૩૨ લેઆહ ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ રૂબેન* પાડ્યું+ અને કહ્યું: “યહોવાએ મારું દુઃખ જોયું છે+ અને હવે મારો પતિ મને જરૂર પ્રેમ કરશે.”
૧૦ “મુલાકાતમંડપની દક્ષિણ તરફ ત્રણ કુળનો બનેલો બીજો સમૂહ પોતપોતાની ટુકડી પ્રમાણે છાવણી નાખે. એની આગેવાની રૂબેન કુળ લે.+ રૂબેનના દીકરાઓનો મુખી અલીસૂર છે,+ જે શદેઉરનો દીકરો છે. ૧૧ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૪૬,૫૦૦ છે.+