૧૫ તેઓ સીધો માર્ગ છોડીને અવળા માર્ગે ચઢી ગયા છે. તેઓ બયોરના દીકરા બલામના માર્ગે ચાલે છે,+ જેને ખોટાં કામની કમાણી વહાલી હતી.+ ૧૬ પણ તેના અપરાધને લીધે તેને ઠપકો મળ્યો હતો.+ એક મૂંગી ગધેડીએ માણસની વાણીમાં વાત કરીને એ પ્રબોધકને મૂર્ખતા કરતા અટકાવ્યો હતો.+