-
ઉત્પત્તિ ૪૮:૧૭-૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ જ્યારે યૂસફે જોયું કે, તેના પિતાએ જમણો હાથ એફ્રાઈમના માથે મૂક્યો છે, ત્યારે તેને એ ન ગમ્યું. તેણે પિતાનો હાથ એફ્રાઈમના માથેથી હટાવીને મનાશ્શાના માથે મૂકવાની કોશિશ કરી. ૧૮ યૂસફે પિતાને કહ્યું: “ના પિતાજી, પ્રથમ જન્મેલો દીકરો આ છે.+ આના માથે તમારો જમણો હાથ મૂકો.” ૧૯ પણ તેના પિતાએ નકાર કરતા કહ્યું: “હું જાણું છું, મારા દીકરા, હું જાણું છું. તે પણ એક પ્રજા બનશે અને તે મહાન થશે. પણ તેનો નાનો ભાઈ તેના કરતાં વધારે મહાન થશે.+ ઘણી પ્રજાઓ જેટલી તેના વંશજની સંખ્યા થશે.”+
-