-
ગણના ૧૪:૩૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૫ “‘“હું યહોવા એ બોલ્યો છું. આ દુષ્ટ લોકો, એટલે કે જે લોકો મારી વિરુદ્ધ થયા છે તેઓના હું આવા હાલ કરીશ: આ વેરાન પ્રદેશમાં તેઓનો અંત આવશે, તેઓ અહીં જ મરણ પામશે.+
-
-
ગણના ૩૨:૧૦-૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ એ દિવસે યહોવા એટલા ગુસ્સે ભરાયા હતા કે તેમણે સમ ખાધા:+ ૧૧ ‘ઇજિપ્તમાંથી જેઓ નીકળી આવ્યા છે, તેઓમાંથી ૨૦ વર્ષ કે એથી વધુ ઉંમરનો કોઈ પણ માણસ એ દેશ જોવા પામશે નહિ,+ કેમ કે તેઓ પૂરા દિલથી મારી પાછળ ચાલ્યા નથી. તેઓ એ દેશમાં નહિ જાય જે વિશે મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા.+ ૧૨ ફક્ત કનિઝ્ઝી યફૂન્નેહનો દીકરો કાલેબ+ અને નૂનનો દીકરો યહોશુઆ+ જ એ દેશમાં જશે, કેમ કે તેઓ યહોવા પાછળ પૂરા દિલથી ચાલ્યા છે.’+
-
-
પુનર્નિયમ ૨:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ આપણને કાદેશ-બાર્નેઆથી ચાલીને ઝેરેદની ખીણ પાર કરતા ૩૮ વર્ષ લાગ્યાં. યહોવાએ સમ ખાઈને કહ્યું હતું તેમ, એ સમય દરમિયાન આપણામાંથી સૈનિકોની આખી પેઢી મરણ પામી.+
-
-
ગીતશાસ્ત્ર ૯૫:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ એટલે મેં ગુસ્સે ભરાઈને સોગંદ લીધા:
“તેઓ મારા આરામમાં પ્રવેશ કરશે નહિ.”+
-