-
ગણના ૪:૨૪-૨૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ ગેર્શોનીઓનાં કુટુંબોએ આ વસ્તુઓની કાળજી લેવાની છે અને એને ઊંચકવાની છે:+ ૨૫ મંડપના પડદા,+ મુલાકાતમંડપ, એના પર નાખવાનો પડદો અને એની ઉપરનો સીલ માછલીના ચામડાનો પડદો,+ મુલાકાતમંડપના પ્રવેશદ્વારનો પડદો,+ ૨૬ આંગણાના પડદા,+ મંડપ અને વેદીની ફરતે જે આંગણું છે એના પ્રવેશદ્વારના પડદા,+ આંગણાનાં દોરડાં અને એની બધી સાધન-સામગ્રી તેમજ મંડપમાં સેવામાં વપરાતી બધી વસ્તુઓ. એ તેઓની જવાબદારી છે.
-
-
ગણના ૪:૩૧-૩૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૧ મુલાકાતમંડપની આ બધી વસ્તુઓ ઊંચકવાની જવાબદારી તેઓની છે:+ મંડપનાં ચોકઠાં,+ એના દાંડા,+ એના થાંભલા+ અને એની કૂંભીઓ;+ ૩૨ આંગણાને ફરતે આવેલી થાંભલીઓ,+ એની કૂંભીઓ,+ એના ખીલા,+ એનાં દોરડાં, બધો સામાન અને ત્યાં સેવામાં વપરાતી બધી વસ્તુઓ. તું દરેકને જણાવ કે તેણે કયો સામાન ઊંચકવાનો છે. ૩૩ એ રીતે મરારીના દીકરાઓનાં કુટુંબો+ મુલાકાતમંડપમાં કામ કરે. તેઓ હારુન યાજકના દીકરા ઇથામારના માર્ગદર્શન હેઠળ કામ કરે.”+
-