન તમે, તમારાં દીકરા-દીકરીઓ, તમારાં દાસ-દાસીઓ અને તમારાં શહેરોમાં રહેતાં લેવીઓ, પરદેશીઓ, અનાથો અને વિધવાઓ આનંદ કરો.+ ૧૫ યહોવા પસંદ કરે છે એ જગ્યાએ તમે તમારા ઈશ્વર યહોવા માટે સાત દિવસ સુધી તહેવાર ઊજવો,+ કેમ કે તમારા ઈશ્વર યહોવા તમારી સર્વ ઊપજ અને તમારાં સર્વ કામો પર આશીર્વાદ આપશે+ અને તમે પુષ્કળ આનંદ કરશો.+
-
-
નહેમ્યા ૮:૧૪-૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ તેઓને નિયમશાસ્ત્રમાંથી એ આજ્ઞા જાણવા મળી જે યહોવાએ મૂસા દ્વારા આપી હતી. એ આજ્ઞા મુજબ ઇઝરાયેલીઓએ સાતમા મહિનામાં તહેવાર* દરમિયાન માંડવાઓમાં રહેવાનું હતું+ ૧૫ અને બધાં શહેરો તેમજ આખા યરૂશાલેમમાં જાહેર કરવાનું હતું,+ “પહાડી વિસ્તારમાં જાઓ અને લખ્યું છે એ પ્રમાણે માંડવા બનાવવા જૈતૂન, ચીડ, મેંદી, ખજૂરી અને બીજાં ઝાડની પાંદડાંવાળી ડાળીઓ લઈ આવો.”
૧૬ તેથી લોકો ગયા અને પોતાના માટે માંડવા બનાવવા ડાળીઓ લઈ આવ્યા. તેઓએ પોતાના ઘરના ધાબા પર, પોતાનાં આંગણાંમાં, સાચા ઈશ્વરના મંદિરનાં આંગણાંમાં,*+ પાણી દરવાજાના ચોકમાં+ અને એફ્રાઈમના દરવાજાના+ ચોકમાં માંડવા ઊભા કર્યા. ૧૭ આમ ગુલામીમાંથી પાછા ફર્યા હતા એ લોકોએ* માંડવા બનાવ્યા અને એમાં રહેવા લાગ્યા. ઇઝરાયેલીઓએ એ તહેવાર નૂનના દીકરા યહોશુઆના+ સમયથી લઈને એ દિવસ સુધી આ રીતે ક્યારેય ઊજવ્યો ન હતો. તેથી બધે આનંદ આનંદ છવાઈ ગયો.+ ૧૮ તહેવારના પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી દરરોજ સાચા ઈશ્વરના નિયમશાસ્ત્રમાંથી વાંચવામાં આવ્યું.+ તેઓએ સાત દિવસ સુધી તહેવાર ઊજવ્યો અને નિયમશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આઠમા દિવસે ખાસ સંમેલન* રાખ્યું.+
-