-
નિર્ગમન ૨૯:૩૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૨ હારુન અને તેના દીકરાઓ ઘેટાનું માંસ અને ટોપલીમાં મૂકેલી રોટલી લે અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ખાય.+
-
-
લેવીય ૬:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ “‘હવે અનાજ-અર્પણનો નિયમ આ છે:+ હારુનના દીકરાઓ એને યહોવા આગળ વેદી પાસે લાવે.
-
-
લેવીય ૧૦:૧૨, ૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ પછી મૂસાએ હારુન અને તેના બે દીકરાઓ એલઆઝાર અને ઇથામારને કહ્યું: “યહોવા માટે આગમાં ચઢાવવાના અનાજ-અર્પણમાંથી જે બચ્યું છે, એને લો અને એમાંથી બેખમીર રોટલી બનાવીને એને વેદી નજીક ખાઓ,+ કેમ કે એ ખૂબ પવિત્ર છે.+ ૧૩ તમે એને પવિત્ર જગ્યાએ ખાઓ,+ કેમ કે યહોવા માટે આગમાં ચઢાવવાના અર્પણમાંથી એ તમારો અને તમારા દીકરાઓનો હિસ્સો છે. એ આજ્ઞા મને ઈશ્વરે આપી છે.
-