૩૫ તે ફરી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. લેઆહે કહ્યું: “હવે હું યહોવાની સ્તુતિ કરીશ.” એટલે તેણે તેનું નામ યહૂદા* પાડ્યું.+ પછી તેને બાળકો થવાનું બંધ થયું.
૩ “મુલાકાતમંડપની પૂર્વ તરફ* ત્રણ કુળનો બનેલો પહેલો સમૂહ પોતપોતાની ટુકડી* પ્રમાણે છાવણી નાખે. એ સમૂહની આગેવાની યહૂદા કુળ લે. યહૂદાના દીકરાઓનો મુખી નાહશોન છે,+ જે અમિનાદાબનો દીકરો છે. ૪ તેના લશ્કરમાં નોંધવામાં આવેલા પુરુષોની સંખ્યા ૭૪,૬૦૦ છે.+