૧૩ આમ, યહોવાનો ગુસ્સો ઇઝરાયેલીઓ પર ભભૂકી ઊઠ્યો અને તેમણે તેઓને ૪૦ વર્ષ સુધી,+ એટલે કે યહોવાની નજરમાં દુષ્ટ કામ કરનાર પેઢીનો અંત ન આવ્યો ત્યાં સુધી વેરાન પ્રદેશમાં ભટકવા દીધા.+
૩૮ યહોવાની આજ્ઞા પ્રમાણે હારુન યાજક હોર પર્વત ઉપર ગયો અને ત્યાં તેનું મરણ થયું. ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા એના ૪૦મા વર્ષે પાંચમા મહિનાને પહેલે દિવસે તે મરણ પામ્યો.+