૩૬ આર્નોનની ખીણને કિનારે આવેલા અરોએરથી+ લઈને (તેમજ ખીણના શહેરથી લઈને) છેક ગિલયાદ સુધી એકેય નગર એટલું શક્તિશાળી ન હતું કે આપણી સામે ટકી શકે. આપણા ઈશ્વર યહોવાએ એ બધું આપણા હાથમાં સોંપી દીધું.+
૧૨ એ સમયે આપણે આ વિસ્તાર પણ કબજે કર્યો: આર્નોનની ખીણ પાસે અરોએરથી+ લઈને ગિલયાદનો અડધો પહાડી વિસ્તાર. એનાં બધાં શહેરો મેં રૂબેનીઓ અને ગાદીઓને આપ્યાં છે.+