૨ “ધારો કે, યહોવા તમારા ઈશ્વરે તમને આપેલાં શહેરોમાં કોઈ સ્ત્રી કે પુરુષ, તમારા ઈશ્વર યહોવાની નજરમાં ખરાબ હોય એવું કામ કરે છે અને તેમનો કરાર તોડે છે;+ ૩ તે સાચા માર્ગેથી ભટકી જઈને બીજા દેવોની ભક્તિ કરે છે; એ દેવોની આગળ અથવા સૂર્ય, ચંદ્ર અને તારાઓની આગળ નમે છે,+ જે કરવાની મેં આજ્ઞા આપી નથી.+