-
પુનર્નિયમ ૨૮:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ “પણ જો તમે તમારા ઈશ્વર યહોવાનું નહિ સાંભળો અને તેમની જે આજ્ઞાઓ અને નિયમો હું આજે તમને આપું છું, એ ધ્યાનથી નહિ પાળો, તો આ બધા શ્રાપ તમારા પર ઊતરી આવશે:+
-
-
પુનર્નિયમ ૨૮:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ તમારી ઉપર આકાશ તાંબા જેવું અને નીચે પૃથ્વી લોઢા જેવી થઈ જશે.+
-
-
૧ રાજાઓ ૮:૩૫, ૩૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૫ “કદાચ એવું પણ બને કે તેઓ તમારી વિરુદ્ધ પાપ કરતા હોવાથી+ તમે આકાશના દરવાજા બંધ કરી દો અને વરસાદ રોકી દો.+ પછી તમે તેઓને નમ્રતાનો પાઠ ભણાવ્યો* હોવાથી તેઓ આ જગ્યા તરફ ફરીને પ્રાર્થના કરે, તમારા નામને મહિમા આપે અને પાપથી પાછા ફરે.+ ૩૬ એવું થાય ત્યારે તમે સ્વર્ગમાંથી સાંભળજો. તમારા સેવકો, તમારા ઇઝરાયેલી લોકોનાં પાપ માફ કરજો. તેઓએ જે સારા માર્ગે ચાલવું જોઈએ, એ વિશે તમે તેઓને શીખવજો.+ તમારા લોકોને જે દેશ તમે વારસામાં આપ્યો છે, એના પર વરસાદ વરસાવજો.+
-
-
૨ કાળવૃત્તાંત ૭:૧૩, ૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ એમ થાય કે હું આકાશના દરવાજા બંધ કરી દઉં ને વરસાદ રોકી લઉં, હું તીતીઘોડાને પાક નાશ કરવાનો હુકમ આપું અને મારા લોકોમાં રોગચાળો મોકલું. ૧૪ એ સમયે મારા નામથી ઓળખાતા મારા લોકો+ જો નમ્ર બને,+ મને પ્રાર્થના કરે, મને શોધે અને પોતાના દુષ્ટ માર્ગોથી પાછા ફરે,+ તો હું સ્વર્ગમાંથી તેઓનું સાંભળીશ. હું તેઓનાં પાપ માફ કરીશ અને દેશને પાછો હર્યો-ભર્યો બનાવીશ.+
-