-
ગણના ૧૦:૧૧-૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ હવે બીજા વર્ષના બીજા મહિનાના ૨૦મા દિવસે,+ સાક્ષીકોશના મંડપ પરથી વાદળ ઊઠ્યું.+ ૧૨ તેથી ઇઝરાયેલીઓએ સિનાઈના વેરાન પ્રદેશમાંથી છાવણી ઉઠાવી અને પોતપોતાના ક્રમ પ્રમાણે ત્યાંથી ચાલી નીકળ્યા.+ વાદળ પારાનના વેરાન પ્રદેશમાં+ જઈને થોભ્યું. ૧૩ આ રીતે યહોવાએ મૂસાને આપેલા હુકમ પ્રમાણે+ ઇઝરાયેલીઓ પહેલી વખત નીકળ્યા.
-