૫ તમે તેઓ સામે નમશો નહિ કે તેઓથી આકર્ષાઈને તેઓની ભક્તિ કરશો નહિ.+ હું તમારો ઈશ્વર યહોવા ચાહું છું કે ફક્ત મારી જ ભક્તિ કરવામાં આવે.*+ જેઓ મને નફરત કરે છે, તેઓનાં પાપની સજા હું તેઓના દીકરાઓ પર અને તેઓની ત્રીજી ચોથી પેઢી પર લાવું છું.
૧૪ તમે બીજા કોઈ દેવ આગળ નમશો નહિ,+ કેમ કે યહોવા ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ કરવામાં આવે.* હા, તે એવા ઈશ્વર છે જે ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ થાય, બીજા કોઈની નહિ.+